મારાડોનાથી મેસ્સી ૧૯૮૬-૨૦૨૬
વર્લ્ડકપ રમવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આર્જેન્ટિના ત્રણ વાર વર્લ્ડકપ જીતી ચૂક્યું છે . પહેલો વર્લ્ડકપ ૧૯૮૬માં ત્યારે મારાડોના ફુટબોલનો સ્ટાર ખેલાડી હતો . એ મેચ રાત્રે જાગીને મેં જોઈ હતી . ૮૬માં જ મારા ઘરે પહેલું ૧૪ ઈંચનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ફુટબોલ મેચ જોવા માટે પપ્પાએ લઈ આપ્યું હતું . ત્યારબાદ ૧૯૭૮ અને ૨૦૨૨માં આર્જેન્ટિનાએ વર્લ્ડકપ જીત્યો છે . સૌથી વધુ પાંચ વાર બ્રાઝિલે વર્લ્ડકપ જીત્યો છે તો જર્મની અને ઈટલીએ ચારવાર જીત્યો છે . ત્રણવાર વર્લ્ડકપ જીતીને આર્જેન્ટિના ત્રીજા નંબરે છે . ૧૯૮૬ થી આર્જેન્ટિના સાથે મારો નાતો અનાયાસે બંધાયો છે. હવે રોજ ફુટબોલની મેચ નથી જોતી . હાઈલાઈટ્સ જોઈ લઉં છું. આર્જેન્ટિના અને મેસ્સી બન્નેને કારણે ગઈકાલે લાઈવ જોવા બેઠી . પણ ઈજિપ્ત સામે આર્જેન્ટિનાની ટીમ જે રીતે રમી રહી હતી તે જોતાં ફર્સ્ટહાફ બાદ ટીવી બંધ કરી સૂવાનું વધુ સારું લાગ્યું . સવારે ઊઠીને છાપું ખોલતાાં જ આર્જેન્ટિનાની ...