સ્ટોરી લઘુશંકાની 25-8-15

02:07

Image result for statue of pee

Image result for statue of pee

હાલમાં જ મુંબઈમાં કોલાબા વિસ્તારમાં એક અંગ્રેજી લેખિકાએ ફરિયાદ કરી હતી કે એક પુરુષે તેની સામે માસ્ટર બેટ કર્યું. વળી તેણે એ પુરુષનો મોબાઈલમાં ફોટો પણ પાડી લીધો (માસ્ટર બેટ કરતો નહીં.) અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. બીજે દિવસે ગોપાલ વાલ્મીકિ નામના યુવકને પકડવામાં આવ્યો. ગોપાલ વાલ્મીકિએ ખુલાસો આપતા કહ્યું કે તે પેશાબ કરી રહ્યો હતો પણ પેલા વિેદેશી બહેને ઊંધો અર્થ કર્યો. સમાચાર વાંચતા જ વિચાર આવ્યો કે ભારતમાં પુરુષો જાહેરમાં લઘુશંકા કરતા જોવા મળે તેની અમને કોઈ નવાઈ નથી. લઘુશંકા જ નહીં સવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરો તો બારી બહાર જોવાનું ટાળવું પડે એવાં દૃશ્યો પણ જોવા મળે જ.
 આ ગોપાલ વાલ્મીકિને લીધે પુરુષ અને પી વિષયે લખવાની પ્રેરણા આપી. થોડું ગૂગલિંગ કરતા અનેક રસપ્રદ માહિતી મળી. તો કેટલાય કિસ્સાઓ યાદ આવ્યા. પીઈઈઈ કહેવાની શરમ  આવે તેવું બને એટલે વિદેશમાં તો વીઈઈઈ કહેવાનું ય શરૂ કર્યું છે. પીશીંગ પણ પી માટે વપરાય છે.
ભારતીય પ્લેટફોર્મ પર  આવેલ યુરિનલ કે પબ્લિક શૌચાલય પાસેથી પસાર થતાં યુરિયાની માથું ફાડી નાખે એવી વાસ આવે ત્યારે વિચાર પણ આવ્યો કે પેશાબમાંથી વાસ ન આવતી હોત તો કદાચ આટલો હોબાળો ન યે હોત. સ્વચ્છ ભારતના અભિયાનમાં જાહેરમાં પેશાબ કરનારને દંડ થઈ શકે. જો કે હજી ભારતમાં જાહેર શૌચાલયો જ‚ર જેટલા ન હોવાથી હોવાથી બિચારા પુરુષો શું કરે ? (સ્ત્રીની ચિંતા તો કરવાની જ નહીં) સ્વચ્છ ભારતનું અભિયાન શ‚ થયા બાદ જૂનમાં આગરા ડિવિઝનમાં ૧૦૯ પુરુષોને જાહેરમાં પેશાબ કરવા માટે ૧૦૦થી ૫૦૦નો દંડ તો કર્યો જ પણ સાથે તેમને ૨૪ કલાક માટે જેલમાં પણ પુરી દીધા. જો કે સ્ત્રીઓને તો ક્ધટ્રોલ કર્યા સિવાય કોઈ છૂ ટકો જ નથી.  એટલે જ અમને સ્ત્રીઓને પુરુષોની ઈર્ષા પણ આવે કે પુરુષોને કેટલું સારું મોઢું ફેરવીને ઊભા રહી ગયા એટલે કોઈ જોતું હોય તો ય આપણે શું ?
બાંદરાથી બોરિવલી સુધીના હાઈ વે પર એકપણ સુલભ શૌચાલય ન હોવાની માહિતી એક મિત્રએ આપી. હવે ડાયાબિટીશ કે બ્લેડરની કોઈ સમસ્યા હોય તો વ્યક્તિ શું કરે ? ભરરસ્તામાં ધોળે દિવસે ડિવાઈડર પર પેશાબ કરતા જોયાનું કેટલીકવાર સાંભળ્યું છે. શું કરે મુંબઈમાં ટ્રાફિક જામમાં બે કલાક સુધી ફસાઈ જવાય તો. બીજા એક કિસ્સામાં ચંદીગઢમાં એક ટ્રક ડ્રાઈવરને કેટલાક લોકોએ જાહેરમાં પેશાબ કરતાં રોક્યો તો ખિજાઈને તેણે પાંચ વ્યક્તિને કચડી નાખી. ભારતમાં જાહેરમાં પેશાબ કરવો તે કેટલાક વધુ સંસ્કૃત લોકો સિવાય કોઈને ખરાબ નથી લાગતું. એટલે જ હજી પણ ઊંધા ફરીને જાહેરમાં પી કરતાં પુરુષો જોવાની કોઈને અહીં નવાઈ નથી લાગતી.

એની વે વિદેશમાં તો પી કરતાં બાવલાંઓ બડા મશહૂર છે. બેલ્જિયમના  બ્રસેલ્સમાં ડ્રિન્કિંગ ફાઉન્ટન પાસે આવેલ પી કરતો નગ્ન બાળકનું બાવલું ટૂરિસ્ટ અટ્રેકશન છે. એ સુંદર બાવલાંને હંમેશા નગ્ન નથી રખાતું. અધિકારીઓ પાસે ૮૦૦ ડ્રેસ છે જે વારતહેવારે પહેરાવીને બાવલાંને સજાવાતું હોય છે. ૨૦૧૨માં તેને પી કરતો બંધ કર્યો એ ન્યુઝ બન્યા હતા. ઠંડી શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં તેની ઈન્ટરનલ સિસ્ટમ બગડી ન જાય તે માટે થોડો સમય તેની પી બંધ કરવામાં આવી હતી. એ બાવલું ૧૬મી સદીથી ત્યાં ઊભું છે. એ બાવલાં પરથી અનેક પ્રતિકૃતિ અને રમકડાં પણ બનાવવામાં આવ્યા છે.વાચકોમાંથી કેટલાકનેે યાદ હશે કે  ત્રીસેક વરસ પહેલાં સફેદ રંગનું પ્લાસ્ટિકનું નાનું રમકડું આવતું જે ચાંપ દબાવતા બારણું ખોલીને બહાર આવે ને પેશાબ કરીને પાછું અંદર જતું રહેતું .
પોલેન્ડના નોવા હુટા શહેરમાં ૧૯૫૦ની સાલમાં જાહેર કલા પ્રદર્શની વખતે બાર્ટોઝ અને માર્લગોટઝટા નામના શિલ્પકારોએ ફાઉન્ટન ઓફ ધ ફ્યુચર નામે રશિયન સરમુખત્યાર વ્લાદમિર લેનિનનું ચાલતુંને વળી પેશાબ કરતું લીલા કલરનું બાવલું બનાવ્યું હતું. જો કે તે બાવલું ૧૯૯૨ની સાલમાં એક સ્વીડિશ અબજપતિએ ખરીદીને સ્ટોકહોમ મ્યુઝિયમને આપી દીધું છે. તેની જગ્યાએ બીજું એવું જ બાવલું બનાવીને મૂકવામાં આવ્યું છે. ચેક રિપબ્લિકની રાજધાની  પ્રાગમાં કાફકા મ્યુઝિયમની બહાર પ્રખ્યાત શિલ્પકાર ડેવિડ સેર્નીએ બે મિકેનીકલ મેનના બાવલાંને  એકબીજાની સામે અને દર્શકોની ઉપર પાણીના છાંટા  કરતાં ઊભા કર્યા છે. ડેવિડે  નેશનલ થિયેટર પર ગોલ્ડન સ્ટેચ્યુ લટકતું અને પી કરતું સ્ટેચ્યુ પણ બનાવ્યું છે. જે મોસ્ટ ક્ોન્ટ્રોવર્સિયલ પૂતળાંઓની યાદીમાં છે.
યુક્રેનની રાજધાની કીવમાં ૨૦૧૨ની સાલમાં ગોલ્ડન રંગનું  સ્ટેલિનનું પી કરતું પૂતળું એક્ટિવિસ્ટો ધ્વારા  મૂકવામાં આવ્યું હતું. જો કે થોડો જ સમયમાં અધિકારીઓએ તેને તોડીફોડીને ફેંકી દીધું હતું.
ટ્યુનિશિયાના મ્યુઝિયમમાં પ્રાચીન રોમનનું એક પૂતળું છે. જે રાજાની સામે વિરોધ નોંધાવતો હોય તેવી મુદ્રામાં હોય તે રીતે લઘુશંકા કરી રહ્યો છે.
આપણી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ પીના સીન માટે ખાસ વલણ ધરાવે છે. રણબીર કપૂરે તેની મોટાભાગની ફિલ્મમાં પેશાબ કરતાં દૃશ્યો આપ્યાં છે. યે જવાની હૈ દિવાની, બર્ફી , બેશરમમાં તેણે એવાં દૃશ્યો આપ્યાં છે. બેશરમમાં તો તેનેે ગીત ગાતો પણ બતાવ્યો છે. તો બર્ફીમાં તે રસ્તા પર ખેતરની તરફ મોં કરી ઊભો હોય છે અને અચાનક ખેતરમાં લોકો ઊભા થતાં તે હાથ હલાવે છે. આમિર ખાન પીકેમાં જેલમાં જવા માટે પોલીસ અને અનુષ્કા સામે પી કરવા ઊભો રહી જાય છે. આર. બલ્કી અને અમિતાભે તો એ સીનને ખાસ યાદગાર બનાવ્યો છે ગીત ગાઈને. જો કે ચીની કમમાં પી કરતાં જે દૃશ્ય લીધું છે તે ગજબનું છે. અમિતાભ, તબુનો હાથ માગવા માટે યુરિનલમાં પી કરતાં જ  પરેશ રાવલ સાથે વાત કરે છે. દૃશ્યમાં અમિતાભ જેવો કહે છે કે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું  તે સાંભળીને પેશાબનો અવાજ ટપ કરતો અટકી જાય છે. અને ચેન બંધ કર્યા સિવાય પરેશ રાવલ, અમિતાભની સામે ફરે છે. અને અમિતાભ પરેશ રાવલને ચેન ખુલી છે એવો ઈશારો કરે છે. આવાં દૃશ્યો સહજતાથી હવે હિન્દી ફિલ્મોમાં વધવા લાગ્યાં છે.
ભારત સિવાય બીજા દેશોમાં પણ પી જાહેરમાં થાય છે, પણ શહેરમાં નહંી. જંગલ કે ગ્રામ્ય વિસ્તારોમાં જ. શહેરીકરણને કારણે જાહેરમાં ગંદકી ન કરવાની અને સંસ્કૃત સમાજની માગ ઊભી થઈ. વળી દરેક પુરુષો ઊભા રહીને જ લઘુશંકા કરવાનું પસંદ કરે એ જ‚રી  નથી. મુસ્લિમ કોમમાં પુરુષો બેસીને જ લઘુશંકા કરે એવો નિયમ છે. કારણ કે લઘુશંકાના છાંટા શરીર પર ઊડીને નાપાક કરે તેવું મનાય છે. અને છેલ્લે જાહેરમાં પી કર્યા બાદ હાથ ધોવાતા નથી એ પણ હકીકત છે..ઈઈઈઈઈઈઈઈઈ  નહીં કરવાનું.

You Might Also Like

0 comments