મક્કમ નિર્ધાર સામે એવરેસ્ટ પણ ઝૂકી જાય (MUMBAI SAMACHAR)

05:26

‘એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સમજાયું કે તમે પહાડો સર નથી કરી શકતા, પહાડોની ઊંચાઈ પર પહોંચવા માટે આપણી અંદર રહેલા સ્વભાવના એવરેસ્ટ પહેલાં સર કરવા પડે છે.’ ૩૬ વર્ષીય કુંતલ જ્યારે આ વાક્યો ઈન્ટરવ્યુની શરૂઆતમાં બોલે છે ત્યારે તેની આંખના ખૂણા ભીના બને છે અને ચહેરા પર નમ્રતાનો ભાવ લીંપાય જાય છે. કુંતલ મુંબઈમાં જન્મેલો કચ્છી યુવાન છે જેણે અમેરિકા જઈને સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પછી ત્યાં જ અમેરિકન કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. કારકિર્દીની ટોચે પહોંચીને તેણે એવરેસ્ટ સર કરવા માટે નોકરી છોડવાનો નિર્ણય લીધો ત્યારે લોકોએ તેને ગાંડપણ ન કરવાનું સૂચન કર્યું હતું. કુંતલનો જન્મ વ્યાપારી કુટુંબમાં થયો હતો જ્યાં ક્યારેય કોઈએ નાનકડો ડુંગર પણ ચઢવાની હિંમત નહોતી કરી. કુંતલના કહેવા પ્રમાણે ડુંગર તો જવા દો મકાનના દાદરા તેઓ ચઢતા નહીં, લિફ્ટનો ઉપયોગ જ કર્યો છે.

આટલા એશોઆરામનું જીવન કેવી રીતે અચાનક એવરેસ્ટ શિખરની ચોટી પર લઈ ગયું તે વાત ખૂબ જ રસપ્રદ છે. ૨૦૦૧ની સાલમાં તે અમેરિકા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા ગયો ત્યારે તે ફક્ત શાકાહારી હતો, વેગન નહોતો. વાચકોની જાણ ખાતર વેગન પદ્ધતિમાં વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી હોય છે એટલે કે તે પ્રાણીજન્ય કોઈપણ પ્રકારનો ખોરાક લેતી નથી. વેગન જીવન પદ્ધતિમાં દૂધ કે તેની બનાવટની કોઈપણ વસ્તુનો આહારમાં નિષેધ કરવામાં આવે છે. કુંતલ જ્યારે અમેરિકામાં પહોંચ્યો ત્યારે સાથે ભણતા સહાધ્યાયીએ તેને સવાલ કર્યો કે ડેરી પ્રોડક્ટસ માટે જેટલી ક્રૂરતા આચરવામાં આવે છે તેનો તને વાંધો ન હોય તો તારી જાતને શાકાહારી કઈ રીતે કહી શકે? બસ કુંતલને ગળે તે વાત ઉતરી ગઈને તેણે વેગન બનવાનું નક્કી કર્યું. ત્યારબાદ અમેરિકામાં નોકરી કરતો હતો ત્યારે તેને ખબર પડી કે તેના પિતાને ડિમેન્શિયાનો રોગ(મગજના આ રોગમાં માણસની વિચાર કરવાની શક્તિ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને વ્યક્તિ રોજબરોજના કામ પણ કરી શકતી નથી.) લાગુ પડ્યો. એકનો એક દીકરો હોવાને કારણે તેને લાગ્યું કે મુંબઈ પરત આવવું જોઈએ. કુંતલના સારા નસીબે તે જ અરસામાં તેની કંપનીએ મુંબઈમાં એક કંપની ખરીદી હતી એટલે તેને મુંબઈથી કામ કરવાની છૂટ આપી એ માટે કુંતલ પોતાને નસીબદાર ગણાવે છે. ૨૦૦૬માં મુંબઈ પરત આવ્યા બાદ ૨૦૦૭માં તેના લગ્ન દિપ્તી નામની છોકરી સાથે થયા. અહીં એક પ્રસંગની વાત કુંતલ ખૂબ પેશનેટ થઈને કરે છે જ્યાં એવરેસ્ટના બીજ રોપાયાં. ૨૦૦૯ની સાલમાં કુંતલ તેની પત્ની સાથે સિમલા ફરવા ગયો હતો. હકીકતમાં તેની પત્નીએ બરફ નહોતો જોયો એટલે ખાસ બરફ જોવા ગયા હતા. પણ તેમના નસીબ થોડા નબળા પડ્યા કે

કશે જ બરફ જોવા ન મળ્યો. બરફ હતો તો પહાડોની ટોચ પર. છેવટે તેમના ડ્રાઈવરે કહ્યું કે નારકંદા પહાડ પર છેક સુધી એટલે કે બરફ શરૂ થાય ત્યાં સુધી ગાડી જઈ શકશે. એટલે તેઓ બીજે દિવસે વહેલી સવારે ડ્રાઈવ કરીને પહાડ પર પહોંચ્યાં. બરફમાં રમ્યા બાદ સહજ ચાલવાનું શરૂ કર્યું. એકાદ બે કલાકમાં તેઓ ટોચ પર પહોંચ્યા. કુંતલ કહે છે કે એ ટોચ પર ફક્ત અમે બે જ જણા હતા, અને ટોચ પરથી દેખાતો ૩૬૦ ડિગ્રીનો અદ્ભુત નજારો અમને મૂક કરી ગયો. ત્યાં જે શાંતિનો અનુભવ થયો તે મારા માટે એક જુદો જ પ્રદેશમાં લઈ જનારો હતો. આ પહેલાં મેં ક્યારેય આવી અનુભૂતિ કરી નહોતી. એ અનુભવ એટલો અદ્ભુત હતો કે મને થયું વારંવાર આ રીતે પહાડોની ટોચ સુધી પહોંચવું જોઈએ. એમ કહોને કે એક જાતની લત લાગી. ત્યાંથી પાછા આવ્યા બાદ હું તરત જ હિમાલય પહોંચ્યો. નાના નાના ટ્રેકમાં પણ ટોચે પહોંચવાનો આનંદ અવર્ણનીય હતો. મહિનામાં એકાદ બે વાર ટ્રેક પર નીકળી પડતો. લોકો મને ગાંડામાં ખપાવવા લાગ્યા. મારા સંબંધીઓ મને સમજાવવા લાગ્યા કે આપણે વેપારી, ગુજરાતી પ્રજા છીએ. કોઈકવાર ફરવા જવું તે યોગ્ય છે પણ દર મહિને એકાદ બે વાર માઉન્ટેનિયરિંગનું ગાંડપણ ન પોષાય. તેમાં શું મળે? વગેરે વગેરે. એટલું સારું હતું કે મારી મમ્મી અને પત્નીનો મને સહકાર હતો. કદાચ ગાંડપણની હદ જ તમારા વિકાસ માટે જરૂરી હોય છે. માઉન્ટેનિયરિંગ કરવા છતાં ક્યારેય મેં એવરેસ્ટ ચઢવા માટે વિચાર્યું નહોતું, પણ એક સાંજે હિમાલયમાં મેં એવરેસ્ટને મારી સન્મુખ જોયો. સાંજના સમયે એવરેસ્ટ પર પડતાં સૂરજના કિરણોને લીધે તેના પર જે સોનેરી પરત જાણે મઢાઈ ગઈ હતી. આવું સૌંદર્ય જોઈને હું પહેલી જ નજરે એવરેસ્ટના પ્રેમમાં પડ્યો એવું કહી શકાય. બસ એ જ સમયે મારા મનમાં નક્કી થયું કે એવરેસ્ટની ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવો.

એન્જિનિયર હોવાને નાતે મને ખબર હતી કે એવરેસ્ટ પર ચઢવા માટે ખૂબ પ્લાનિંગ અને તૈયારીની જરૂર પડે. વળી મને એ પણ સમજાયું કે વેગન જીવનપદ્ધતિ અપનાવનાર એવરેસ્ટ જો સર કરી શક્યો તો હું પ્રથમ વ્યક્તિ હોઈશ. એટલે મેં પાંચ વરસનો સમય નક્કી કર્યો. આ વાત છે ૨૦૦૯ની જ. તે સમયે મારું વજન ૧૧૦ કિલો હતું. એટલા વજન સાથે એવરેસ્ટ પર પહોંચવું અશક્ય હતું એટલે મારે પહેલાં વજન ઉતારવાની અને એવરેસ્ટ પર જવા માટે ફિટ થવાની ખૂબ જરૂર હતી. વળી મારે એવરેસ્ટ માટે ખૂબ મહેનત કરવાની જરૂર હોવાથી નોકરી છોડવાનું નક્કી કર્યું. વળી લોકોએ મને ગાંડપણ ન કરવા સમજાવ્યો. કારણ કે આટલી સારી અમેરિકન કંપનીની નોકરી છોડીને એવરેસ્ટ પર ચઢવાના ખર્ચા કરવા યોગ્ય ન જ ગણાય. પણ મને કોઈ વિચલિત ન કરી શક્યું. નોકરીમાં રાજીનામું આપ્યું તો એ લોકોએ કારણ પૂછ્યું. જ્યારે મેં એવરેસ્ટના મારા ધ્યેયની વાત કરી તો કંપનીએ કહ્યું કે તમે ક્ધસલ્ટન્ટ તરીકે જોડાયેલા રહો અમે તમને સપોર્ટ કરીશું તમારા સાહસ માટે. બસ પછી‘એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સમજાયું કે તમે પહાડો સર નથી કરી શકતા, પહાડોની ઊંચાઈ પર પહોંચવા માટે આપણી અંદર રહેલા સ્વભાવના એવરેસ્ટ પહેલાં સર કરવા પડે છે.’ ૩૬ વર્ષીય કુંતલ જ્યારે આ વાક્યો ઈન્ટરવ્યુની શરૂઆતમાં બોલે છે ત્યારે તેની આંખના ખૂણા ભીના બને છે અને ચહેરા પર નમ્રતાનો ભાવ લીંપાય જાય છે. કુંતલ મુંબઈમાં જન્મેલો કચ્છી યુવાન છે જેણે અમેરિકા જઈને સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પછી ત્યાં જ અમેરિકન કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. કારકિર્દીની ટોચે પહોંચીને તેણે એવરેસ્ટ સર કરવા માટે નોકરી છોડવાનો નિર્ણય લીધો ત્યારે લોકોએ તેને ગાંડપણ ન કરવાનું સૂચન કર્યું હતું. કુંતલનો જન્મ વ્યાપારી કુટુંબમાં થયો હતો જ્યાં ક્યારેય કોઈએ નાનકડો ડુંગર પણ ચઢવાની હિંમત નહોતી કરી. કુંતલના કહેવા પ્રમાણે ડુંગર તો જવા દો મકાનના દાદરા તેઓ ચઢતા નહીં, લિફ્ટનો ઉપયોગ જ કર્યો છે.

આટલા એશોઆરામનું જીવન કેવી રીતે અચાનક એવરેસ્ટ શિખરની ચોટી પર લઈ ગયું તે વાત ખૂબ જ રસપ્રદ છે. ૨૦૦૧ની સાલમાં તે અમેરિકા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા ગયો ત્યારે તે ફક્ત શાકાહારી હતો, વેગન નહોતો. વાચકોની જાણ ખાતર વેગન પદ્ધતિમાં વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી હોય છે એટલે કે તે પ્રાણીજન્ય કોઈપણ પ્રકારનો ખોરાક લેતી નથી. વેગન જીવન પદ્ધતિમાં દૂધ કે તેની બનાવટની કોઈપણ વસ્તુનો આહારમાં નિષેધ કરવામાં આવે છે. કુંતલ જ્યારે અમેરિકામાં પહોંચ્યો ત્યારે સાથે ભણતા સહાધ્યાયીએ તેને સવાલ કર્યો કે ડેરી પ્રોડક્ટસ માટે જેટલી ક્રૂરતા આચરવામાં આવે છે તેનો તને વાંધો ન હોય તો તારી જાતને શાકાહારી કઈ રીતે કહી શકે? બસ કુંતલને ગળે તે વાત ઉતરી ગઈને તેણે વેગન બનવાનું નક્કી કર્યું. ત્યારબાદ અમેરિકામાં નોકરી કરતો હતો ત્યારે તેને ખબર પડી કે તેના પિતાને ડિમેન્શિયાનો રોગ(મગજના આ રોગમાં માણસની વિચાર કરવાની શક્તિ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને વ્યક્તિ રોજબરોજના કામ પણ કરી શકતી નથી.) લાગુ પડ્યો. એકનો એક દીકરો હોવાને કારણે તેને લાગ્યું કે મુંબઈ પરત આવવું જોઈએ. કુંતલના સારા નસીબે તે જ અરસામાં તેની કંપનીએ મુંબઈમાં એક કંપની ખરીદી હતી એટલે તેને મુંબઈથી કામ કરવાની છૂટ આપી એ માટે કુંતલ પોતાને નસીબદાર ગણાવે છે. ૨૦૦૬માં મુંબઈ પરત આવ્યા બાદ ૨૦૦૭માં તેના લગ્ન દિપ્તી નામની છોકરી સાથે થયા. અહીં એક પ્રસંગની વાત કુંતલ ખૂબ પેશનેટ થઈને કરે છે જ્યાં એવરેસ્ટના બીજ રોપાયાં. ૨૦૦૯ની સાલમાં કુંતલ તેની પત્ની સાથે સિમલા ફરવા ગયો હતો. હકીકતમાં તેની પત્નીએ બરફ નહોતો જોયો એટલે ખાસ બરફ જોવા ગયા હતા. પણ તેમના નસીબ થોડા નબળા પડ્યા કે

કશે જ બરફ જોવા ન મળ્યો. બરફ હતો તો પહાડોની ટોચ પર. છેવટે તેમના ડ્રાઈવરે કહ્યું કે નારકંદા પહાડ પર છેક સુધી એટલે કે બરફ શરૂ થાય ત્યાં સુધી ગાડી જઈ શકશે. એટલે તેઓ બીજે દિવસે વહેલી સવારે ડ્રાઈવ કરીને પહાડ પર પહોંચ્યાં. બરફમાં રમ્યા બાદ સહજ ચાલવાનું શરૂ કર્યું. એકાદ બે કલાકમાં તેઓ ટોચ પર પહોંચ્યા. કુંતલ કહે છે કે એ ટોચ પર ફક્ત અમે બે જ જણા હતા, અને ટોચ પરથી દેખાતો ૩૬૦ ડિગ્રીનો અદ્ભુત નજારો અમને મૂક કરી ગયો. ત્યાં જે શાંતિનો અનુભવ થયો તે મારા માટે એક જુદો જ પ્રદેશમાં લઈ જનારો હતો. આ પહેલાં મેં ક્યારેય આવી અનુભૂતિ કરી નહોતી. એ અનુભવ એટલો અદ્ભુત હતો કે મને થયું વારંવાર આ રીતે પહાડોની ટોચ સુધી પહોંચવું જોઈએ. એમ કહોને કે એક જાતની લત લાગી. ત્યાંથી પાછા આવ્યા બાદ હું તરત જ હિમાલય પહોંચ્યો. નાના નાના ટ્રેકમાં પણ ટોચે પહોંચવાનો આનંદ અવર્ણનીય હતો. મહિનામાં એકાદ બે વાર ટ્રેક પર નીકળી પડતો. લોકો મને ગાંડામાં ખપાવવા લાગ્યા. મારા સંબંધીઓ મને સમજાવવા લાગ્યા કે આપણે વેપારી, ગુજરાતી પ્રજા છીએ. કોઈકવાર ફરવા જવું તે યોગ્ય છે પણ દર મહિને એકાદ બે વાર માઉન્ટેનિયરિંગનું ગાંડપણ ન પોષાય. તેમાં શું મળે? વગેરે વગેરે. એટલું સારું હતું કે મારી મમ્મી અને પત્નીનો મને સહકાર હતો. કદાચ ગાંડપણની હદ જ તમારા વિકાસ માટે જરૂરી હોય છે. માઉન્ટેનિયરિંગ કરવા છતાં ક્યારેય મેં એવરેસ્ટ ચઢવા માટે વિચાર્યું નહોતું, પણ એક સાંજે હિમાલયમાં મેં એવરેસ્ટને મારી સન્મુખ જોયો. સાંજના સમયે એવરેસ્ટ પર પડતાં સૂરજના કિરણોને લીધે તેના પર જે સોનેરી પરત જાણે મઢાઈ ગઈ હતી. આવું સૌંદર્ય જોઈને હું પહેલી જ નજરે એવરેસ્ટના પ્રેમમાં પડ્યો એવું કહી શકાય. બસ એ જ સમયે મારા મનમાં નક્કી થયું કે એવરેસ્ટની ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવો.

એન્જિનિયર હોવાને નાતે મને ખબર હતી કે એવરેસ્ટ પર ચઢવા માટે ખૂબ પ્લાનિંગ અને તૈયારીની જરૂર પડે. વળી મને એ પણ સમજાયું કે વેગન જીવનપદ્ધતિ અપનાવનાર એવરેસ્ટ જો સર કરી શક્યો તો હું પ્રથમ વ્યક્તિ હોઈશ. એટલે મેં પાંચ વરસનો સમય નક્કી કર્યો. આ વાત છે ૨૦૦૯ની જ. તે સમયે મારું વજન ૧૧૦ કિલો હતું. એટલા વજન સાથે એવરેસ્ટ પર પહોંચવું અશક્ય હતું એટલે મારે પહેલાં વજન ઉતારવાની અને એવરેસ્ટ પર જવા માટે ફિટ થવાની ખૂબ જરૂર હતી. વળી મારે એવરેસ્ટ માટે ખૂબ મહેનત કરવાની જરૂર હોવાથી નોકરી છોડવાનું નક્કી કર્યું. વળી લોકોએ મને ગાંડપણ ન કરવા સમજાવ્યો. કારણ કે આટલી સારી અમેરિકન કંપનીની નોકરી છોડીને એવરેસ્ટ પર ચઢવાના ખર્ચા કરવા યોગ્ય ન જ ગણાય. પણ મને કોઈ વિચલિત ન કરી શક્યું. નોકરીમાં રાજીનામું આપ્યું તો એ લોકોએ કારણ પૂછ્યું. જ્યારે મેં એવરેસ્ટના મારા ધ્યેયની વાત કરી તો કંપનીએ કહ્યું કે તમે ક્ધસલ્ટન્ટ તરીકે જોડાયેલા રહો અમે તમને સપોર્ટ કરીશું તમારા સાહસ માટે. બસ પછી મેં પાછા વળીને જોયું જ નહીં, મારી તૈયારીઓમાં લાગી ગયો. (ક્રમશ....)You Might Also Like

0 comments