ફઅઅઅક વોટ્એ ફિલ્મ
04:51
ત્રિભંગ - ત્રણ ભંગિમાંઓની વાત વિચારતા કરી મૂકે
ગાળો બોલવી મને ફાવતી નથી કારણ કે મારી આસપાસના પરિસરમાં સ્ત્રીઓ ચોક્કસ રીતે જ વર્તે. તે કહ્યાગરી હોય, ગાળો ન બોલે. યાદ કરું તો મોટાભાગના પુરુષો પણ ગાળો નહોતા જ બોલતા, સ્ત્રીઓની હાજરીમાં તો નહીં જ. પણ સ્ત્રીઓ તો ન જ બોલે એટલે કોલેજમાં જ્યારે પહેલી મિત્ર બની તે પટેલ હતી બિલ્લિમોરા બાજુની અને બિન્દાસ ગાળો બોલી શકતી અને તેનું મને ખૂબ કૌતુક થતું. તે જ્યારે ગાળ બોલતી ત્યારે મને કહેતી કે દિવ્યાશા કાનમાં આંગળી નાખ…. અને પછી સામેવાળાને બે કટકાની ગાળો આપતી. કાન બંધ કર્યા છતાં મને તે સંભળાતી. હું વર્ષાને કૌતુક સાથે ગાળો બોલતી જોયા કરતી. ત્યારબાદ બીજી અનેક સારા ઘરની મૈત્રીણીઓને મોઢેં ગાળો બોલાતી સાંભળી. આ વાત એટલે માંડી કે ત્રિભંગમાં કાજોલ ખૂબ સહજતાથી ગાળો બોલે છે અને મને એટલું જ કૌતુક થયું. ગાળો જોકે સ્ત્રીઓને જ અપાતી હોય છે એ યોગ્ય તો નથી જ પણ અહીં એ ચર્ચા નથી કરવી.
ત્રિભંગ ફિલ્મ જોવા બેઠી ત્યારે કોઈ અપેક્ષા નહોતી. કારણ કે તેના વિશે મેં કંઈ જ વાંચ્યું કે જોયું નહોતું. કોણે ફિલ્મ લખી કે તેમાં કોણ કામ કરે છે કશું જ નહોતી જાણતી. ફિલ્મ જોતાં સતત વિચાર આવતો કે યાર આ કોણે લખી છે? કોણે ડાયરેક્ટ કરી છે? તરત જ ગુગલ કર્યું ફોનમાં અને ફ…… રેણુકા શહાણે. મારી ફેવરિટ અભિનેત્રી. અદભૂત લેખિકા અને ડાયરેકટર પણ છે જાણી મજા પડી ગઈ. ત્રણ પેઢીની વાત આ ફિલ્મમાં થઈ છે. ત્રણ સ્ત્રીઓની વાત. એ ત્રણે સ્ત્રીઓ પોતાની મરજીથી જીવે છે પણ જે સમયમાં જીવે છે તે હજુ પણ ખાસ બદલાયો નથી. સ્ત્રીઓના વર્તન અને જીવન પાસેથી તેમની અપેક્ષા પરંપરિત જ છે તે છતાં આ સ્ત્રીઓ ઉફરા ચાલવાનો પ્રયત્ન કરે છે. સહેલું નથી હોતું સ્ત્રી માટે પોતાની મરજી પ્રમાણે જીવવું. તેની કિંમત તેણે ચુકવવી જ પડતી હોય છે. આમ તો આ નારીવાદી ફિલ્મ કહી શકાય પણ પુરુષ વિરોધી નથી. સમાજના જુદા વ્યક્તિત્વો એક વ્યક્તિના જીવનને કઈ રીતે અસર કરે છે તેની મૂંઝવણો, મુશ્કેલીઓમાંથી તે કઈ રીતે માર્ગ કાઢી શકે છે તેની વાત આ ફિલ્મમાં છે. એ વ્યક્તિઓ સ્ત્રી છે પણ એ પુરુષ પણ હોઈ શકે છે. રેણુકાએ બખૂબી જીવનના અનેક રંગો, સ્તરો અને ઊંડાણને ફિલ્મની વાર્તામાં વણી લીધા છે. દરેક વ્યક્તિને લાગે છે કે પોતે જ સાચો છે અને સામી વ્યક્તિ ખોટી છે પણ એ જ સંજોગોમાં જે જ્યારે પોતે સામી વ્યક્તિ હોય તો તેને બીજી વ્યક્તિની પીડાનો અનુભવ થાય છે. દરેકના સત્ય જુદાં હોઈ શકે. પોતાની પીડા માટે સ્વજનને દોષ દેવો સહેલો છે પણ સ્વજનની મર્યાદાઓ સમજવાનો પ્રયત્ન ક્યારેય કોઈ કરતું નથી. દરેક વ્યક્તિ વિશેષ શક્તિઓ તેમ જ મર્યાદા પણ ધરાવતી હોય છે. સામી વ્યક્તિને મર્યાદાઓ સાથે સ્વીકારવાનું આપણાથી ન બને ત્યારે જે બને તે વાર્તા હોય છે. જેમાં ફક્ત આનંદ ન હોઈ શકે. ફક્ત પીડા ન હોઈ શકે. કાજોલ, તન્વી આઝમી અને મિથિલા પારકર પોતાના પાત્રને બખૂબી નિભાવે છે. વાર્તા અહીં નહીં
0 comments