સોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે
04:28
તમારી લાગણીઓ સાથે ટેકનોલોજી રમત કરી રહ્યું
છે, થોડું વિચારશો તો બચી શકો કદાચ.
ગયા લેખમાં આપણે વાત કરી કે કઈ રીતે
આપણી માનસિકતાને ધ્યાનમાં રાખીને બટનથી લઈને મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા
ગમાઅણગમાની લાગણીઓને ક્લિક સાથે જોડી દેવામાં આવી છે. ઈમોજીનો ઉપયોગ પણ હકિકતેતો
લાગણીઓ પ્રદર્શિત કરવા માટે જ થઈ રહ્યો છે. ઈમોજી વિશે ફરી કોઈવાર વાત આ વખતે આપણે
લાઈકના સમીકરણો સમજીએ. ફેસબુક પર લાઈકનું બટન હવે તો અનેક લાગણીઓ પ્રદર્શિત
કરે છે. અણગમો પણ વ્યક્ત કરી શકે છે. ચોઈસ
આપવામાં આવી છે પણ એ જ ચોઈસ તકલીફો પણ ઊભી કરી શકે છે.
વેબ ડેવ્હલપર રમીત ચાવલાએ એક એવું એપ
ડેવલપ કર્યું કે તેની વોલ પર આવતા દરેક ફોટાને તે લાઈક કરે. એટલે કોઈને અન્યાય
થવાનો પ્રશ્ર્ન જ નહીં. તેની એપ બનાવ્યા બાદ તેને ફોલો કરનારી વ્યક્તિઓમાં વધારો
થવા માંડ્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એપ ડાઉનલોડ કરવા માટે લોકોને કહ્યું તો
ઈન્સ્ટાગ્રામે તેની એપ શટડાઉન કરી દીધી. રમીતને ખાતરી જ હતી કે આવું થશે કારણ કે
જેને માટે બીજા કમાણી કરી રહ્યા હતા તે ડ્રગ મફતમા વેચી રહ્યો હતો. અહીં વાત એ છે
કે લાઈક મળે ન મળે તેના પર જ દરેક એપનું ચલણ હોય છે. જો લાઈક મળે જ છે તો તેનો કોઈ
અર્થ રહેતો નથી, આ લાઈક કેટલી મહત્ત્વની હોય છે લોકો
માટે કે લાઈક વેચાવા લાગી. લોકો લાઈક ખરીદી પણ શકે છે. આ એક માનસિકતા છે કે જેને
ફેસબુક પર બહુ બધી લાઈક મળી છે તે લોકપ્રિય છે અને તેનું સ્ટેટસ કે ફોટો ઉત્તમ છે.
જેને લાઈક નથી મળી તે સ્ટેટસ કે ફોટો સારો નથી, પરંતુ એ લાઈક મળવાથી ડોપામાઈન વધે છે
અને લાઈક ન મળવાથી ડિપ્રેશનની અસર કેટલીક વ્યક્તિઓમાં જોવા મળે છે.
કેસિનોમાં જે સ્લોટ મશીન હોય છે તેમાં તમે જીતો તો લાઈટો થાય અને મ્યુઝિક વાગે એની અસર જ જીતનાર પર ખૂબ થતી હોય છે. એડમ ઓલ્ટર લખે છે કે એ આ મશીન પર વ્યક્તિઓ દરેક વખત જીતતી નથી, પરંતુ એ મ્યુઝિક અને લાઈટની અસર જબરદસ્ત હોય છે. એટલે વ્યક્તિને વારંવાર રમવાની આદત પડતી હોય છે. આવી સ્લોટ મશીન જેવી ઓનલાઈન ઝોડિયેક નામની ગેમની એડમને આદત પડી હતી. તમારે બટન દબાવવાનું અને કેસિનોની જેમ જ એ મશીન ફરે અને જો જીતો તો લાઈટ ઝબૂકે અને મ્યુઝિક વાગે. આવું વળતર પણ મનમાં ડોપામાઈનને ઉત્તેજિત કરે છે. આ જ સિદ્ધાંત પર બધી ડિજિટલ ગેમ બનાવાય છે, જે તમને કોઈને કોઈ રીતે વળતર આપે. કોઈમાં લેવલ્સ હોય તો કોઈમાં સ્પીડ હોય. તમે જેમ જેમ જીતતા જાવ તેમ એ અઘરું બનતું જાય. કેન્ડી ક્રશ ગેમ ૨૦૧૩ની સાલથી આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ આમ તો ખૂબ જ સરળ છે. તેમાં ત્રણ કેન્ડી એક લાઈનમાં કરવાની હોય. તમે ગેમ જીતો તો જ્યુસ મળે, કાલ્પનિક જ પણ કંઈક વળતર મળે છે તેવું તમારા મનને મનાવવામાં આ ગેમ ડિઝાઈનરો સફળ થાય તો જ ગેમ વધુને વધુ રમાય, વધુને વધુ ડાઉનલોડ થતી હોય છે.
ટેટ્રીસ નામની ગેમ છે. મોટાભાગની વ્યક્તિઓએ આ ગેમ રમ્યા હશે. ૧૯૮૪માં રશિયન ગેમ ડિઝાઈનર એલેક્સી પાત્ઝિનોવે આ બનાવી છે. જે આજે પણ ખૂબ રમાય છે. કલર ટાઈલ્સને ભેગી કરવાની. ઉપરથી ટાઈલ્સ પડે તેને એકસરખા રંગો સાથે ગોઠવવાની. આ ગેમ ખૂબ જ સરળ હોવાથી તે લોકપ્રિય છે. આ ગેમમાં વળતરરૂપે તમને એહસાસ થાય કે તમે કશુંક બનાવ્યું. પણ સાથે જ તમે કરેલી ભૂલો પણ તમને દેખાય. તમારી ભૂલને લીધે કેટલીક ટાઈલ્સ ન બની શકે. તમે ફરીથી તમારી ભૂલો ન કરવાનું નક્કી કરીને બીજી ગેમ રમવા પ્રેરાઓ છો. તમે જેમ જેમ તેમાં આગળ વધો તેમ ઉપરથી પડતી ટાઈલ્સની ગતિ વધવા લાગે તમારે એની સાથે રિધમ જાળવવી પડે. સહેલી હોવાને લીધે જ તમે તમારી ભૂલો સુધારવાના અને કશુંક નવું કરવાના કામમાં મચી પડો છો. આ ગેમની પણ લોકોને આદત પડી જતી હોય છે. ગેમ શો નેટવર્કના ડેવિડ ગોલ્ડહીલ કહે છે કે દરેક ગેમ કે ગેમ્બલિંગમાં સામે રમનાર હારતો પણ હોય તો ય તેને લાગવું જોઈએ કે તેને કશુંક તો મળી જ રહ્યું છે. તો જ તે વારંવાર રમવા લલચાશે. આપણામાં પેલી કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે એ માનસિકતાને ધ્યાનમાં રાખીને દરેક ગેમ કે એપ બનાવાય છે. તમને પૂરા જીતવા દેવામાં નથી આવતા. જો તમે જીતી જાઓ તો હજી અનેક પડાવો બાકી જ હોય. જો કશું કરવાનું રહે નહીં તો તમે એ એપમાં કે રમવામાં સમય બગાડો જ નહીં. એટલે જ તેઓ સતત તમને રસ પડે એવા ફેરફારો કરે છે.
હવે તો વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો આવશે. તમે વીઆરને પહેરીને એ ગેમમાં પ્રવેશી શકશો. ગુગલમાં કામ કરી ચૂકેલો અને ટ્વિટરમાં ઈન્વેસ્ટમેન્ટ જેણે કર્યું છે તે ક્રિશ સાકાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે વીઆર આવવાથી આપણી વાસ્તવિક જિંદગી બદલાઈ જશે. મારા બાળકો માટે મને ડર લાગે છે કારણ કે વર્ચ્યુઅલ રિયાલિટીમાં હવે તો અનુભૂતિ પણ થશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોમ્યુનિકેશનના પ્રોફેસર જેરેમી બેઈલસન પણ ચિંતા વ્યક્ત કરે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી(વીઆર) માટે બહુ હરખ મને નથી થતો. જ્યારે પોર્નોગ્રાફી સેક્સ જેવું લાગશે અને હિંસક રમતોમાં ખૂન કર્યાની અનુભૂતિ થશે, તે સમયે વ્યક્તિ એકબીજા સાથે કઈ રીતે જોડાશે અને સમાજનું શું થશે એની ચિંતા થાય છે. તમને કલ્પનામાં કોઈ જ તકલીફ વિના આનંદની અનુભૂતિ થાય તો વાસ્તવિકતામાં રસ કેમ રહે?
માર્ક ઝકરબર્ગે ૨૦૧૪માં ઓક્યુલસ વીઆર ખરીદી લીધી છે. તેની ઈચ્છા ડિજિટલ દુનિયાને વાસ્તવિકતા સાથે જોડી દેવાની છે. ભવિષ્યમાં તમે વીઆર દ્વારા સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચ જોઈ શકશો. ડૉકટર સાથે રૂબરૂ વાત કરી શકશો. ક્લાસરૂમમાં પણ બેસી શકશો. તે પણ ઘરમાં બેઠા બેઠાં. ડિજિટલ દુનિયા તમારી માનસિકતાનો દરેક ઉપયોગ કરી લેશે. ૨૦૧૫ની સાલમાં ન્યુયોર્કના એક પ્રસિદ્ધ અખબારે રવિવારના પેપર સાથે કાર્ડબોર્ડનું વીઆર વાચકોને આપ્યું. એ વીઆરને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી તેમની ડોક્યુમેન્ટરીઝ જોવાનું સૂચવ્યું. બીજું કોઈ બોલતું હોય અને સાથે વિડિયો જોતા હોય તેના કરતાં નોર્થ કોરિયા, સિરિયન રેફ્યુજી અને પેરિસમાં થયેલા એટેક સમયે તમે ત્યાં હાજર હો તેવી અનુભૂતિ કરી શકાતી હતી. આ ડિજિટલ ડ્રગના માંધાતાઓ સમાજ અને દુનિયાની માનસિકતા સાથે ખેલ ખેલી રહ્યા છે. અત્યાર સુધી ફક્ત ટેલિવિઝનના બંધાણી થવા સામે સાયકોલોજિસ્ટ ચેતવી રહ્યા હતા પણ ડિજિટલ ડ્રગના બંધાણી થવા વિશે ચેતવણી છતાં બચવું મુશ્કેલ છે. એક નહીં તો બીજી રીતે તમે એની જાળમાં ફસાયા વિના રહી શકશો નહીં. આજે તમે ફેસબુક કે વોટ્સએપ કે ટ્વિટર સામે બૂમો પાડો છો. ગેમ સામે બૂમો પાડો છો પણ ટૂંક સમયમાં જ જીવનનું માળખું બદલાઈ જશે. સ્ટીવ જોબ અને પ્રિન્સ ચાર્લ્સ અને હવે તો માર્ક ઝકરબર્ગ પણ પોતાના બાળકોને ડિજિટલ ચાઈલ્ડ નથી બનાવવા માગતા. તેમને ટેકનોલોજીથી દૂર રાખવામાં આવે છે. જ્યારે આપણે તો બાળક બોલતું થાય એ પહેલાં જ તેના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ.

0 comments