કિતાબ કથા બીજી મિટિંગ

00:00

 કિતાબ કથાની બીજી મિટિંગ પ્રીતી જરીવાલાના ઘરે ૧૬ ડિસેમ્બરના દિવસે મળી. મુંબઈમાં આઠ જણા મળી શક્યા બહુ કહેવાય. અફઘાનિસ્તાનની સ્ત્રીઓની સ્થિતિ વિશેનું સાહિત્ય વાંચીને આવવાનું હતું. મુખ્યત્વે ચાર પુસ્તકની વાત થઈ.  વી આર અફઘાન વિમેન - વોઈસીસ ઓફ હોપ- લૌરા બુશ દ્વારા, હાઉસ વિધાઉટ વિન્ડોઝ - નાદિયા હાશીમી , પર્લ ધેટ બ્રોક ઈટ્સ શેલ- નાદિયા હાશીમી અને માય પેન ઈઝ વિન્ગ્સ ઓફ બર્ડ - ફિકશન બાય અફઘાન વિમેન. 


અફઘાનિસ્તાનની સ્ત્રીઓ મોટાભાગે ગુલામીમાં જીવી છે. વચ્ચે થોડો સમય તેમને મુક્તિનો અહેસાસ થયો. ઘરની બહાર જઈ શિક્ષણ મેળવીને પોતાને મનગમતી કારર્કિદી ઘડવાના સપનાંઓ પણ જોઈ શકી. પોતાને મનગમતાં કપડાં પહેરી શકતી, વાળ ખુલ્લા રાખી શકતી હતી. પણ બધી વાતો વળી પાછી ભૂતકાળ બનીને રહી ગઈ. મેં ઓનલાઈન ગુગલ કરી આજની અફઘાનિસ્તાનની સ્ત્રીઓની સ્થિતિ વિશે સર્ચ કર્યું તો ૨૦૨૧ની ૧૫ ઓગસ્ટે  જ્યારે તાલિબાનોએ ફરીથી અફઘાનિસ્તાનને તાબામાં લીધું ત્યારે વ્હોટ્સએપ્પ પર બાવીસેક અફઘાની સ્ત્રીઓનું ગ્રુપ અંગત રીતે કાર્યરત હતું. ગ્રુપમાં  તેમણે તે વખતે જે અનુભવ્યું તેના ૧૫૦૦ મેસેજને મેરીએ  કમ્પાઈલ કરી મેસેજને ડાયરી ફોમમાં તેને લોકો માટે મૂકવામાં આવી છે તે વાંચ્યું  હતું એની વાત કરી. એક છોકરીએ લખ્યું હતું કે તાલિબાનો ઘરે ઘરે જઈને ફોરેન ડોક્યુમેન્ટ્સ શોધી રહ્યા છે એટલે તેને બાળી નાખવા સારું. મારા રાજકારણના અને પત્રકારત્વના પુસ્તકો બાળી નાખવા ઉપાય હતો. પુસ્તકો સાથે મારું એક અંગ પણ જાણે બળી ગયું.  ૧૬ ઓગસ્ટ ૨૦૨૧ના નરગીસ લખે છે કે કાલે મારી દીકરીઓની છેલ્લી પરીક્ષા છે. તેમને જવા દઉં કે જવા દઉં સમજાતું નથી. પછી ૧૭ ઓગસ્ટના લખે છે કે હિંમત કરીને તેમને જવા દઉં છું. પણ જ્યારે સાંભળ્યું કે તાલિબાનો કાબુલ પહોંચી ગયા છે ત્યારે મારી દીકરીઓ ઘરે કેવી રીતે પહોંચશે એની ચિંતા થઈ. શાળાથી ઘરનો ૨૦ મિનિટનો રસ્તો પાંચ કલાકે કપાયો . વીસ વરસ પહેલાંની જેમ સ્ત્રીઓ માટે ફરીથી જીવન અંધારભર્યું  થઈ ગયું.

૧૫ ઓગસ્ટના જૈનાબ લખે છે કે મારા પિતાએ સૂચવ્યું તેમ ગરમ પાણીમાં લિકવિડ શોપ નાખી મારી લખેલી નોટોને હું ધોઉં  છું.  તાલિબાનો અહીં પહોંચી ગયા છે ત્યારે મારા શબ્દો હવે કચરાનો ઢગલો થઈ ખડકાશે. 

સપ્ટેમ્બર ૧૮ ૨૦૨૧ના નરગીસ લખે છે કે હું કબાટ ખોલીને ભૂરી ચાદરીની બેગ કાઢું છું. મેં પચ્ચીસ વરસ પહેલાં ખરીદ્યો હતો પણ છેલ્લા વીસ વરસમાં પહેર્યો નહોતો. હજુ મહિનાએક પહેલાં તો મને થયું કે એને કાઢી નાખું એટલે ઘરની બહાર મૂકી દીધેલો કે ભલે ગમે તે લઈ જાય. પણ થોડા દિવસો સુધી કોઈ લઈ ગયું એટલે મેં ફરી ઘરમાં મૂક્યો. હવે ફરી તાલિબાનોના રાજમાં તે ફરજિયાત પહેરવો પડશે. મન ચિંતિત છે. 

૨૨માંથી લગભગ ૧૦ છોકરીઓ અફઘાનિસ્તાન છોડીને ચાલી ગઈ પણ હજુ તે પોતાના વતનની સ્ત્રીઓની સાથે સંપર્કમાં છે. બીજું મેં માય પેન ઈઝ વિંગ્સ ઓફ બર્ડ વાંચી હતી. તેમાં અફઘઆનિસ્તાનની સ્ત્રીઓએ  દરી અને પોસ્તોમાં લખેલી ટૂંકી વાર્તાઓ છે જેને અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી છે. વાર્તાઓ ખૂબ સરસ રીતે લખાઈ છે. એક વાર્તા છે કમ્પેનિયન- વાર્તા મરિયમ મહોજબાએ લખી છે. પણ બધી વાર્તાઓ લખનાર સ્ત્રીના નામ સાચા હોય તે જરૂરી નથી. આપણે ક્યારેય સ્ત્રીઓની સાચી ઓળખ જાણી શકીશું નહીં. વાર્તાઓની કથાવસ્તુ સાથે આપણા સમાજની અનૂભુતિ સરખી લાગી. બાળકો અફઘાનિસ્તાન છોડી અમેરિકા ગયા છે તેનો આનંદ છે પણ તે એકલી પડી ગઈ છે તેની પીડાની વાર્તા તો બીજી એક વાર્તામાં આઠમી બાળકી જણતી સ્ત્રીના દોજખસમા જીવનની વાર્તા, એક ગરીબ છોકરો જે રોજનું કમાઈને ખાય છે. તેની માએ તેને લોકોના ઘરના કામ કરીને ઉછેર્યો છે. તેની માતા તેના પિતાની બીજી પત્ની હતી. પિતાના મૃત્યુ બાદ તેની પહેલી પત્નીના બાળકોએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા અને મિલકતમાં ભાગ પણ આપ્યો. એની ગરીબીની કમનસીબીની અને આસપાસના તરછોડાયેલા બેબસ સમાજની વાર્તા. 

પ્રીતી જરીવાલા, પિન્કી દલાલ અને હેતલ દેસાઈએ એક પુસ્તક વાંચ્યું હતું નાદિયા હાશીમીનું હાઉસ વિધાઉટ વિન્ડોઝ. નવલકથા છે. ખાલિદ હુસેનની થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સનની સાથે તેની સરખામણીની વાત થઈ. બન્ને નવલકથા અફઘાનિસ્તાનનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. મુખ્ય પાત્રો સ્ત્રીના છે. ત્યાં જે સ્ત્રીઓની પરિસ્થિતિ છે તેને કથા રૂપે આલેખવામાં આવી છે. હાઉસ વિધાઉટ વિન્ડોઝમાં ઝેબાની વાત છે. જે જેલમાં છે. અફઘાનિસ્તાનમાં ખૂબ મામૂલી કારણસર જેને ગુનો પણ ગણી શકાય તેવા કારણોસર સ્ત્રીઓને જેલમાં પૂરી દેવામાં આવે છે. વિશે વાત કરતાં ત્યાં સ્ત્રીઓની સ્થિતિ કેમ આવી થઈ વિશે મેધા ત્રિવેદી ચંગેઝખાન, રશિયા અને છેવટે મુજાહિદ્દીન અને તાલિબાનોના આક્રમણોની વાત કરે છે. પિન્કી દલાલ અમેરિકનોએ પણ પોતાના સ્વાર્થ ખાતર અફઘાનિસ્તાનને મદદ કરી અને પછી સ્વાર્થ નીકળી જતાં એક ઝાટકે હથિયારો, પ્લેન વગેરે મૂકી ચાલતી પકડી. એમની સાથે સહમત થતાં બધાએ કબૂલ્યું કે રાજકારણ અને યુદ્ધ બન્નેમાં આખરે બધામાં શોષવું તો સ્ત્રીઓએ પડે છે. માનસીએ અને ખેવનાએ પુસ્તક વાંચ્યું હતું તે પર્લ ધેટ બ્રોક ઈટ્સ શેલ્સ. ખેવના હાજર રહી શકી. માનસીએ પુસ્તક વિશે વાત કરી કે પુસ્તકમાં બચ્ચાપોષના રિવાજ વિશે વાર્તા છે. અફઘાનિસ્તાનમાં જ્યારે છોકરીઓ જન્મે ત્યારે છેલ્લી છોકરીને તેઓ દીકરાનો વેશ પહેરાવી તેને દીકરાની જેમ ઉછેરે. એવી એક છોકરી રહીમાની વાત છે. છોકરીને છોકરા તરીકે વર્તવાના શરૂઆતમાં પ્રશ્નો થાય છે પણ પછી મળતી સ્વતંત્રતા તેને ગમવા લાગે છે. એને લગ્ન થાય ત્યારે વળી પાછું છોકરી તરીકે બંધનમાં બંધાવું પડે છે. એકવાર સ્વતંત્રતા મેળવ્યા બાદ  ગુલામ બનવું સહેલું નથી હોતું. વાર્તા તેની દાદી જે બચ્ચાપોષ રહી ચૂકી છે એની પણ વાર્તા કહે છે. રહીમા રહીમ બન્યા બાદ વળી રહીમા બની એક વૃદ્ધની પત્ની બને છે તે સહી નથી શકતી. તે ભાગી જાય છે અને રાજકારણમાં પ્રવેશે છે.

અફઘાનિ સ્ત્રીઓની વાર્તાઓ કે ડાયરી, કવિતા દરેકમાં તેમની પીડાઓ છલકાય છે. સતત સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. અફઘાનિસ્તાનની બહાર જઈ શકે તો મુક્તિનો શ્વાસ લઈ શકે નહીં તો ગુમનામી ગુલામીમાં તેઓ સબડ્યા કરે છે. મુક્તિ એટલે વતનથી દૂર થવું . બીજો કોઈ રસ્તો હાલતો ત્યાં દેખાતો નથી. કોઈપણ સંસ્થા સ્ત્રીઓને ત્યાં મુક્તિ અપાવી શકે તે શક્યતા દેખાતી નથી. ખેર, બધાને વાંચવાનો આનંદ આવ્યો. કિતાબ કથાને લીધે એક તો એક પણ પુસ્તક વાંચી શકાયું. બધી વાતો બાદ પ્રીતીની સુરતી મહેમાનગતિ માણી બધા છૂટાં પડ્યા. આવતા મહિને ગેબ્રિયલ ગાર્શિયા માર્ક્વેઝ વાંચીને મળીશું ફરી. 
























You Might Also Like

0 comments