સ્પોર્ટસ આપે એક્સાઈટમેન્ટ

23:05








 પુરુષોને રમતગમત રોમાંચિત કરે છે તો સ્ત્રીઓને સ્પોર્ટસમેન રોમાંચિત કરે છે એવું તારણ કાઢી શકાય. 




દ્રશ્ય – (ઇસવીસન 1983, મુંબઈની ચાલ)રાતના ટીવી પર ચાલતી વર્લ્ડ કપ ફાઈનલ જોતાં કિરીટભાઈ બૂમ પાડીને યોગેશને ગુસ્સામાં કહે છે ખબરદાર તું ઊભો થયો છેતો ...સા...તું ઊભો થાય છે ને.. રન લેવાય છે. યોગેશ દયામણું મોં કરીને પણ એમાં મારો શું વાંક મારે ટોઈલેટ જવું છે. ટીવીના સ્ક્રીન પરથી નજર હઠાવતાં હાથ લાંબો કરીને કહે છે હમણાં કન્ટ્રોલ કર... કે પછી...50 જણા ઊભા સાંકડમુકડ બેસેલા અને ઊભા રહેલા બધા કિરીટભાઈની સાથે હામાં હા મેળવે છે. સ્ત્રીઓ બધી ચા નાસ્તાની તૈયારીમાં લાગી છે. ચાનો દોર તો વચ્ચે ચાલુ છે. પણ ઇન્ડિયા જીતે તો શીરો બનાવવાનો.....
દ્રશ્ય - (2014 ) અંધેરીનું એક પબ જોઇન્ટ. હાથમાં બિયરની બોટલ લઈને રાતના અગિયાર વાગ્યે બ્રાઝિલ વિરુધ્ધ મેક્સિકોની વચ્ચે રમાતી ફુટબોલ મેચ જોઇ રહેલા કેટલાક યુવાનો અને આધેડ વયના પુરુષો દરેક ગોલની શક્યતા સાથે ઉત્તેજીત્ત થઈને  .... અંગ્રેજીમાં ગાળો બોલતાં સ્ટેડિયમમાં બેઠેલાની સાથે અંગ્રેજી ગીતો પણ ગાવા માંડે છે.  
દ્રશ્ય - (૨૦૧૯) રાજકોટમાં સોડા કે પાનનો ગલ્લો પુરુષો માવાનો કે સોડાનો ઓર્ડર આપીને મોબાઈલ પર ટોળે વળેલા છે. લેએઆવડી ગોરી છોકરીડીઓ ગરબા લ્યે છે, આખું ઈંગ્લેડ હાલ બીજું ભારત બની ગ્યું છે. વખતે કપ આપડો છે, લાગી શરતઆપણે તો દરેક ભારતની મેચના દિવસે કામકાજ બંધ હારું ભારત આટલું ફોમમાં હોય ને આપણાથી કામ કેમ થાય? બૂમરો હાલ ફોમમાં નથી એને લેવા જેવો નહોતો….શું ક્યો છો?

આવા દ્રશ્યો તમે અનુભવ્યા હશે અને જોયા હશે. આને કહેવાય બેગાની શાદીમેં......બેગાની શાદીમેં ફરજાના કે કરિશ્મા દિવાની એવું નથી કહેવામાં આવતું. કારણ કે સ્પોર્ટસની વાત આવે એટલે જેન્ડર બાયસ અર્થાત જાતિય ભેદભાવની નીતિ રહેવાની .  ક્રિકેટ હોય કે ફુટબોલ  ફીવર ચાલી રહ્યો  ત્યારે  અબ્દુલાઓની સંખ્યા દિનદુગની રાત ચોગુની વધી રહી છે. અમને સ્ત્રીઓને એમાંથી બાકાત ગણવામાં આવે છે પણ નવાઈ લાગશે કે વિશ્વમાં ફુટબોલની પ્રશંસકોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યાને પાર કરી રહી છે.(૨૦૦૯માં ૪૪. મિલિયન સ્ત્રી પ્રશંસકોએ ફુટબોલ મેચ જોઇ ) શોધ કરી છે ઇએસપીએન સ્પોર્ટસ ચેનલે, ક્રિકેટ બાબતે હજી આવું કોઈ રિસર્ચ થયું હોય તેની જાણ નથી. સ્ત્રીઓ હવે ક્રિકેટ, હોકી અને ફુટબોલ પણ રમે છે  તે છતાંય પુરુષોની દુનિયામાં સ્ત્રીઓને પ્રવેશ નથી હોતો અથવા સ્ત્રીઓના ચંચુપાતને કારણે કદાચ પુરુષનો અહંમ ઘવાતો હોય છે.

ઇએસપીએનની સ્પોર્ટસ જર્નાલિસ્ટ સ્ટેસી પ્રેસમેને પોતાના એક લેખમાં નોંધ્યું છે કે પુરુષોને ગમે ખરું જો સ્ત્રીઓ સ્પોર્ટસમાં રસ લે તો.... પણ તેઓ સહજતાથી બાબતને સ્વીકારી નથી શકતા.સ્ત્રીઓ જો વિરાટ કોહલી કે હાર્દિક પંડ્યા કે જાડેજા ક્યૂટ દેખાય છે એવું કહે કે પછી  મેસ્સી કે રોનાલ્ડોના રમતની વાત કરશે તો કદાચ પુરુષો શાંતિથી સાંભળશે સ્ત્રી દાક્ષિણ્યને કારણે પરંતુ તેની સામે કોઇ દલીલ નહીં કરે.  કે તેમની ટિપ્પણીઓને ગંભરતાથી નહીં લે. કારણ કે તેમને સ્પોર્ટસ જેટલો રસ સુંદરીઓમાં પણ હોય છે. અને તેઓ એમને ખોવા નથી માગતા.  એટલે સેક્સી ચિયર્સ લીડરનું એટલું  મહત્ત્વ હોય છે. પુરુષ ચિયર લીડર જોયા છેજો સ્ત્રી સ્પોર્ટસની વાત કરતી હોય તો તેઓ મનમાં એવું જરૂર વિચારે કે ફુડ અને ફેશનની વાત કરે તો સ્ત્રી વધુ સારી લાગે. એની વેપુરુષોને સ્પોર્ટસ જોવું ગમે અને સ્ત્રીઓને એટલો કંઇ ખાસ રસ પડે. અથવા એમ કહો કે અમે સ્ત્રીઓ એટલી આક્રમક કે ઓતપ્રોત થઇ શકીએ.  આપણે ત્યાં ફુટબોલ કરતાં ક્રિકેટની રમતનું ગાંડપણ પહેલાંથી હતું. એટલે આઇપીએલની મેચોનો આવિષ્કાર થયો. રમત ગમત કરતાં બધી સિરિઝોમાં નાણાંનું મહત્ત્વ વધુ હોય છે કારણ કે પુરુષો દરેક બાબતને બિઝનેસ સાથે જોડી દેવામાં માહેર હોય છે. જો કે નીતા અંબાણી ક્રિકેટની ટીમને મેનેજ કરે છે પણ જો મુકેશ અંબાણીનું બેકઅપ હોત તો તેમને કોઈ પોતાની ટીમને મેનેજ કરવાનો ચાન્સ આપત ખરો?  સ્પોર્ટસની રમતમાં ઊભી થતી એક્સાઈટમેન્ટ જેમ વધુ તેમ એમાં નાણાં વધુ રેડાતાં હોય છે. ફુટબોલ મેચમાં ક્રિકેટ કરતાં વધુ પૈસાનો વ્યાપાર થતો હોય છે. જો કે આઈપીએલની પ્રેરણા પણ ફુટબોલની લીગ મેચોમાંથી લેવામાં આવી છે. અને તેના ફાયનાન્સિઅલ ઘોટાળાઓ હજી ઉકેલાયા નથી.  
અગેઇન હિંસક કે એક્સાઈટમેન્ટ લાવી શકે તેવા સ્પોર્ટસ ગમવા પાછળ પુરુષોના ટેસ્ટેટોરોન હોર્મોન જવાબદાર છે. પુરુષોમાં સ્ત્રીઓ કરતાં આક્રમકતા વધુ હોય છે. એટલે પણ તેમને આક્રમક રમતગમતો જોવી વધુ ગમે છે. આક્રમકતા તેમના પુરુષત્વનું પ્રતિક હોવાને કારણે સ્ત્રીઓને પણ એવા પુરુષો પ્રત્યે આકર્ષણ વધુ થતું હોય છે. એટલે પણ ફુટબોલર કે ક્રિકેટરની પ્રસંશકોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોઇ શકે. પણ સ્પોર્ટસ જોવામાં અને તેના માટે ફના થઈ જવાની તમન્ના રાખનારા પુરુષોની સંખ્યા વધુ હોય છે. સ્પોર્ટસ પ્રત્યેનું પુરુષોનું વલણ સદીઓ જુનું છે. રોમમાં સ્ટેડિયમના અવશેષો છે. પહેલાં હિંસક પશુઓની સામે પુરુષો બાથ ભીડતાં કે બે પુરુષો એકબીજા સામે તલવારથી કે કુસ્તીથી લડતાં અને તેને જોવા માટે રાજા અને પ્રજા જુસ્સાથી ભેગી થતી.
  જુસ્સો તમને ફુટબોલ, ક્રિકેટના મેદાનમાં જોવા મળતું હોય છે. ક્યારેય મેદાનમાં જઇને રમત રમી હોય તેવા પુરુષો પણ એટલી ઉત્સુકતાથી મેચ જોતી વખતે ઓતપ્રોત થઈ જતા હોય છે. પોતાની માની લીધેલી ટીમ સાથે. તેઓ મેચ જોતી વખતે એટલા આક્રમક થઈ જતાં હોય છે કે જો  તેમને તક મળે તો સામેની ટીમને હરાવી દે. એવું થતું નથી અલગ વાત છે પણ તમે જોયું હશે કે કદાચ તમે પોતે પણ એવું ક્યારેક કર્યું હશે કે તમે જે ટીમને સપોર્ટ કરતાં હો તે જીતી જાય તો તમારો જુસ્સો બે દિવસ સુધી આસમાને હોય છે. અને જો તમારો મિત્ર કે સાથી કર્મચારી સામેની હારેલી ટીમને સપોર્ટ કરતો હશે તો તેને એકાદ બે ટોન્ટ મારવાનું નહીં ચુકો. બધી પૌરૂષિય હાર્મોનની કમાલ હોય છે. જો તમારી ટીમ જીતી હશે તો જાણે તમે જીત્યા હો તેટલો આનંદ અને કામ કરવાનો જુસ્સો વધી જતો હોય છે. અને જો તમારી ટીમ હારી હશે તો મૂડ ખરાબ થઈ જવાની શક્યતા હોય છે. પત્નિ, બાળકો કે મિત્ર સાથે બાખડી પણ પડો. પોતાની ટીમ અને સામેની ટીમની ટીકાઓ કરીને તમારા મૂડને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કરશો.
પુરુષો સ્પોર્ટસ શું કામ જુએ છે અને કેમ આટલા ઓતપ્રોત થાય છે તે અંગે સંશોધનો થયા છે. આઇન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસીન, ન્યુયોર્કના પ્રોફેસર લ્યુસી બ્રાઉન ન્યરોસાયન્સ અને ન્યુરોલોજી વિષયના નિષ્ણાંત છે. તેમના કહેવા પ્રમાણે પુરુષોના મગજમાં પ્રાણીઓમાં હોય છે તે હાયપોથેલેમસ નામનું હોર્મોન હોય છે. જે આક્રમક વલણ માટે જવાબદાર હોય છે. તેને કારણે સામી વ્યક્તિને મારી નાખવા જેવો ભાવ આવતો હોય છે. જો આક્રમકતા હોય તો હરિફાઈ કે સ્પોર્ટસનું અસ્તિત્વ હોય. સામી વ્યક્તિને હરાવી દેવા માટે જીવ પર આવીને રમવું. આક્રમકતા એટલી હદે વધી જતી હોય છે કે તેઓ પ્રતિસ્પર્ધીને ગાળો આપી બેસે કે મારી બેસતાં હોય છે. રમત જોતાં પુરુષો આક્રમકતા જોતી સમયે પણ અનુભવતાં હોય છે. પૌરુષિય આનંદને કારણે પુરુષોમાં રમતો જોવાનો ક્રેઝ (ગાંડપણ) હોય છે. કેટલાક પુરુષોમાં તો ગાંડપણ એટલી હદે હોય છે કે પોતાને ગમતાં ખેલાડીની કે ટીમની દરેક મેચ કોઇપણ ભઓગે જોવી એવો વણલખ્યો નિયમ હોય છે. પોતાની ટીમના દરેક આંકડા તેમને હ્રદય અને મન પર કોતરાઈ ગયા હોય છે. તેમની ટીમ હારે કે જીતે તેની સાથે તેઓ પાર્ટી કે જીવનનું આયોજન કરે. ક્રિકેટ અને ફુટબોલ ફીવરના ફેન તો પોતાની ટીમનો લોગો  કે ગમતાં ખેલાડીનો ફોટો પોતાના શરીર પર ટેટુ રૂપે ચિતરાવશે. આખા શરીર અને મોં પર ટેટુ ચિતરેલા પુરુષો માટે મેગેઝિનો અને ચેનલો સ્ટોરી કરતાં હોય છે.
મેચ ચાલતી હોય તે સમયે જે રીતે તેઓ કોમેન્ટ્રી આપે તે જોતાં લાગે કે પેલા ખેલાડીને બદલે મહાશયે મેદાન પર હોવું જોઇએ. પણ મેચ જોતાં જોતાં બિયર, ચા,કોફી કે નાસ્તાઓ જે ઝાપટ્યા હોય તેને કારણે ફુટબોલ જેવા પેટ સાથે પુરુષ બે દાદરા ચઢતાં હાંફવા લાગે.ટુંકમાં પુરુષનું ટેસ્ટેટરોન લેવલ સ્પોર્ટસને કારણે પૌરુષત્વના અનુભૂતિઓમાં હિલ્લોળા લેવા માંડે છે. રમતની રોમાંચકતા પણ  દરેક પુરુષને ઓર્ગેઝમ જેટલું સુખ આપતી હોવાથી મેચ ચાલતી હોય ત્યારે સ્ત્રી રૂમમાં હોય તો તેમનું ધ્યાન વહેંચાતું નથી. માનસને બદલવું એકવીસમી સદીમાં પણ શક્ય નથી. ખેલાડીઓને પણ વર્લ્ડકપ વખતે સ્ત્રીસુખથી પરહેજ પાળવાનું હોવા છતાં કોઇ ખેલાડી એમ નથી કહેતાં કે શરતે અમે નહીં રમીએ. કારણ કે તેમને ખબર છે કે રમત છે અને તેનો ચોક્કસ સમય હોય છે.   



You Might Also Like

0 comments