હું આવી જ છું
20:09
જીવન આનંદ -3 હું આવી જ છું. દિવ્યાશા દોશી
નીલાને એવી ટેવ કે દરેક વાતમાં કહે, હું તો ભઈ
આવી જ છું. મારાથી કશું જ સહન ના થાય. આપણે તો મોઢામોઢ કહી દઇએ. રમેશભાઈ પણ
ઓફિસમાં દરેક સાથે એક વાક્ય તો કહે જ.. આપણે તો તડફડ કરનારા... ફાવે તો રાખો નહીં
તો બાકી હું આવો જ છું શું કહો છો ? 20 વરસનો ઇશાન પણ કહેશે તેની મમ્મીને હું આવો
જ છું તારે સ્વીકારવો હોય તો સ્વીકાર બાકી હું નહીં બદલાઉં. સમય બડા બલવાન ... આ
બાબત આપણે દરેક જાણતા હોવા છતાં જાત વિશે કહીએ ત્યારે ભૂલી જઈએ છીએ સમય અને
સંજોગોને.
ભયભીત હોઇએ છીએ કે ગુસ્સામાં હોઇએ છીએ ત્યારે
આપણે એવા જ નથી હોતા...આપણે આપણામાં પણ નથી હોતા. દરેક વ્યક્તિમાં અનેક ગુણો હોય છે. પ્રેમ, કાળજી, રચનાત્મકતા,
સંવેદનશીલતા તો ઇર્ષ્યા, ગુસ્સો, હિંસા વગેરે. દરેક સંજોગોમાં એ વ્યક્તિ એક જ રીતે વર્તતી નથી.
સંજોગો સામે આવે ત્યારે જ સમજાય છે કે આપણે કેટલા સ્વસ્થ રહી શકીએ છીએ. એટલે
હકિકતમાં આપણે પોતાની જાત સાથે જુઠ્ઠુ
બોલતા હોઇએ છીએ. પોતાની જાતને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરીશું તો જ બીજાનો
સ્વીકાર અને સમજ પણ આવશે. હું આવો જ છું કહીને આપણે અહંકારથી બધ્ધ થઈએ છે. આ સત્ય
મને અનુભવે સમજાયું છે... આશા રાખું કે તે જાળવી શકું... સુપ્રભાત
0 comments