કિતાબ કથા બેઠક ૫

04:26

 





આ વખતે ૩ એપ્રિલે કિતાબ કથાની પાંચમી બેઠક થઈ. તેમાં ઘણા વખત પછી પ્રતિમા પંડ્યા, નીપા ભટ્ટ  અને નંદિની ત્રિવેદી પણ જોડાયાં. આ વખતે દક્ષિણ ભારતીય સાહિત્ય વાંચીને મળવાનું હતું. ભૈરપ્પા, મુરુગન, આર. કે.નારાયણ, વોલ્ગા અને ગિરિશ કર્નાડ વાંચીને આવ્યાં હતાં.

 

મેં પેરુમલ મુરુગનની નવલકથા પાયર વાંચી હતી. એ વાંચતાં મન થોડો વખત માટે ક્ષુબ્ધ થાય છે. પેરુમલ મુરુગનના તમિલ પ્રદેશમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરવો પડે છે. આમ જોઈએ તો વાર્તામાં કશું નવું નથી લાગતું. ઓનર કિલિંગની વાત છે, પરંતુ મુરુગનની વર્ણન કરવાની શૈલી અદભૂત છેફિલ્મ કે સિરિયલ જોવી અને સાહિત્ય વાંચવું એ બેમાં જે ભેદ છે એ સમજવા માટે વાંચવું જરૂરી છેવાંચન તમને કલ્પનાના પ્રદેશ ઉપરાંત વિચારવા પ્રેરે છેફિલ્મ તમને વિચારવા નથી દેતી એવું નહીં પણ વાંચન જે સંવેદન આપી શકે છે એ ઘણી ઓછી ફિલ્મો આપી શકે એ મુરુગનને વાંચ્યા બાદ સમજાયુંપાયર નવલકથામાં  તામિલનાડુના એક નાના ગામમાં જુદી જાતિની વ્યક્તિઓનાં પ્રેમ લગ્નને સમાજ કેટલી હદે ધિક્કારી શકે  છે એની વાત છેસમાજની માનસિકતા વ્યક્તિ ને સ્વતંત્ર રીતે વર્તવાની કે વિચારવાની છૂટ આપી શકતી નથીમુરુગનને વાંચતી વખતે મને માર્કેઝની વર્ણન શૈલી પણ યાદ આવતી હતીભર ઉનાળે નવોઢા પોતાના પતિ સાથે નવા પ્રદેશમાં પ્રવેશે ત્યારે એના મનમાં જે તુમુલ સંઘર્ષ ચાલતાં હોય એની અનુભૂતિ શબ્દો દ્વારા તમારામાં આબેહૂબ કંડારાય. નવયુગલની જુદી જાતિનું નામ નથી આપ્યું આપણે કલ્પી લેવાનું. આખી વાર્તા યુવતીના કેન્દ્રથી કહેવાય છેવાંચતી વખતે યુવતીના મનોજગતની પ્રતીતિ અનુભવાય. ગામડું એટલે સૌંદર્ય નહીં પણ સંઘર્ષ‌. સંકુચિત માનસિકતા. ગામડાંને વાસ્તવિક રીતે રજૂઆત કરવામાં મુરુગનની માસ્ટરી છેસત્યજિત રાયની પાથેર પાંચાલી ફિલ્મ પણ યાદ આવેજો કે એમાં બાળકો નો નિર્દોષ આનંદ છે પણ અહીં મુરુગનની વાર્તામાં પ્રદેશ અને માણસોની શુષ્કતા, સંકુચિત માનસિકતા અનુભવતા સતત વિચારતી રહી કે હાશ હું શહેરમાં રહું છું. વાર્તામાં યુવતી શહેરની છે, ગામડામાંથી શહેરમાં કમાણી કરવા આવેલા યુવકના પ્રેમમાં પડે છે. જુદી જાતિના હોવાનાં કારણે ભાગીને લગ્ન કરે છે ‌અને યુવકના ગામ આવે છે. યુવકને આશા છે કે તેની વિધવા માતા એની સુંદર પત્નીને સ્વીકારી લેશે. બધું સારું થશેયુવતી પોતાના પ્રેમીની આ આશાના દોરે દોરવાય છેપણ એનો અસ્વીકારઅવજ્ઞા અને એકલતા આ બધાંનો એકસાથે મુરુગન શબ્દો દ્વારા અનુભૂતિ કરાવી શકે છેતમિલમાંથી અંગ્રેજી માં અનુવાદ થયો છે એનો ખ્યાલ પણ ન આવે. અનુવાદક અનિરુદ્ધ ને સલામજ્ઞાતિ અને જાતિની સંકુચિત માનસિકતા જ ગામડાઓને તોડી તો નથી રહી ને એ વિચાર આવે. ગુજરાતીમાં પન્નાલાલ પટેલે ગ્રામ્ય જીવનને સરસ રીતે આલેખ્યું છે.

જ્હાનવી પાલ પણ પેરુમલ મુરુગનને વાંચીને આવી હતી. તેણે  ટૂંકી વાર્તા વોટર પ્લે વાંચી હતી. તેનું કહેવું છે કે, વાર્તાની શરૂઆત હળવા વાતાવરણમાં ખડખડાટ હાસ્ય સાથે થાય છે પણ તે ધીમે ધીમે વિષાદમય અને ડરામણી બને છે. પેરુમલને કૂવાઓ માટે વિશેષ સંવેદનાઓ છે. એટલે તેમની પણ આ ગમતી વાર્તા છે. વાર્તામાં આવતું વર્ણન પાત્રની સાથે આપણને પણ ગુંગળામણની અનુભૂતિ કરાવે છે. થાય છે કે પાત્રએ કૂવામાંથી હવે બહાર નીકળી જવું જોઈએ પણ સંકુચિતતામાંથી સરળતાથી બહાર નીકળાતું નથી. વાર્તાનો અંત આપણને વિચારમાં મૂકીને અધવચ્ચે અટકી જાય છે. શું થશે કે થયું આપણે કલ્પી લેવાનું. તેમની વર્ણનની શૈલી આપણને ઝકડી રાખે છે. પાત્રની નિસહાયતા અને નિર્બળતા આપણને એટલી બધી અનુભવાય કે આપણને ય ગૂંગળામણ થાય એ લેખકની બળકટકતા છે.

ખેર, આ વખતે કિતાબ કથાની મિટિંગમાં વાર્તાઓની સાથે સામાજિક માન્યતાઓમાનસિકતા અને રાજકારણ વિશે ગરમાગરમ ચર્ચાઓ પણ થઈ.  ખેવના દેસાઈએ કહ્યું, મેં વાંચી તેલુગુ ની વોલ્ગા લિખિત સ્વેચ્છા ' (ગુજ. અનુવાદ મીનલ દવે). 1987માં લખાયેલી તેલુગની પ્રથમ નારીવાદી પણ compared to બત્રીસ પૂતળીની વેદના -  સાત પગલાં પગલાં આકાશમાં કે "મારે પણ એક ઘર હોયસામે નવલકથાની દ્વષ્ટિએ બહુ સામાન્ય લાગે.  સ્વની ઓળખ માટે ઘર છોડવું  ડોલ્સ હાઉસની જૂની થીમ. નવલિકાના પાત્રો અરુણા અને પ્રકાશમના માધ્યમથી તે વખતે પ્રવર્તેલો સમાજવાદી નારીવાદ કેન્દ્રમાં છે. વાર્તામાં અનેક પ્રકારના પ્રશ્નો આવરી લીધાં છે.નામ દઈને કહીએ તો  ઘરેલુ હિંસામેરિટલ રેપમાતા અને પત્ની માટે જુદા સ્ટાન્ડર્ડબાળ લગ્નોમાતૃત્વલગ્નને આઝાદીનો વિકલ્પ સમજવો, live -in relation ની ચેલેન્જ આ બધું સુપેરે આવરી લેવાયું છે.”

 

નીપા ભટ્ટ સ્વ. ગિરીશ કર્નાડ લિખિત સુપ્રસિદ્ધ નાટક 'હયવદન' 

વાંચીને આવ્યા હતા. એમણે કહ્યું કે  “નાટક મૂળ

 કન્નડ ભાષામાં લખાયેલું છે. વિષયવસ્તુ ઘણું વેગળું છે. 

મેં વાંચેલો હિન્દી અનુવાદ જાણીતા અને વિદ્વાન

રંગકર્મી બી.વી. કારંથે કર્યો છે.

ગિરીશ કર્નાડે આ નાટક માટે કર્ણાટકની પ્રખ્યાત folk theatre 

શૈલી "યક્ષગાન શૈલી"નો ઉપયોગ કર્યો છે.

એ શૈલીના લાક્ષણિક ઘટકોનો પણ ખૂબ પ્રભાવશાળી અને 

બુદ્ધિપૂર્વક વિનિયોગ થયો છે ;

 જેમ કે અહીં સૂત્રધાર જોવા મળે છેસમૂહગાન જોવા મળે છેઅર્ધપટી

 (half curtain)નો પણ લેખકે પ્રયોગ કર્યો છે. ઉપરાંત,

story-within-a-story પણ વણી લેવામાં આવી છે

 

ગિરીશ કર્નાડના કૅલિબરની વ્યક્તિ પ્રત્યક્ષ રીતે કંઈ નહીં કહે. પરોક્ષ

 રીતે વિવિધ શૈલીસંવાદોસંગીતનુંઆલંબન લઈતેઓ 

માનવ મનની ચંચળતાદ્વંદ્વની વાત કરે છે. સ્વભાવગત 

આંતરવિરોધોની વાત કરે છે.

સાથે જ મનુષ્યના મનની અપૂર્ણતાનીતેમ જ પૂર્ણતાને પામવા 

માટેની પ્રબળ અભિલાષાની વાત કરે છે.

મનુષ્ય પોતે અપૂર્ણ હોવાં છતાં તે બીજી વ્યક્તિઓ 

પાસેથી પૂર્ણતાની અપેક્ષા રાખે છે –

પછી ભલે તે પતિ હોયપત્ની હોયમાતા - પિતા,

 ભાઈ - બહેનમિત્રો હોય! એટલું જ નહીં,

બહુતાંશ મનુષ્યો પોતાની જાત પાસેથી પણ પૂર્ણતાની અપેક્ષા

 રાખતા હોય છે.૧૯૭૨માં લખાયેલું આ નાટક 

આપણી આદિમ સંવેદનાઓને સંબોધે છે. તેથી

 સ્થળકાળથી પર છે.

એક આદર્શ નાટક માટે આવશ્યક એવાં બધાં તત્ત્વોને

 સમાવીને નાટકનું પોત બન્યું છે...રોચક પ્રસંગોજટિલ

 સંબંધોવિલક્ષણ ચરિત્રોવ્યંગ્ય અને રમુજ

interesting twists, વગેરે. હિંસાપ્રેમમનોમંથન

સમર્પણ,બલિદાન જેવી માનવસહજ 

વેદના-સંવેદનાઓના રંગો પણ જોવા મળે છે.

 વેતાલ પચીસીમાં આવી જ એક કથા છેજેમાં ધડ

 અને માથાંઓની અદલાબદલી થઈ જાય છે. જર્મન 

નવલકથાકાર થૉમસ માને પણ The Transposed

 Heads નામની આવું જ વિષયવસ્તુ લઈને

 નવલકથા લખી હતી.”

પ્રીતી જરીવાલા

'The Magic of Malgudi' માં R. ( Rasipuram) K. 

( Krishna Swami Iyer) Narayan ની

 ત્રણ નવલકથાઓ

1.    Swami & Friends 2. The Bachelor of Arts & 

3. The Vendor of Sweets નો

 સમાવેશ કરવામાં આવ્યો છે.    આમ જુઓ તો આ ત્રણ

 નવલકથાઓ એટલે માનવીનાં જીવનનાં

 ત્રણ તબક્કાઓ છે.બાલ્યાવસ્થાયુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા. 

માલગુડી એક કાલ્પનિક શહેર છે.

 Swami & Friends 1935 માં લખાઈ અને એ લેખકની 

પહેલી નવલકથા છે. જેને

'Novel in Ten thousand ' તરીકે બિરદાવવામાં 

આવી છે. આ નવલકથામાં દસ વર્ષના છોકરા 

સ્વામી અને તેના મિત્રો રાજમ તેમજ મણિના

 સાહસોની વાત છે. 

જેમાં લેખકે એક બાળકની નજરે દુનિયા

 બતાવવાનો મનોરંજક પ્રયાસ કર્યો છે. આ 

વાંચીને આપણને આપણું બાળપણ યાદ ન આવે

 તો જ નવાઈ! 

The Bachelor of Arts જે ચંદ્રન નામના યુવકની 

કિશોરવયથી લઈને યુવાની સુધીની વાત રોમાંચક રીતે

લેખકે કરી છે. ચંદ્રન કોલેજના છેલ્લા વર્ષમાં છે અને

 એક યુવતીના પ્રેમમાં પડે છે જે એકતરફી છે.

એને કશામાં રસ રહેતો નથી છેવટે તે પોતે જ કેવી રીતે

 પોતાની

 મુશ્કેલીઓનો સંતોષકારક રીતે નિવેડો લાવે છે

 એની વાત છે. 

ત્રીજી નવલકથા The Vendor of Sweets માં

 બે પેઢીઓ વચ્ચેનાં અંતર Generation Gap ની વાત છે.

ચુસ્ત ગાંધીવાદી વિધુર પિતા જગન અને ફોરેન રીટર્ન 

મૉડર્ન પુત્ર માલી વચ્ચે સતત થતાં ઘર્ષણને લેખક

હ્રદયદ્રાવક રીતે આલેખે છે. આર. કે. નારાયણનાં 

મોટાભાગના પાત્રો સ્વગતોક્તિ કરતાં હોય છે. જગનનું

પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે. જગનનું એક વાક્ય છે 

જે યાદ રહી ગયું Conquer taste & you will have

conquered the self. 

આર. કે. નારાયણની શૈલી સરળઆકર્ષક બુદ્ધિમાન

 વિનોદવૃત્તિથી ભરપુર અને લાલિત્યસભર છે. આ પુસ્તક

 વાંચવાનો અનુભવ એકદમ આનંદસભર રહ્યો.”

પિન્કિ દલાલ કહે છે,”ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી.જ્યારે

 ગૂગલ સર્ચ કર્યું ત્યારે એક નામ મળ્યું લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો

ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છેભૈરપ્પાજી 

કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત હિન્દીમાં પણ લોકપ્રિય

 નવલકથાઓ આપી છે. પરંતુમોટાભાગના પુસ્તકો

 ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે.

તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ. 

આ પુસ્તકમાં શું છેશા માટે વાંચવું જોઈએ

 

 આવરણ મૂળ કન્નડમાં છે જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી

 માહિતી આપે છે કે વિવિધભાષામાં તેની 38 જેટલી 

આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચુકી હતી.  આ નવલકથા 

વાંચતા વિચલિત થઇ જવાયએવી ઘણી વિગતો 

વાતો હકીકતો છે. જેમ કે નવલકથાની નાયિકા 

લક્ષ્મી જે નવલકથા લખવાની શરૂઆત કરે

 છે તે માટેનો આધાર પિતાએ એકઠા કરી રાખેલા

 સંદર્ભસૂત્રો છે. આ નવલકથા માટે 138 જેટલાં 

પુસ્તકોમાંથીસંદર્ભ લેવાયા છે. જે માત્ર હિંદુ નહીં બલ્કે

 મુસ્લિમમુગલ ઇતિહાસકારોએ લખેલાંઅંગ્રેજ લેખકો

 દ્વારા થયેલા અને મુગલ કાળમાંતે પૂર્વે,પછી ભારતમાં

 આવેલા પ્રવાસીઓએ જે લખ્યું તેની મદદ લેવામાં આવી છે.

 પુસ્તક માટે ભૈરપ્પાજી લખે છે કે ભૂતકાળની 

ભૂલો માટે આજની પેઢી જવાબદાર નથી પણ, 

ભૂતકાળના લૉકો સાથે સંબંધ જોડીને આપણે અટવાઈ

 રહેવાના હોઈએ તો તેમને કરેલા કર્મની જવાબદારી

પણ સ્વીકારવી રહી.

આવતી બેઠક ૪ મેં ૨૦૨૩ના હશે. એમાં ઈસ્ટ એશિયન 
સાહિત્ય વાંચીને આવવું એવું નક્કી થયું.

 

 

You Might Also Like

0 comments