ઝફર પન્હાઈ, ઈરાન અને તહેરાન ટેક્સી

11:19

 







એમેઝોન પ્રાઈમ પર ઝફર પન્હાઈની ફિલ્મ તહેરાન ટેક્સી જોઈ. ફિલ્મ જોયા બાદ વિચારવું પડે. ઝફર વિશે અને ફિલ્મ મેકિંગ વિશે પણ. ઝફર વિશે વધુ જાણવા ગુગલ કર્યું તો જાણવા મળ્યું કે ઈરાનીઅન ફિલ્મમેકર સરકારના, સમાજના અન્યાય કરતા કાયદાઓ સામે વિરોધ કરવા માટે તત્પર હોય છે. ૨૦૦૫ની સાલથી ઈરાનની સરકારે ઝફર ઉપર ફિલ્મ બનાવવાનો પ્રતિબંધ મૂક્યો છે. શરૂઆતમાં તો તેને ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો. ફિલ્મ મેકર શું કરે? ૨૦૧૦ની સાલથી  એણે ઘરમાં બેઠાં બે ફિલ્મો બનાવી. એકધીસ ઈઝ નોટ ફિલ્મબીજીક્લોઝડ કર્ટેઈનત્રીજી ફિલ્મ એણે ટેક્સી ડ્રાઈવર બનીને ફિલ્માવી. ફિલ્મ તેણે ૨૦૧૫માં પોતાના પૈસે બનાવી અને કેકમાં પેન ડ્રાઈવ નાખીને તેણે ઈરાનની બહાર મોકલી હતી. બર્લિન ફેસ્ટિવલમાં ફિલ્મને ગોલ્ડન બીઅર એવોર્ડ મળ્યો છે. ઝફર દેશ બહાર પણ જઈ શકે એટલે એવોર્ડ લેવા માટે તેની ભત્રીજી હાના સઈદે લીધો હતો, હાના પણ ફિલ્મમાં જોવા મળે છે. જો કે  તે પછી ફિલ્મ દુનિયાભરમાં પ્રદર્શિત થઈ. ડોક્યુફિકશન ફિલ્મ કેટેગરીમાં આવે. કારણ કે ફિલ્મમાં કેટલાક પાત્રો એકટિંગ કરે છે.  જો કે પાત્રોના નામ ક્યાંય જાહેર નથી કરાયા. તો કેટલાક પાત્રો સાચા છે જે પોતાના નામ સાથે આવે છે, જેમ કે નસરીન સોતોઉદેહ હ્યુમન રાઈટ્સ લોયર જે ખરેખર વોલીબોલ જોવા જવા માટે ઈરાનની જેલમાં સજા ભોગવી રહેલી  ગોનચેહ ગાવામી નામની યુવતી વતી લડી રહી છે. ઈરાનમાં સ્ત્રીઓ સ્પોર્ટસ જોવા જાય તે ગુનો ગણાય છે. 

ગોનચેહે જેલમાં આમરણ ઉપવાસ આદર્યા હતા એટલે નસરીન તેને સમજાવવા જઈ રહી હતી. ગોનચેહને સજા થઈ હતી તે સમયે મેં આર્ટિકલ લખ્યો હતો. ત્યારે ઝફર પન્હાઈએ ૨૦૦૬માં બનાવેલી ફિલ્મ ઓફ સાઈડનો ઉલ્લેખ કર્યો હતો. ૨૦૦૬ની સાલમાં ઇરાને બહેરિનને ફુટબોલમાં હરાવીને જર્મનીમાં થનાર વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો. કલ્પના કરો કે હજી ભારતે ક્યારેય ફુટબોલની ક્વોલિફાઈંગ મેચમાં પણ ભાગ લીધો નથી. તો ઇરાનમાં તે અંગે કેટલી ઉત્તેજના હશે. ફિલ્મમાં ખરી મેચ અને તેની ઉત્તેજના પુરુષ જેટલી અનુભવતી પાંચ છોકરીઓની વાત કરવામાં આવી છે. પાંચ ઇરાની છોકરીઓ નક્કી કરે છે કે પુરુષ વેશ પહેરીને સ્ટેડિયમમાં જઈને મેચની લાઈવ મજા માણવી. પાંચે છોકરીઓ ફુટબોલની ડાઈહાર્ડ ફેન છે. છોકરીઓના સ્ટેડિયમ સુધીનો પ્રવાસ, પોલીસના હાથે પકડાવાના પેતરાં, પકડાઈ ગયા બાદ છૂટવાના પેંતરા વગેરેને દિગ્દર્શકે ખૂબ રમૂજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. પણ તેના અંતે તો છોકરીઓ પકડાઈ જાય છે. છોકરીઓને પકડાઈ જવાનો અફસોસ નથી હોતો પણ મેચ જોઈ શક્યાનો અફસોસ હોય છે. પોલીસવાનમાં બેઠા છતાં જીતના માહોલમાં ડૂબેલા ઇરાન સાથે તેઓ ઐક્ય અનુભવે છે.

ઝફર પન્હાઈને કદાચ આવી ફિલ્મો બનાવવા માટે ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. 

તહેરાન ટેક્સીમાં ઝફરે બે કેમેરેા  ટેક્સીની વિન્ડસ્ક્રીન પર મૂક્યા છે અને દર્શક તરીકે આપણે ટેક્સીની બહાર જઈ શકતા નથી. ટેક્સીમાંથી તહેરાનને જોઈએ છીએ અને ટેક્સીમાં બેઠેલી વ્યક્તિઓને જોઈએ છીએ. ઝફર તો છે ડ્રાઈવર અને દિગ્દર્શક તરીકે. જે ખૂબ ઓછું બોલે છે અને માર્મિક હાસ્ય કરતો રહે છે. એના હાસ્ય દ્વારા પણ ઘણું કહી જાય છે. ટેક્સીમાં એક વિદેશી ફિલ્મો વેચતો બુટલેગર પણ આવે છે જે ઝફરને ઓળખી જાય છે અને કહે છે કે તમને જોઈએ તે ફિલ્મો હું પહોંચાડતો હતો. બુટલેગર એક ફિલ્મ શીખતા વિદ્યાર્થીને સીડી પહોંચાડવા જાય છે અને તે પણ ઝફરને ઓળખી જાય છે, તેને પૂછે છે કે આમાંથી કઈ ફિલ્મ સારી છે? તો ઝફર કહે છે કે બધી ફિલ્મો સારી છે. બે સ્ત્રીઓ ભરબપ્પોરે માછલીનું માટલું લઈને બેસે છે. એમણે માછલીને બપોર પૂરી થાય પહેલાં  પાછી નદીમાં નાખવાની વિધિ કરવી છે. ઝફર તેની ૧૦ વરસની  ભત્રીજી હાનાને શાળામાંથી ઘરે મૂકવા જાય છે. હાનાને શાળામાંથી ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો હોય છે. તેની વાત કરે છે. હવે વિષય પસંદ કરવા માટે તેને ઝફરની મદદ જોઈએ છે. પણ શિક્ષકે કેટલીક શરતો મૂકી છે કે ફિલ્મમાં શું હોવું જોઈએ. નિયમો સાંભળતા ઝફર મંદ હસે છે. કારણ હાના કહે છે કે ફિલ્મ રીઅલ હોવી જોઈએ પણ રીઅલી રીઅલ નહીં. 

આમ ફિલ્મમાં વાર્તા છે ખરી અને નથી પણ. ટેક્સીમાંથી બહારની દુનિયા દેખાય ખરી પણ આપણે બહાર નથી જઈ શકતા. એકાદવાર ઝફર ટેક્સીમાંથી ઉતરીને દૂર જાય છે પણ આપણે કેમેરામાંથી જ્યાં સુધી દેખાય તેટલું જોઈ શકીએ છીએ. સારો ફિલ્મકાર ગમે તે બંધનો હોય કે પરિસ્થિતિ હોય તે ફિલ્મ બનાવી જાણે છે.  ફિલ્મ પ્રાઈમ વિડિયો પર છે જોવી હોય તો.  ઝફરની ઓફસાઈડ ફિલ્મ માટે પહેલાં ય લખ્યું છે બ્લોગ પર કે જોવા જેવી છે. અને એ પણ કદાચ પ્રાઈમ પર મળી જાય.    

You Might Also Like

0 comments