બરફી પણ અંગ્રેજી ફિલ્મોની કોપી પણ સારું એડપ્શન

22:42

અનુરાગ બસુની ફિલ્મ બરફી જોતાં ફ્રેશ વિષય , સુંદર અભિનય અને અદભૂત કટસ જોતા હોય તેવો આનંદ થયો. પરંતુ, અડધો એક કલાક બાદ જે દ્રશ્ય આવ્યું તે જોઇને બોલી જવાયું અરે આતો નોટબુકનું દ્રશ્ય.. એટલું જ નહીં તેના ડાયલોગ પણ ડિટ્ટો ટ્રાન્સલેશન... પછી તો  1993ની સાલમાં બનેલી જ્હોની ડેપ  અને મેરી સ્ટુઅર્ટ અભિનિત બેન્ની એન્ડ જુન પણ યાદ આવવા લાગી. અને છેલ્લે વળી પાછું નોટબુકના જ દ્રશ્યથી અંત... નોટબુક અને બેન્ની એન્ડ જુન બન્ને હોલીવુડ ફિલ્મોની અસર બરફી પર જણાય. પરંતુ, અન્ય હિન્દી  ફિલ્મો જે અંગ્રેજી ફિલ્મોની નબળી ઊઠાંતરી હોય છે તેના કરતાં બરફીમાં સુંદર રુપાંતર જોવા મળે છે. બરફીની વાર્તા, વાર્તા જ્યાં આકાર લે છે તે સ્થળ કોલકોતા અને દાર્જીલીંગ , તેના પાત્રો, સંગીત અને વાર્તાને ફિલ્માવવાની માવજત તેને માણવા જેવી ફિલ્મ બનાવે છે.  આપણી  ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે  મૌલિકતા નથી એવું નથી પણ વિદેશી ફિલ્મના એડોપ્શનને જોઇને ખટકો જરુર લાગે. કહાની ફિલ્મ બાદ ફરીવાર સ્થળનો પણ એક પાત્ર તરીકે ફિલ્મમાં બખૂબી ઉપયોગ થયો છે.
પ્રિયંકા ચોપરા , રણબીર કપુર અને  ઇલિયેના ડિક્રુઝનો અભિનય દાદ આપવા લાયક છે.  

You Might Also Like

1 comments

  1. Diyasha, I am surprised by your 'discovery'. Barfi! is a love story between two differently able people. And that's the beauty and identity of the film. Are you comparing it with The Notebook just because the lead female character of The Notebook had Alzheimer at later stage of her life? Ha! And Johnny Depp's physical comedy in Benny & Joon too had strong shades of Charlie Chaplin anyway. So? How Barfi! becomes 'adaptation' (it is adaptation, not adoption) of these films? A scene here and there may have impressions of other films. And it is perfectly alright. Even Prinanka's performance sweetly reminds us of Sadma's Shridevi. Remember, Adaptation is a loaded word. You should use it carefully.

    ReplyDelete