તમિલ ટ્રેઈલ્સ ભાગ ૩ તમિલ સમિયલના સ્વાદાનંદની કહાણી

02:00

 



તાંજોરનું હોમસ્ટે ફોટામાં જોયું હતું એવું સરસ હતું. રાતના નવ વાગ્યા હતા.  આસપાસ ક્યાંય હોટલ દેખાઈ નહીં અમે કેરટેકરને પૂછ્યું કે જમવા માટે ક્યાં જઈએ? તો એણે કહ્યું બે મકાન છોડીને ત્રીજા મકાન પાસે સરસ રેસ્ટોરન્ટ છે. નવાઈ લાગી અહીં કોઈ માણસ દેખાતું નથી ત્યાં રેસ્ટોરન્ટ હોય? પણ રાતના નવ વાગી રહ્યા હતા એટલે નજીક ખાવાનું મળે તો સારું કહી અમે હોટલમાં પહોંચ્યા તો સૂમસામ ગલીમાં હોટલમાં લોકો જમી રહ્યા હતા. ટેબલ પર બેસીને મેનુ જોયું તો ખ્યાલ આવ્યો કે રાતના ભોજન મળે. ઢોંસાને ઈડલી મળે. હવે અમારે તે ખાવું નહોતું. અમે ઊઠી રહ્યા હતા કે હોટલનો યુવાન માલિક અમારી પાસે આવ્યો. અમને કહે કે તમને હું કંઈક નવું ટ્રાય કરાવું. ભાવે તો જતા રહેજો. તમારી ડીશનો ઓર્ડર મને આપવા દો. એનો કોન્ફિડન્સ જોઈને નવાઈ લાગી. સાથે ગમ્યું અને અમે સ્વાદની નવી સફરે જવા ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યા. પહેલાં કંઈક પીણું આપ્યું. પીણાંનો સ્વાદ અદભૂત હતો. એમાં ઘણી વસ્તુઓ હતી. મસાલાઓ હતા.  એણે વેઈટરને તમિલ ભાષામાં કેટલાંક સૂચનો કર્યા. કેળનું પાન અમારી સામે પથરાયું. કેટલીક ચટણીઓ. અપ્પમ બે જાતના, સરસ ઉપમા જેવું અને જુદી જાતના ઢોસા પણ આવ્યા. સ્વાદની સફર સરસ રહી. નવું ખાધું અને સ્વાદિષ્ટ હતું. ખવડાવનાર ઉત્સાહી હતો. એનું નામ સેન્થિલ આનંદ. અમને કહે જો તમે લન્ચ માટે આવી શકો તો તમિલ ભોજન કરાવું. અમારે બીજે દિવસે વહેલાં નીકળવું હતું પણ લન્ચનો આનંદ અમારે લેવો હતો. હોટલનું નામથાંજાવુંર મનપ્પાનાઈ સમયલ.’  સેન્થિલનું રસોડું અલગ જાતનું. મોટા માટીના વાસણો. કેટલુંક ખાવાનું ચૂલા પર બને તો કેટલું ગેસ પર. તેની પોતાની ઘાણી હતી. બીજે દિવસે અમે બાજુના હોલમાં જમવા બેઠા. અમારી પહેલાં વીસેક જણાં ત્યાં બેઠા હતાં.  વચમાં પીરસનાર સ્ત્રીઓ હોય અને ખૂબ બધી નાની હાંડીઓ હતી. ચારે બાજુ બેસવાનું સમિયલ ભોજન કેળના પાનમાં એક પછી એક પીરસાય. બધા નામો યાદ નથી રહ્યાં. સ્વાદનો અનુભવ જુદો પણ અદભૂત હતો. પારંપારિક રીતે ઓર્ગેનિક વસ્તુઓથી બનાવેલું તમિલ સમિયલ. તાંજોરના ખૂણામાં આવેલી રેસ્ટોરન્ટની મુલાકાત લેવા જેવી છે.          સેન્થિલ આનંદ , સાઉથ સ્ટ્રીટ, ગનપથી નગર, થાંજાવુંર. 

You Might Also Like

0 comments