જીવનની સમતુલા સફળતાનો પાયો બની શકે -નિરુપમા રાવ
23:14
અમેરિકાના આપણા ભારતીય એમ્બેસેડર ટ્રેન્ડી ફેન્ડી
બેગ અને ક્રિસ્પી મૈસુર સિલ્કની સાડી પહેરેલા નિરુપમા રાવનું જીવન આજની નારીના પ્રેરણામૂર્તિ બની રહે એવું છે.
ટુંકા બોયકટ વાળ કપાળમાં બિંદી , ગળામાં મોતીની સેર, ચહેરા પર આછી લિપસ્ટીક ,
આંખમાં કાજલ અને ચહેરા પર સ્મિત સાથે ડિપ્લોમેટીક જવાબો આપવા પંકાયેલા નિરુપમા રાવ
62 વરસની ઉંમરે પણ ટ્વિટરનો ઉપયોગ સહજતાથી કરે છે. અને તેમના ખાસ્સા ફોલોઅર પણ છે.
હકિકતમાં બે વરસ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયમાં ઊચ્ચ અધિકારી તરીકે ફરજ પરથી
નિવૃત્ત થનાર નિર્મલા રાવને અમેરિકામાં એમ્બેસડર તરીકે મોકલવામાં આવ્યા. વિદેશ
મંત્રાલયની ઓફિસમાં સક્રેટરી હતા તે સમયે
હિલેરી ક્લિન્ટન અને ઓબામાને આવકારવાનો અને તેમની સાથે મંત્રણા કરવામાં નિર્મલા
રાવે અગત્યની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં પણ તેઓ રશિયા, ચીન અને શ્રીલંકામાં
ડિપ્લોમેટ તરીકે અગત્યની ભૂમિકા ભજવી ચુક્યા છે.
નિરુપમા રાવે સફળતાપૂર્વક ઇન્ડિયન ફોરન સેક્રેટરી
તરીકે ફરજ બજાવી છે. 1973ની સાલમાં તેમણે ભારતીય વિદેશ સેવાની આઈએએસ પરિક્ષા પાસ
કરીને વિદેશ મંત્રાલયમાં જોડાયા. તેમની આઇએએસની તાલીમ દરમિયાન સુધાકર રાવ સાથે પ્રેમમાં પડ્યા અને પરણ્યા.
તેમણે બે દિકરાઓને જન્મ આપ્યો છે. લગ્ન, બાળકો છતાં તેમની કારર્કિદીમાં ક્યારેય
બ્રેક નથી આવી. તેમનું કહેવું છે કે , “એ જમાનામાં અમારા લગ્ન લોન્ગ ડિસ્ટન્સ
રિલેશન પર નભી રહ્યા હતા. આજે એ વાતની નવાઈ નથી પણ તે જમાનામાં ન તો મોબાઈલ ફોન
હતા કે ન તો સીધો આઈએસડી ફોન હતો. પણ થેન્કસ ટુ મારા પતિ જેમણે મને સતત મનગમતું
જીવન જીવવાની પ્રેરણા આપી. ક્યારેય લગ્ન કે બાળકો મારી કારર્કિદીમાં બેડી નથી
બન્યા. કામ હોય કે કુટુંબ વ્યવસ્થા દરેક જગ્યાએ સમતુલા ન જળવાય તો જ કેઓસ સર્જાય.”
વિદેશ
મંત્રાલયમાં કામ કરતાં હો એટલે સતત તેમને વિદેશોમાં રહેવાનું આવ્યું. અનેક દેશ
જોવા તે એમનું બાળપણનું સપનું હતું. તેમનો
મોટો દિકરો દિલ્હીમાં પતિ સાથે રહીને મોટાભાગનું ભણ્યો. તેમના બાળકોને બોર્ડીંગમાં
નથી મૂક્યા. નાનો દિકરો તેમની સાથે રશિયા, શ્રીલંકા, ચીન, અમેરિકા વગેરે સતત જુદા
દેશોમાં સાથે રહીને ભણ્યો. બન્ને દીકરાઓ
આજે સરસ રીતે સેટલ છે. નિરુપમા રાવનું કહેવું છે કે “દરેકના જીવનની પોતાની આગવી માગ હોય છે. મારા
જીવનમાં ન્યુકિલઅરમાંય વધુ ન્યુક્લિઅર કુટુંબ વ્યવસ્થાને સંભાળવાનું હતું. સાથે
વિદેશ મંત્રાલયના મંત્રી તરીકે અનેક જટિલ પ્રશ્નો પણ ઊકેલવાના હતા. પણ સ્ત્રીઓ ઘણી
સરળતાથી મલ્ટિ ટાસ્કિંગ કરી શકે છે. પણ મેં મારા વ્યક્તિત્વને મારી નાખવાને બદલે
તેને જીવાડ્યું મને ગમતા શોખ, મને ગમતું કામ અને મને પ્રિય મારું કુટુંબ દરેકને
તેમની જરુરિયાત પ્રમાણે મેનેજ કરું. પેનિક થવું મારા સ્વભાવમાં નથી. દરેક સમસ્યાનો
હલ હોય જ છે. સંવાદ દરેક બાબતે ખૂબ જરુરી હોય છે. સમયનું સંતુલન પણ જરુરી છે.
નહીંતો ભારત પાકિસ્તાન સંબંધે કામ કરવું કે કોઇપણ બે દેશના હિત જાળવીને કામ કરવું
કેટલું અઘરું છે તે દરેક કલ્પના કરી જ શકે છે. કોઇપણ કામ કરતી દરેક નારીનો પોતાના
અંગત વ્યક્તિત્વનો વિકાસ પણ જરુરી છે. તો તે દરેક કામ સારી રીતે પાર પાડી શકે છે.”
નિરુપમા રાવન પોતે કવિતા લખે છે તેમનું એક પુસ્તક પણ પ્રગટ થયું છે, તો
તેઓ સંગીતના અચ્છા જાણકાર છે. ખાસ કરીને
ઓપેરા સંગીતના. તેમણે પોતે પણ ઓપેરા સંગીત થોડો સમય શીખ્યું હતું. તેમનું કહેવું
છે કે ઓપેરા સંગીતે મને અવાજનો આરોહ અવરોહ
અને અવાજ પર કાબૂ મેળવતાં શીખવ્યું. જે મને પબ્લિક સ્પિકિંગમાં ઉપયોગી થયું. આજે ય
તેઓ ઓપેરા થિયેટર એન્જોય કરે છે તો ન્યુયોર્ક જાય ત્યારે બ્રોડવે થિયેટર જરુર
માણે. બાળપણથી વાંચનનો શોખ કેળવ્યો હતો તે લાંબા પ્રવાસમાં આજે પણ વાંચે.
લિબિયામાં જ્યારે આપણા ભારતીયો ફસાયા હતા ત્યારે તેમની સાથે સંપર્ક માટે ટ્વિટરનો
ઉપયોગ તેમણે શરુ કર્યો હતો. બદલાતી ટેકનોલોજી સાથે આજે પણ તેઓ સતત નવું શીખતા
અચકાતા નથી.
જ્યારે નિરુપમા રાવ વિશે આટલું જાણ્યું ત્યારે
ગર્વ થયો અને શરમે આવી. નાની જવાબદારીઓ ઊઠાવતાં આપણને બે ઘડી પણ આપણા શોખ કે આપણા
માટે જીવવાની ફુરસદ નથી હોતી. જ્યારે આખા દેશના એમ્બેસડર તરીકે કે વિદેશ
મંત્રાલયના સેક્રેટરી કામ કરતાં નિરુપમા રાવને પોતાના માટે જીવવાનો સમય હોય જ છે.
તેમની વાતોમાં ક્યાંય ફરિયાદ કે અંજપો જોવા નથી મળતો. પણ સતત પડકારોને પહોંચી
વળવાની હામ તેમના આખા વ્યક્તિત્વમાંથી નિતરતી જોઇ શકાય છે. સમય અને જીવનની સમતુલા
જાળવવી આપણા પોતાના હાથમાં જ છે એવો પ્રેરણાત્મક સંદેશ તેમના જીવનમાંથી મળી રહે
છે.
0 comments