પુરુષ દ્વારા બનાવવામાં આવેલી નારીના સ્વમાનની ફિલ્મ થપ્પડ

20:38







Thank you Anubhav Sinhaanubhav sinha for making such soul touching movie. એક પુરુષ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત થપ્પડ ફિલ્મ માટે અનુભવ સિંહાનો આભાર માનવો જ પડે. સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકારની કથા અદભૂત રીતે ફિલ્માવાઈ છે.


નારીવાદ એટલે પુરુષ સમોવડા બનવાની વાત નથી હોતી પણ પોતાનું અસ્તિત્વ આદર અને સ્વમાનભેર જાળવવાની માંગ છે. ગૃહિણી હોય કે કામ કરતી મહિલા બન્ને પોતાની જાત સાથે સતત બાંધછોડ કરીને જીવતી હોય છે. સ્વમાનને એક કોર મૂકીને અસ્તિત્વની લડાઈ લડતી હોય છે. બસ થોડું જાગૃત થવાની જરૂર હોય છે. કોઈ અપેક્ષા વિના સ્વમાનપૂર્વક જીવન જીવવાનું શીખવાનું હોય છે. જે ક્યારેય કોઈ માતા શીખવાડતી નથી. “થોડું ચલવી લેવાનું. “ “બાંધછોડ કરવામાં આપણે નાના નથી થઈ જતા” “સ્ત્રી એટલે સહનશક્તિ, સમર્પણ.” “ઘર-બાળકો,પતિ પહેલાં પછી જો સમય અને શક્તિ બચે તો પોતાના ગમાઅણગમાનો વિચાર કરવાનો.”
ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે એટલે કેટલીય સ્ત્રીઓ ચુપચાપ અન્યાય સહન કરતી હોય છે. મારી આસપાસ સ્વજનો અને મિત્રોના કુટુંબમાં પણ જોયું છે. સ્ત્રી મિત્રો સાંજ બાદ મળી  શકે. સવારે વહેલા પણ નહીં. ત્યારે ઘરના કામ હોય જે ફક્ત ને ફક્ત સ્ત્રીઓ કરતી હોય આજે પણ. થપ્પડ ફિલ્મ દરેકે એકવાર જોવી જોઈએ. સ્ત્રીઓએ ખાસ જોવી જોઈએ. એવું નથી કે ફિલ્મમાં કોઈ તકલીફ નથી. છે તકલીફો જેમ કે ફિલ્મનું ફોકસ સ્ત્રીના સ્વમાન અને સ્વતંત્રતા પર હતું એટલે ત્રણ વાર્તાની નાયિકાઓને બાળકો નથી. બાળક હોય એટલે વાત અને વાતાવરણ બદલાઈ જતું હોય છે. જે ચોથી સ્ટોરી-વાર્તાની નાયિકા  છે તેમાં પતિ જીવીત નથી કારણ કે સહજતાથી સ્ત્રીના વ્યક્તિત્વને સ્વીકારી શકે એવો પુરુષ ભાગ્યે હોઈ શકે એવું અનુભવ સિન્હાને લાગ્યું હશે એટલે તેનું અસ્તિત્વ ફિલ્મમાં નથી. બીજું કે દરેક સ્ત્રી બીજી સ્ત્રી સાથે સારો અને સમજદારીભર્યો વ્યવહાર કરતી હોય છે. હા, કામવાળી સ્ત્રીની સાસુ સિવાય. સ્ત્રીને સ્ત્રી સાથે સતત સ્પર્ધાનો ભાવ પણ રોપી દેવામાં આવ્યો હોવાથી અને તે પણ પુરુષ સમોવડી થવા ઈચ્છતી હોવાથી પણ સ્ત્રી- બીજી સ્ત્રીને સહજતાથી સ્વીકારી શકતી નથી. આરોપ છે તે મહદઅંશે સાચો છે. 
એટલે નુક્કડમાં મળતી દરેક સ્ત્રી પોતાનું સ્વમાન અને ગૌરવના શણગાર સજીને અને દરેક ભારરૂપ બંધનો ઘરમાં મૂકીને આવે છે. મુક્તિનો, હોવાપણાનો અહેસાસ કરવા માટે. સ્ત્રી ફક્ત વ્યક્તિ તરીકે ભાગ્યે પોતાને જોતી હોય છે. સ્ત્રીત્વનું જેન્ડર-જાતિ પણું પણ ભૂલવાની જરૂર હોય છે. 
ત્રીજી વાત કે જરૂરી છે કે સ્ત્રીએ જો પુરુષ સાથે રહેવું હોય તો તેની કોઈ સંપત્તિ કે તેના પર કોઈ આરોપ મૂક્યા વિના જુદા થઈ જવું જોઈએ. વાત કદાચ બધાને પણ ગમે અને કદાચ હું ખોટી પણ હોઈ શકું . તે છતાં હું માનું છું કે તમને એમની સંપત્તિ જોઈએ છે પણ વ્યક્તિ નથી જોઈતી એવું હોવું જોઈએ. અઘરું છે પૈસા વિના જીવવું પણ મહેનત કરીને સ્વમાનની રક્ષા થઈ શકે છે. સ્વતંત્રતા કમાઈને મેળવવાની હોય છે. કોઈના પૈસાથી કે સંપત્તિથી મળી શકે. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાએ અનેક સમસ્યાઓ ઊભી કરી છે. તેમાં એક પણ છે કે સ્ત્રીને તેનો સમાન હક નથી આપ્યો અને તેને પગભર નથી થવા દીધી. તેને સતત પુરુષના સહારાની જરૂર પડે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. લાગણીઓ હવે આપણા ડીએનએમાં ભળી ગઈ હોવાથી તેમાં બદલાવ આવતા વાર લાગશે. ડીએનએ બદલાતા પેઢીઓનો સમય લાગે છે. સ્વમાન અને સ્વતંત્રતાએ અધિકાર છે, લડત નથી બાબત સમજવી પડશે. અધિકાર તમારી પાસેથી કોઈ છીનવી શકે. 
ફિલ્મ જોતાં ખૂબ રડવું આવ્યું કારણ કે એક પુરુષ દ્વારા સ્ત્રીની લાગણીઓને અદભૂત રીતે વાર્તામાં વણીને ફિલ્માવવામાં આવી છે. એવું નથી કે પહેલાં ફિલ્મો નથી બની. ઈંગ્લીશ-વિંગ્લીશ, પાર્ચ્ડ, લિપસ્ટીક અંડર માય બુરખા વગેરે અનેક ફિલ્મો યાદ આવ છે પણ પુરુષ દ્વારા સ્ત્રીના વિશ્વ પર બનેલી ફિલ્મ બદલાવની શરૂઆત છે. ફિલ્મમાં ઊઠાવવામાં આવેલા કેટલાક સુક્ષ્મ સવાલો સમજવાની જરૂર છે. 

You Might Also Like

0 comments