સંઘવીસાહેબને છેલ્લી સલામ

21:33









તડફડ કરનારા સંઘવીસાહેબ કહો કે નગીનબાપા કહો તેઓ હવે દુનિયામાં નથી તે એમને મળનાર દરેકને માટે અઘરું લાગે. સો વરસની ઉંમરે પણ ટટ્ટાર ચાલતાં, કોમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા . રવિવારે  સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા તે સમય સુધી તેઓ કાર્યરત હતા. છેલ્લે પૌત્ર સૌમિલ સાથે તેમણે વાત કરી હતી એને યાદ કરતાં સૌમિલ જણાવે છે કે તેમને  શ્વાસમાં તકલીફ થઈ રહી હોવાથી ડોકટર પાસે  ગયા હતા અને છાતીમાં પાણી ભરાયા હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા અને ત્યાં છેલ્લા શ્વાસ લીધા હતા.  

નગીનદાસ સંઘવીને મળનાર કે શ્રોતા તરીકે સાંભળનાર વ્યક્તિ તેમના ખડખડાટ હાસ્યને વિસરી શકે. કટારલેખક, વિશ્લેષક તરીકે જાણીતા નગીનદાસ સંઘવીએ કોલમ લખવાની શરૂઆત સુરતના ગુજરાતમિત્રથી કરી હતી અને યોગાનુયોગ તેમણે અંતિમ શ્વાસ સુરતમાં લીધા. મૂળ સૌરાષ્ટ્રના, કર્મભૂમિ  મુંબઈ જે  તેમને ખૂબ પ્રિય હતું. તેમના જીવનનો મોટો કાળ મુંબઈમાં વીત્યો. છેલ્લે એમને મળવાનું સુરતમાં બન્યું ત્યારે મુંબઈ જેવી મજા ગુજરાતમાં નથી આવતી એવી આછી ફરિયાદ કરી હતી. મુંબઈનું ધમાલિયું જીવન તેમને યાદ આવતુ હતું.  જો કે  જીવનના દરેક પડાવને તેમણે સ્વીકાર્યા છે રીતે પડાવને પણ સહજતાથી સ્વીકારી લીધો હતો. 
નગીનદાસભાઈ હંમેશા સફેદ લેંઘો અને ઝભ્ભો પહેરતાં. લગભગ ફૂટની શારિરીક ઊંચાઈ. છેલ્લા વરસોમાં તેમણે જીવનમાં અંગત રીતે અનેક ચડાવ ઉતાર જોયા. મૂળ ભાવનગરના તેમનો જન્મ બ્રહ્મદેશના અક્યાબમાં ૨૧ એપ્રિલ ૧૯૧૯માં. પ્રાથમિક શિક્ષણ ભાવનગર રાજ્યના ભૂંભલી ગામમાં લીધું હતું તો ભાવનગર શહેરમાંથી બીએ પાસ કરી, મુંબઈ આવ્યા હતા. અહીં તેમણે પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું . ત્રણેક વરસ ઈન્સ્યુરન્સ કંપનીમાં નોકરી પણ કરી. ત્યારબાદ ત્રણ કોલેજમાં બત્રીસ વરસ પ્રોફેસર તરીકે .નોકરી કરી. સૌ પ્રથમ ભવન્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પોલિટિકલ સાયન્સ અને ઈતિહાસ તેમના મુખ્ય વિષય રહ્યા હતા. છેલ્લે મીઠીબાઈ કોલેજમાંથી નિવૃત્ત થયા . ૧૯૬૫ની સાલથી તેમણે કોલમ લખવાનું શરૂ કર્યું . અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ તેમનો એકનો એક દીકરો જયંત અકસ્માતમાં મૃત્યુ પામ્યો. એટલે ઘરની દરેક જવાબદારી પાછી એમના શિરે આવી. પત્નીના મૃત્યુબાદ મોટી ઉંમરે એટલે કે ૯૭ વરસની ઉંમરે એકલા રહેવું અઘરું પડતા મોટી દીકરી હર્ષા સાથે સુરત રહેવા ગયા હતા. તેમને બે દીકરીઓ હર્ષા અને ઉષા છે.  ૨૦૧૮ની સાલમાં તેમને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો હતો. 
 મુંબઈ સ્થાઈ થવાની વાત કરતાં નગીનદાસભાઈએ કહેલું કેતે દિવસોમાં સૌરાષ્ટ્રથી લોકો રોજગારની શોધમાં મુંબઈ આવતા કારણ કે ત્યારે ગુજરાતના શહેરો એટલા વિકસ્યા નહોતા. એટલે બીજો કશો વિચાર કર્યા વિના મુંબઈ આવવાનું હોય અને તે પણ વાયા વિરમગામ. મને કોલેજમાં ભણાવવાની ઈચ્છાતો હતી પણ અંધેરી ભવન્સ કોલેજમાં તે સમયે કોઈ ભણાવવા જવાની હિંમત નહોતું કરતું. આપણે તો ત્યારથી બિન્દાસ હતા, ડરવાનું તો હું શીખ્યો નહોતો એટલે સૌ પ્રથમ ભવન્સ કોલેજમાં અધ્યાપક તરીકે સારા પગાર સાથે જોડાયો. અંધેરીમાં તે સમયે આટલી વસ્તી નહોતી. ત્યારબાદ રૂપારેલ કોલેજમાં દસેક વરસ ભણાવ્યું, ગાળા દરમિયાન  મેં ખૂબ વાંચ્યું અને વિચારોને યોગ્ય રીતે રજૂ કરતા શીખ્યો. રૂપારેલ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ ખૂબ સજ્જ હોવાને કારણે મારું પણ ઘડતર થયું એવું કહી શકાય. તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા  એટલે ગુજરાતી વિરુદ્ધની મોહિમનો સામનો મારે કરવો પડ્યો હતો. કારણ કે વિસ્તાર મહારાષ્ટ્રિયન, બીજા બધા પ્રોફેસર મહારાષ્ટ્રિયન હું એકલો ગુજરાતી. બંદા ત્યારે ડર્યા વિના, ધમકીઓની પરવા કર્યા વિના લેકચર લેવા જતા. “ આમ નગીનદાસ સંઘવી નિડર વ્યક્તિત્વના સ્વામી હોવાને કારણે રાજકારણ અને રાજકારણીઓ વિશે કે ધર્મ વિશે સંશોધન કરી સત્ય બિન્દાસ કહી શકતા. અભ્યાસ કર્યા સિવાય કશું લખવું કે બોલવું નહીં તે એમનો સિદ્ધાંત હતો. તેમણે ૧૯૮૫ની સાલમાં રામાયણની રામાયણ નામે કોલમ સમકાલીનમાં લખી હતી. કોલમ લખવાનો હેતુ મૂળ કથાની સાચ્ચી અને સાધાર તેમ સચોટ રજૂઆત કરવી. ધર્મના નામે જે બાબાઓ, સંતો વાતો કરતા હતા તેની સામે સંશોધનપૂર્ણ વાત કરવાનો તેમનો મૂળ હેતુ હતો. જો કે એમાં કેટલીક એવી બાબતો હતી જે રૂઢિગત માન્યતાઓને ગળે ઉતરે એવી નહોતી તેથી તે સમયે તેમનો ખાસ્સો વિરોધ થયો હતો. તેમના પર અનેક આક્ષેપો થયા અને કોલમ બંધ કરવી પડી. તેમણે બીજા વરસે રામાયણની અંતરયાત્રા નામે પુસ્તક જાતે પ્રકાશિત કર્યું. જેમને રામાયણ વિશે સંશોધનાત્મક વાંચવું હોય તેમણે પુસ્તક વાંચવું રહ્યું. 
નગીનદાસ સંઘવીએ સ્વતંત્ર ભારતના દરેક વડાપ્રધાનનો કાર્યકાળ જોયો  છે. દરેક રાજકીય નેતા અને પક્ષ વિશે અભ્યાસપૂર્ણ અને વિશ્લેષણાત્મક લેખો પણ તેમણે  હજી અઠવાડિયા સુધી લખ્યા.   રાજકારણ વિશેનો તેમનો અભ્યાસ અને સ્પષ્ટ અભિગમ હોવા છતાં તેમને કોઈ રાજકીય પક્ષોએ ટ્રોલ નહોતા કર્યા. લોકોને ગમે એવું લખવાનો પ્રયત્ન એમણે ક્યારેય નથી કર્યો પણ પોતે સંશોધન અને અભ્યાસ કર્યા બાદ જે માને તે સ્પષ્ટ રીતે કહેવામાં તે કોઈની શેહશરમ રાખતા નહીં. રાજકારણનો તેમનો અભ્યાસ અને સમજ જોઈને રાજકારણમાં કેમ સક્રિય નહોતા થયા એવા સવાલો તેમને વારંવાર પૂછાતાં ત્યારે નગીનદાસ બ્રાન્ડ આંખોમાં ચમક સાથે જવાબ આપતા કેરાજકારણમાં જોડાવા માટે  ત્રણ લાયકાત હોવી જરૂરી છે.એક તે  માણસ સંત જેવો હોવો જોઈએ કે પછી  તે માણસ શ્રીમંત હોવો જોઈએ અને કાં તો માણસ શઠ હોવો જોઈએ. મારામાં ત્રણે લક્ષણ હોવાના કારણે રાજકારણમાં ગયો. “  આવું કહીને તેઓ ખુલ્લા મોંઢે ખડખડાટ હસતાં. જો કે તેઓ શરૂઆતમાં મુંબઈમાં આવ્યા ત્યારે કાંદિવલીમાં રહેતાં તે સમયે રાજકીય પાર્ટી સાથે સક્રિય કામ પણ કર્યું છે તે ઓછા લોકો જાણે છે. લગભગ ૧૯૫૬ની સાલમાં તેઓ કો્ગ્રેસમાં સક્રિય હતા. મિત્રો માટે ચૂંટણીસભાઓમાં ભાષણો પણ આપ્યા છે. ગાંધીજી  વિશે તેઓ કહેતા કે આપણા દરેક રાજકારણીઓએ ગાંધીજીને અનુસરવા જેવું છે. ખાસ કરીને જ્યારે કોઈ સમાજસેવાની વાત કરતું હોય ત્યારે ગાંધીજીનું જીવન સમજવું જરૂરી છે.પોતે  ગાંધીજી જેવા સંત નથી એટલે પણ રાજકારણમાં ચાલી શકે એવું કહીને તેઓ પોતાના પર હસી શકતા. 

ચિંતક-ફિલોસોફર પ્લેટોને તેઓ અવારનવાર ટાંકતા. પ્લેટોએ કહ્યું કે તમારે કોઈ માણસને સુધારવો હોય તો હરામખોર માણસને સુધારો કારણ કે તેનામાં શક્તિ છે, હિંમત છે અને કામ કરવાની આવડત પણ છે.  સામાન્ય માણસ નકામો છે આમે નકામો અને તેમે નકામો. અને હું સામાન્ય માણસ છું એટલે રાજકારણમાં જઈ શકું. પણ પ્લેટોએ કહ્યું છે કે જો તમે સરકારની ગતિવિધિમાં રસ લેતા હો તો તમે મુરખ વ્યક્તિના શાસન તળે જીવવા નિર્માયા છો.  
નગીનદાસભાઈએ મુંબઈમાં જીવનનિર્વાહ માટે અનેક સંઘર્ષો છેલ્લે સુધી કર્યા છે. મુંબઈમાં સ્થાયી થયા ત્યારે વગડા જેવા કાંદિવલી વિસ્તારમાં રહેતા. લગ્ન કર્યા એટલે બે છેડાં ભેગા કરવા  તેમણે અનુવાદનું કામ પણ પુષ્કળ પ્રમાણમાં કર્યું હતું.  પછી તો અધ્યાપક થયા અને કોલમ લખવાનું પણ શરૂ કર્યું એટલે જાણીતા થયા તે છતાં હજી આજે પણ લેખ લખતાં પહેલાં તેઓ અભ્યાસ કરવાનું ચૂકે નહીં. પત્રકારત્વ વિશે તેમની સ્પષ્ટ સમજ હતી. તેમનો આગ્રહ રહેતો કે પત્રકારત્વમાં વાંચન અને અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમને અફસોસ પણ હતો કે આજે મોટાભાગના પત્રકારો વાંચતાં નથી કે પોતાનું હોમવર્ક કરતાં નથી. રાજકારણી વિશે તેઓ કહેતાં કે પહેલાં લોકો સમાજસેવા માટે રાજકારણમાં આવતાં જ્યારે આજે લોકો પોતાની સેવા માટે એટલે કે લેવા માટે રાજકારણમાં આવે છે. પહેલાંના રાજકારણીઓ વિદ્વાન હતા. તેઓ ખૂબ વાંચતા અને અભ્યાસુ હોવાને કારણે તેમની સાથે મુદ્દાસર વાત થઈ શકતી. સ્પષ્ટવક્તા હોવાની છાપ ધરાવતાં નગીનદાસ સંઘવીની સ્પષ્ટતા હવે મળવી મુશ્કેલ છે.  તડ ને ફડ વાત કહેનાર નગીનદાસભાઈ અંગત રીતે ખૂબ હળવા અને રમૂજવૃત્તિ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લાં કેટલાક વરસોથી મોરારીબાપુની રામકથાનો વિદેશના શ્રોતાઓ માટે અંગ્રેજીમાં અનુવાદ કરતા. બાપુની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહેતા માટે ક્યારેક તેમની ટીકા પણ થતી. એમને અંગત રીતે જાણનાર વ્યક્તિઓ એની પાછળના દ્રષ્ટિકોણને સમજી શકતા. ભારતીય પ્રાચીન પરંપરા અને આધુનિક સમાજ બન્નેનું તેમનું અધ્યયન અસાધારણ હતું. 
 તેમની વિદ્વતાનો ભાર સામી વ્યક્તિને લાગે એની દરકાર પણ તેઓ રાખતા. દરેક વસ્તુ અને બાબતને ઝીણવટથી તલસ્પર્શી રીતે સમજવાનો પ્રયત્ન કરતા. તેઓ પોતે પણ વિદ્વતાના ભાર સાથે જીવતાં એટલે   તેઓ સ્વસ્થતાથી  અને સહજતાથી સો વરસ જીવી શક્યા. તેમની ટીકા કરનાર વ્યક્તિઓ પણ તેમને મળ્યા બાદ એમની હળવાશના પ્રભાવમાં આવ્યા રહેતી. 

ગુજરાતી પત્રકારત્વમાં આટલી ધારદાર,સત્યનિષ્ઠ અને લાંબી ઈનિંગવાળી કલમ આજે વિરામ પામી છે. આવી કલમ માટે ગુજરાતી પ્રજા એમની સદા ઋણી રહેશે.



You Might Also Like

0 comments