પાણી બચાવોનો પોકાર સંભળાય છે તમને?

23:18











પાંચ વરસ પછી પાણીનું યુદ્ધ ફાટી નીકળે તો નવાઈ નહીં !




ઉનાળાનો આકરો તાપ શરુ થતાં પાણીનો પોકાર ઊઠવા લાગે. નદીનાળા અને કૂવા સુક્કા થતાં આંખોમાંથી પાણી વરસવાનું શરુ થાય. યાદ છે કેટલાય વરસો સુધી રાજકોટમાં પાણીનું રેશનિંગ થતું હતું અને આજે પણ ઉનાળામાં પાણીકાપનો સતત ફફડાટ કેટલાક વિસ્તારોમાં અનુભવાતો હોય છે. 
રીતે દર વરસે મહારાષ્ટ્રમાં અને ભારતના બીજા અનેક વિસ્તારોમાં આકરો દુકાળ પશુપક્ષી અને માનવોને કનડી રહ્યો છે. જ્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે નહીંતો આપણે પાણીના બગાડ સામે જોતાંય નથી. ક્યાંક લોકો પીવાના પાણીના એક ગ્લાસ માટે તરસતા હોય છે તો વળી ક્યાંક સ્વીમિગપુલ અને જાકુઝીમાં તેનો વેડફાટ થાય છે. આમ તો પૃથ્વી પર ૭૦ ટકા પાણી છે પણ તેમાંથી મોટાભાગનું  સમુદ્રનું ખારું પાણી છે. ફક્ત . ટકા પાણી ઉપયોગ માટે મળે છે તેમાંથી ટકો પાણી સહેલાઈથી મળી શકે તેમ છે બાકી તો ગ્લેસિયર અને બરફ રુપે અકબંધ છે. તે એક ટકામાંથી .૦૦૭ ટકા પાણી   દુનિયાના અબજો  લોકોને માટે પીવા લાયક છે. દુનિયાભરમાં માણસો પાણીનો ઉપયોગ યોગ્ય સમુતલાપૂર્વક કરતાં નથી. યુનાઈટેડ નેશનના કહેવા મુજબ દુનિયાની વસ્તીમાં પાણીનો વપરાશ અનેક ગણો વધી રહ્યો હોવાથી ૨૦૨૫ની સાલ સુધીમાં પાણીની તંગી ઘણી તીવ્ર બનશે. પાણી માટે યુધ્ધ થાય તો કંઈ કહેવાય નહીં.
 દુકાળની પરિસ્થિતિ થતાં આપણે સરકારને દોષ આપીએ.. સરકાર પાસે ધા નાખીએ. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે પાણી પહેલાં પાળ બાંધે છે. આપણે તેમને પાણીયોધ્ધાઓનું નામ આપી શકીએ. સેન્ડ્રા પોસ્ટલ ગ્લોબલ વોટર પોલિસી પ્રોજેક્ટ પર છેલ્લા પચ્ચીસ વરસથી કામ કરી રહ્યા છે. તેમણે વિશ્વસ્તરે પાણીની કેવી તંગી ઊભી થશે અને તે માટે વ્યવહારુ સુચનો વિશે સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. તેમણે વિષયે પુસ્તકો પણ લખ્યા છે. ભારતમાં  સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના સ્થાપક અનિલ અગ્રવાલે લોકોને પાણી માટે સ્વયંભૂ મહેનત કરીને તેની તંગીને પહોંચી વળવાની પ્રેરણા આપી. આજે ગુગલ ઉપર જલ સ્વરાજ નામે વેબસાઈટ ધ્વારા રેઇન હાર્વેસ્ટ શું કામ અને કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપણને મળે છે. સાથે રેઇન હાર્વેસ્ટિંગ કરતાં લોકોનો ડેટાબેઝ નામ, એડ્રેસ અને ટેલિફોન નંબર પણ વેબસાઈટ ઉપરથી મળી રહે છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં લગભગ દર વરસે પાણીની તંગી અનુભવાતી હતી. તેમાંથી કેટલાક લોકોએ આગેવાની લઈને પોતાનું ગામ નહીં આસપાસના બીજા લોકોને પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રયત્નો કરવા પ્રેરણારુપ બન્યા છે. તેમાંથી હરદેવસિંહ જાડેજા(રાજ સમઢિયાળા ગામ) ,મનસુખભાઈ સુવાગિયા સરકારી અધિકારી પણ તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકોની મદદથી સસ્તા દરે ચેક ડેમ બાંધવાની ગામવાળાઓને પ્રેરણા આપી ધરતીમાં પાણીનું પ્રમાણ વધાર્યું.સૌરાષ્ટ્ર ભરમાં ૧૦૦થી વધુ ગામોમાં તેમણે ગામલોકની મદદથી ચેકડેમ અને તળાવો ધ્વારા વરસાદના પાણીને સંગ્રહ કરવાની પ્રેરણા આપી. ભાયાવદર ગામના પ્રેમજીભાઈ પટેલે જમીનનું ધોવાણ અટકાવવા ગામને વૃક્ષો વાવવાની અને પારંપારિક ચેક ડેમ બાંધવા પ્રેરિત કર્યા. ધોરાજી ગામના શામજીભાઈ જાદવજી ભાઈ અંતાલાનું નામ સૌરાષ્ટ્ર પંથકમાં ગૌરવપૂર્વક લેવાય છે. તેમણે વરસો સુધી લોકોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કૂવા રિચાર્જ કરવાની સાદી સીધી ટેકનિક ધ્વારા હરિયાળી ક્રાંતિની પ્રેરણા આપી છે. તેઓ રેઇન મેકરના નામે પણ પ્રસિધ્ધ છે.
મન હોય તો માળવે જવાય કહેવત આપણે ત્યાં જાણીતી છે. ફક્ત ગુજરાતમાં નહી... ભારતભરમાં અનેક લોકોએ પાણી માટે પોતાને પડતી અગવડોમાંથી માર્ગ કાઢ્યો છે. તેને માટે પૈસા,શિક્ષણ કે સરકારની મદદની જરુર નથી તેવું પુરવાર કર્યું છે.  રાજસ્થાનના રાજેન્દ્રસિંઘ તો વોટર મેન તરીકે દુનિયાભરમાં જાણીતા છે. તેમણે પાણી બચાવની પરંપરિત ટેકનિકને ફરી જીવંત કરી. તરુણ ભારત સંઘના નામે તેમની સંસ્થાએ કેટલાય કૂવાઓ અને તળાવતો ભર્યા છે પણ વરસોથી સૂકી થઈ ગયેલી નદીઓને પણ ફરી વહેતી કરી છે. જો કે તે માટે વિસ્તારની દરેક વ્યક્તિઓએ પ્રયત્નો કરવા પડે. નદીઓમાં પમ્પ નાખીને ખેતરોમાં પાણી સિંચવાનું હોય, ઢોરને નદીઓમાં છૂટા મૂકી દેવાના હોય. રાજેન્દ્રસિંઘએ યુવાનોનો સાથ લઈને કામ કરવાનું શરૂ કર્યું હતું અને પછીતો સરકારની  મદદ પણ જરૂર પડે ત્યારે લીધી હતી. દરેક ગામના કૂવા, તળાવ અને નદીઓ જો સ્વચ્છ રાખવામાં આવે, રિચાર્જ કરવામાં આવે તો ગામોમાં ઉનાળો પણ આકરો રહે. રાજેન્દ્રસિંઘને નોબલ કક્ષાનું સ્ટોકહોમ વોટર પ્રાઈઝ મળ્યું છે તેની જાણ તામિલનાડુના અદિગથુર ગામની સુમથીએ સાંભળી હતી. ચેન્નાઈની નજીક આવેલા અદિગથુર ગામની સરપંચ સુમથીએ જોયું તો પાણીની સમસ્યાને કારણે ગામ છોડીને લોકો જઈ રહ્યા હતા. તેણે નક્કી કર્યું કે ગામ છોડીને ગયેલા લોકોને પરત લાવવા અને વધુ લોકો જાય તે માટે પાણીની સમસ્યાનો નિવેડો લાવવો પડશે. સુમથીને હિન્દી કે અંગ્રેજી આવડતું હોવા છતાં ગામના કેટલાક માણસો સાથે રાજસ્થાન રાજેન્દ્રસિંઘ પાસે પહોંચી પાણીની તંગીનો નિકાલ લાવવા. દસેક દિવસ ત્યાં રહીને ગામ પાછા આવ્યા પણ પાણીને જાળવવું એટલું  સહેલું  નહોતું. વળી રાજસ્થાન અને તામિલનાડુમાં અનેક તફાવત હતા. છેવટે સુમથીએ ગામના લોકોની મદદથી પરંપરિત રીતે ગામના કૂવા અને તળાવને ખોદવાનું શરૂ કર્યું. એમ કરતાં પાણી જમીનમાં પચવા લાગ્યું અને કૂવા, તળાવ ભરેલા રહેવા લાગ્યા. સાથે ૨૦૦થી વધુ વૃક્ષો પણ રોપ્યા. પણ રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પ્રકાર છે જે સદીઓથી ભારતમાં હતો પણ આપણે તેને વિસારે પાડી દીધો છે. હજી પણ સૌરાષ્ટ્રના અને અમદાવાદના જૂના મકાનો જોશો તો તેમાં ઘરની નીચે મોટો ટાંકો હશે. જેમાં વરસાદનું પાણી સંગ્રહવામાં આવતું હતું. પાણી આખા ઘરને ઉનાળામાં ઉપયોગી થતું. આજે મકાનો ઊંચા બની રહ્યા છે પણ નીચે ટાંકા બનતા નથી કે તો કૂવો ગાળવામાં આવે છે.    
કર્ણાટકના મેંગ્લોર શહેરથી 32 કિલોમીટર દૂર આવેલા કેપુલાકોડી ગામ ડુંગરાઓ પર વસ્યું છે. ચોમાસામાં ડુંગરાનો લપસણો ઢાળ ઊતરીને લોકોએ પાણી ભરવા નીચે ઊતરવું પડતું જે જોખમી હતું. તેવામાં જાનકી નામની 40 વરસની અભણ ચાર બાળકોની ગરીબ માતાએ રસ્તો કાઢ્યો. બાંબુને સાડીથી બાંધીને તેને ગરણી જેવો આકાર આપીને વરસાદના પાણીને તે ઘરના ખાડામાં ભરી લેતી. પંદર મિનિટ પડતાં વરસાદમાંથી પણ તેને એક દિવસ માટે ઘર માટે જરુરી પાણી મળી રહેતું. તેનું જોઇને વિસ્તારના અન્ય લોકોએ પણ ટેકનિક અજમાવી રેઇન હાર્વેસ્ટિંગ કરવાનું શરુ કર્યું. ગ્લોબલ વાર્મિંગ અને વધતી વસ્તી સાથે પાણીની  સમસ્યા સતત વધવાની છે. પાણી જીવન માટે હવા જેટલું જરુરી હોવા છતાં તેને વિશે ગંભીરતાથી દરેક વ્યક્તિએ વિચારવાની જરુર છે. પ્રેરણા જોઇતી હોય તો  આપણી આસપાસ શોધીશું તો અનેક લોકો મળી આવશે. અને નહીં તો છેવટે ગુગલ તો છે જોઇતી માહિતી સુધી પહોંચાડવા માટે.બીજું કંઇ નહીં તો આપણે રોજના વપરાશમાં પાણીનો બગાડ કરવાનું ઓછું કરીએ તો પણ ઘણું. 

You Might Also Like

0 comments