મોબ મેન્ટાલિટી 29-8-15

00:39


Image result for mob mentality
એક કૂતરો તમારી સામે ભસી શકે છે પણ કૂતરાંઓનું ટોળું તમારા પર હુમલો કરી શકે છે. મનુષ્યનું પણ એવું જ છે એકલો માણસ કદાચ જે  વર્તન ન કરી   શકે તે ટોળાંમાં કંઈપણ કરી શકે છે. માણસ એકલો હોય  ત્યારે જે રીતે પોતાની જાતને કાબૂમાં રાખી શકે છે તે ટોળાંમાં નથી રાખી શકતો, કારણ કે તેની માનસિકતા ટોળાંની  માનસિકતા બની જતી હોય છે.  જેટલું મોટું ટોળું હોય તેટલી જ વધુ તકલીફો થવાની શક્યતા હોય છે. ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જેવા નેતા હોય તો શાંત અને શિસ્તબદ્ધ  ટોળું હોઈ શકે છે.
૨૫ ઓગષ્ટ ૨૦૧૫નો દિવસ ગુજરાતના ટોળાંશાહીના ઈતિહાસમાં લખાઈ ગયો. પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ક્રાંતિ રેલીનું આયોજન મોટાપાયે કરવામાં આવ્યું. લાખો લોકોનું ટોળું ભેગું થાય ત્યારે દુર્ઘટના સર્જાવાની સતત ભીતિ રહે છે. એવું જ થયું. અનેક ઘટનાઓ બની જેમાં  બસો, વાહનોને બાળવામાં આવ્યા. પથ્થર મારો  થયો. સરકારે શાંતિ જાળવવાની અપીલ કરી અને ઈન્ટરનેટ નેટવર્ક ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. બે દિવસમાં વાત વણસી અને વાતાવરણ હિંસક બની ગયું. ટોળાંની માનસિકતામાં હિંસા થાય એમાં કોઈ   જવાબદારી લેતું નથી.
મોબ મેન્ટાલિટી લાગણીઓથી દોરવાતી હોય છે. તેમાં કોઈ લોજિક હોતું નથી. ટોળાંમાં સારઅસાર કે સાચા-ખોટાનાં કોઈ વિચારો કરાતાં નથી. તત્કાલીન જે લાગણી કે ઉશ્કેરાટમાં બદલાય તેનો પડઘો જ વર્તણૂકમાં હોવાને કારણે હિંસા વકરતી હોય છે. ટોળાંનું વિચારધોરણ ખૂબ સીમિત હોય છે. ટોળું હિપ્નોટાઈઝ થયું હોય તે રીતે વર્તે છે એટલે જ ઉશ્કેરાટ ઝડપથી ફેલાય છે. સારઅસાર સમજ્યા વિના લોકો વર્તે છે. કેટલીક વખત એવું પણ બને કે કેટલાક લોકો આ રીતના વર્તનની મજા માણવા માટે અને હિંસક વર્તણૂક કરવા માટે જ ટોળાંમાં ભળી જાય છે. રસ્તામાં ક્યારેય જો ચોર પકડાશે તો રસ્તામાં આવતાં જતાં અનેક લોકો જેેને તેની સાથે કંઈ જ લેવા દેવા નહીં હોય તેઓ પણ હાથ સાફ કરી લેશે. અર્થાત્ જે વ્યક્તિ ક્યારેય અમુક  સ્તરનું વર્તન ન કરી શકે તે ટોળાંમાં ખૂન કરતાં કે બળાત્કાર કરતા કે કોઈને જીવતાં સળગાવી દેવા જેવા ક્રૂર કામ કરતાં પણ અચકાય નહીં તે બની શકે છે.
આપણે ત્યાં કોમ, ધર્મના આધારે અનેકવાર ટોળાંએ હિંસાઓ આચરી છે. ગુજરાતમાં ૨૦૦૨ના હ?ડો કે ૧૯૯૩ની સાલમાં બૉમ્બબ્લાસ્ટ બાદ ભારતભરમાં ફાટી નીકળેલી હિંસા ટોળાંઓએ જ આચરેલી. ટોળાંની માનસિકતાનો લાભ રાજકીય પાર્ટીઓ ચાલાકીથી ઉઠાવતી હોય છે. મહારાષ્ટ્રમાં સ્વ. બાળા સાહેબ ઠાકરે હતા ત્યારે શિવસેનાની ઈમેજ  સીધો ઉશ્કેરાટ વ્યક્ત કરવા માટેની હતી. તેમનું એક સ્લોગન હતું, દરેક શિવસૈનિક  સળગતી મશાલ જેવો છે. તે દાનવને બાળી શકે છે તો અંધકારમાં જે ભટકી રહ્યા છે તેને  માર્ગ દર્શાવી શકે છે. શિવસેના હિંદુત્વની વિચારધારાને અનુસરનાર છે.
૧૯૮૦ અને ૧૯૯૦ની સાલમાં ભારતમાં રાજકીય હિંસામાં વધારો થયો હતો. જેમાં મુખ્ય સૂર  હિન્દુ રા?ષ્ટ્રય  ભાવનાત્મકતાનો હતો. એ બધામાં પશ્ર્ચિમ ભારતમાં શિવસેનાની છાપ ઉગ્ર આંદોલન કરનાર તરીકેની હતી. તેમનું પ્રતિક પણ વાઘનું હતું જે પૌરુષિય , ભય ન પામનાર અને બળને રજૂ કરતું હતું.  અને તેમાં ભાગ લેનારા શિવ સૈનિક કહેવાય છે. જે લડવા માટે સતત તૈયાર હોય. ટોળું ભેગું કરવા માટે લીડર જુસ્સો અને લાગણીનો ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર સાચી વાત હોવા છતાં ઉગ્ર સ્વ‚પે કહેવામાં આવે છે ત્યારે સત્તાનો અહમ પણ ઘવાતો હોય છે. અહમના ટકરાવથી પણ હિંસાનો ભડકો થતો હોય છે. ટોળાંનો પણ પોતાનો અહમ ઊભો થાય છે જે ઘણો સ્ટ્રોન્ગ હોય છે. જે તેના નેતાને પણ ગાંઠે નહીં. તેવું બની શકે. ગાંધીજીને અસહયોગના આંદોલનની શ‚આતમાં આવી ઘણી તકલીફો પડી હતી. અસહયોગનું આંદોલન અહિંસાત્મક જ હોય એવી ગાંધીજીની ઈચ્છા હતી પણ જ્યાં તેઓ હાજર ન હોય તેવા પ્રદેશમાં જ્યારે લોકો અંગ્રેજો સામે હિંસાત્મક બની જતાં અને હકૂમત એવું કહેતી કે લોકોએ હિંસા કરી એટલે અમે સામે હિંસક બન્યા ત્યારે બધી ચળવળનો અર્થ બદલાઈ જતો. એટલે એક સમયે તેમણે અસહયોગનું આંદોલન બંધ રાખ્યું હતું. ગાંધીજી જાણતા હતા કે હિંસા દ્વારા  આઝાદી મેળવવી સહેલી નથી. અને તેમાં વધુ આપણાં ભારતીયો જ મરવાના હતા. અંગ્રેજોની સામે સત્યાગ્રહીઓના ટોળાં સરઘસ લઈને જતા હતા તે પણ પોતાની સંગઠિત તાકાતનું પ્રદર્શન કરતા હતા અને તેના પર હિંસા આચરી તે તાકાતને તોડવાનો પ્રયત્ન અંગ્રેજો કરતાં જેને લીધે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ સર્જાયા.  ૧૯૫૫માં બંગાળની વિધાનસભામાં ગાંધીવાદી સભ્યએ સરસ રીતે  કહ્યું હતું કે-
કાયદાને આદર સાથે હું નમ્રતાપૂર્વક કહીશ કે અમને રાષ્ટ્રપિતાએ અનિયંત્રિત કાયદાનો કઈ રીતે વિરોધ કરવો તે શીખવ્યું છે. અમે ફરીથી કાયદાને તોડીશું...અમારે માટે કાયદા કરતાં જીવન વધારે કીંમતી છે. અમારા પર ટિયર ગેસ પણ છોડાય કે લાઠી ચાર્જ પણ થઈ શકે. પણ સત્યાગ્રહ કરવો તે કાયદેસર અધિકાર  છે.  દેખાવ વખતે લોકોને કાયદાનો શાંતિપૂર્ણ રીતે ભંગ કરવાનો અધિકાર  છે. અને જો તે સમયે હિંસા થાય તો તે સરકાર તરફથી જ હોઈ શકે. સત્યાગ્રહી લોકો તરફથી ન થાય.

એ જ રીતે પાટીદાર સમાજ હાલમાં  અનામતના મુદ્દે એક થઈને ટોળાંમાં  પોતાની તાકાત દર્શાવી રહ્યા હતા. પરંતુ, ટોળાંની માનસિકતાનો જાણે અજાણે ઉપયોગ થયો અને તેના પરિણામો આપણે સૌએ ભોગવ્યા પણ ખરા. તેમનો ઉદ્દેશ ગમે તે હોય પણ કેટલાક તત્વો હિંસા કરવા ઉત્સુક હશે જે ટોળાંમાં ભળી ગયા હતા. રાષ્ટ્રિય સંપત્તિનું નુકસાન થવા સાથે કેટલીક નિર્દોષ વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા છે. મોટેભાગે એવું જ થતું હોય છે જ્યારે કોઈ રાજકીય મોટિવ હેઠળ કે સામાજિક માગણીઓ સાથે આંદોલન થાય છે તેમાં હિંસા થવાની શક્યતાઓ સમાયેલી જ હોય છે.
ભારતના રાજકીય ઈતિહાસમાં ટોળું કે મેદની ભેગી કરવી તે બળપ્રદર્શનનો એક પ્રકાર છે. કેટલીક વખત અચાનક ટોળું ભેગું થઈ જાય અને ઘટના બને તે પ્રાસંગિક હોય છે. પરંતુ, કોઈ એક ઉગ્ર લાગણી સાથે ટોળું ભેગું થાય અને એકાદો તણખો ઝરે કે આગ ઝડપથી ફેલાઈ જતી હોય છે. દરેક હિંસામાં આગ લગાડવાના બનાવો બને જ છે.  અગ્નિ એ ભારતીય સમાજમાં પૂજનીય પણ છે અને મૃત્યુ સમયે પણ તેનો ઉપયોગ થાય છે. પણ આગ એ વિરોધના પ્રતિક તરીકે , હિંસાના પ્રતીક તરીકે ટોળાંમાં ઉપયોગ થાય છે. ભારતમાં ટોળાંની હિંસામાં સૌ પ્રથમ વાહનો બાળવા, ટાયરો બાળવા અને ઘર બાળવાથી થાય છે. ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા હ?ડોની શ‚આત પણ ટ્રેનને સળગાવવાથી જ થઈ હતી. અને પછી અમદાવાદમાં અનેક કોલોનીઓ અને બેકરી વગેરે બાળ્યાનું ભૂત હજી પણ ધૂણી જ રહ્યું છે. તે પછી આવે છે હત્યા જે ટોળાંની હિંસાનું બાય પ્રોડકટ હોય છે. હત્યા ટોળાંની હિંસકતાને લીધે અથવા ટોળાંને કાબૂમાં લેવા પોલીસો કે સૈન્યએ કરેલા ગોળીબારને લીધે થતી હોય છે. ટોળાંમાં થયેલી હત્યા માટે કોઈને જવાબદાર ઠેરવવા તે લોઢાના ચણા જેવું મુશ્કેલ કામ હોય છે.

આજે પોલીસોનો બંદોબસ્ત ભેગું થયેલું ટોળું બેકાબૂ ન બને અને હિંસા ન ફેલાય તેને માટે જ હોય છે. પરંતુ, બેકાબૂ ટોળાંને કાબૂમાં રાખવા માટે ય અહિંસક કે હિંસક શસ્ત્રોનો જ સહારો લેવાતો હોય છે.  ટોળું મોટેભાગે એક જ લાગણીના દોરે ભેગું થતું હોય છે. તેનો એક ખાસ મોટિવ હોય છે. ટોળાંમાં રહેલો માણસ અલગ રીતે વિચાર કરી શકતો નથી એ હકિકત છે.  ફ્રોઈડ કહે છે કે આપણામાં વિરોધ કરવાની ભાવના હોય જ છે. અંગત રીતે પણ બીજાની ટીકાઓ કરતાં જ હોઈએ છીએ...તો કેટલીક વાર આપણે વિરોધ કરવાની લાગણીઓ દબાવી દેતા હોઈએ છીએ.  એ દબાવેલા  ઈમોશન- લાગણી ટોળાંંમાં બહાર આવતાં હોય છે. ફ્રોઈડ એમ પણ કહે છે  કે કોઈપણ ટોળાંને એક લાગણી જ ભેગી કરતી હોય છે. ફ્રોઈડની સાથે આપણે દરેક વખતે સહમત ન પણ થઈએ, પરંતુ ટોળાં બાબતે કહેલી તેની વાત સાથે સહમત થવુું જ પડે. હિન્દુ-મુસ્લિમ હ?ડો હોય કે પટેલોનું અનામત આંદોલન હોય દરેક વખતે ટોળાંની માનસિકતા એક જ લાગણીઓથી દોરવાતી હોય છે તે જોઈ શકાય છે. ટોળું કે મેદની ભેગી કરી શકનાર રાજકીય નેતા હોય કે ધર્મનો કોઈ વડો હોય તેને પોતાની લોકપ્રિયતા સાબિત કરવાની હોય છે. ભેગી થયેલી મેદનીમાં  જો  ઉશ્કેરાટ ભળે છે ત્યારે દરેક વ્યક્તિમાં  દબાવી રાખેલી  હિંસાની લાગણી ભડકો થઈને બહાર પ્રસરે છે.  

You Might Also Like

1 comments