પોતાનાંં નિર્ણયોની જવાબદારી લઇએ
21:17
જીવનઆનંદ -2
પોતાનાં નિર્ણયોની જવાબદારી લઇએ
નાના
મોટા દરેકના જીવનમાં એકાદ પ્રસંગ એવો આવે જ અરે ક્યારેક તો દિવસમાં એકાદ ક્ષણ એવી
આવે કે આપણને કન્ફયુઝન પેદા થાય. ઘરેથી નીકળતા વિચાર આવે કે ચાલી નાખવું કે રિક્ષા
પકડીએ. ગાડી હોય તો આ રસ્તે ટ્રાફિક ઓછો હશે કે પેલા રસ્તે... આટલી નાની બાબત હોય
ત્યાં સુધીતો વાંધો નથી આવતો પરંતુ પરીક્ષા બાદ કઈ કોલેજમાં એડમિશન લેવું. ક્યો કોર્સ
કરવો તેની સતત અસંમજસ રહે . નોકરી બદલવી કે નહીં..લગ્ન કરવા કરવા કે નહી....આમ , સતત મુંઝવણ , અસંમજસ બાદ લેવાતા નિર્ણયની સફળતા, નિષ્ફળતા પર આપણે ભવિષ્યમાં બનતા દરેક
પ્રસંગોમાં મુંઝાતા હોઈએ છીએ. નાનો કે મોટો કોઈપણ નિર્ણય લેવો તે અઘરી બાબત છે.
ઓબામાને પણ ઓસામા ઓપરેશન વખતે એવી પરિસ્થિતિ આવી હશે કારણ કે ઓસમા કિલિંગ ઓપરેશનની
સફળતા વિશે કોઈ જ બાંહેધરી આપી શકે એમ નહતું. આજે એ નિર્ણય સાચો છે કે નહીં, યોગ્ય છે કે નહીં તે ચર્ચાનો વિષય હોઈ
શકે.પરંતુ, ઓબામાએ નિર્ણયના પરિણામની જવાબદારી
સ્વીકારીને જ નિર્ણય કર્યો હશે. આપણે જો નિર્ણયની પસંદગી વખતે પરિણામનો
વિચાર નથી કરતાં તો તકલીફ આવતી જ નથી એવું નથી. તકલીફો આવે છે તો તેનું આળ સંજોગો કે અન્ય વ્યક્તિ પર
નાખી દઈએ છીએ. કારણ કે આપણે જવાબદારી સ્વિકારવા તૈયાર નથી હોતા. આપણે દરેક
વ્યક્તિને આપણી રીતે મૂલવીને પછી તેણે આ રીતે જ વર્તવું જોઈએ તેવો આગ્રહ રાખીએ
છીએ. પણ આપણે બદલાતા નથી.
દરેક ખરાબ પરિસ્થિતિની મર્યાદા હોઈ શકે...કોઇપણ
સમય ક્યારેય હંમેશ ટકતો નથી. એ યાદ રાખો.
હકારાત્મક અભિગમ કેળવીને દરેક
પરિસ્થિતિને તપાસો. અને પછી જ નિર્ણય લો. લોકોની સલાહ પણ લો તો તેમાંની
નકારાત્મકતા ન જુઓ. વ્યક્તિનું વર્તન અને પરિસ્થિતિ બદલાઈ શકે છે એની ગણતરી રાખો. બીજાને
થયા તેવા સંજોગો તમારી સાથે બને એ જરુરી નથી.
આજની
પરિસ્થિતિનો વિચાર કરો. કાલના ભયથી આજના નિર્ણય ન લો. આજે જીવવાનો આનંદ આવશે તો
આવતી કાલ સારી જ હશે. પરિસ્થિતિ બદલાશે તો પણ અફસોસ નહીં રહે. કારણ કે તમે
વર્તમાનની દરેક ક્ષણ જીવ્યા છો.
સમસ્યા
રહીત જીવન સુખ આપી શકતું નથી પણ સમસ્યાનો સામનો કરવામાં જરૂર આનંદ મળી શકે
0 comments