સામૂહિક બળાત્કારએ પૌરુષિય માનસિકતા

22:49






Image result for gangrape






માનો કે માનો પણ મોટાભાગના પુરુષો બળાત્કારને ખરાબ માનતા નથી


હૈદરાબાદમાં  ડૉ પ્રિયંકા પર સામૂહિક બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખીને સળગાવી દેવાનું હીન કૃત્ય બાદ ભારતભરમાંથી આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.  પણ દિવસે રાંચી, કાંચીપુરમ, નયવેલી તામિલનાડુ, વડોદરા, ચંદીગઢમાં પણ સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની હતી. પરંતુ, મીડિયામાં ડૉ પ્રિયંકાની ઘટનાને વધુ હાઈલાઈટ કરવામાં આવતી હોવાથી આપણને એટલી માહિતી મળે છે.  રોજ અનેક સ્ત્રીઓ પર બળાત્કાર થતા હોય છે પણ દરેક કિસ્સાઓને મહત્ત્વ મળતું નથી.  બળાત્કારીઓને ફાંસી આપવાની માગણીઓ ફરી જોરશોરથી વ્યક્ત થઈ રહી છે પણ પ્રશ્નનો ઉકેલ લાવી શકાય છે ખરો ? સવાલ કરવાની જરૂર છે. ૧૯૯૨ની સાલમાં ભંવરીદેવી પર થયેલા બળાત્કારના આરોપીઓને આજે ૨૭ વરસ પછી પણ સજા મળી શકી નથી. ભંવરીદેવીને આજ સુધી ખરા અર્થમાં ન્યાય મળી શક્યો નથી. તે આરોપીઓને આપણો કાયદો સજા કરી નથી શક્યો. ભંવરીદેવીના કેસ પરથી વિશાખા ગાઈડલાઈન્સ જાતીય સતામણી સંદર્ભે મહિલાઓની તરફેણમાં નિયમો ઘડાયા.  જો કે ત્યારબાદ પણ અનેક સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર થતા રહ્યા છે. 
૨૦૧૨માં જે સમયે નિર્ભયા ગેંગરેપ થયો હતો અને તેનો જે રીતે સમાજમાં વિરોધ અને આક્રોશ જોવા મળ્યો હતો લાગ્યું હતું કે હવે બળાત્કાર કરતાં પહેલાં પુરુષો સો વાર વિચાર કરશે. પણ ના એવું નથી બનતું, કારણ કે મર્દાનગીનો અજગર પુરુષને છોડતો નથી. તેમાં સ્ત્રીઓનો પણ વાંક છે કે તેઓ આવી માનસિકતાને પોષે પણ છે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે નામનું પુસ્તક જેની સાત કરોડ કરતાં પણ વધુ નકલો વેચાય ચૂકી છે અને જેના પરથી ફિલ્મ પણ બની ચૂકી છે તેને એક સ્ત્રી એરિકા મિશેલે (૨૦૧૧) લખ્યું છે. પુસ્તકમાં સાહિત્યિક દૃષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવું કશું નથી. તે એક સોફ્ટ પોર્ન એટલે કે સેક્સુઅલ સ્ટિમ્યુલેશન કરાવતું પુસ્તક છે. તેમાં ધનાઢ્ય, સો કોલ્ડ મર્દનો હોય તેવો શરીરનો બાંધો અને માનસિકતા પણ એવી ધરાવતો પુરુષ જે સ્ત્રી પર તેની મરજીથી પણ હિંસક કહી શકાય એવો સેક્સ ઈચ્છે છે. સ્ત્રી પ્રેમના નામે ભોગવવા તૈયાર હોય છે. સ્ત્રીને તે ગુલામ બનાવીને માણવા માગે તેવી માનસિકતાની રંગોળીઓ પૂરી છે પુસ્તકમાં અને તેમાં લોકોને રસ પડ્યો એટલે અઢળક વેચાયું. સ્ત્રીને આવો પુરુષ ગમે છે એવું સાબિત કરવા માટે પુસ્તક નહીં, મિલ્સ એન્ડ બુન જેવું સાહિત્ય લખાય છે, જે અંગ્રેજીમાં નહીં અન્ય ભાષાઓમાં પણ લખાય છે. અને હવે તો તેવી ફિલ્મો પણ બને છે. બધું પુરુષના પુરુષાતનને ડ્રગ્સ આપવાનું કામ કરે છે. ગેંગરેપ શું કામ અને કેમ થાય છે? તેની સંખ્યા વધી રહી છે? આવા સવાલો આજે અનેક જણ પૂછી રહ્યા છે. ક્યારેક લાગ્યું હતું કે પ્રશ્ર્નો વાહિયાત છે. સદીઓથી ગેંગરેપ થતા આવ્યા છે. મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ શું હતું ? દ્રૌપદીના ચીરહરણ વખતે પણ સભામાં અનેક શૂરવીર પુરુષો હાજર હતા પણ બધા નતમસ્તકે બેસી રહ્યા.  ટોળાશાહી હિંસાત્મક વલણ અપનાવે તે સ્વીકારી શકાય પણ જ્યારે ગેંગરેપ થાય ત્યારે મૂક પ્રેક્ષક બનવું અને પછી કરતૂતમાં સામેલ થનારની માનસિકતા કેવી હશે? એવી તે કેવી મોબ મેન્ટાલિટી કે બળાત્કારમાં પણ સાથ આપે ? ફિલ્મોમાં બળાત્કારના સીન હોવા જોઈએ એવું ચલણ પણ હતું તે ભૂલવું જોઈએ. પાંચ કે દસ મિનિટ સુધી વિલન હિરોઈન પર બળાત્કાર કરવાના પ્રયત્નો કરે તેવા દૃશ્યો લોકોને જોવા ગમતા હતા એટલે ફિલ્માવાતા હતા ભૂલવું જોઈએ.  ગયા વરસે જેનો વિરોધ થયો પદમાવતી ફિલ્મની વાર્તા પણ પુરુષની પદમિનીને પામવાની લાલસા તો હતી. પદમિની એટલે સુંદર સ્ત્રી. હવે સુંદર સ્ત્રી બધાને મળવી અઘરી છે. વળી આજના જમાનામાં આવી સુંદર સ્ત્રીઓને કચકડામાં ઈન્ટરનેટ દ્વારા જોઈ શકાય છે. કરીના કે મલાઈકાના સેક્સી ડાન્સ જોઈને પુરુષનું પુરુષાતન તેને પામવા માટે બંડ પોકારે તેના પર કાબૂ મેળવવો પુરુષ માટે અઘરો છે. તેના કરતાં તે સ્ત્રી પર સહજતાથી કાબૂ મેળવી શકાય છે. આજે પુરુષો માટે સેક્સી દેહ ધરાવતી ( શબ્દ પ્રયોગ કરવો મને ગમતો નથી, કારણ કે તે યોગ્ય નથી, ફક્ત સામાન્ય સમજ માટે કર્યો છે, કારણ કે સેક્સી દેહની વ્યાખ્યા દરેક માટે જુદી હોઈ શકે) જે તેને ઉત્તેજનાની પરાકાષ્ઠાએ લઈ જાય. ઉત્તેજના મગજ માટે ડ્રગ્સ જેવું કામ કરે છે. એટલે તેને વારંવાર પોર્નોગ્રાફી જે આજે સરળતાથી મોબાઈલ પર જોઈ શકાય છે તેની આદત પાડે છે. બીજા ડ્રગ્સ મોંઘા પડે અને વળી તે ગેરકાયદેસર પણ ગણાય છે. ઉત્તેજનાનું બંધાણ પુરુષો માટે મેળવવું અઘરું નથી 


ફક્ત ભારતમાં નહીં ઈજિપ્ત, સિરિયા, કંબોડિયા, કોન્ગો, અમેરિકામાં પણ ગેંગરેપના કિસ્સાઓ બને છે. બંગલાદેશ, ચીન, ઈન્ડોનેશિયા, કંબોડિયા, શ્રીલંકા, ન્યુ ગીની જેવા દેશોમાં તો ગેંગરેપના કિસ્સાઓ વધી રહ્યા છે. યુનાઈટેડ નેશન સાથે મળીને એશિયા પેસેફિક દેશોમાં સર્વે કરવામાં આવ્યો તો નવાઈ લાગી કે મોટાભાગના પુરુષો ગેંગરેપને ખરાબ માનતા નથી. દેશના ચારમાંથી એક પુરુષે બળાત્કાર કર્યો હોવાનું પણ કબૂલ્યું હતું. કંબોડિયામાં તો વીસ વરસથી નાની ઉંમરના પુરુષો બ્યુક એટલે કે ગેંગરેપને વીકએન્ડ એક્ટિવિટી તરીકે જુએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને ગેંગરેપ કરતાં ક્યારેય ગુનાહિત ભાવ નથી અનુભવાતો તો મોટાભાગના પુરુષોએ કહ્યું ના, પુરુષાતન સાબિત કરવા માટે ગેંગરેપ થાય છે. ઊલટાનો આત્મવિશ્ર્વાસ વધે છે અને જે છોકરો ગેંગરેપમાં સામેલ થાય તો તેને પુરુષ નથી એવું લેબલ પણ લગાવવામાં આવે છે. આમ, આપણે ત્યાં પણ પુરુષો સ્ત્રીઓ પ્રત્યેના જાતીય ભેદભાવ તથા પુરુષાતન પુરવાર કરવાની માનસિકતા ધરાવે છે. એટલે જ્યારે ગેંગરેપ થાય છે ત્યારે સૌ પ્રથમ તો છોકરીએ ત્યાં એકલી જવાની જરૂર શું હતી કે રાત્રે બહાર જવું જોઈએ. છોકરીઓ સેક્સી કપડાં પહેરે છે. દારૂ પીવે છે. બિન્દાસ રખડે છે વગેરે ટેગ લગાવીને ચર્ચા શરૂ થાય જેનો અન્ડરટોન અર્થાત ગર્ભીત અર્થ એવો હોય છે સ્ત્રીના વાંકે ગેંગરેપ થયો. કથુઆ બળાત્કારથી વળી નવો ધાર્મિક ટેગ પણ શરૂ થયો. ભારત-પાકિસ્તાન ભાગલા કે  કોમી હુલ્લડો સમયે પણ ધર્મને નામે બળાત્કાર થયા છે અને થતા રહે છે

અમેરિકાની જાણીતી સોશ્યોલોજીસ્ટ અને મોબ મેન્ટાલિટી એક્સપર્ટ ઈલેઈન રેપલોગ્લે કહે છે કે ગેંગરેપ કરતી વખતે દરેક પુરુષો સાથ આપે છે, કારણ કે તેમને બીજા પુરુષની સામે પોતાનું પુરુષાતન સાબિત કરવું હોય છે અને એક યા બીજા કારણે સ્ત્રીને પોતાનાથી નીચે છે તેવો મેસેજ પહોંચાડવો હોય છે. આવી માનસિકતા દરેક પુરુષના મનમાં ધરબાયેલી હોય છે એટલે તેઓ જાહેરમાં ક્યારેય સ્ત્રીની છેડતી થતી જોશે તો તેનો વિરોધ કરવાને બદલે તેની મજા લેશે. ગેંગરેપમાં જેટલી હિંસા એટલું પુરુષાતન સાબિત કરવાની અને સ્ત્રીને ઉતારી પાડવાની માનસિકતા વધારે. ગેંગરેપમાં વધુ પડતી કામેચ્છા કરતાં જાતીય ભેદભાવની ગ્રંથિ કામ કરતી હોય છેસાયકોલોજિસ્ટ ડેવિડ લિસાક જેમણે હિંસાત્મક ગુનાખોરી, ખૂન અને બળાત્કાર ઉપર ખાસ્સો અભ્યાસ કર્યો છે એમનું પણ કહેવું છે કે બળાત્કારી પુરુષોમાં આક્રોશ હોય છે કે સ્ત્રીઓ બહાર જઈને કામ કરે છે એટલે પુરુષોને કામ નથી મળતું. પોતાની નિષ્ફળતા અને હતાશાનો આક્રોશ સમૂહમાં એકલી સ્ત્રી પર ઉતારે છે. બળાત્કાર ફક્ત સજા કરવાનું સાધન છે. હકિકતમાં તો આક્રોશ હોય છે એટલે બળાત્કાર બાદ હિંસક રીતે સ્ત્રીના શરીરને રફેદફે કરવાનો પ્રયત્ન થાય છે. પકડાવાનો ડર હોય તો બળાત્કાર થાય નહીં, સ્ત્રીને મારી નાખ્યા બાદ પણ તો બળાત્કારીઓ પકડાઈ જતા હોય છે. વળી સામૂહિક બળાત્કાર સદીઓથી થતા આવ્યા છે અને થઈ રહ્યા છે કારણ કે પુરુષ અને સ્ત્રીઓ આક્રોશને અભિવ્યક્ત  કરવાના રસ્તા જુદા છે. 


સ્ત્રીને જબરદસ્તી ગમે છે એમની નામાં હા છુપાયેલી હોય છે. -   સ્ત્રીઓને ગમતું હોય છે અમથી ના પાડે.... 

પુરુષોને એક સ્ત્રીમાં બાંધી શકાય નહીં, પુરુષ આખરે પુરુષ છે. આવાં અનેક વાક્યો તમે બોલ્યા હશો કે સાંભળ્યાં તો હશે .  આમાંથી સમાજની માનસિકતા વ્યક્ત થાય છે. બધાં વાક્યો સાબિત કરે છે કે પુરુષનું પુરુષાતન સ્ત્રીના શરીરને ભોગવવાનું કે તેને કાબૂ કરતા સંતોષાય છે. સત્તા અને સંપત્તિ બે બાબત પૌરુષીય માનવામાં આવે છે. આજે સંપત્તિ કે સત્તા મેળવવાનું દરેક પુરુષ માટે શક્ય નથી. પહેલાં એવું હતું કે પોતાની જમીન અને ઘર હતાં. જર, જમીન અને જોરું ત્રણે નામ સાથે બોલાતા. કારણ કે ત્રણે પોતાની પાસે હોય તો પુરુષને સંતોષ થતો હતો. જોરું એટલે કે સ્ત્રી જેને તે ભોગવી શકે પણ સુંદર હોવી જોઈએ. જેની પાસે સત્તા હોય તે બીજાની સત્તા અને સંપત્તિ પડાવવાનો પ્રયત્ન કરે અને સાથે તેની સુંદર સ્ત્રી પણ મેળવવાનો પ્રયત્ન કરે. પ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વુલ્ફ લખે છે કે પુરુષ હંમેશાં સ્ત્રીમાં પોતાનું પ્રતિબિંબ જોવા માગતો હોય છે. જેથી તેનો અહમ સંતોષાય
પુરુષ
એક રીતે વિચારે સ્ત્રીને જોઈને તે માનસિકતા પુરુષોએ ઊભી કરી છે. કારણ કે મર્દ છે એવી ભ્રામક માનસિકતા પણ ઊભી કરવામાં આવી છે. બળાત્કાર તેમાંથી આવે છે. વળી માનસિક મર્દ શારિરીક રીતે મર્દ નથી હોતો એટલે તે કોઈ સ્ત્રીને સહજતાથી એકલા કાબૂમાં લાવી શકે એટલે તે યા તો બાળકીને પોતાની સો કોલ્ડ એટલે કે કહેવાતી મર્દાનગીનો શિકાર બનાવશે અથવા ગેંગરેપ દ્વારા તે કોઈ સ્ત્રીને શિકાર બનાવશે. એની મર્દાનગી ત્યાં સુધીની હોય છે. મર્દાનગી માનસિક રીતે ઊભી કરેલી લાગણી છે જે હિંસક હથિયાર છે પુરુષ અને સ્ત્રી બન્ને માટે, કારણ કે દરેક પુરુષો દેખીતી મર્દાનગીની માયાજાળમાં ફસાતા નથી પણ એટલું ખરું છે


You Might Also Like

0 comments