કૃષ્ણા સોબતી અને નિર્મલ વર્મા

01:16











પોતાની લાગણીઓના અહેસાસ સાથે માણસ એકલો હોય છે. 



A novel does not assert anything; a novel searches and poses questions. - Milan Kundera 



અનાયાસે મિલાન કુન્દેરાનું વાક્ય વાંચવામાં આવ્યું. નવલકથા પોતાનો મત વ્યક્ત કરે પણ સવાલો ઊભા કરે અને તેના જવાબો શોધવાના પ્રયત્નો કરે. કિતાબ કથા માટે જ્યારે હિન્દી સાહિત્ય વાંચવાનું નક્કી થયું ત્યારે ખ્યાલ આવ્યો કે બે ચાર નામો સાંભળ્યાં છે પણ સાહિત્ય વાંચ્યું હોય એવો ખ્યાલ આવ્યો. શાળામાં અને કોેલેજમાં પ્રેમચંદ વાંચ્યાનું યાદ હતું. સિવાય ક્યારેય હિન્દી સાહિત્ય વાંચવાનું બન્યું નથી. થોડી શરમ પણ આવી.  તરત બિન્દુ ભટ્ટ યાદ આવ્યા. તેમને ફોન કરી હિન્દી સાહિત્યમાં શું વાંચવું જોઈએ પૂછ્યું. તેમણે તરત પાંચ નામો આપ્યા કે તો વાંચવા જોઈએ. નામો છે. ઉષા પ્રિયંવદા,  મન્નુ ભંડારી, કૃષ્ણા સોબતી, પ્રભા ખેતાન, કમલેશ્વર, અમરકાન્ત, કાશીનાથ સિંઘે, મોહન રાકેશ, નીલમ રઘુવંશી, મનોજ રૂપાડા અને નિર્મલ વર્મા.  કિતાબ કથાના ગ્રુપમાં ઘણાંએ મન્નુ ભંડારી પર પસંદગી ઉતારી હતી એટલે મેં સિવાયના નામો પર ફોકસ કર્યું. કૃષ્ણા સોબતી વિશે ઘણું જાણતી હતી પણ તેમને વાંચ્યાં નહોતા એટલે કૃષ્ણા સોબતી વાંચવા નક્કી કર્યું. તેમની મિત્રોમરજાની પરિણીત સ્ત્રીની સેક્સુઆલિટી વિશે છે અને ૧૯૬૬માં લખાયેલી નવલકથાએ સાહિત્યમાં ચર્ચારૂપ બની હતી. નિર્મલ વર્માની ધૂંધ સે ઊઠતી ધૂંધ તો વાંચી હતી અને તેમની ભાષા મને ખૂબ ગમી હતી એટલે એમને પણ વાંચવાની ઈચ્છા હતી. બિન્દુબહેને તેમનીવે દિનવાંચવાનું સૂચવ્યું હતું. 


સૌ પહેલાં મેં કિન્ડલ પર મિત્રો મરજાની ખરીદવાનું નક્કી કર્યું. મોટાભાગના પુસ્તકો હવે હું કિન્ડલ પર વસાવવાનું અને વાંચવાનું પસંદ કરું છું. કિન્ડલ અનલિમિટેડમાં ઘણાં હિન્દી પુસ્તકો હતા એટલે મેં એનું સબક્રીપ્શન ભરી મિત્રો મરજાની વાંચવાનું શરૂ કર્યું.  નાના શહેરમાં વસતા એક કુટુંબની વાત છે,  જેમાં સાસુ-સસરા અને ત્રણ પુત્ર તેમજ પુત્રવધુઓ છે. તેમાં વચલી પુત્રવધુ મિત્રો પોતાના પતિથી સંતુષ્ટ નથી અને વાત કહેતાં તે શરમાતી નથી કે અચકાતી નથી. સ્ત્રીને પોતાના શરીર સુખ સંતોષવાનો સહજ અધિકાર હોવો જોઈએ કે નહીં એવા સવાલો ઊભા કરતી કથા છે. શરૂઆતમાં તો થોડો કંટાળો આવ્યો કારણ કે ભાષા વાંચવાનો મહાવરો નહીં. બીજું કે ઘરેલું વાતો ચાલતી હતી. મિત્રો કુટુંબમાં અનફીટ હતી. કદાચ સમાજની અને સમજની બહાર હતી.


 કિન્ડલ અનલિમિટેડનું સબક્રિપ્શન હતું એટલે સર્ફિંગ કરવાનું બનતું. એમાં નિર્મલ વર્માની વે દિન પણ જોઈ. ડાઉનલોડ કરી તેના બે ચાર પાનાં વાંચ્યાં. ભાષાનું સૌષ્ઠવ અને કથાનો પરિવેશ ચેકોસ્લેવિયાનું પ્રાગ શહેર મને એની સાથે તાણી ગયા. દિવસ રાત સમય કાઢીને પહેલાં પૂરી કરી. બળકટ ભાષા પ્રાગની ઠંડીનો અહેસાસ કરાવતાં, નાયકના ભાવપ્રદેશનો અહેસાસ ભળવા માંડ્યો. મુંબઈમાં રહેવું અશક્ય બન્યું મારા માટે પ્રાગના સ્વપ્નપ્રદેશમાં નાયક સાથે કથા પૂરી થાય ત્યાં સુધી રહેવું પડ્યું. વરસો બાદ પુસ્તક શરૂ કર્યાં બાદ પૂરું થયે છૂટકો થયો. આમ નિર્મલ વર્માની પહેલી નવલકથા મેં પહેલીવાર એકી બેઠકે વાંચી. 


ત્યારબાદ વળી મિત્રો મરજાની પૂરી કરી. મિત્રો મરજાનીનો અંત સામાન્ય નહોતો. અને કલ્પના બહારનો હતો. સમયે કૃષ્ણા સોબતીએ આવી નવલકથા લખવાની હિંમત કરી હતી.  સ્ત્રી અને સેક્સ સંબંધે આપણે સદાય દંભી રહ્યા છીએ. દંભના લીરેલીરા કર્યાં છે નવલકથામાં કૃષ્ણા સોબતીએ. આનંદ થયો કે એમને વાંચ્યાં. 

બે લેખકો અને બે જુદી જાતની નવલકથા એક સાથે વાંચવાનો મારો પહેલો અનુભવ હતો. ભારતીય નાના ગ્રામ્ય વિસ્તાર જેવા શહેરનું પરિસર અને યુરોપના પ્રાગ શહેરનું પરિસર બન્ને મારા પર હાવી હતા. સાહિત્ય તમને  સોશિયલ મિડીયા કરતાં વધુ સભર કરી શકે છે એનો અહેસાસ આનંદપ્રદ રહ્યો. 


વે દિનવિશે કહું તો નાયકના દૃષ્ટિકોણથી કથા કહેવાય છે અને નાયક ભારતીય વિદ્યાર્થી છે એટલું આપણને ખબર પડે છે. એનું નામ શું છે? કોણ છે? ક્યાંનો રહેવાસી છે? પંજાબી છે કે તમિલ કે ગુજરાતી કે પછી હિમાચલી  વિશે લેખક કોઈ ફોડ પાડતાં નથી અને વાચક તરીકે એને જાણવાની જરૂર લાગતી નથી કારણ કે વાર્તા સબળ છે. નાતાલ વેકેશનમાં નાયક ઘરે નથી જતો (કદાચ ગરીબ છે એટલે) અને હોસ્ટેલમાં બીજા થોડાં વિદ્યાર્થીઓ સાથે રહે છે. વેકેશન દરમિયાન તેને એક ટુરિસ્ટ ઓફિસમાંથી દુભાષિયા કમ ગાઈડની નોકરીની ઓફર આવે છે.  ત્રણ દિવસ માટે ઓસ્ટ્રિયન યુવતી રૈઈના જે જર્મની રહે છે તે એના બાળક સાથે પ્રાગ ફરવા આવી છે. રૈઈના અને નાયક વચ્ચે લાગણીનું ઝરું ફૂટે છે. બન્નેને ખબર છે વિશે પણ છૂટાં પડવાનું છે. સંબંધને કોઈ નામ આપી શકાય એમ નથી કે તેને શબ્દોમાં મૂકી શકાય એમ નથી. તો કોઈ ભવિષ્ય છે.  આખીય પરિસ્થિતિને એટલી સરસ રીતે વર્ણવી છે કે આપણને લાગે કે આમ હોય. આવું બને. આમ કેમ નહીં તે સવાલ મને વાંચતી વખતે થતો નથી. નાયકની અને રૈઈનાની એકલતા, નાયકના મિત્રોની એકલતા બધું તમને દેખાય. યુરાપના ઠંડા પ્રદેશમાં ઠંડીની જેમ એકલતાનો અહેસાસ સતત રહેતો હશે. માણસ કદાચ પોતાની લાગણીઓની સાથે એકલો હોય છે.  આ કથા ૧૯૬૪માં લખાઈ હતી. 

છેલ્લે , બન્ને પુસ્તકો વાંચવા જેવા છે. બન્ને લેખકો વાંચવા જેવા છે.

You Might Also Like

0 comments