કિતાબ કથા બેઠક ૧૦

17:25

 



વખતે કિતાબ કથાની બેઠક ૨૬ ઓક્ટોબરે જાગૃતિ ફડિયાના ઘરે હતી.  વિષય બધાને ગમે એવો હતો. કારણ દરેક બેઠક બાદ વિષય નક્કી કરતી વખતે કેટલાક લેખક કે ભાષા સાહિત્ય વાંચવા માટે બધા તૈયાર હોય એવું શક્ય નથી બનતું. ફિલ્મનું દૃશ્ય શ્રાવ્યનું માધ્યમ મનોરંજન તરીકે પણ આપણે માણતાં હોઈએ છીએ. કેટલીકવાર સરસ ફિલ્મ જોઈ હોય પણ તે નવલકથા કે વાર્તાનું એડપ્ટેશન હોય તેની ખબર હોતી નથી. ખબર પડે તો પણ પુસ્તક વાંચવાની દરેકને ઈચ્છા થાય તે જરૂરી નથી. લગભગ દસેક જણાં મળ્યાં. દરેક જણ સાહિત્ય આધારિત ફિલ્મ જોઈને પછી પુસ્તક વાંચીને આવ્યું હતું. ફિલ્મ અને સાહિત્ય બન્ને પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. વાર્તા કે નવલકથા દ્વારા લેખક કાલ્પનિક વિશ્વ ઊભું કરે છે. જેને વાંચતાં આપણે પણ કાલ્પનિક વિશ્વમાં પ્રવેશીએ છીએ. કેટલાક લેખકની હથોટી એવી હોઈ શકે કે તે આપણને એણે કલ્પેલી દુનિયામાં લઈ જાય. જ્યારે કેટલુંક સાહિત્ય એવું પણ હોય કે જેમાં લેખકના શબ્દો દ્વારા આપણે આપણું વિશ્વ રચીએ. બંગાળી સાહિત્ય વાંચ્યા બાદ વિશ્વની કલ્પના લઈને બંગાળમાં જઈએ તો વાસ્તવિકતા સાથે એને જોડી શકવું અશક્ય લાગી શકે. પણ અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચીને જે તે સ્થળે લોકો ખાસ ફરવા જતાં. આર કે નારાયણની માલગૂડી ડેઝ પરથી બનેલી ધારાવાહિક પુસ્તક જેટલી લોકપ્રિય બની હતી. સત્યજીત રે ફિલ્મને સાહિત્યના આધારે બનાવતાં અને વાસ્તવિકતાને આપણી સામે એવી રીતે મૂકતાં કે એમની ફિલ્મો જોતી વખતે પ્રેક્ષકે પોતાની કલ્પનાની સીમાઓને ઓળંગવી પડે. 

માનસી સોનિક સત્યજીત રાયની પાથેર પાંચાલી જોઈ. ૧૯૨૯માં બિભૂતીભૂષણ બંદોપાધ્યાયે નામે નવલકથા લખી છે. સત્યજીત રાયે નવલકથાનો આધાર લઈ જાતે તેનો સ્ક્રિન પ્લે લખ્યો અને ફિલ્મ બનાવી. માનસી નવલકથા કરતાં ફિલ્મના દૃશ્યોનાં ફિલ્માંકન વિશે વધુ ઉત્સાહપૂર્વક વાત કરે છે. એક એક દૃશ્ય, ફ્રેમ અદભૂત છે. દરેકે જોવી જોઈએ. 



પિન્કી દલાલ અને જ્હાનવી પાલે આર કે નારાયણના પુસ્ત ગાઈડ વાંચીને તેના આધારે બનેલી ફિલ્મ ગાઈડ પણ જોઈ હતી. તેમનું કહેવું હતું કે ફિલ્મ કરતાં પુસ્તકની વાર્તા ઘણી જુદી છે. પિન્કી દલાલને પુસ્તક બહુ સ્પર્શ્યું જ્યારે ફિલ્મ ઠીક લાગી. જ્હાનવીનું કહેવું હતું કે ફિલ્મ પણ પોતાની રીતે સારી હતી. વિશે વાત કરતાં ચર્ચામાં તે વખતે અંગ્રેજીમાં પણ પર્લ બકે ફિલ્મ બનાવી હતી પણ તે ખૂબ ખરાબ બની હતી. વગેરે વગેરે

જાગૃતિએ ચોખેર બાલી જોઈ અને વાંચી. જાગૃતિએ ગુજરાતી અનુવાદ વાંચ્યો હતો. જ્યારે બંગાળીમાં ચોખેરબાલી જોઈ હતી. નવલકથા રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૦૩માં લખી હતી. સ્ત્રી પુરુષના સંબંધો, માનવીય જુઠ્ઠાણાં અને સમીકરણોને આલેખતી નવલકથા કોઈપણ ડાયરેકટરને આજે ફિલ્મ બનાવવા પ્રેરી શકે. અનુરાગ બાસુએ એપિસોડ બનાવ્યો હતો પણ તેમાં એને પોતાની રીતે છૂટછાટ લીધી હતી. જ્યારે રિતુપર્ણો ઘોષે ઐશ્વર્યા રાયને લઈને બનાવેલી ફિલ્મની ખાસ્સી નોંધ લેવાઈ હતી. ગુગલ કરતાં જાણવા મળ્યું કે ઐશ્વર્યાએ ફિલ્મ માટે કોઈ ફી નહોતી લીધી. જો કે જાગૃતિએ બંગાળીમાં કોઈ ફિલ્મ જોઈ હતી તેને ડાયરેકટર કે એકટર વિશે ખબર નહોતી. ફિલ્મ જોવામાં તેને સતત રસક્ષતિ થઈ હતી. 

લખનારે ઋતુપર્ણો ઘોષની ૨૦૦૩માં બનેલી ફિલ્મ જોઈ છે. ઋતુપર્ણો ઘોષ ટાગોર અને ટાગોર સાહિત્યના પ્રેમમાં પાગલ હતો અને તેણે અનેક ફિલ્મો પેશનેટલી બનાવી છે. તેની દરેક ફિલ્મ જોવા જેવી છે. 

પ્રતિમા પંડ્યાએ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત બડીદીદી વાંચી હતી અને તેના પરથી ૧૯૬૯માં બનેલી હિન્દી ફિલ્મ જોઈ હતી. એના કહેવા પ્રમાણે નવલકથાના નામ પ્રમાણે મુખ્ય પાત્ર બડીદીદી છે. વાર્તા નાયકથી શરૂ થાય છે જેના પોતાના પ્રશ્નો છે અને બડીદીદી સાથેના તેના સંબંધ પર પૂરી થાય છે. નવલકથા અને ફિલ્મમાં ઘણો ફરક છે. એમ કહી શકાય કે ફિલ્મ વાર્તા પર આધારિત માત્ર છે. 

નેહલ વૈદ્યે  પાકિસ્તાની લેખક મોહસીનની ધ રિલકટન્ટ ફન્ડામેન્ટાલિસ્ટ વાંચી હતી અને તેના પરથી મીરાં નાયરે બનાવેલી ફિલ્મ જોઈ હતી. પાકિસ્તાની યુવક જે અમેરિકા જઈને આવ્યો છે. /૧૧ની ઘટના બાદ તેના વિચારો કઈ રીતે બદલાય છે એની વાત ખૂબ સરસ રીતે આલેખાઈ છે. એનું ફિલ્મ એડપ્ટેશન થોડું અલગ છે પણ ફિલ્મ પણ સારી છે એવું નેહલને લાગ્યું. 


સેજલ પટેલે વિનોદકુમાર શુક્લ લિખિત નૌકરકી કમીઝ પુસ્તક વાંચ્યું હતું અને તેના પરથી બનેલી ૧૯૯૯માં બનેલી મણિ કૌલે બનાવેલી ફિલ્મ પણ જોઈ હતી. પુસ્તક અને ફિલ્મ વિશે સેજલે ખૂબ સરસ રીતે વાત માંડી હતી. એણે જે રીતે કહ્યું એના પરથી સમજાયું કે નોકરનું શર્ટ વાર્તાના કેન્દ્રમાં છે. માનવીય સમીકરણો અને સામાજિક રચનાની વાત એક શર્ટને કેન્દ્રમાં રાખીને સરસ રીતે કહેવાઈ છે. 

હેતલ દેસાઈએ અમેરિકન લેખક હાર્પર લી લિખિત ટુ કિલ મોકિંગ બર્ડ વાંચી હતી અને ગ્રેગરી પેક અભિનિત નામે બનેલી ફિલ્મ પણ જોઈ હતી. વાર્તામાં વ્હાઈટ અને બ્લેક વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષમાં કઈ રીતે એક ગામમાં ઘટનાઓ આકાર લે છે. શોષણ, અન્યાય અને ન્યાયની વાત એક બાળકીના દષ્ટિકોણથી કહેવાઈ છે. પુલિત્ઝર પ્રાઈઝ વિનર ક્લાસિક નવલકથા અને ફિલ્મ બન્ને માણવા જેવા છે એવું હેતલને લાગ્યું. 

પ્રીતી જરીવાલાએ કરીના કપુર અભિનીત જાને જા ફિલ્મ જોઈ અને ફિલ્મ જેના પર આધારિત છે જાપાનીસ નવલકથા કીગો હિગાશીનો લિખિત  ધી ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પરથી બની છે. પુસ્તક ૨૦૦૫માં પ્રગટ થયા બાદ અનેક ભાષામાં અનુવાદિત થયું અને બેસ્ટસેલર બન્યું છે. ક્રાઈમ થ્રિલરનું વર્ણન વાંચવાની પ્રીતિને વધુ મજા આવી હતી. એના છેલ્લા ચાર પ્રકરણ વાચકને જકડી રાખે એવા છે. એનું કહેવું છે કે ફિલ્મ કરતાં પુસ્તક વાંચવાની વધુ મજા આવી. 

મેં અમેરિકન લેખક આર્થર ગોલ્ડન લિખિત  મેમોઈર ઓફ ગેઈશા વાંચી અને એના પરથી નામે બનેલી ફિલ્મ જોઈ. જો કે પુસ્તક વાંચતાં પહેલાં મેં ફિલ્મ બે વાર જોઈ હતી. વાર્તા ખબર હોવા છતાં પુસ્તકની રસાળ ભાષા વાંચવાની મજા આવી. પુસ્તક વાંચવાનો આનંદ અનેરો છે. જ્યારે ફિલ્મનું માધ્યમ પણ મને ગમે છે. ફિલ્મમાં વાર્તામાં જરાપણ ફરક કરવામાં નથી આવ્યો. પણ વર્ણન વાંચવું અને એક દૃશ્ય જોવું બેમાં ફરક અનુભવાયો. ફિલ્મ બનાવતી વખતે પાનાંઓનું વર્ણન એક દૃશ્યમાં કહેવાઈ જાય શક્ય છે. ૪૫૦ પાનાંમાં પથરાયેલી નવલકથાને અઢી કલાકમાં પ્રસ્તુત કરવા માટે થોડું એડિટિંગ કરવું પડે. મને બન્ને માધ્યમ ગમ્યાં. પુસ્તક અને ફિલ્મ બન્ને પોતાની જગ્યાએ ઉત્તમ છે. આર્થરે પુરુષ તરીકે અને અમેરિકન હોવા છતાં જાપાનીસ સંસ્કૃતિ અને ગેઈશાના માહોલને આબાદ પકડ્યા છે. પુસ્તક વાંચતાં ક્યારેય એવું લાગે નહીં કે નવલકથા કોઈ અમેરિકને લખી છે. જેમને રસ હોય એમણે પુસ્તક અને ફિલ્મ બન્ને જોવાં જેવા છે. 

You Might Also Like

0 comments