કિતાબ કથા - ૪ આત્મકથા

01:39

 




કિતાબ કથા -


વખતે નક્કી કર્યું હતું આત્મકથા વાંચવાની.  આત્મકથા કેમ લખાય છે? કેવી હોવી જોઈએ? બધા સવાલો સંશોધન માગી લે એવા છે. અમારો ઉદ્દેશ વાંચવાનો છે. તે છતાં વાંચનારાઓ ભેગા થાય એટલે સવાલો-જવાબો ચર્ચા-દલીલો થવાના . એટલું જરૂર કહીશ કે ગ્રુપમાં અમે ચર્ચા જરૂર કરીએ પણ મતભેદને સ્થાન નથી. એક વણલખ્યો નિયમ છે કે વાંચન અમારી દુનિયાને વિશાળ બનાવે. દરેકનો સમાવેશ કરે(મિટિંગમાં પુરુષો સિવાય) દરેક લેખક-સાહિત્યને તટસ્થતાથી વાંચવું. આપણને ગમે વાંચવું પણ જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવાનો પ્રયત્ન પણ કરવો. ગ્રુપ શરૂ કર્યું ત્યારે અન્ય લોકોને આના રિપોર્ટમાં પણ રસ પડશે એવો ખ્યાલ નહોતો. મેં રિપોર્ટ લખવાનું શરૂ કર્યું હતું મારા માટે. મને યાદ રહેતું નથી એટલે લખેલું હોય તો યાદ રહે. એટલે ડાયરીની જેમ લખવું. વળી ગ્રુપમાં એવો કોઈ નિયમ નથી કે મારે લખવું. દરેકને જે પોતાને લાગે તે લખી શકે છે.  ખેર, વખતે આત્મકથા વાંચવાનું હતું ત્યારે મને પણ સવાલ થયો હતો કે શું વાંચવું. પણ અનાયાસે મારા હાથમાં બે મહિનાથી મલ્લિકા અમર શેખની આત્મકથાત્મક લખાણની અંગ્રેજી ભાષાંતરનું પુસ્તક “I want to distroy myself ” . જેરી પિન્ટોએ તેનો અનુવાદ કર્યો છે. 

ડૉ.સેમ્યુલ જોન્સને કહ્યું છે કે “Every mans life should best writing by him self”

  “દરેક માણસ પોતે પોતાનું જીવન સારી રીતે આલેખી શકે.”  જો કે જોન્સનનું વિધાન વિવાદસ્પદ છે.

નર્મદ પણ પ્રતિજ્ઞા કરતા કહે છે: ‘ જે જે હું લખીશ તે મારી જાણ પ્રમાણે સાચે સાચું લખીશ, પછી તે ભલે ને સારું હોય કે નરસું હોય, લોકોને પસંદ પડો કે પડો.’(મારી હકીકત પૃ.નર્મદ, ગાંધીજી, મણિલાલ નભુભાઈ દ્રિવેદી, બેરિસ્ટર વિનાયક સાવરકર અને ટોલ્સટોય જેવા પ્રસિદ્ધ લેખકો  માને  છે કે સત્યનું કથામાં  મહત્વ  હોય છે. પરંતુ, સવાલ થાય કે આપણે આપણી જાત સાથે પણ સાચું બોલી શકીએ છીએ ખરાં? મને પોતાને દરેક આત્મકથા સાચી લાગતી નથી. ગાંધીજીની પણ નહીં. બીજાની ખબર નથી પણ મને પોતાને બિટવીન લાઈન્સ વાંચવાની અને જોવાની આદત છે. પત્રકારત્વમાં મહત્ત્વનું છે. એટલે આદત પડી ગઈ છે. વ્યક્તિ શું કહે છે સાંભળવા કરતાં શું કહેવા માગે છે મને મહત્ત્વનું લાગે છે. આત્મકથામાં પણ હું રીતે જોઉં છું એવી વાત ચર્ચાની શરૂઆતમાં મેં મૂકી. સાથે બધા સહમત પણ થયા. આત્મકથા વિશે મને બે ચાર મિટિંગ કરવી હતી પણ દરેકે ના પાડી એટલે આવતી મિટિંગ એપ્રિલે થશે એવું નક્કી થયું. દક્ષિણ ભારતીય લેખકોનું સાહિત્ય વાંચીને આવવાનું છે. એમાં પણ લોકોનો વિરોધ હતો એના કારણોમાં પડીએ. મેં પણ કોઈ દક્ષિણ ભારતીય સાહિત્ય વાંચ્યું નથી. હા, ગોડ ઓફ સ્મોલ થિંગ્સ અને વ્હાઈટ ટાઈગર પણ મને લાગે છે કે વાંચનથી આપણે વિસ્તરવાનું હોય તો આપણાં કમ્ફર્ટ ઝોનને તોડવો જરૂરી છે. ફરી અહીં કહેવા દો કે ગ્રુપ સહજ રચાયું હતું. એની કોઈ શરતો નથી. બસ વાંચવાનું અને વિચારવાનું ઉદ્દેશ.    

વખતે મજા આવી કે દરેકે જુદા જુદા લેખકોને વાંચ્યા હતાં. મરાઠી, બંગાળી, ઉર્દુ, અંગ્રેજી, ઈજિપ્શિયન ભાષામાં લખાયેલ સાહિત્ય વંચાયું અને તેની વાત થઈ. 

મેં વાંચેલી આત્મકથા મલા ઉધ્વસ્ત વ્હાય ચાનો અંગ્રેજી અનુવાદ હતો. મલ્લિકા પ્રસિદ્ધ દલિત ચળવળકાર-કવિ નામદેવ ઢસાળના પત્ની. આખા પુસ્તકમાં નામદેવ ઢસાળ એક પુરુષ તરીકે કેટલા ખરાબ હતા તે આલેખાયું છે. સાથે તે સમયે ચાલી રહેલી કોમ્યુનિસ્ટ ચળવળ અને દલિત ચળવળનો આછો ચિતાર મળે છે. મલ્લિકાએ પોતે કબૂલ્યું છે કે પુસ્તક હાર-અસફળતાનું છે. મારી એકલાની અસફળતાનું. લખીને મેં બધાની સામે મારું મહોરું ઉતાર્યું છે. પુસ્તકમાં લેખિકાએ નામદેવ પતિ તરીકે દારૂ પીને કેવા જુલ્મ કરતો તેની વાત છે. લેખિકાને ઘણી ફરિયાદ અને સવાલો છે. તે છતાં લગ્નમાંથી તે છૂટી શક્યા તેનો વસવસો છે. જીવનમાં પોતે કશું ઠોસ કરી શક્યા તેનો ખાસ્સો અફસોસ છે. એની સાથે મેં વિધિ મુખર્જીની ડેવિલ્સ ડોટર પણ ફરી જોઈ ગઈ હતી. ઈન્દ્રાણી મુખર્જીની દીકરીએ પોતાની વાત લખી હતી. હવે આત્મકથા પણ પૈસા માટે લખાતી હોય છે અને સેન્સેનલ બનાવાતી હોય . તે છતાં પોતાની માતા પર તેની મોટી દીકરીના ખૂનનો આરોપ હોય ત્યારે નાની દીકરી લખે તો એની વાત વાંચવામાં મને રસ હતો. મલ્લિકા શેખ ખૂબ ગરીબાઈની વાત કરે છે તો વિધિ અમિરીમાં માનસિક ગરીબાઈની વાત કરે છે.   

વખતે રિપોર્ટ લખતાં પૂર્વે દરેકને વિનંતી કરી કે વાંચેલા પુસ્તક વિશે તેઓ ટૂંકમાં લખી મોકલે….એને અહીં મૂકું છું. 

 હેતલ દેસાઈએ વાંચી "મેન્સ સર્ચ ફોર મિનિંગ - ક્લાસિક ડ્રીબ્યુટ ટુ હોપ  ફ્રોમ હોલોકોસ્ટ" જેના લેખક વિકટર ફ્રેન્કલ એક હોલોકોસ્ટ સર્વાઇવર અને પોતે મનોવૈજ્ઞાનિક છે. કોન્સન્ટ્રેશન કેમ્પની જિંદગી વાસ્તવમાં કેવી હતી જાણવામાં જરાક પણ રસ હોય એમના માટે પુસ્તક મુલ્યવાન છે. પણ પુસ્તકનું મૂળ લક્ષ્ય છે માનવ જીવનની સાર્થકતા વિશે વિચારવાનું. લેખક પોતે યાતનાના વર્ષો દરમિયાન વિચારના જોરે ટક્યા કે બહાર નીકળીને હું મારી પ્રિય પત્નીને મળી શકીશ. લેખક કહે છે જીવનમાં તમારી સાથે કેવું કેવું બનશે તમારા હાથમાં ભલે નથી પણ જીવનમાં પેદા થતી સ્થિતિઓ પ્રત્યે કેવી લાગણી અનુભવવી નક્કી કરવાનું તમારા હાથમાં છે. પુસ્તકનો મૂળ સૂર છે કે જીવન છેવટે સાર્થકતાની તલાશ છે. માણસને જીવવા માટે સાર્થકતા જોઈએ. કોન્સન્ટ્રેશન કેમ્પમાં તેમણે જોયું કે જે લોકોએ પોતાના જીવનની સાર્થકતાને શોધી કાઢી અને વળગી રહ્યા તે બચી ગયા અને જેમણે આશા છોડી દીધી તે જીવતા પાછા આવ્યા નહીં. 

હેતલની વાત સાંભળીને મને બીજી એક આત્મકથા વિશે યાદ આવ્યું પણ પેપિલોન નામ યાદ આવે નહીં. વિકટરની વાત બધાને અદભૂત લાગી.  

જ્હાનવી પાલે જસ્ટિસ ચાગલાનીરોઝીસ ઈન ડિસેમ્બરવાંચી હતી. ભારતીય ઈતિહાસની સફર કરાવતાં પુસ્તક વિશે જ્હાનવી કહે છે કે જિન્નાહની વાત તેને ખૂબ સ્પર્શી. વિગતે એણે લખ્યું નથી અને મને યાદ નથી. પણ એટલું ખરું કે તે વખતના રાજકીય બદલાવ વિશેનો ઈતિહાસ જાણવો હોય તો પુસ્તક વાંચવું રહ્યું. 

પ્રીતી જરીવાલા -   आहे मनोहर तरीसुनीता देशपांडे w/ o Renowned Marathi Writer P.L.Deshpande. पु. . देशपांडे He was also accomplished film & stage actor, script writer, musician, singer and orator. 

મનોહર છે તો પણ.... તો પણ માં ઘણું કહેવાયું છે . લેખિકા આત્મકથામાં પુ.. નો ઉલ્લેખ ભાઈ સંબોધનથી કરે છે. બંને એકબીજાનાં પરિચયમાં આવ્યા અને પ્રેમમાં પડ્યાં. તેને હું પત્ની તરીકે જોઈતી હતી અને મને તે પ્રેમી તરીકે. તેને પ્રેમ કરતાં આવડ્યું નહીં. માટે જે વિશિષ્ટ પ્રગલ્ભતા જોઈએ તે ઉંમર પ્રમાણે વધતી જાય. કમનસીબી  બાબતમાં એની ઉંમર વધી નહીં ‌.તે બાળક રહ્યોતેને સ્વાર્થ કહો કે આત્મકેન્દ્રિતા કહો. બીજી બધી બાબતોમાં તેનું પ્રગલ્ભ વ્યક્તિત્વ બીજાઓને બહારનાઓને મળ્યું પણ  મારા ભાગે તો એની બાલિશતા આવી. થોડો સંકોચ દૂર કરીને કહું તો હું પણ કાંઈ સાવ સામાન્ય નહોતી પણ શાબાશીની એકાદ સાદી થાપ પણ મારી પીઠ પર ક્યારેય પડી નહીં. તેનું ઠીંગણાપણું . લોકપ્રિય સાહિત્યકારની પત્ની હોવાનાં લાભ જે હશે તે પણ અપયશ કેટલો વહોરવો પડે છેએની વાત લેખિકા પારદર્શક રીતે કરે છે. એક કાવ્યપંક્તિ આવે છે દાડમના લાલ દાણા સૂકાઈ ગયા રકાબીમાં. પુ..ની વાત આવે એટલે દાડમના લાલ દાણા જેવું હાસ્ય તો આપોઆપ આવે પણ પિંડના પાત્રમાં જે રહ્યા સહ્યા દાણા સુકાઈ ગયા છે. એની વ્યથા પણ તારસ્વરે સંભળાય છે. 

ખેવના દેસાઈ ——   નવલ- અલ- સાદાવીનું જીવન ઘટનાઓ, વિસ્ફોટો, વિચારો, મશાલો, પીડાઓ અને પ્રશ્નોથી એટલું ભરચક છે કે કોઈ એક પુસ્તકમાં સમાવી લેવું અશક્ય. પોતાની બબ્બે આત્મકથાઓ લખનાર કદાચ સાદાવી પહેલી લેખિકા હશે. A Daughter of Isis (1999) માં એનું બાળપણ અને શરૂઆતના જીવન-કવન વિષે અને Walking through Fire (2002) માં એની રાજકીય ચળવળો અને ઈસ્લામી દેશોમાં સ્ત્રીને એનું યોગ્ય સ્થાન મળે માટેની એની અવિરત લડતના અનુભવો છે.

ઈજીપ્તની સિમોન--બુવા ગણાતી નારીવાદી, સામ્યવાદી અને સત્તાવિરોધી ક્રાંતિકારી લેખિકા વિશે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતીમાં ભાગ્યેજ વાત થાય છે. ૧૯૩૧માં કૈરોમાં જન્મ અને ૨૦૨૧માં નિધન. સાવ સાધારણ કુટુંબમાં નવ ભાઈબહેનો વચ્ચે ઉછરેલી નવલનો નંબર બીજો. વર્ષની કાચી ઉંમરે ખતના (યોનિનો અગ્ર ભાગ જ્યાં સૌથી વધુ સંવેદન હોય એને કાપી નાખવો જેથી સ્ત્રીઓ ક્યારેય સંભોગ માણી શકે- FEMALE GENITAL MUTILATION –FGM, આરબ અને બીજા દેશોમાં, ઈસ્લામ અને કંઈક અંશે ખ્રીસ્તી ધર્મમાં પણ પળાતો રિવાજ) થઈ. થયા પછી સાદાવીના સગાંવ્હાલાઓ એને દસ વર્ષની વયે પરણાવવા દબાણ કરતાં હતાં જે તત્કાલીન સમાજમાં બહુ સામાન્ય ઘટના હતી. પણ સાદાવીના સખત વિરોધ અને માતાના સહકારથી લગ્ન તો ટાળી શકાયેલું. સ્ત્રીઓના ભણતર સામે જ્યારે આરબ સમાજમાં નિષેધ હતો ત્યારે માતા-પિતાએ નવલને ભણાવી. નવલ છેક ૧૯૫૫માં કૈરો યુનિવર્સીટીમાંથી માનસિક રોગની નિષ્ણાત બને છે- PSYCHIATRIST અને GENERAL PHYSICIAN. અને પછી એક ડોક્ટર તરીકે, માનસિકતા સમજવા નીકળેલી બાહોશ સ્ત્રીસ્ત્રી વિરુદ્ધ હિંસાનો બળકટ અવાજ બને છે

મમતા પટેલે તસ્લિમા નસરીનની આત્મકથા દ્વીખંડિતો વાંચી હતી.  

લેખિકા સ્વિડન એટલાં માટે છોડ્યું કે સ્વર્ગ હતું, ત્યાં દુઃખ દર્દ જેવું કંઈ હતું નહીં કે લખવા માટે inspire થાય એમને લાગ્યું કે એશિયા અને ખાસ કરીને બંગાળ ( બાંગ્લાદેશ થી તો તડીપાર થયાં હતાં ) એમની કર્મભૂમિ છે.

જાગૃતિ ફડિયાએ મેં વાંચી શૌકત કૈફીની ઉર્દૂ ભાષામાં લખાયેલ આત્મકથાયાદકી રહગુજરનો કાન્તાબેન વોરા દ્વારા કરાયેલ અનુવાદ નામેકૈફી અને હું”. આને સ્મરણ કથા કે પ્રેમ કથા પણ કહી શકાય. ઉર્દુભાષામાં બહુ થોડી આત્મકથાઓ લખાઈ છે. તેમાંની એક છેપોતાના બાળપણથી શરુ કરીને શૌકત , કૈફી સાથેના પોતાના ૫૮ વર્ષનાં સહજીવનની વાત કરે છે. વિચારક અને સુધારાવાદી પિતાને ત્યાં જન્મી તે તેનું સદ્દભાગ્ય જ્યાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદ નહોતો. તેની માનો બુરખો પણ પિતાએ કઢાવી નંખાવેલ તેથી શૌકતે બુરખો પહેરવાનો તો પ્રશ્ન હતો. કુટુંબીઓની ઈચ્છા વિરુદ્ધ પિતા કૈફી આઝમી સાથે તેના લગ્ન કરાવી આપે છે. કૈફી કમ્યુનીસ્ટ પાર્ટી ના કાર્યકર્તા હોઈ શૌકતે તેમની સાથે કમ્યુનમાં રહેવું પડે છે જ્યાં પૈસા સિવાય બધું છે. આઝાદીની લડત, સંઘર્ષના દિવસોનું વર્ણન, પૈસાના અભાવે પ્રથમ સંતાનનું મોત અને દુઃખનું નિરુપણ સચોટ રીતે સરળ શબ્દોમાં થયું છે. વચ્ચે વચ્ચે કૈફીની ગઝલો અને પ્રેમપત્ર પણ આવે. શૌકત પોતે પણ સફળ નાટ્ય અને ફિલ્મ અભિનેત્રી હતી અને ત્યાં સુધી ના પ્રવાસમાં તેને કૈફીનું અપાર પ્રોત્સાહન મળ્યું હતું. તેઓનાં બાળકો શબાના અને બાબા આઝમીનાં રેખા ચિત્રો પણ સુંદર રીતે ઉપસી આવ્યાં છે. તેમનું એકમાત્ર પુસ્તક છે જે કૈફીના અવસાન પછી પૂરું ના થઈ શક્યું હોત જો જમાઈ જાવેદ અખ્તરે આગ્રહ રાખ્યો હોત ! એક શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કરવાની પ્રેરણાદાયી આત્મકથા છે.

બે કલાકમાં અને સિવાયના પુસ્તકો વિશે વાત થઈ. ઈલા આરબ મહેતા પણ આવ્યા હતાં. તેમણે પણ ચર્ચામાં ભાગ લીધો. ફરી મળવાની ઉત્સુકતા સાથે છૂટા પડ્યાં. વખતે રાજુલ ભાનુશાળી, જાગૃતિ ફડિયા, પિન્કી દલાલ, જ્હાનવી પાલ, ખેવના દેસાઈ, ઈલા આરબ મહેતા, મમતા પટેલ, પ્રીતી જરીવાલા, હેતલ દેસાઈ હાજર હતા.  




You Might Also Like

0 comments