પુરુષ અને ગેઝેટ્સ પર કઈ કલમ લાગુ પડે 24-12-13

01:23

પુરુષ અને ગેઝેટ્સ પર કઈ કલમ લાગુ પડે


ટ્રેનની લાંબી મુસાફરી દરમિયાન કમ્પાર્ટમેન્ટમાં બે મધ્યમવયના દંપતીઓ પણ હતા. આખાય પ્રવાસ દરમિયાન બે પુરુષો અને બે સ્રીઓની એકબીજા સાથે  વાતો થતી હતી. બન્ને દંપતી સુખી ઘરના અને એજ્યુકેટેડ પણ હતા. સ્ત્રીઓએ જીન્સ અને કૂર્તી પહેર્યા હતા તો પુરુષોએ જીન્સને ટીશર્ટ પહેર્યા હતા. પુરુષોની પાસે સ્માર્ટફોન સિવાય આઇપેડ પણ હતા.એમ તો તેમની પત્નિઓ પાસેય સ્માર્ટફોન હતા. સ્ત્રીઓના ફોન પર આખાય પ્રવાસ દરમિયાન મમ્મી,પપ્પા અને બાળકોના ફોન આવ્યા કર્યા અને સ્ત્રી મિત્રોના જોક્સ તથા ગપ્પા વોટ્સઅપ પર ચાલ્યા. એ સિવાય તેમણે એ ફોનને ભાગ્યે જ વાપર્યો હશે. તેઓ સતત શોપિંગ અને પરિવારની કે શોપ ઓપેરાની વાતો કરતી હતી . અને વારંવાર કંઇને કંઇ વાનગીઓ સોફિસ્ટેકેટેડ પેકિંગમાંથી કાઢીને પીરસતી હતી. જ્યારે બન્ને પુરુષ પતિદેવોએ આખાય દુનિયાના ફોન, ટેબલેટ, કોમ્પયુટર,ગાડીઓ, ટીવી અને મોટરો વિશે વાતો કરી.  રાજકારણ અને ચુંટણીમાં ટેકનોલોજીનો કેવો ઉપયોગ થતો હતો તેના વિશે ય વાતો થઈ. વચ્ચે વચ્ચે તેઓ મેઇલ ચેક કરતા હતા તો ક્યારેક નવા એપ્લિકેશન વિશે પણ માહિતીઓ શેઅર કરતા હતા.
તમે પણ જોયું હશે. કોઇની પાસે નવું ગેઝેટ્સ જોઇને બે પુરુષો ટેકનોલોજીને લઇને કેટલીય વાતો કરી નાખશે. આ જોઇને વિચાર આવ્યો કે મેન આર ફ્રોમ માર્સ અને વિમેન્સ આર ફ્રોમ વિનસની વાત સાચી જ હશે. છી છી સ્ત્રી થઈને આવું વિચારાય ? પણ શું કરે જુઓને આ આર્ટિકલ હું મારા લેપટોપ પર લખું છું અને  ફોનના વાઈફાઈ ધ્વારા તેને મોકલીશ. તો ય શું ?  આ મારા માટે કામ છે બાકી લેપટોપ કે ટેકનોલોજી કરતાં મને રોમેન્ટિક મુવીઝ જોવામાં અને શોપિંગ કરવામાં વધુ મજા આવે છે. ટેકનોલોજી જીવનને સરળ બનાવે છે પણ ઇટ્સ બોરિંગ... ફોર વિમેન. જ્યારે ટેકનોલોજી અંગે વાત કરતાં પુરુષોને જોજો. એટલી તન્મયતાથી એ ગેઝેટ્સ વિશે વાત કરશે જાણે કોઇ સ્ત્રી વિશે વાત ન કરતો હોય. નવો મોબાઈલ,આઇપેડ કે કોઇપણ ગેઝેટ્સ નવું ખરીદ્યા બાદ એ પુરુષના ચહેરાના ભાવ બદલાઈ જશે. તે રિતસર જમીનથી અડધો ઇંચ ઉપર ચાલતો ન હોય તેવો તરવરાટ તેની ચાલમાં હશે. સોરી હું કોઇ હાસ્યલેખ નથી લખી રહી પણ ખરેખર મેં ગેઝેટ્સ અને પુરુષ અંગે લખતા પહેલાં કેટલાક નિરિક્ષણો કર્યા તો આ બાબતો સ્પષ્ટ દેખાઇ. જાહેરાતોમાં પણ ગેઝેટ્સના માલિક પુરુષો જ બતાવે. ટેકનોલોજી અંગે વાત કરતાં તેને વાપરતાં ખુશખુશાલ અને સ્ત્રીઓને સેક્સી રીતે હાથમાં ક્લચની જેમ કલરફુલ લેપટોપ પકડીને ચાલતી દર્શાવે. જાતિય ભેદભાવ અહીં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. હાલમાં જ મુંબઈમાં વિદેશની લેટેસ્ટ ટેકનોલોજીની કારથી લઈને લેપટોપ સુધીના દરેક ગેઝેટ્સનું પ્રદર્શન યોજાયું હતું. તે પ્રદર્શનની જાહેરાતમાં ય લખ્યું હતું. બીગ બોય ટોયસ... દરેક પુરુષમાં એકાદ  હાઈ ટેક વસ્તુ પ્રત્યેનું વળગણ હશે જ. સ્પોર્ટસ કારથી લઈને સ્પાય કેમેરા, સ્માર્ટ ફોનથી લઈને વાઈ ફાઈ સ્પીકર વગેરે વગેરે લીસ્ટ લાંબુ છે.
આનું કારણ શું તો કહે પુરુષને નવા ગેઝેટ્સ કે હાઈફાઈ ટેકનોલોજીની કોઇ વસ્તુના માલિક હોવા માત્રથી તેનો અહમ પોષાય છે. ક્રિસમસ આવતાં જ ગીફ્ટમાં પુરુષોને શું આપવું તેના લિસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી કોઇપણ વસ્તુ યાદીમાં પહેલાં જ હશે. બાળપણથી જ છોકરા અને છોકરીઓના રમકડાંનો ભેદ તરી આવે. બાર્બી ડોલ છોકરાઓ નથી રમતા. તેઓ તો કોમ્પયુટર ગેમ્સ, રિમોટ કન્ટ્રોલથી ચાલતી કાર અથવા મિકેનિકલ ગીઝમોથી રમશે. કેટલાકતો કાર,બાઈક, વિમાનોના મોડેલ્સ પણ ભેગા કરશે. આ જ બાળક મોટાથઈને સાચા રમકડાંથી રમતા થાય. લેટેસ્ટ ફાસ્ટેસ્ટ કાર , બાઈક અને ફોન તેમના માટે સ્ત્રી કરતાં પણ વધારે આકર્ષક હોય છે. 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ય કહેવું છે કે લેટેસ્ટ હાઈટેક ગીઝમો પોતાની પાસે હોય તો એ પુરુષને એક જાતની થ્રીલ રોમાંચ આપે છે. પોતે વધુ માહિતી ધરાવે છે.એજ્યુકેટેડ , ટ્રેન્ડી છે,  અને બીજા કરતાં આગળ હોવાનો ભાવ પણ પુરુષને આપે છે. ઉપરાંત આ લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો મોંઘા પણ હોય છે એટલે પોતે આટલી મોંઘી વસ્તુ ખરીદી શકે છે તેવી લાગણી પણ પુરુષના અહમને પોષે છે. સમાજમાં તે જુદો તરી આવે તે માટે ય લેટેસ્ટ, કિંમતી  ગેઝેટ્સ  ખરીદશે. મારુતિ કે નેનો કરતાં પણ ફરારી કે પોર્સ કારનો માલિક જુદો તરી જ આવશે. અને તેના માલિક  વિશે દરેકને  જાણકારી  હશે જ. સ્ત્રી પુરુષના દેખાવ સાથે જ તેમના ગમાઅણગમા પણ જુદા હોય છે. તેમની પસંદ નાપસંદ પણ જાતિયતાને આધારિત હોય છે તેવી માન્યતા રહેલી છે. કારણ કે આ બાબતે બન્નેના મગજ અંગે સંશોધન થયા છે અને તેમાં કોઇ ભેદભાવ ન હોવાનું સાબિત થયું છે. તે છતાં પણ ટેકનોલોજીની વાત આવશે ત્યાં સ્ત્રીઓની સંખ્યા નહિવત અને પુરુષોની બહુમતી દેખાશે જ. અગેઇન આના રુટસ પણ જાતિય ભેદભાવ યુક્ત ઉછેરમાં હોવાનું કહેવાય  છે. જો કે આ અંગે પણ સંશોધનો થયા છે જેમાં છોકરીને છોકરાની જેમ ઉછેરવામાં આવી તો ય છેવટે તેને ટેકનોલોજી કે ગેઝેટ્સમાં એટલો રસ ન જ પડ્યો. ટેકનોલોજી ક્ષેત્રે ભણવામાં અને કામ કરવામાં ય પુરુષોનું આધિપત્ય હજી પણ છે જ.તેના વિશે વધુ માહિતી માટે ગુગલ પર જાઓ.

 ગેઝેટ્સ સાથે રોમાન્ટિક સંબંધ ધરાવતા પુરુષને છંછેડવો હોય તો બસ તેના ગેઝેટ્સ વિશે ઘસાતું બોલો. એની વે કેટલાક તારણો જે સમાજશાસ્ત્રીઓ અને સાયકોલોજીસ્ટ જણાવે છે તેમાં 

You Might Also Like

0 comments