નજર લાગી શકે છે
01:41દુનિયાની દરેક સ્ત્રીને નજર વાગવાનો અનુભવ થતો જ હોય છે. એનું કંઈ થઈ શકે ખરું?
બળાત્કાર
ફક્ત શારીરિક જ નથી થતા પરંતુ, માનસિક રીતે પણ થાય છે. સ્ત્રી પોતાના શરીર સાથે
સહજતાથી નથી ફરી શકતી. કારણ કે અસહજ સ્પર્શોમાં નજરનો ય સ્પર્શ વાગતો હોય છે.
સ્ત્રીએ કેવા કપડાં પહેરવા અને ન પહેરવા તે દરેક બાબત નિર્ભર રહે છે લોકો તેને
કેવી નજરોથી જુએ છે. સ્ત્રીનું શરીર એ માત્રને માત્ર પુરુષના ઉપભોગ માટે જ છે તેવી
માનસિકતા આજે ઊભી કરવામાં આવી છે. જાહેરાત
કે ફિલ્મોમાં શરીરના શરીરનો ઉપયોગ મનોરંજન એટલે કે પુરુષોના મનોરંજન માટે
કરવામાં આવે છે. આ મુદ્દો છેડવાની જરૂર પડી કારણ કે પુરુષોનું માનસિક સંતુલન બગડે
છે સ્ત્રીના ઉશ્કેરણીજનક શરીરને જોઈને એવો આરોપ મૂકાય છે. બગડેલા સંતુલનવાળો પુરુષ
જે હાથમાં આવે તેના પર બળાત્કાર કરે છે.
સ્ત્રીના છાતી તરફ જોઈને વાત કરતા પુરુષો કે
સ્ત્રીના અર્ધનગ્ન ફોટાનો ઉપયોગ કરતી જાહેરાતો જે પુરુષો દ્વારા જ પુરુષો માટે જ
બનાવવામાં આવે છે. સામે લોકો એવી દલીલ કરી શકે છે કે સ્ત્રીઓ જ એવા કામ કરવા
તૈયાર થાય છે. માર્કેટ ઊભી કરવી, માનસિકતા
ઊભી કર્યા બાદ બધો આરોપ સ્ત્રીને માથે ઢોળી દેવાનું પુરુષોને માટે સહજ છે. કેવા
દેખાવું જેથી તે પુરુષને ગમે એવી માનસિકતા ઊભી કરી છે માર્કેટ દ્વારા સ્ત્રીના શરીરને
કોમોડિટી બનાવીને. ફિલ્મો અને જાહેરાતો સિવાય સામાન્ય રીતે સ્ત્રી
જીન્સ પહેરે તો પણ વાંધો હોઈ શકે, સ્ત્રી શોર્ટ સ્કર્ટ પહેરે તો પણ પુરુષને
તકલીફ થઈ શકે. ટી શર્ટ પહેરે અને બ્રા ન પહેરે તો પણ તકલીફ થઈ શકે. ગયા અઠવાડિયે
ન્યુયોર્કની એક હાઈસ્કૂલમાં ભણતી લીઝી માર્ટિન્ઝ નામની છોકરીને શાળામાં બ્રા ન
પહેરી જવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલે સવાલો પૂછ્યા અને તેના સ્તનના નીપલ પર બેન્ડેજ
ચોટવાડવામાં આવી. લીઝી શનિ-રવિની રજામાં સ્વીમિંગ માટે ગઈ હતી ત્યારે એની સ્કિન
બર્ન થઈ હોવાથી બ્રા પહેરવામાં તકલીફ થતી હોવાથી ડાર્ક રગનું ટીશર્ટ પહેર્યું અને
બ્રા ન પહેરી. સ્કૂલના સત્તાવાળાઓએ કહ્યું કે તેણે બ્રા ન પહેરી હોવાથી છોકરાઓનું
ધ્યાન તેની તરફ ખેંચાય છે અને તે યોગ્ય નથી લાગી રહ્યું. 17 વરસની લીઝીને વિચાર
આવ્યો કે મારા શરીર પર તકલીફ હોય તો પણ મારે બ્રા પહેરવાની કારણ કે છોકરાઓને તકલીફ
ન થાય. વળી તેણે કપડાં તો યોગ્ય રીતે શરીર ઢંકાય તેવા જ પહેર્યા હતા તો આવી
માનસિકતા યોગ્ય નથી.
લીઝીએ તેનો વિરોધ કરવાનું નક્કી કર્યું. તેણે
બીજી છોકરીઓને આહવાન કર્યું અને બ્રાકોટ નામે બ્રા નહીં પહેરવાનું અભિયાન ચાલુ
કર્યું. શાળાની બીજી છોકરીઓએ પણ તેને સપોર્ટ કર્યો.બે વરસ પહેલાં પણ કેટલિન જુવિક
નામની યુવતીને સ્કૂલમાં બ્રા ન પહેરી જવા બદલ અપમાનિત કરવામાં આવી હતી તેથી એણે
ઓનલાઈન નો બ્રા નો પ્રોબલેમ કેમ્પેઈન શરૂ કર્યું હતું. ઈન્ટરનેટ પર હજારો સ્ત્રીઓ
ટીશર્ટ નીચે બ્રા ન પહેરીને આ બોયકોટમાં શામેલ થઈ હતી. સ્તનએ મસલ્સ સિવાય બીજું કશું નથી. પણ તે હોય તો પણ તકલીફ અને ન હોય તો પણ
સ્ત્રીને તકલીફ હોય છે. કેટલીય સ્ત્રીઓ ડિપ્રેશનમાં જીવતી હોય છે. મારી એક મિત્રના
લગ્ન બાદ મારી પાસે તેનું હૃદય હળવું કરવા જે વાત કરી તેનાથી આઘાત જ લાગ્યો હતો. એ
મિત્રના પતિએ તેને સ્તન નાના હોવાને લીધે ઉતારી પાડી. રોજ સંભળાવે કે પેલી
સ્ત્રીને જો તને કેમ નથી વગેરે... તો બીજી એક સ્ત્રી કે જેના સ્તન ખૂબ હેવી હતા
તેને પણ તકલીફ હતી સ્ત્રી અને પુરુષો જે રીતે તેને જોઈને મજાક ઉડાવતા. સ્તનએ
સ્ત્રીના શરીરનો એક હિસ્સો છે જે બાળકના પોષણ માટે જરૂરી છે. બ્રા પહેરવી કે ન
પહેરવી તે સ્ત્રીની ઈચ્છાની વાત હોવી જોઈએ.
સદીઓ પહેલાં આપણે ત્યાં સ્તન પર કંચુકી પહેરતા કે
તેને બાંધતા તેને ઢાંકવાનો રિવાજ નહોતો. આદિવાસી સ્ત્રીઓ બ્રા નથી પહેરતી કે
બ્લાઉઝ પણ નથી પહેરતી. સભ્યતાએ કપડાંની શોધ કરી જે શરીરના રક્ષણ માટે જરૂરી છે પણ
સ્ત્રીના કપડાં અંગે કે શરીર અંગેના નિયમો કોણે અને શું કામ બનાવ્યા તે વિચારવું
જોઈએ. માનસિકતા આપણે સ્ત્રીઓએ પણ બદલવી જોઈશે. શારીરિક હલનચલન વખતે મસલ્સમાં
ક્રેમ્પ ન આવે તેથી બ્રા પહેરવી પડે પણ પુરુષોને તકલીફ થાય એટલે પહેરવી પડે તે
યોગ્ય નથી જ. અમુક કપડાં પહેરવા અને ન પહેરવા પર પ્રતિબંધ સ્ત્રીઓ પર મૂકવામાં આવે
કારણ કે પુરુષોને તકલીફ ન થાય. પુરુષોની માનસિકતા બદલવાની વાત પર વિચારણા થવી
જોઈએ. પુરુષોએ સ્ત્રીને નજર વાગે એ રીતે ન જોવું જોઈએ. સ્ત્રીના શરીરને
ફક્તને ફક્ત ઉપભોગના ભાગરૂપે ય ન જોવું
જોઈએ એ પુરુષોને આપણે સ્ત્રીઓએ જ શીખવાડવાનું છે કારણ કે પુરુષને જન્મ પણ આપણે જ
આપીએ છીએ. તેની માનસિકતા ઉછેરવાનું કામ પણ આપણે કરી જ શકીએ છીએ.
માનસિકતા બદલાશે તો જાતીય સતામણી અને બળાત્કારો
આજે જેટલા પ્રમાણમાં થાય છે તેનાથી અનેકગણા ઓછા થઈ શકે છે. નાબૂદ થાય એવું એટલે
નથી કહી શકતી કે માનસિકતા બદલાતા ય હજી કેટલાય વરસો લાગશે. હવે સ્ત્રીઓ પણ પુરુષની
માનસિકતાથી વિચારવા લાગી છે એટલે જ પોતાના શરીરને પુરુષના ઉપભોગ માટે જ જુએ છે.
તેથી જ પાતળા, સેક્સી દેખાવાનો ક્રેઝ બાળકીઓના મગજમાં પણ રોપીએ છીએ.
0 comments