અનોખું સાહચર્ય

00:34





વાત કરવાની છે એક એવા અનોખા સાહચર્યની જેને માટે ગુજરાતીઓએ ગર્વ લેવો પડે. અહીં સાહચર્યની ત્રિવેણી રચાય છે.  સાહચર્ય  શરૂ થયું નાયક દંપતિ દ્વારા એટલે એવું કહી શકાય કે સાહચર્ય પતિ-પત્નીનું, મિત્રોનું, કલા-સાહિત્યનું. ઘાટકોપરના એકરૂમ રસોડાના નાનકડા ફ્લેટમાંથી  ભરત નાયક અને ગીતા નાયક પ્રોફેસર દંપતિએ ૧૯૮૮ની સાલથી સાહિત્યનો યજ્ઞ શરૂ કર્યો એમ કહેવું કોઈ અતિશયોક્તિ ગણાય. એમણે ગુજરાતી સાહિત્ય અને કલાનું મેગેઝિન ગદ્યપર્વ શરૂ કર્યું. એની સાથે તેમણે સાહચર્ય શિબિરની પણ શરૂઆત કરી. શિબિરમાં સાહિત્ય લેખકોની સાથે ચિત્રકારો અને નાટ્યકર્મીઓ પણ જોડાયા. સાહચર્ય શિબિરમાં શરૂઆતથી જોડાયેલા જાણીતા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ કહે છે કે ચિત્રકારો માટેના કેમ્પ થતાં રહે છે. એમાંય વિવાન સુંદરમે પંદર વરસ ચિત્રકારો નહીં સાહિત્યકાર, ફિલ્મ અને નાટ્યકર્મીઓ, ઈતિહાસકારો અને વિવેચકોને બોલાવી  હિમાલયના કસૌલી ગામે ત્રણેક અઠવાડિયાના કેમ્પ પંદરેક વરસ ચાલ્યા. જ્યારે ગુજરાતી ભાષા સિવાય કોઈ અન્ય ભાષામાં કલા-સાહિત્યની આવી  શિબિર થઈ રહી હોય એવું જાણમાં નથી. સાહચર્યને ૩૬ વરસ થવા આવ્યા એક મોટી સિદ્ધિ કહેવાય. વચ્ચે કોરોના સમયમાં ત્રણ વરસ અવકાશ રચાયો પણ એમાં દરરોજ ઝુમ મિટિંગ દ્વારા સાહચર્ય સર્જન ચાલુ રહ્યું.  ઝુમ મિટિંગ માટે ટેકનોલોજી શીખવાની જહેમત પણ નૃત્યવિદ સુનીલ કોઠારીએ કરી. 

ભરત નાયક કહે છે કે, ‘ સાહચર્ય શિબિરનો વિચાર એવો હતો કે સરખેસરખા લેખકો, કળાકાર, કસબી, અભ્યાસી કોઈ એક રમણીય સ્થળે, એકાંતે સહવાસ સાથે ગાળે. સહવાસમાં કોઈ ઔપચારિકતા નહીં કે કોઈ વિધિ કે નિયમો.’  શિબિરને આકારવા માટે જે આયોજન કરવું પડે તેમાં ગીતા નાયકનો મોટો ફાળો. સ્થળ નક્કી કરવાથી, કોણ કોણ આવશે, કેવી રીતે આવશે, ખાણીપીણી વગેરે બધું પંદર-વીસ માણસો માટે આયોજન કરવું સહેલું નહોતું પણ સરળતાથી અને સહજતાથી એમણે ભૂમિકા ત્રીસ વરસ સુધી  નિભાવી, ત્રણ વરસ પહેલાં ૧૦ એપ્રિલ ૨૦૨૧ના દિવસે તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી સાહચર્ય થતું રહ્યું. કોરોના કાળ દરમિયાન સાહચર્ય શિબિર થઈ શકી પણ ત્રીસ વરસની શિબિરના સંસ્મરણોનું પુસ્તક એમણે જહેમત કરીને દીપક દોશી પાસે સંપાદન કરાવી, પ્રસિદ્ધ કર્યું. ગીતા બહેનના મૃત્યુ બાદ પણ મિત્રો મળતા રહ્યા. વરસે ૩૨મી સાહચર્ય શિબિર દમણ ખાતે એપ્રિલની ૧૫થી ત્રણ દિવસ માટે યોજાશે. શિબિરની શરૂઆતથી કવિ કમલ વોરા, નાટ્ય લેખક નૌશિલ મહેતા, નાટ્યકર્મી મનોજ શાહ, ચિત્રકાર-લેખક ગુલામ મોહમ્મદ શેખ, ચિત્રકાર અતુલ ડોડિયા, ચિત્રકાર ભૂપેન ખખ્ખર, સર્જક પ્રબોધ પરીખ, વાર્તાકાર હિમાંશી શેલત, કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, નાટ્યકર્મી મહેન્દ્ર જોશી, અજય સરવૈયા વગેરે વગેરે અનેક નામી સર્જકો જોડાતા ગયા. દરેક વખતે બધા શિબિરમાં જોડાઈ શકે, જે લોકો જાેડાય તેઓ ત્રણ દિવસ કંઈક નવું લખે અથવા અધૂરું લખેલું પુરું કરે કે પોતાના નવા આયોજન કરે. સાથે રહેતાં સતત સાહિત્ય અને કલા વિષયક ચર્ચાઓ, વાંચન અને વાદ વિવાદેય થાય.  ૧૯૮૮માં સાહચર્યનું પહેલું મિલન સંતબાલજીના આશ્રમ ચિંચણીમાં થયું  હતું. પ્રથમ મિલન હતું એટલે બધાને કૂુતૂહુલ અને ઉત્સુકતા હતી કે જુદા ક્ષેત્રના કલાકારો સાથે રહીને સર્જન કરી શકાશે કે પછી બધા મેળાનો ભાગ બનીને રહી જશે? જો કે આજે યાદ કરતાં દરેક જણાં એક સૂરે કહે છે કે સાહચર્યનો આનંદ એવો આવ્યો કે બીજા વરસની આતુરતાપૂર્વક રાહ જોવાતી. એને યાદ કરતાં ગુલામ મોહમ્મદ શેખ કહે છે કેપ્રથમ સાહચર્યમાં સંતબાલજીના આશ્રમની એક ઓરડી બહાર જૂતાં અને અહમ બહાર ઉતારવાનો સંદેશ ભૂપેન ખખ્ખરને દાઢે મોઢે ચડ્યો અને મોડેથી યાદગીરીને અતુલ ડોડિયાએ એક ચિત્ર રૂપે કંડારી હતી. 

શિબિરોમાં જે લખાય તેના પર સૌ પ્રથમ હક્ક ગદ્યપર્વ સામયિકનો રહેતો. સિવાય પણ કૃતિઓ છપાઈ શકતી.  ચિંચણી પછી બોરડી, દીવ, દમણ, સાપુતારા, સેલવાસ માથેરાન, લોનાવાલા નવસારી વગેરે અનેક સ્થળોએ ગેસ્ટ હાઉસ કે પછી રિસોર્ટમાં તેઓ મળતાં રહ્યાં. સાહચર્યમાં ભૂપેન ખખ્ખરને વાડકી, મોજીલા મણિલાલ જેવા નાટકો લખવાની પ્રેરણા મળી. તો કિરીટ દૂધાતનીબાયુ”, બિપિન પટેલનીદશમનઅને ગ્રહણ. કાનજી પટેલનીડહેલુંનાઝીર મન્સૂરીનીભૂથરઅને મોના પાત્રાવાલાની વાર્તાઓએ પણ અહીં આકાર લીધો હતો. ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખના પુસ્તકઘરે જતાંને હાલમાં દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું તેનો પાયો પણ શિબિરોમાં નખાયો હોવાનું તેઓ કબૂલે છે. એમના જાણીતા નિબંધોગોદડી”, “ભાઈ”, “શિયાળુ સવારપણ સાહચર્યમાં આકાર પામ્યા. નૌશિલ મહેતાએ નાટકો ઉપરાંત નવલકથા, વાર્તાઓ લખવાની શરૂઆત પણ અહીંથી કરી. અતુલ ડોડિયાના અનેક ચિત્રોમાં સાહચર્યની કહાણીઓ તો છે પણ ચિત્રકારે રસીલું ગદ્ય લખવાની શરૂઆત  કરી. સાહચર્યમાં દરેક સર્જકોને પોતાના નવા વિચારો રજૂ કરવાનો આનંદ તો મળતો પણ અનેકવાર નવા પ્રયોગો કરવાની પ્રેરણા પણ મળતી. જ્યારે સાહચર્ય મિત્રોને પૂછ્યું કે તમે ત્રણ કે ચાર આખા દિવસ રાત બસ ચર્ચાઓ કરતાં? તો બધાંએ ખડખડાટ હસતાં કહ્યું કે, “હોય કંઈ, ગીતો, કોમેડી- પેરેડી અને પુષ્કળ ઝઘડાઓ પણ થતા . બીજીવાર શિબિરમાં આવવાનું નક્કીએ થાય પણ જેવું શિબિરનું આયોજન શરૂ થાય કે એમાં જવાની તાલાવેલી લાગે.  એક રૂમમાં બે કે ચાર જણાં પણ રહેતા હોય છતાં સર્જનમાં ક્યાંયે ખલેલ પડે. દરેક પોતાની આગવી શૈલીમાં લખવા બેસી જાય. કોઈ ભોંય પર બેસી લખે તો કોઈ ટેબલ પર તો વળી કોઈ ખોળામાં નોટપેડ પર લખે. કોઈ રૂમમાં તો કોઈ લોબીમાં તો કોઈ બહાર ગાર્ડનમાં. 

શિબિરમાં જોડાવાનું જેને આમંત્રણ હોય તે આવી શકે. વિશે સાહિત્ય વર્તુળોમાં ચર્ચા-ટીકાઓ પણ થતી. પણ ગદ્યપર્વના તંત્રી ભરત નાયક અને ગીતા નાયકની કસોટીની એરણે પસાર થઈ શકે એમને આમંત્રણ મળતું. જૂના જોગીઓતો હતા પણ નવા સારા લેખકો મળે તો એમનો પણ સમાવેશ થતો . અજય સરવૈયા જૂથમાં સૌથી નાના. એમનું કહેવું છે કે સંમતિ તો સૌને ગમે પણ શિબિરમાં સર્જનના વાંચન દરમિયાન કડક ટીકાઓ પણ થાય સ્વીકારવાની હિંમત બધામાં હતી. કદાચ શિબિરમાં સૌથી સારી બાબત હતી કે અહીં વૈયક્તિક સ્વતંત્રતાનો આદર  થતો. 

અઘરું છે સાહિત્યક્ષેત્રે  ગાંઠના પૈસા ખર્ચીને ફક્તને ફક્ત માતબર સાહિત્યની પ્રવૃત્તિ સતત છત્રીસ વરસ સુધી કરવી. મિત્રભાવે પણ નબળી કૃતિને સ્વીકારવાની નહીં . સર્જનની ગુણવત્તામાં ક્યારેય કોઈ બાંધછોડ થઈ.  માતબર સર્જન કરી શકનાર દરેકનો અહીં સમાવેશ થતો રહ્યો છે. સંજોગોને કારણે કોઈ આવી શકે આવી શકે તે અલગ વાત છે. ગદ્યપર્વ ૨૦૦૮માં બંધ થયું. ત્યારબાદ વાર્ષિકી સાહચર્યરૂપે પ્રગટ થતું રહ્યું. જો કે એના ઉપર પણ હરફનમૌલા ભરત નાયકે વિરામ મૂક્યું. કહે, દરેકનો આરંભ છે એમ અંત પણ હોય . જેમ કોઈ કાર્ય શરૂ કરતાં આવડે એમ સહજતાથી નીકળી જતાં પણ આવડવું જોઈએ. અન્યો પણ રીતે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય થાય તો સારું. 






You Might Also Like

0 comments