ગરમીમાં પાણી અને પ્રવાહી પીણા પીવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. એટલે પાર્લા વેસ્ટમાં ખોખા માર્કેટ પાસે આવેલી ખાઉ
ગલ્લી તેની સેન્ડવિચ, ઢોસા માટે ફેમસ છે. પણ તેમને બાયપાસ કરીને રસ્તા હરિઓમ
જ્યુસ સેન્ટર પાસે જઇને ઊભા રહ્યા. તેનું મેનુ કાર્ડ જોઇને દશ મિનિટ સુધી ઓર્ડર ન
આપી શકાયો.56 જાતના જ્યુસ અને 13 જાતના મિલ્કશેક ... મન તો થયું સાદો અને સસ્તો જો કહી શકાય તો મોસંબી જ્યુસ કે વોટર
મેલન (કલિંગર) જ પી નાખીએ... પણ સમર કુલ અને ગ્રીન કુલ શું છે ? તે પુછી જોઇએ... ત્યાં તો પિન્ક રંગના ડ્રેગન
ફ્રુટ પર નજર પડી. થાઈલેન્ડનું પિતાયા નામે ઓળખાતું આ ડ્રેગન ફ્રુટ આ વરસે
મુંબઈમાં કીવીની જેમ દેખા દે છે. દેખાવમાં તે કાપ્યા પછી ય આકર્ષક લાગે છે સફેદ પારદર્શક ગરમાં કાળા કાળા તલ જેવા બી..પણ
તેનો સ્વાદ થોડોક તાડગોળા જેવો પણ ગળ્યો નહીં ન્યુટ્રલ હોય છે. તરત જ પુછાઈ ગયું
ભૈયા...ઇસકા જ્યુસભી કૈસે બનાતે હૈ ? સુરેશ ગુપ્તાએ જ્યુસ બનાવવાનું પોતાનું કામ અવિરતપણે ચાલુ રાખતા જવાબ
આપ્યો ,ગ્રીન ડિલાઈટ કિવી કે સાથ મિક્સ કરકે બનાતે હૈ..... મૈડમ આ ફ્રુટ
ડેન્ગ્યુમાં ફાયદેમંદ છે. અમારી પાસે એક ગ્રાહક આ ફળ ખરીદવા આવ્યો કારણ કે તેને
પોતાના કોઈ સગા માટે ડોકટરે ખાવાનું કહ્યુ હશે. ગ્રીન ડિલાઈટ ઓછી સાકર સાથેનો
ઓર્ડર આપ્યો ત્યાં કોઇએ ગ્રીન કુલ વગર સાકરનો ઓર્ડર આપ્યો. એટલે તેને પણ ચાખવાનું
નક્કી કર્યું તો અને તેની ખાસિયત પુછી.... સરળતાથી પોતાની ટ્રેડ સિક્રેટ કહી દેતા
સુરેશ ગુપ્તા બોલે છે, લીલી દ્રાક્ષ, ફુદીનો, આદુ અને લીંબુ .... કુઉઉઉલ કહીને અમે
તે ચાખ્યો અંદર બહાર ઠંડક પ્રસરી ગઈ. મિક્સરની ગરગરાટી વચ્ચે મોટેથી બોલતા
ગુપ્તાજી કહે છે કે સબ નેચરલ હૈ... પેટ કે લિએભી યહ અચ્છા હૈ.... હમને બતાયા વોહ
ઘરપેંભી બના શકતે હો... સારો જ્યુસ બનાવવો હોય અને પીવો હોય તો ફળની ગુણવત્તા સારી જ વાપરવી જોઈએ. વાશી જઈને
હું સારામાં સારા ફળો લઈ આવું છુ. ભલે મોંઘા હોય....હમણાં આફુસ મોંઘી છે પણ મારે
ત્યાં મળશે...દરેક સીઝનના ફ્ળ બજારમાં મળે તે લાવવાના.. પણ હમણાં મારે ત્યાં કેરી જ્યુસનો ગ્લાસ ફક્ત
90 રુપિયા છે જ્યારે સારી આફુસ હજાર કે બારસો રુપિયા ડઝનથી ઓછી નથી મળતી. પણ
ગ્રાહક નિરાશ થઈને પાછો ન જવો જોઈએ. એકવીસ વરસથી હું જ્યુસ બનાવું છું. આજે મારું
નામ છે. કહેતાં તેણે ગ્રીન ડિલાઈટનો ગ્લાસ અમારા હાથમાં મુક્યો... કીવી મને ભાવતા
નથી પણ આ કીવી અને ડ્રેગન ફ્રુટનો જુદી જ જાતનો લાગ્યો, ભાવ્યો.... એક ગ્લાસ પીતા
જ હ્રદય અને પેટ ભરાઈ ગયા (કિંમત 80 રુપિયા) સન સેટ,ગોલ્ડન ગ્લો, સમર કુલ, પિન્ક
પેમ્પર વગેરે નામો વાંચીને ય જ્યુસ પીવાનું મન થાય.. પ્લાસ્ટિકના નાના કપમાં જો જ્યુસ
તૈયાર હોય તો ચાખવા પણ મળે. 30 રુપિયાથી લઈને 90 રુપિયા સુધીના જ્યુસ અને મિલ્કશેક
મળે છે. લીચી અને જાંબુની સિઝનમાં લીચી –જાંબુનો જ્યુસ પીવા આવવાની તેણે ભલામણ
કરી...ગુપ્તાજી કહે છે કે , અમારા એ જ્યુસમાં લીચી અને જાંબુ બન્નેનો સ્વાદ જુદો
જુદો અનુભવાશે....ડાયાબિટિશવાળા અનેક લોકો તે પીવા આવે છે. પાર્લા છે તો કોઇ
સેલિબ્રિટી આવે છે ? પુછતાં જ આછું હસતાં
ગુપ્તા કહે છે કે બહોત ...પણ તેઓ મોડા આવે અને કાળા કાચની ગાડીમાં આવે એટલે ઓળખાય
નહીં. સિરિયલોના તો અનેક કલાકારો આવે છે. અમે તો ઓળખતા નથી પણ લોકો વાતો કરે છે.
અને હા ડ્રેગન ફ્રુટમાં ભરપુર વિટામીન સી હોય છે. અને તે સહેલાઈથી પચી જાય
છે. એટલે માંદા માણસ માટે પણ તે ખાવું સારું.
બોક્સ કરી શકાય-----મુંબઈ સમાચારના વાચકો માટે સમરકુલ --- અનાનસ, કલિંગર, મોસંબી અને અડધી ચમચી
રોઝનું સિરપ બધું મિક્સરમાં નાખી બરફ ઉમેરી ચર્ન કરો અને સુંદર કાચના ગ્લાસમાં
રેડો. તેમાં સ્ટ્રો લગાવો... ગેલેરી હોય તો
આરામ ખુરશીમાં બેસીને કોયલનો ટહુકો સાંભળતા ઉનાળાની બપોરે ચીલ થાઓ. અને હા, અમને ય બોલાવો.... જ્યુસ પીવા જ સ્તો.
પણ હરિઓમ જ્યુસ સેન્ટરના જ્યુસ દરેક સીઝનમાં પીવા જવું જોઇએ. કંઇક નવું પીવા જાણવા
મળશે.
તા.ક. તમે આવું કંઇક અવનવું ખાણીપીણી વિશે અમને કહેવા માગતા હો તો લખો.... divyashadoshi@yahoo.co.in
- 23:35
- 2 Comments