મેચો મેટ્રો મેન: નવી પ્રજાતિ 10-3-15

04:40ગૌતમને તો ક્યારેય રજાને દિવસે બહાર જવું જ ન ગમે ... શિખા ફોન પર તેની બહેનને કહી રહી હતી, તમે કેવા દર શનિ-રવિ ફરી આવો છો .... દેખાવમાં કેવો સશક્ત છે ગૌતમ તો આમ કેમ કરે છે... સામેથી શિખાની બહેને પ્રશ્ર્ન પૂછ્યો. શી ખબર લગ્નમાં કોઈ મજા જ નથી.... શું કરું...? 

શિખા જે ગૌતમની વાત કરી રહી હતી તેને જીમમાં જવું ગમે તે પણ ક્યારેક જ, પણ તેને ક્યારેય વધુ સાહસિક થવું ગમે નહી. તેને એસીની બહાર જવું જ ગમતું નથી. જ્યારે શિખાનો સ્વપ્ન પુરુષ હતો.. મેચો મેન ...જાહેરાતોમાં દર્શાવાતો કિલર ઇન્સટિન્કટ ધરાવતો પુરુષ. મોટાભાગે દરેક સ્ત્રીનો સ્વપ્ન પુરુષ મેચો મેન હોય છે. શિખાના લગ્નને હજી છ મહિના જ થયા હતા. લગ્ન પહેલાં ઘર જોયું, છોકરો કેટલો કમાય છે જોયું, ને ઘરમાં તે એકનો એક જ છે તે પણ જોયું. તો સામે ગૌતમે પણ જોયું કે છોકરી મોર્ડન આઉટ લુકની છે. ફિલ્મોનો શોખ, પ્રવાસનો શોખ, ખાવાપીવાનો શોખ બધું જ મેચ થતું હતું. પણ લગ્ન બાદ દરેક બાબતમાં વાંધા પડતા હતા, કારણ કે શિખાને સમજાયું જ નહોતું કે તેને કેવો પુરુષ જોઈએ છે. ગૌતમ દેખાવડો છે. જીમમાં જઈને બાવડાં બનાવ્યા છે. ફાઈવ સ્ટાર હોટલોમાં જાય, ગાડી, એસી અને લકઝરી સિવાય ચાલે નહીં. પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો છે. એટલે જીવનમાં દરેક બાબત સહજતાથી મળી છે. સાહસ કરવાનો વખત જ નથી આવ્યો. એટલે તે શિખા સાથે રોમેન્ટિક નથી બની શકતો કે બેડરૂમમાં કે બહાર સાહસિક

બની શકતો નથી. એટલે શિખાને અસંતોષ જ રહે છે. આજે સ્ત્રી અને પુરુષ મેચો મેન અને મેટ્રો મેનના મિસ મેચમાં જીવે છે. 

મેચો મેન એટલે કે જે આક્રમક સ્વભાવ ધરાવતો હોય, સેક્સુઅલી પણ આક્રમક હોય, બેદરકાર હોય, કેર ફ્રી લુક ધરાવતો હોય. લાગણીવેડા ન કરતો હોય. આવી ધારણાઓ દરેક સ્ત્રી પુરુષના મનમાં ઘર કરી ગઈ છે. વિશ્ર્વભરમાં પુરુષ હોવું એટલે મેચો મેનના ગુણો હોવા જરૂરી માનવામાં આવે છે. આ ધારણા જ છે પણ તેને કારણે સમાજની માનસિકતા રચાઈ છે, જે પુરુષને સતત પીડે છે. તેને સતત મેચો મેનની ફૂટપટ્ટીથી તપાસવામાં આવે છે. સાહિત્ય, ફિલ્મો અને જાહેરાતો પણ તે જ માનસિકતા સાથે બનાવવામાં આવે છે. પોતે મેચો મેન છે કે નહીં તે પ્રશ્ર્ન તેને સતત કનડે છે. હાલમાં જ એક ઈલેક્ટ્રિક શેવિંગ રેઝર નીકળ્યું છે જે અર્જુન કપુર જેવી રફ લુક દાઢી ટ્રીમ કરી શકે. રફ લુક દાઢી મેચો મેનનું પ્રતીક માનવામાં આવે છે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નામની નવલકથા સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય રહી કે તેના પરથી હવે ફિલ્મ બની છે. તે ફિલ્મની રાહ વિશ્ર્વભર જોઈ રહ્યું છે. તે નવલકથા સોફ્ટ પોર્ન કહી શકાય તેવી છે. કથાનો નાયક આક્રમકતાથી નાયિકાને પ્રેમ કરે છે. આ નવલકથા દ્વારા સ્ત્રીઓને ફેન્ટસીનો આનંદ માણતી હતી, કારણ કે હકીકતમાં તેમના પુરુષો મેચો મેન સિન્ડ્રોમ નથી ધરાવતા. આ આક્રમકતા જ નિર્ભયા જેવા કિસ્સાઓ પેદા કરે છે. સ્ત્રી ના પાડી શકે જ નહીં કે વિરોધ કરે તો તેમાં પુરુષનો અહમ્ ઘવાય છે અને તેમાંથી ઘાતકી ક્રૂરતા પેદા થાય છે, કારણ કે આક્રમક ન બનવાનું કહેતી સ્ત્રી પુરુષને મેચો મેન એટલે કે પૌરુષીય ન રહેવાનું કહે છે એવી ધારણા બાંધી લેવામાં આવે છે. એટલે જ બળાત્કારી કહી શકે છે કે નિર્ભયાએ વિરોધ ન કર્યો હોત તો તે જીવતી હોત. 

જો પિતા સાલસ સ્વભાવના જેન્ટલમેન હોય અને પુત્રને સ્ત્રીનો આદર કરવાના સંસ્કાર આપી શકે છે, પરંતુ એ પુત્રને મિત્રો પાસેથી મેચો મેન બનીને પૌરુષીય બનવા માટે ઉશ્કેરવામાં આવે છે. પૌરુષીય વર્તનની અપેક્ષા દરેક કદમ પર રાખવામાં આવે છે. સ્ત્રીની કોઈપણ વાત માનવી કે તેના પ્રત્યે સહાનુભૂતિ, માનવીય અભિગમ રાખવો તે મેચો મેન એટલે કે પૌરુષીય ગણાતું નથી. આપણે ત્યાં પિતૃસત્તાક માનસિકતા એ બીજું કંઈ નહીં પણ મેચો મેનની આવૃત્તિ જ છે. પુરુષ હોવાની આ માનસિકતા વચ્ચે શહેરોમાં બદલાઈ હતી. મેટ્રો સેક્સુઅલ મેનની વાત કરવામાં આવે તો તે મેચો મેનની મેન્ટાલિટીની બહાર નીકળી ગયો હતો એવી માન્યતા હતી. માન્યતા એટલી હતી કે બાહ્ય રીતે બદલાવ આવ્યો હતો પણ માનસિકતા હજી બદલાવાના કગાર પર હતી. હવે નવી જનરેશને જન્મ લીધો છે. મેચો મેટ્રો મેન... મેચો મેન અને જેન્ટલમેન વચ્ચે પણ ફરક છે. જેન્ટલમેનને મેચો મેન ઓડ મેન આઉટ....લાગે છે. તો જેન્ટલમેન મેચો મેનને સારો માણસ તરીકે સ્વીકારતો નથી. બન્ને બિરાદરી જુદી છે, એટલે તેમનો મનમેળ હોતો નથી. સ્ત્રીઓને જેન્ટલમેન જેવા મેચો મેનની અપેક્ષા હોય છે, જે શક્ય નથી. યા તો પુરુષ મેચો મેન હોય કે જેન્ટલમેન હોય. એટલે સ્ત્રી પુરુષ વચ્ચે અપેક્ષાઓનો સંઘર્ષ હંમેશ રહેશે જ. પણ આ નવી પ્રજાતિ મેચો મેટ્રો મેન વિશે જોઈએ. તે કેવો છે....

ૄ તે દાઢી રાખે કે ન રાખે તેની અસમંજસમાં હોય છે. ક્યારેક તે ક્લિન શેવ કરે છે તો કેટલીક વખત કેર ફ્રી લુક આપવા માટે બે ત્રણ દિવસની દાઢી પણ રાખે છે. 

ૄ તે સ્ત્રીઓનો આદર કરે છે પણ કાળજી લેવાની દરકાર નથી કરતો. કારણ કે તે સ્ત્રીને સમાન વ્યક્તિ તરીકે જુવે છે. 

ૄ કપડાં બાબતે તે પણ કેર ફ્રી હોય છે. જીન્સ તેની બીજી ચામડી હોય છે. લગ્નપ્રસંગે કે મરણ પ્રસંગે કે પછી ઓફિસમાં પણ તે જીન્સ પહેરીને જઈ શકે છે. 

ૄ એરપોર્ટ પર કે સિનેમા હોલમાં ટોઈલેટ જઈને હાથ જરૂર ધોશે પણ ડ્રાયર નીચે સૂકવવાની તમા કર્યા વગર તે જીન્સ પર હાથ લૂછી લેતાં શરમ નહીં અનુભવે. 

ૄ કલર્ડ મોજાં પહેરીને કામ પર જશે કે જો ભૂલમાં બે જુદાં રંગના મોજાં પહેરી લીધા હશે તો તે પોતાની ભૂલ સંતાડવાનો પ્રયત્ન નહીં કરે. તેને સ્ટાઈલમાં ખપાવશે. 

ૄ મેચો મેટ્રો મેનને સ્ટાઈલ અને ફેશનમાં ફરક ખબર હશે. કપડાંથી લઈને લાઈફસ્ટાઈલમાં તેની પોતાની સ્ટાઈલ હશે. 

ૄ બીજા તેના વિશે શું વિચારે છે તેની પરવા એ નહીં કરે, પોતે શું વિચારે છે અને શું ઇચ્છે છે તે જ એના માટે અગત્યનું હોય છે. તમને કદાચ એ થોડો સ્વાર્થી લાગે પણ વ્હુ કેર ?

ૄ મેચો મેટ્રો મેન સેન્ડવિચ કે નુડલ્સની રેસિપીમાં પોતાની રીતના અખતરા કરશે.રસોડામાં જવું તેને ગમે છે એવું જતાવશે. કેટલીક વખત પત્નીને રસોડાની બહાર બેસાડી ટ્રેડિશનલ રીતે રસોઈ બનાવશે પણ સાથે આગ્રહ રાખશે કે તેના વિશે કોઈ ટીકાટિપ્પણી ન કરે. જે છે તે સારું જ છે અને પછી રસોડું ગંદુ જ રહેવા દેશે. ઈચ્છશે કે બીજું કોઈ તે સાફ કરી આપે. 

ૄ ઘરકામમાં કપડાં ધોવા ઓફકોર્સ વોશિંગ મશીનમાં જ અને વાસણ ઘસવાનો તેને વાંધો નહીં હોય. પણ તે માટે એનો મૂડ હોવો જરૂરી છે. બાકી એકના એક કપડાં ધોયા વિનાના પહેરવામાં તેને વાંધો ન હોય કે વાસણ સિંકમાં બે કલાક કે આખી રાત પડ્યા હોય તેનો પણ વાંધો ન હોય. તે પત્ની કે ગર્લફ્રેન્ડ પાસેથી પણ કોઈ આગ્રહ નહીં રાખે.

ૄ પ્રેમમાં પડવું એ મોટું સાહસ છે તેને માટે ફ્લર્ટ કરવો તે સ્વભાવ. સ્ત્રીઓનો આદર કરશે પણ સ્ત્રીઓ સામે પણ ગાળ બોલતા અચકાશે નહીં. કે સ્ત્રીઓ ગાળ બોલે તો તેનો એને વાંધો નહીં હોય. સિવાય કે તે સ્ત્રી તેની પત્ની ન હોવી જોઈએ. લાગણીવેડાથી તે દૂર જ રહેશે.

ટૂંકમાં મેચો મેટ્રો મેન થોડોક જેન્ટલમેન અને થોડો વધુ બેડ મેન. 

જોકે તેને શું થવું છે તે એને પોતાને પણ ખબર નથી હોતી. ક્યારેક હોર્મોનલ ચેન્જ તેને વધુ બેડ બનાવી શકે કે વધુ જેન્ટલમેન પણ બનાવી શકે.

You Might Also Like

0 comments