મેસ્સી, રોનાલ્ડો, જીત અને હાર

03:35















ફુટબોલના મેદાનમાં નહીં પણ જીવનમાં પણ  મેસ્સી હારજીતનો સામનો ખેલદિલીથી કરે છે.


મેસ્સીને હાલમાં છઠ્ઠી વખત ફીફા પ્લેયર ઓફ યરનો એવોર્ડ મળ્યો. ૨૦૧૫ની સાલ બાદ મેસ્સીને કોઈ વ્યક્તિગત એવોર્ડ મળ્યો નહોતો. જો કે બાબતે રોનાલ્ડોને ખોટું લાગ્યું છે અને તેણે પોતાની નારાજગી એવોર્ડ ફંકશનમાં હાજર રહી જાહેર કરી છે.  માનો કે માનો પણ લિઓનલ મેસ્સી લોકપ્રિય ફુટબોલ પ્લેયર છે અને તે લોકોના દિલ પર રાજ કરે છે. 

પાંચેક વરસ પહેલાં ફૂટબોલની ફાઈનલ મેચ ભારતમાં અનેક લોકોએ ઊજાગરા કરીને જોઈ. બધામાં હું પણ સામેલ હતી. બે બળુકી ટીમ રમી રહી હતી. સાથે સોશિયલ મીડિયા પર મારા બીજા મિત્રો અને સ્વજનો સાથે ચર્ચા ચાલી રહી હતી. અફકોર્સ રમત બાબતે . દૂર બેઠા અમે સાથે મેચ જોઈ રહ્યા હતા. કઇ ટીમ જીતશે તેનો દરેકને અંદાજો હતો તે છતાં દરેક નારી મેસ્સીની ટીમ જીતે તેની પ્રાર્થના કરી રહી હતી. કારણ કે સારું રમતો મેસ્સી રૂપકડો તો છે ઉપરાંત તે સમયે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થતો હતો. આર્જેન્ટિનાએ એક પણ ગોલ કર્યો કે તે હારી તેના કરતાં મેસ્સીએ એક પણ ગોલ કરી શક્યો તેનો આઘાત હતો તેના પ્રશંસકોમાં હાર પછી મેસ્સી પોતે હારને સહજતાથી પચાવી નહોતો શકતો તેના મોં પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. મોટાભાગના પુરુષો, છોકરાઓ અને આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓ રડી રહ્યા હતા. પણ મેસ્સી નહોતો રડ્યો. તેણે ચહેરા પર મહોરું પહેરી લીધું પણ મેચની સેરેમની પત્યા બાદ કલાક પછી મીડિયા સામે આખરે કેપ્ટન મેસ્સીએ કબૂલ્યું કે મને મળેલા અંગત એવૉર્ડ કે કશું મને સાંત્વન આપી શકે એમ નથી. મારે જીતવાનું હતું મારા હજારો દેશવાસી ફેન માટે. જેઓ જીતને ઊજવવા માગતા હતા.
કેપ્ટન મેસ્સી કદાચ છેલ્લીવાર વર્લ્ડકપ રમી રહ્યો હતો. તેની ક્ષમતા હોવા છતાં તે ટીમને મદદરૂપ બની શક્યો. તેની બોડી લેન્ગવેજમાં પણ હારી ગયેલી વ્યક્તિની હતાશા મેદાનમાં રમત ચાલુ હતી ત્યારે પણ જણાતી હતી.

સહજતાથી હારવું કોઇપણ પુરુષ માટે અઘરું હોય છે.  રોનાલ્ડોએ એવોર્ડમાં તેનું નામ આવતા રુસણે ચઢ્યો છે તે હાલમાં દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે તો મેસ્સીમાં સ્પોર્ટસમેન સ્પિરિટ  જીવનમાં અને મેદાનમાં હંમેશા રહ્યા છે.
મેસ્સી નંબર વન ખેલાડી  છે તેની પાછળ જીવનમાં હાર સ્વીકારીને બેસી રહેવાની તેની જીદ્દ છે. વરસો સુધી તેણે સફળતા મેળવવા સખત મહેનત કરી છે. નાનો હતો ત્યારથી તેને ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો હતો. ફૂટબોલ સરસ રમતો પણ દુબળો પાતળો મેસ્સી એક રોગથી પીડાતો હતો. તેને ૧૦ વરસની ઉંમરે ગ્રોથ હોર્મોન ડેફિસિઅન્સી નામનો રોગ થયો હતો. તેમાં શારીરિક અને માનસિક તકલીફો થાય. હાડકાની અને શરીરની ડેન્સિટી ઓછી હોય. માનસિક રીતે ડિપ્રેશન, યાદશક્તિ ઓછી થાય. તેની ટ્રીટમેન્ટનો ખર્ચ મહિને એક હજાર ડોલર આવતો જે તેના માતાપિતાની ક્ષમતાની બહાર હતો. પિટ્યુટરી ગ્લેન્ડમાં તકલીફ હોવાને કારણે રોગ થાય છે. તેણે હોર્મોનના ઈન્જેકશન લેવા પડે કે રેડિએશન કે સર્જરી કરાવવી પડે. આર્જેન્ટિનામાં જન્મેલા મેસ્સીએ ટ્રિટમેન્ટના ખર્ચને પહોંચી વળવા માટે બાર્સેલોના આવવું પડ્યું અને ત્યારથી બાર્સેલોનાની ટીમ સાથે રમે છે. દસ વરસ સુધીમાં એટલે કે ૧૯૯૪થી ૨૦૦૦ સુધીમાં નેવેલ્સ ઑલ્ડ બોયઝ ક્લબ તરફથી રમતાં તેણે ૫૦૦ ગોલ કર્યા હતા. તેની રમતને લીધે તેની ડિમાન્ડ હતી પરંતુ, તેની બીમારીને લીધે બાર્સેલોના તેને ટીમમાં લેવા લેવા બાબતે અવઢવમાં હતા, પરંતુ બાર્સેલોનાને પણ પોતાની જીત માટે સારા પ્લેયરની જરૂર હતી એટલે છેલ્લી ઘડીએ ટીસ્યુ પેપર પર કોન્ટ્રેક્ટ કરીને મેસ્સીને ટીમમાં લીધો. ફૂટબોલ માટે સખત શારીરિક માળખું અને ઊર્જાની જરૂર હોય છે. મેસ્સીએ તેના નસીબને પોતાના આત્મવિશ્વાસથી બદલી નાખ્યું. તેને મેદાનમાં રમતો જોઈને કોઈને ખ્યાલ પણ આવે કે તેને હોર્મોનલ ગ્રોથ ડેફિસિયન્સીની તકલીફ છે. કદાચ લડાયક જુસ્સાને લીધે મેસ્સી અત્યાર સુધી સ્ત્રીઓ અને પુરુષોનો હોટ ફેવરિટ સ્ટાર રહ્યો છે

આજનો હાઈએસ્ટ ગોલ સ્કોરર પોર્ટુગલનો ખેલાડી રોનાલ્ડો પણ ગરીબીમાં ઉછર્યો છે અને ૧૫ વરસની ઉંમરે તેને હાર્ટ બીટ વધી જવાની બીમારી થઈ હતી. તે માટે એણે ઓપરેશન કરાવવું પડ્યું. બીમારીમાં પણ ફૂટબોલ રમી શકવું અશક્ય હતું. જીવનમાં આવતા અનેક સંઘર્ષો અને અંતરાયોને પાર કરીને તમારે જીવવાનું હોય છે. જીતવાનું હોય છે. કોઈ એક જીતે છે તો તેની સામે કોઈ બીજું હારતું હોય છે. કોઈકે તો હાર સ્વીકારવી પડતી હોય છે. નવાઈ લાગે કે  રોનાલ્ડોએ એવોર્ડ મળ્યાની વાત સ્વીકારી શક્યો. 

કોઇપણ વ્યક્તિ એવું વિચારતી હોય કે પોતે ખોટી હોઈ શકે કે પોતે હારી શકે તે નકરી બાલિશતા છે. દરેક પુરુષે પણ જીવનમાં ક્યારેક ને કોઇક જગ્યાએ હારનો સ્વીકાર કરવો પડતો હોય છે. જીતમાં જેમ માનસન્માન અને પ્રશંસા મળે તે ગર્વભેર સ્વીકારીએ છીએ તેમ હારમાં માનઅપમાન અને ક્યારેક ફિટકાર પણ મળે તે પૌરૂષીય છાતી રાખી સ્વીકારવો પડે. ક્રિકેટની રમતમાં પણ એવું નથી બનતું જ્યારે યુવરાજ સિંહે એક ઓવરમાં છગ્ગા માર્યા ત્યારે લોકોએ તેને માથે બેસાડ્યો પણ જેવું તેનું પર્ફોર્મન્સ લથડ્યું હતું ટ્વેન્ટી ૨૦ વર્લ્ડ કપમાં (૨૦૧૪) તેની રમતને કારણે શ્રીલંકા સામે હાર મળી તો લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો. તે સમયે સચિન તેંડુલકરે લોકોને અપીલ કરતાં કહ્યું કે યુવરાજના પાછલા પર્ફોર્મન્સ ભૂલી જવો જોઇએ. યુવરાજ સિંહ પણ ખરો મરદ છે તેણે વખતે બહુ ખેલદિલીપૂર્વક પોતાના પરાજયને સ્વીકારી કહ્યું કે તે આવતા પડકારો માટે તૈયાર છે. યુવરાજે કૅન્સર જેવી બીમારીને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી હાર નહોતી માની. કેમોથેરેપી જેવી શરીર અને મનને તોડી પાડતી થેરેપી બાદ પણ મેદાનમાં એટલા જોમ અને જુસ્સાથી પાછો ફર્યો છે. બીજાને નીચા પાડવું તે પણ એક જાતની હાર હોય છે. જે પ્રશંસકો યુવરાજ સિંહને પૈસા ખાનાર કે નકામો ખેલાડી કહીને ઉતારી પાડ્યો હશે તે પોતાની જાતને ક્યાંક નીચે પાડતો હોય છે. રમતગમતને જોતી સમયે તેને ખેલદિલીપૂર્વક જોવી તે પણ રમતનો ભાગ હોય છે. પણ આપણી અંગત બાયસ માન્યતાઓ અને અહંકારને તેમાં લાવીને ખેલદિલી ગુમાવી દઇએ છીએ

આપણી આસપાસ અનેક એવી વ્યક્તિઓ જોવા મળશે જે જરા જેટલી તકલીફોની સામે સર્વસ્વ જીવન હારીને જીવતાં હશે અથવા આપઘાત કરીને જીવન હારી જતાં હશે. જીતના પાયામાં હાર હોય છે. હાર છે એટલે જીત છે. જો હારનું અસ્તિત્વ હોય તો જીતનું અસ્તિત્વ રહે બાબત સમજવી જરૂરી છે. હારી ગયેલ વ્યક્તિને વધાવવો જોઇએ. તમારાથી શેક્યો પાપડ પણ નહીં ભાંગી શકાય કહેતી પત્ની કે મિત્ર પોતે ક્યાંક નીચા પડતાં હોય છે. દરેક વ્યક્તિની હારએ ઊંચે જવાનું પગથિયું હોય છે. દરેક સફળ વ્યક્તિઓ હારના એવા કેટલાંય પગથિયાં ચઢીને ઉપર પહોંચતી હોય છે.


You Might Also Like

0 comments