ચર્ચગેટ સ્ટેશનથી મરિનડ્રાઈવ તરફ
જાઓ તો બ્રેબોર્ન
સ્ટેડિયમની નીચે આવેલી એક
દુકાનમા ગરદી દેખાય તો
આંખ મીંચીને ત્યાં
પહોંચી જજો. એ જ
હશે કે. રુસ્તમ…૧૯૫૩ની સાલથી અહીં
અમેઝિંગ આઈસ્ક્રીમ મળે છે.
બાળપણથી મેં પણ અહીં
આઈસ્ક્રીમ ખાધો છે. છેલ્લા
પચાસ વરસમાં અહીં કશું
જ બદલાયું નથી.
મારી બાજુમાં ઊભેલા એક
પ્રૌઢ કહે છે. એ
જ સ્વાદ અને
એ જ આઈસ્ક્રીમ
વળી મોંઘો પણ
નથી. કહેતા બે વેફરની
વચ્ચેથી સિતાફળના આઈસ્ક્રીમનું એક
મોટું બટકું ભર્યું. કોઈક સમસ્યા હોવાથી
મોટું બોર્ડ નથી પણ
હા બાજુમાં નાના
દરવાજા જેવા કાચ ઉપર
કે. રુસ્તમ લખેલું
વાંચી શકાય છે. અહીં સવારના દશ
વાગ્યે પણ આઈસ્ક્રીમ
ખાનારા મળે તો રાતના
દશ વાગ્યે તો
ભીડ હોય જ.
બે ત્રણ મોટા
ફ્રિજમાં લંબચોરસ આઈસ્ક્રીમ કાગળમાં
વીંટાળેલા પડ્યા હોય. તમે
માગો એ આઈસ્ક્રીમ
બે વેફરની વચ્ચે
સેન્ડવિચ કરીને તમારા હાથમાં
પકડાવી દે. સાથે ટીસ્યુ
પેપર અને બટર પેપર
હોય ત્યાં ઊભા
રહીને ખાઓ કે દરિયા
તરફ જતાં ખાઓ
પણ તેનો સ્વાદ
….
૧૯૫૩ની સાલથી એટલે કે
૮૧ વરસથી અહીં
કે રુસ્તમમાં તાજો
બનાવેલો આઈસ્ક્રીમ મળે છે.
તેમની કોઈ શાખા કે
બ્રાન્ચ નથી. તેના માલિક
ઈરાની છે. અમારી સાથે
એક બહેન વાત
કરે છે પણ
ફોટો કે નામ
આપવાની ના પાડે
છે કારણ કે
હાલમાં આ પ્રોપર્ટી
ડિસ્પ્યુટમાં છે. ખેર પણ
આ દુકાન ૧૯૩૭ની
સાલમાં ખુદાબક્ષ રુસ્તમે શરૂ
કરી ત્યારે એ
કેમિસ્ટ અને જનરલ સ્ટોર્સ
હતો. ૧૯૫૩માં આઈસ્ક્રીમ બનાવીને
વેચવાનું શરૂ કર્યું તે
આજે ૮૦ વરસે
પણ તેનો સ્વાદ
આઈસ્ક્રીમ રસિયાઓને ખેંચી લાવે
છે. અહીંના આઈસ્ક્રીમનો
સ્વાદ કંઈક અલગ અને
અદભૂત છે. સામાન્યપણે મળતા
વેનિલા, સ્ટ્રોબેરી, બટરસ્કોચ, ચોકલેટ તો
ખરા જ પણ
સીઝનલ ફળના સ્વાદ પણ
મળે. તેમાં રિયલ ફળ
નાખવામાં આવે. સીતાફળ, લીચી,
મસ્ક મેલન, ચેરી, પેરુ,
સંતરા, પપૈયા અને મેંગો
તો હોય જ
પણ ગાજર હલવા
અને દૂધી હલવાનો
આઈસ્ક્રીમ પણ મળે.
એટલે કે ખરા
અર્થમાં ડેઝર્ટ. કે રુસ્તમના
આઈસ્ક્રીમની મજા એ છે
કે તે ખાધા
બાદ પેટ ભારે
નથી થવા દેતો.
એ લોકો થોડો
સમયે નવો નવો સ્વાદ
ઉમેરતા જાય છે. જો
કે ગાજર હલવા
અને દૂધી હલવાનો
આઈસ્ક્રીમ બીજે ક્યાંય મળતો
હોય તે ધ્યાનમાં
નથી.
શરૂઆતમાં તેઓ સફેદ મોંઘી
કાચની પ્લેટમાં આઈસ્ક્રીમ આપતા
હતા પણ ગરદીમાં
કાચની ડિશ તૂટી જતી
કે લોકો લઈને
જતા રહેતા હોય
એવું પણ બનવા
લાગતા તેમણે કાચની પ્લેટ
બંધ કરીને વેફર
બિસ્કિટના બે પાતળા
પડ વચ્ચે આઈસ્ક્રીમ
આપવાનું શરૂ કર્યું. જે
સેન્ડવિચ આઈસ્ક્રીમ તરીકે ઓળખાવા
લાગ્યો. કદાચ મુંબઈમાં સેન્ડવિચ
આઈસ્ક્રીમ શરૂ કરનાર કે
રુસ્તમ પહેલાં જ હોઈ
શકે. નરિમાન પોઈન્ટ, દરિયો
અને કે રુસ્તમનો
આઈસ્ક્રિમને દરેક સીઝન કે
સમયે માણી શકાય છે.
વળી તેની કિંમત
પણ મોંઘી નથી
વેનિલા ૪૦ રૂપિયાથી
શરૂ થાય અને
ફ્રુટ તેમ જ કોફી
આઈસ્ક્રીમ જેવી અનેક ફ્લેવર
૭૦ રૂપિયામાં મળે.
તેની ક્વોન્ટિટી પણ ઓછી
તો નથી જ.
તે છતાં બે
આઈસ્ક્રીમ સરળતાથી પેટમાં પધરાવી
શકાય. સવારના નવ વાગ્યાથી
લઈને રાતના અગિયાર સુધી
કે રુસ્તમ ખુલ્લુ
હોય છે પણ,
હા રાતના કેટલીક
ફ્લેવર ખલાસ પણ થઈ
ગઈ હોય તેવું
બને.
- 03:59
- 0 Comments