અમારું સ્વતંત્ર વ્યક્તિત્વ પુરુષોના સહકારથી
20:36
हर एक नुक्कड़ पर..
चाय की एक गुमटी
औरतों के लिए भी होनी चाहिए
जहाँ खड़ी हो कर
कभी अकेले तो कभी अपने दोस्तों के संग
बीच बाज़ार, भरे चौराहे, ठहाके लगा सकें साझा कर पाएं
चाय की एक गुमटी
औरतों के लिए भी होनी चाहिए
जहाँ खड़ी हो कर
कभी अकेले तो कभी अपने दोस्तों के संग
बीच बाज़ार, भरे चौराहे, ठहाके लगा सकें साझा कर पाएं
નુક્કડ એટલે પોતાનો સમય અને સમાજની શેરીમાં પોતાનાં વ્યક્તિત્વને મુક્ત રીતે ભેળવવાની અનુભૂતિ. નુક્કડ એટલે સખીઓ સાથે કોઈપણ ભારણ વિનાની મસ્તી, મજાક અને મોજ. ન કોઈ સ્પર્ધા, ન કોઈ ઈર્ષ્યા, ન રાગદ્વેષ બસ હોવાપણાનો ઉત્સવ એટલે નુક્કડ. સવારે નાહ્યા ધોયા વિના પણ બહાર રસ્તા પર ઊભા રહીને ચા-નાસ્તો કરી શકાય, બપોરે તૈયાર થઈને ગલીને નાકે ઊભા રહી ઠહાકા લગાવી શકાય અને રાત્રે શહેરના મિજાજને માણી શકાય. નુક્કડની ત્રીજી મિટિંગ રાત્રે દસ વાગ્યે ૩, માર્ચ. જોડાવા ઈચ્છતી બહેનો મેસેજ કરે.
ફેબ્રુઆરીમાં અમદાવાદમાં પણ નુક્કડ થશે. દસ ફેબ્રુઆરી સાંજે ચાર વાગ્યે સ્થળ જાણવા માટે મેસેન્જરમાં મેસેજ કરો.
નુક્કડની શરૂઆત આમ જ સહજતાથી થઈ અને તેની સાથે સ્વની ખોજ માટે પ્રયત્ન કરતી નવી સખીઓ સાથે ઓળખ થઈ. પોતાના માટે જીવી શકતી સ્ત્રી જ નુક્કડ પર કોઈપણ સમયે હોઈ શકે. એટલે જ સ્ત્રીઓ જે ફક્ત બપોરે કિટી પાર્ટીમાં મળે છે, દરેકના સમય સાચવીને એમ નહીં. ઘરની બહાર નીકળવાનું અને રસ્તા પર ઊભા રહીને ચા કે કોફી પીતા વાતોના તડાકા મારવાના. ભીંતોની બહાર મુક્ત આકાશ નીચે સ્વને સખીઓ દ્વારા પામવાના પ્રયત્નો કરવાના. કોઈ એજન્ડા નહીં. કોઈ બૌદ્ધિક વાતો નહીં છતાં કંઈક પામવાનું સહજતાથી બને છે.
૨૦૧૯ના અંતિમ દિને શરૂ થયેલું આ નુક્કડ ૨૦૨૦ના જુહુ બીચ પર સવારે ૭ વાગ્યે મળવાનું નક્કી કર્યું. મુંબઈમાં ઠંડીના ચમકારા વચ્ચે વહેલી સવારે જુહુ બીચ પર પહોંચવું સરળ નહોતું, કારણ કે બધા જ કંઈ જુહુ વિસ્તારની નજીક નથી રહેતા. ઘોટકોપરથી રાજુલ અને નવી સખી મિત્તલ પહોંચ્યા સૌથી પહેલાં. જાગૃતિ અને પ્રીતી તો હોય જ. પણ અમેરિકાવાસી નંદિતા ઠાકોર ઠાગાઠૈયા કરતી પહોંચી ખરી. વહેલી સવારે પતિ કે બાળકો માટે ઊઠીને ગરમ નાસ્તો બનાવી શકતી ગૃહિણી પોતાના માટે કોઈપણ બહાના વગર બહાર નીકળી શકે તે જ નુક્કડનો ઉદ્દેશ હતો. એટલે જ સવારનો વહેલો સમય રાખ્યો હતો.
નંદિતાએ કહ્યું કે તેનો પતિ પરણ્યો ત્યારથી જ ખરા અર્થમાં જીવનસાથી છે. તેને જો બહારથી ઘરે જતાં મોડું થાય અને તેનો પતિ (નામ ભૂલી ગઈ સોરી નંદિતા) વહેલો ઘરે આવે તો રસોડામાં પહોંચીને જમવાનું બનાવી, બાળકોને જમાડીને પરવારી જાય. ઘરકામ ફક્ત નંદિતાનું નહીં અને નંદિતાએ અમુક સમયે ઘરમાં જ રહેવું તેવો કોઈ આગ્રહ નહીં. અને તે છતાં નંદિતા સારી મા, સારી પત્ની ( એનો પતિ કહે છે કે તેણે વીસે આંગળીએ ગોરમા પૂજ્યા હતા જેથી આવી પત્ની મળી) અને બહુ સારી વ્યક્તિ, મિત્ર છે.
રાજુલ ભાનુશાળી પરંપરિત કચ્છી પરિવારમાંથી આવે છે, ઘરને ચોખ્ખું ચણાક અને સુંદર રાખે છે. તેનો પતિ જમવાનું બનાવી નથી શકતો પણ જ્યારે રાજુલને બહાર જવું હોય પોતાના માટે તો તે બધું જ મેનેજ કરી લે છે. રાજુલને બાંધી નથી રાખતો અપેક્ષાઓના ભારણ નીચે. વખત આવે સેવ-મમરા ખાઈને પણ પેટ ભરી લે પણ રાજુલને ગુનાહિત અનુભૂતિ નથી આપતો એટલે જ રાજુલ કોઈપણ સમયે, મુંબઈ કે મુંબઈની બહાર કાર્યક્રમમાં કે મિત્રો સાથે પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવી શકી છે.
જાગૃતિ ફડિયા અને પ્રીતિ જરીવાલા કોઈપણ સમયે ક્યારેય પણ ક્યાંય પણ આવવા માટે તૈયાર. પ્રીતિ વ્યવસાયે ડોકટર, દાદી પણ બની અને દરેક જવાબદારી સુપેરે સાચવે પણ પોતાનો સમય અને વ્યક્તિત્વની સ્વામિની. જાગૃતિ પણ વ્યવસાય અને ઘર, દીકરીઓની સાથે પોતાનો સમય જાળવી લે છે. અને મારી વાતતો દીપકે મને મુક્ત આકાશ આપ્યું છે મારા વ્યક્તિત્વને ખીલવા માટે. તેની સમજ, સહકાર અને સ્નેહ મારા વ્યક્તિત્વને ખીલવે છે. નુક્કડના અનુભવો હજી લખાતા રહેશે.
0 comments