મૌત આસાન હો ગઈ હોગી

00:55






મરવું સહેલું નથી હોતું. તે છતાં ક્યારેક વ્યક્તિને લાગે છે જીવન વધુ અઘરું છે અને મરવું સહેલું છે.   સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ફરી લોકોને ડિપ્રેશન વિશે વિચારતાં કરી મૂક્યા. જ્યારે પણ કોઈ પુરુષ આત્મહત્યા કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફરી લોકો સંવેદનશીલ, લાગણીશીલ સંદેશાઓ લખવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ યાદ આવે છે જેમણે આત્મહત્યા કરતાં લોકો  વિચલિત થયા હતા.

૨૦૧૭ની સાલમાં એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો ભૂતકાળની સીમાઓ તોડીને લોકોને ત્રાહિમા્મ પોકારાવી રહ્યો હતો. તે વખતે એક વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યો હતો. એ વીડિયો હતો ૨૪ વરસના યુવાન અર્જુન ભારદ્વાજનો. આત્મહત્યા કરતા પહેલાં તેણે ફેસબુકના નવા ફીચર લાઈવનો ઉપયોગ કર્યો હતો. એ વિડિયોમાં દેખાતો દેખાવડો યુવાન એકદમ કુલ જણાતો હતો. કોઈ આટલી શાંતિથી મરી શકતું હોય તો તેનું જીવન કેટલું નિરર્થક બની ગયું હશે. ખેર, અર્જુન હોય કે કોઈપણ યુવાન જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એ સમાચાર જાણીને મગજ સુન્ન થઈ જાય છે. કેટકેટલા પ્રકારની ચર્ચાઓ લોકોમાં થવા લાગે છે.

૨૦૧૯ના ઓગષ્ટ મહિનામાં  કેફે કોફી ડે ના સ્થાપક વી.જીસિદ્ઘાર્થે જ્યારે આત્મહત્યા કરી તેવા સમાચાર આવ્યા ત્યારે લગભગ દરેક વ્યક્તિને આશ્ચર્ય થયુંહતુંતેણે ડ્રાઈવરને ગાડી નદીના પુલ પર ઊભી રખાવીને   કહ્યું તું આગળ જઈને રાહ જોહું આવું છુંઅને તે ફરી ક્યારેય પરત  ફર્યોતેણે પત્ર લખ્યો તેમાં એક વાક્ય કંઈક આવું હતું કે હું હારી ગયો હવે સહન નથી કરી શકતોબરાબર    રીતે  ૨૦૧૨ની પહેલી ઓગષ્ટે રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠે પણ મુંબઈના સી લીન્ક પર ગાડી થોભાવી ડ્રાયવરને કહ્યું કે હું એક ફોન કરવા માગું છું તું ગાડી ધીમી ચાલુ રાખલલિત શેઠ ફરી ક્યારેય પાછા  આવ્યાતેમની ગાડીમાંથી નોટ મળી કે હું મારી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યોઆવું  કંઈક વિચારીને સિદ્ધાર્થે પણ આત્મહત્યા કરીબન્ને વ્યવસાયિકોએ પોતાના વ્યવસાયમાં આગવી ઓળખ ઊભી કરવાની હિંમત દર્શાવી હતીબન્ને જણાના માથા દેવું હતુંઅનેક મુશ્કેલીઓ પાર કરી સફળ થનાર વ્યક્તિ પણ પોતાની જાત સામે હારી જાય એવું બનતું હોય છેકેટલીકવાર એવું બનતું હોય છે કે તમે  વ્યક્તિ વિશે ખાસ કશું  જાણતા નથી પણ તેનું અચાનક મૃત્યુ તમને આઘાત આપી જતું હોય છેતેમાં  જ્યારે વ્યક્તિ આપઘાત કરે ત્યારે ખાસછેલ્લા કેટલાક સમયથી સફળ  પુરુષો આપઘાત કરતા હોય તેવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. ૨૦૧૮ની સાલમાં  સફળ સેલિબ્રિટિ શેફ એન્થની બૌદેને પણ આત્મ હત્યા કરી હતી બધા  પુરુષો કોઈને કોઈ    કારણસર હતાશામાં સરી પડ્યા હતા. 



ડિપ્રેશન વિશે વાત કરવામાં આમ પણ પુરુષોને ઘણી તકલીફ થતી હોય છેતેમાં જો ડિપ્રેશિવ વ્યક્તિને   બેજવાબદાર માનવામાં આવશે કે આશંકાથી જોવામાં આવશે તો હજી પણ ડિપ્રેશન અંગે લોકો વાત કરતાં અચકાશેતેને છુપાવશે એમ ડિપ્રેશન વધુ જોખમકારક બને તો નવાઈ નહીંહકીકતમાં તેના અંગે સહજભાવ કેળવવાની   જરૂર છે.ડિપ્રેશનમાં સ્ત્રી કરતાં પુરુષો ત્રણગણા વધુ આપઘાત કરવાનો રસ્તો અખત્યાર કરે છેપુરુષ એટલે   સ્ટ્રોન્ગસાયલન્ટ અને ક્ન્ટ્રોલમાં રહેનારો હોય એવી માન્યતાને કારણે સંવેદનો દબાવી રાખવામાં આવે છેવળી આજે દુનિયા કોમ્પિટિટિવ અને કન્જ્યુમરિઝમ અર્થાત હરીફાઈ તથા ઉપભોક્તાવાદના કળણમાં ફસાઈ રહી છે.   તેની પણ પુરુષ માનસ પર અસરો થાય છેતેને કારણે અનેક સંવેદનાત્મક સમસ્યા સર્જાતી હોય છેપુરુષોના   ડિપ્રેશન  પકડાવાના    કેટલાંક કારણો છેએવું માનવામાં આવે છે કે ડિપ્રેશનમાં લાગણીશીલ બનવું કે ઉદાસીનતાની લાગણી અનુભવવી તે મુખ્ય લક્ષણો છેપરંતુ લાગણીઓ કે સંબંધોની સમસ્યાને અવગણવા માટે કે તેને સ્વીકારી શકવાની ક્ષમતા ન  હોવાને કારણે પુરુષોમાં માથું દુખવુંપેટના રોગ થવાથાક લાગવો કે શરીરમાં સખત પીડા થવી પણ ડિપ્રેશનના   કારણો હોઈ શકેપોતે ડિપ્રેશ છે તેનો અસ્વીકાર કે કોઈની પણ સાથે લાગણીની વાત  કરવામાં અહમનો પ્રશ્ન    માનતા પુરુષો ડિપ્રેશનને છુપાવવા જે પ્રયત્નો કરે છેઆખરે તેમને મોટું નુકશાન કરી જતું હોય છે તે સમજાય ત્યારે ઘણું મોડું   થઈ ચૂક્યું હોય છેતો વળી કેટલાક પોતે ડિપ્રેશ છે તે માનવા પણ તૈયાર નથી હોતાપુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવુંક્યારેય ઢીલા  પડવું કે લાગણીની વાતો  કરવી તેવી માન્યતાઓને કારણે પુરુષોની બદલાતી માનસિક સ્થિતિનો ખ્યાલ નથી આવતોક્યારેક એવું પણ બની શકે કે પુરુષને ખ્યાલ હોય કે પોતે ડિપ્રેશ છે પણ તેને એકલે હાથે  પહોંચી વળશે તેવા ખ્યાલમાં રહે છેકારણ કે તેને ભય હોય છે કે સમાજમાં કે કારર્કિદી ક્ષેત્રે તેની હાંસી થશે. 

ત્યારબાદ કોઈએ લખેલો મેસેજ પણ વોટ્સએપ પર ફરવા લાગ્યો જેમાં નવાઝુઉદ્દીન, સચીન વગેરે અનેક લોકોના દાખલા આપીને સમજાવવામાં આવતું કે આ બધા પણ જીવનમાં ક્યારેક ને ક્યારેક નિરાશામાં અને તકલીફોમાંથી પસાર થયા છે. તે છતાં હિંમત હાર્યા વિના તેમણે જીવનમાં સંઘર્ષ ચાલુ રાખ્યો તો છેવટે સફળ થયા. પોઝિટિવ સંદેશાઓ તમને ક્યારેક સારા વિચારો આપી શકતા હશે. કેટલાકને સફળતા સુધી પહોંચાડી શકતા હશે, પરંતુ જરા જુદી રીતે વિચાર આવ્યો કે સફળતા જ અહીં મહત્ત્વની બનાવી દેવામાં આવી હોવાથી જ યુવાનોના મનમાં તાણ ઊભી થાય છે. સફળતા આપણે કોને કહીએ છીએ? જે ખૂબ પૈસા કમાઈ શકે છે તેને જ. જે ખૂબ પ્રસિદ્ધ થાય છે તેને જ. આખું જીવન ઈમાનદારીથી કામ કરીને જૂતા સીવતાં મોચીને આપણે સફળ નથી કહી શકતા. તમારા ઘરમાં કપડાંવાસણ ઘસીને પૈસા કમાતા માણસને સફળ નથી માનવામાં આવતો. કે તમારી ઓફિસમાં પ્રમાણિકતાથી પ્યુનનું કામ કરનાર સફળ નથી ગણાતો. સબીના નામની એક અંગ્રેજી ફિલ્મમાં ખૂબ ધનવાન વ્યક્તિને ત્યાં એક માણસ ડ્રાઈવર તરીકે જોડાય છે. એની દીકરી પોતાના પિતાને ડ્રાઈવર કેમ બન્યા તેવું પૂછે છે ત્યારે ડ્રાઈવર પિતા કહે છે કે મને વાંચવાનો ખૂબ શોખ હતો. ડ્રાઈવર એટલે જ બન્યો કે મને કામના સમયે વાંચવાનો સમય મળી રહે.
ભારતીય સંસ્કૃતિમાં બાહ્ય સમૃદ્ધિ કરતાં આંતરિક સમૃદ્ધિનું મહત્ત્વ વધુ છે. હાલ જે વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવીએ છીએ તેમાં બાહ્ય દેખાડો અને સુખસગવડ ખરીદી શકાય તેવી સફળતાને મહત્ત્વ આપવામાં આવે છે. ઉપભોક્તાવાદમાં શિક્ષણ અને સફળતા ખરીદી શકાય તો એ પણ ખરીદીને આપવા માતાપિતા તૈયાર હોય છે. તેમને વિપરીત સંજોગોની જાણ જ ન હોય ત્યારે ગમે તેટલી પોઝિટિવ થિન્કિંગની દવા પીવડાવો તોય એમાં કોઈ ફરક ન પડે. એમબીએમાં ભણતા અર્જુનને  કે છીછોરે જેવી ફિલ્મ કરનાર સુશાંતને કે સિદ્ધાર્થને   પોઝિટિવ થિન્કિંગ વિશે ખબર નહીં હોય? હશે જ, પણ તેને અસલી દુખ કે પીડા વિશે ખબર નહીં હોય. એટલે જ તે પોતાના ડિપ્રેશનની વાત કોઈને કરી નહીં શક્યો હોય.
ડિપ્રેશન વિશે અનેક માહિતીઓ આજે મળી રહેશે પણ જીવનમાં અનેક સમસ્યાઓ છે  જેને સમજવાની જરૂર છે. દરેક વ્યક્તિ જુદી હોય છે. તેની ક્ષમતા જુદી હોય છે.

You Might Also Like

0 comments