ખોટું કે ખરું એ માનસિકતા પોકળ હોઈ શકે

14:53










 ગુનેગારના પ્રેમમાં પડવાની વાતને સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે, ડિજિટલની દુનિયા આપણને સ્ટોકહોમ સિન્ડ્રોમ આપી શકે છે. 




સોશિયલ મીડિયા પર કલાકો સુધી ચીટકી રહેતા લોકોને બીન્જ કહી શકાય. બીન્જ એટલે કે એવી એક્ટિવિટી જેમાં તમે સમયનું પ્રમાણભાન રહે. ખૂબ પીવું કે ખૂબ ખાવું. અકરાંતિયાની જેમ ટેલિવિઝન પર કે કોમ્પ્યુટર કે પછી મોબાઈલ પર ચીટકી રહેવા માટે હવે એક વધુ પ્લેટફોર્મ મળ્યું છે. ઈન્ટરનેટ ચેનલો. ચેનલોએ આપણી ટેલિવિઝન ચેનલોથી જુદું પડવા માટે નવા રસ્તાઓ શોધ્યા. એવી સામગ્રી પીરસવી કે લોકો તેના બંધાણી થઈ જાય અને અકરાંતિયા બની જાય. સેકરેડ ગેમ્સ લોકોએ અકરાંતિયાની જેમ એકી બેઠકે જોઈ. સેકરેડ ગેમ્સ આપણે ત્યાં આવી ત્યારે ગણેશ ગાયતોંડેનું પાત્ર ભજવતો નવાઝઉદ્દીન સિદ્દીકીના પાત્રને આપણે ધિક્કારી શક્યા પણ તેના પ્રેમમાં પડી શક્યા નથી. ક્યાંક પણ લાગે કે નવાઝુદ્દીન પાત્રમાં પોતાને  ઓગાળી શક્યો નથી કે પાત્રની લાગણીમાં તણાઈએ એવું લેખકના મનમાં સ્પષ્ટ હોય. ચાર્લ્સ શોભરાજની એવી વાતો છે કે અનેક સ્ત્રીઓ તેના પ્રેમમાં પડતી હતી. જો કે દરેક વિલન માટે આપણને લાગણી નથી થતી જેમ કે  શોલેનો ગબ્બર સિંઘ પ્રસિદ્ધ થયો પણ લોકોને તેના માટે લાગણી નહોતી થઈ.  હાલમાં નેટફ્લિક્સ પર લોકોમાં પ્રિય થઈ રહેલી મની હેઈસ્ટ ધારાવાહિક આપણને બીન્જ કરવા મજબૂર તો કરે છે પણ આપણે સ્ટોકહોમ સિન્ડ્રોમ આપે છે.  ૧૯૭૩ની સાલમાં સ્ટોકહોમ શહેરમાં એક બેન્કમાં ચોરી કરવા આવેલા ગુનેગારોએ કેટલાક લોકોને બંદી બનાવીને તાબામાં રાખેલા. એમાંથી કેટલાકને ગુનેગાર પ્રત્યે લાગણી થઈ હતી. સમજવું અઘરું લાગે પણ કેટલીક નવલકથાઓમાં, ફિલ્મોમાં કે ધારાવાહિકમાં વિલનને હીરો તરીકે વર્ણવવામાં આવે છે. 
સ્પેનની લોકપ્રિય થઈ રહેલી ધારાવાહીકમાં પણ ગુનેગારોના પાત્રો રીતે ઘડવામાં આવ્યા છે કે આપણને પોલીસ કરતાં ગુનેગારો તરફ સહાનુભૂતિ નહીં લાગણી પણ થાય. ધારાવાહિક સારાનરસાના આપણા પર્સેપ્શનને તોડી નાખે છે. ધારાવાહિકમાં  એક ડાયલોગ છે કે આપણે દરેક વ્યક્તિઓ ક્યારેક તો કોઈને કોઈ રીતે હોસ્ટેજ બનીએ છીએ,  જ્યારે ઘટનાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે કશું જુદું વિચારી શકીએ છીએ. ધારાવાહિક જોવાનું શરૂ કરો ત્યારે ખ્યાલ આવે પણ તેને એવી રીતે લખવામાં આવી છે અને રીતે ફિલ્માવવામાં આવી છે કે આપણી સાયકોલોજીનો પણ તેઓ ઉપયોગ કરી જાય છે. એક તો તમે એને ટુકડે ટુકડે નહીં પણ એકી બેઠકે જોવા મજબૂર બનો એવી પકડ ધરાવે છે.  જેમને  રચનાત્મક લખવા કે વાંચવાનો શોખ હોય તેમણે શાંતિથી ધારાવાહિક જોવી રહી. બીજું કે તમે પણ એના હોસ્ટેજ બની જશો. ધારાવાહિક પૂરી થયા બાદ પણ તમે સહજતાથી તેના માહોલમાંથી બહાર નહીં આવી શકો. ત્રીજું તમે મુખ્ય પાત્ર પ્રોફેસરના પ્રેમમાં પડી જશો. સ્પેનિસ ધારાવાહિક આમ જોઈએ તો ચોરી કરનારા ચોરની વાત છે.  બીજી રીતે જોઈએ તો સત્તાની સામે બળવાની વાત છે. મૂડીવાદ વિરુદ્ધનો બળવો છે. પહેલાં કહ્યું તેમ આખી વાર્તા સાયકોલોજીકલ અભ્યાસ કરીને ખૂબ ઝીણવટપૂર્વક બનાવી છે. ક્યારેક એવું પણ થાય કે કેમ વાર્તા લંબાવે છે કે કેમ એક છેડો પૂરો કર્યા  વિના બીજી ઘટના પર જમ્પ મારે છે. પણ સવાલો તમને પજવે, ચીડ ઉપજાવે તે માટે રીતે ફિલ્માવાયા હોય છે. જેથી વાર્તામાં તમે ઓતપ્રોત થાઓ. નહીં તો તમને ખબર પડી જાય કે આગળ શું થવાનું છે. તમારું ધ્યાન પણ એક રહસ્યની કડી સૂલઝાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં બીજી ઘટનામાં તમને ખેંચી જાય. વર્તમાન અને ભૂતકાળને રીતે વણી લેવાયા છે જે રીતે આપણે પણ સતત ભૂતકાળ અને વર્તમાનમાં ઝોલા ખાતા હોઈએ છીએ. આખીય ધારાવાહિકમાં ઘટના એક છે. સ્પેનની રૂપિયા છાપતી ફેકટરીમાં ચોરોની ટોળકી થોડી વ્યક્તિઓને બાનમાં રાખીને કબજો જમાવે છે. થોડા કલાક કે એકાદ બે દિવસ માટે નહીં પણ દસ કે અગિયાર દિવસ માટે. તેમને ચોરી કરવામાં રસ નથી. તેમને યુરો છાપીને લઈ જવા છે. એવા પૈસા ચોરી કરવા છે જે કોઈના નથી. વળી તેઓ ખૂબ સાલસ સ્વભાવના છે. ખૂનામરકીમાં માનતા નથી. માનવીય સંવેદનશીલતા તેમનામાં છે. સાથે દરેક ચોરના સ્વભાવની પોતાની લાક્ષણિકતા છે તો તેમનો પણ ભૂતકાળ છે. ભવિષ્ય તેઓ સુધારવા માગે છે, તમારી-મારી અને પેલા બાનમાં લીધેલા દરેક વ્યક્તિની જેમ. 
તેમનો જે લીડર છે તે ફેકટરીમાં નથી પણ બહાર છે. એટલો શાર્પ અને સ્પષ્ટ છે કે તેના પ્લાનમાં સહેજ પણ કચાશ રહી જાય તે સાખી નથી શકતો પણ ક્યારેક ભૂલ થાય તો શાંત ચિત્તે તેમાંથી રસ્તો કાઢે છે. કોઈપણ વિપરિત સંજોગો કે પરિસ્થિતિ માટે તે તૈયાર હોય છે તે છતાં પ્લાન બહાર બનતી ઘટના પર તેનો કોઈ કાબૂ નથી હોતો. ઘટના તે સ્વીકારે છે પણ તેની કસોટી તો થાય છે. પાત્રનું વ્યક્તિત્વ એવું બનાવ્યું છે કે આપણને ઘણીય વાર થાય કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ શાંતિથી કેવી રીતે વિચારી શકે છે. ચોરી કરવા આવનાર ગેંગના નામ શહેરોના નામ પરથી છે.  શહેરોની લાક્ષણિકતા વ્યક્તિમાં તમને દેખાય. દરેક વ્યક્તિ સબળી પણ છે તો નબળી છે. ધારાવાહિક વિશે એટલે લખવું છે કે તે આપણને માનસિકતા સમજવામાં ઉપયોગી બની શકે છે. તમને વિચારવા મજબૂર કરે કે પાત્ર જે વર્તે છે તેવું તો આપણે પણ વર્તીએ છીએ, પણ આપણું રિએકશન જુદું હોય છે. 
તેમની નબળાઈને લીધે આખી ગેંગ મુશ્કેલીમાં મુકાય તે છતાં તેને અપમાનિત કરવી અને એકવાર વ્યક્તિનો સ્વીકાર કર્યો એટલે તેના સારાનરસા દરેક પાસાં સાથે નિભાવવાની. દરેક  મુશ્કેલ પ્રસંગે  તેમાંથી રસ્તો કાઢતી વખતે સ્વાર્થને બાજુ પર મૂકીને મિત્રની મદદે ઊભા રહેવા માટે કોઈપણ જોખમ ઊઠાવવાની તૈયારી રાખવી. બુદ્ધિથી વિચારવાનું પણ મિત્રો અને સ્વજન સાથે હૃદયનો નાતો રાખવો. અન્યાય સામે લડી લેવું પણ કોઈ નિર્દોષને શક્ય તેટલા સાચવી લેવા. ક્યારેક એવું લાગે કે કોઈને બાનમાં રાખવા તે ખોટું કામ છે, પણ તેના એક પાત્રના કહેવા પ્રમાણે આપણે સૌ કોઈને કોઈના બાનમાં હોઈએ છીએ. આપણી સ્વતંત્રતા મૃગજળ જેવી હોય છે. શિક્ષણ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, રાજકારણની વ્યવસ્થા વગેરે  આપણને બાનમાં રાખે છે અને તેમની ઈચ્છા પ્રમાણે વર્તવાનું હોય છે.  આપણે મોટેભાગે જે વર્તીએ છીએ તે એન્કજાયટીમાં હાયપર થઈને વર્તીએ છીએ. ધારાવાહિક આપણા વર્તનનો આયનો દેખાડે છે જો જોવા માગીએ તોસ્પષ્ટતાથી દર્શાવવામાં આવ્યું છે કે હાયપર થઈને સ્વાર્થ મિશ્રિત આપણે વર્તીએ ત્યારે આપણું નહીં બીજાનું પણ નુકસાન કરી બેસીએ છીએ. સત્તા અને સ્વાર્થના પાયા પર ચાલતા સમાજનો ચહેરો આપણને દેખાય છે. ધારાવાહિક કલા અને વિચારને પણ એમાં જોડે છે. પેઈન્ટર ડાલીના એક ચિત્રનું મુખવટામાં ઉપયોગ થાય છે. એનો અર્થ છે કોઈ બાબતની  નારાજગી અને રોષ પ્રગટ કરવાનું પ્રતિક છે. આપણો પહેરવેશ અને ઓઢેલા મુખવટાનો અર્થ આપણી સમક્ષ મૂકી આપે છે. ફક્ત ચોર-પોલીસની વાર્તા નથી પણ આપણા સ્વભાવ અને માનસિકતાની ધારાવાહિક છે. રચનાત્મક છતાં વિચાર માગી લે એવી ધારાવાહિક લોકોને કદાચ એટલે જકડી રાખે છે કારણ કે તેમાં આપણે તેમાં સહભાગી બનીએ છીએ. દરેક પાત્ર સાથે આપણે સંકળાઈ શકીએ છીએ કારણ કે તેમનું વર્તન આપણા માટે અજાણ્યું નથી. સત્તા અને સમાજની સામે બળવો પોકારવાની વાત જુદા અંદાજમાં આપણી સમક્ષ મૂકાય છે. સ્પેનિસ ભાષામાં ફિલ્માવવામાં આવેલી ધારાવાહિક અંગ્રેજી સબટાઈટલ સાથે અંગ્રેજીમાં પણ ડબ થયેલી છે. 

You Might Also Like

0 comments