૨૧મું ટિફિન અને ધ ગ્રેટ ઈન્ડિયન કિચન અને માય હેપ્પી ફેમિલી

23:49

 





રામ મોરી લિખિત, વિજયગીરી બાવા દિગ્દર્શિત૨૧મું ટિફિનફિલ્મ જોયા બાદ એવી આશા બંધાઈ કે ગુજરાતી ફિલ્મો પણ સંવેદનશીલ વિષયને ન્યાય આપી શકે છે. રામ મોરીની વાર્તા વરસો પહેલાં નવનીત સમર્પણમાં વાંચી હતી ત્યારે પણ ગમી હતી.  વાર્તાનું ફિલ્મમાંકન કરતી સમયે થોડો બદલાવ કરવામાં આવ્યો છે, પણ એકંદરે સારી ફિલ્મ બની છે. ફક્ત તેના અંતને બાદ કરતાં. અંત આમ કંઈ ખરાબ નથી પણ આખીય ફિલ્મને જોયા બાદ અંત ધડામ કરતો નીચે પડી જતો લાગે. અંતને પ્રેક્ષકોના મનની અનેક શક્યતાઓમાં રમતો મૂકી દીધો હોત તો વધુ ગમત. ખેર, તે છતાં ઓવરઓલ ફિલ્મ સ્ત્રીના સૂક્ષ્મ મનોભાવને દર્શાવવામાં સફળ રહી છે.  ફિલ્મની નાયિકા આપણી આસપાસ રહેતી કોઈપણ ગૃહિણી જેવી છે. તેની પીડા, તકલીફોને અહીં વાચા મળી છે. ચાલીસી વટાવ્યા બાદ પતિને પત્નીની વાતમાં કે પત્નીના કામમાં કોઈ રસ હોતો નથી. સમયે સ્ત્રી એવા તબક્કામાંથી પસાર થતી હોય છે કે તેને પ્રેમ અને હુંફની ખૂબ જરૂર પડે છે. સમયે જો તેનો પતિ તેની સાથે માનસિક રીતે હોય તો સ્ત્રીના જીવનમાં કોઈ રસ રહેતો નથી. ફિલ્મની નાયિકા લગ્નજીવનમાં હોવા છતાં  પોતાની એકલતા અને ખાલીપણાને ભરવા  ટિફિન સર્વિસનું કામ શરૂ કરે છે. નાયિકાની યુવાન દીકરી છે જેને મમ્મીને મદદ કરવામાં રસ નથી કે તો એના કામમાં રસ છે કે તો માના હાથની રસોઈની કદર છે. નાયિકાના પતિને પણ પત્નિના ભોજનનો સ્વાદ માણતાં નથી આવડતું. નાયિકા ફક્ત વીસ ટિફિન આપે છે. એવામાં એકવીસમાં ટિફિનની માગ આવે છેએક છોકરા તરફથી પણ અકળાયેલી નાયિકા ના પાડી દે છે. પણ છોકરો ઘરે આવીને સવાલ પૂછે છે કેમ તેને ટિફન મળે નાયિકાના ટિફિનનો એટલે આગ્રહ રાખે છે કારણ કે તેણે એમનું ટિફઇન રૂમમેટ પાસે ચાખ્યું છે અને  એમની રસોઈ ખૂબ ભાવી છે. છોકરો સહજતાથી રસોઈકલાના વખાણ કરે છે અને નાયિકાના સૂકાં અંતરમાં મરી ગયેલી લાગણીને કૂંપળ ફૂટે છે. ધીમે ધીમે કૂંપણ નાયિકાને લીલીછમ્મ બનાવી દે છે. ફેરફાર નાયિકાની દીકરીને  દેખાય છે.  અસહ્ય લાગે કારણ કે કૂંપળો એના મનમાં ફૂટી હતી છોકરાને જોઈને. પણ દીકરી પણ આખરે સ્ત્રી છે તે માના વિશ્વની એકલતા અને સૂનકાર પામી જાય છે.  આખી વાર્તા અહીં નહીં લખું કારણ ફિલ્મ જોવા જેવી છે. ઘણા વરસો પછી ગુજરાતી ફિલ્મ  જોઈ જે નાટકની રીતે નહીં કે બહુ બોલકી થયા વિના સંવેદનશીલ રજૂઆત કરી શકી.   સ્ત્રીનું  ભાવવિશ્વ ફિલ્મમાં ખૂબ સુપેરે રજુ થયું છે.  ફિલ્મ જોયાં બાદ રામ મોરીને એક સવાલ પૂછ્યો કે, ‘ સ્ત્રીના સૂક્ષ્મ ભાવવિશ્વને તે કઈ રીતે પકડ્યું?  એક તો તું પુરુષ છે અને બીજું કે હજુ તારી ઉંમર ઘણી નાની છે. (રામ અત્યારે ૨૮ને છો) 

સવાલ સાંભળતાં રામ એકી શ્વાસે બોલવા માંડ્યો, ‘ મારા ગામમાં જ્યાં મારો ઉછેર થયો ત્યાં મારી આસપાસ સ્ત્રીઓની બહુમતી હતી. મારી મા, માસી. ફોઈ તેમની દીકરીઓ. પાડોશમાં પણ છોકરીઓ. મારા ઘરના વાડામાં બપોરે બધી ભેગી થઈને ભરતકામ કરે. ભરતકામ સાથે અનેક વાતો પણ ગુંથાતી હોય. વળી મારી મા સાથે મારે બેનપણા છે એવું મારા બાપુજી કહે છે. માની સાથે આજે પણ હું રોજ બેએક કલાક ફોન પર વાત કરું છું. વાતો સાવ સામાન્ય હોયજેમ કે આજે હું કઢીમાં લીમડો નાખવાનું ભૂલી ગઈ, બિલાડીને બચ્ચા આવ્યા, પેલા વૃક્ષ પર ફુલો આવ્યા, પેલા ઘરચોળું યાદ છે તેનું બ્લાઉઝ નવું બનાવ્યુંવગેરે વગેરે મારી માને ખૂબ વાતો કરવા જોઈએ. આખું ગામ તેને ઓળખે.  આખા ગામની સ્ત્રીઓ તેની આગળ પેટ ખોલીને વાત કરતી તે હું સાંભળતો ….એમ કહી શકાય કે સ્ત્રીના વિશ્વમાં મારો પ્રવેશ સહજતાથી થયો.’ 

ટિફિનની વાતનો તારો કોઈ અનુભવ ખરો?’

રામની આંખોમાં ચમક દેખાય છે અને તરત કહે. ‘ હા, હું ભાવનગરમાં એન્જિનિયરીંગનું ભણવા ગયો હતો. ઘરથી દૂર પહેલીવાર ગયો હતો અને મને ઘરનું ભોજન યાદ આવે. કેન્ટિનનું જમવાનું ભાવે નહીં. હું જ્યાં રહેતો હતો ત્યાં નજીક એક માસી ઘરે ટિફિન બનાવી પહોંચાડતા કે જમાડતાં. મેં તેમને ત્યાં જમવા જવાનું શરૂ કર્યું. માસીનો દીકરો હંમેશા સ્ટાર ચેનલ પર ક્રિકેટ જોયાં કરે. રિપિટ તો રિપિટ ટેલિકાસ્ટ પણ જોયાં કરે. એકવાર માસીથી બોલાઈ ગયું કે બાલિકા બધુ સિરિયલ તેમને જોવી હોય પણ જોવા મળે. મને ખબર પડી કે સિરિયલનું રિપિટ ટેલિકાસ્ટ બપોરે બે વાગ્યે આવે છે. એટલે મેં પોણા બે વાગ્યે તેમના ઘરે જમવા જવાનું શરૂ કર્યું. હું ઘરાક હતો એટલે દીકરો તે સમયે રિમોટ મૂકીને અંદર જતો રહે અને મેં ત્યારે બાલિકા બધુ સિરિયલ લગાવી. હું જાઉં પછી માસી રોટલી બનાવે. માસીના કિચનમાં એક બારી હતી એમાંથી ટીવી દેખાય. મને બાર વાગ્યાની ભૂખ લાગી હોય તે છતાં પોણા બે વાગ્યાની હું રાહ જોઉં. બેચાર દિવસ એવું થયું કે માસી સમજી ગયા કે હું ખાસ બે વાગ્યે જમવા જાઉં છું કારણ કે તેમને બાલિકાબધુ સિરિયલ જોવા મળે એટલે બીજા દિવસે મારી થાળીમાં ગોળકેરીનું અથાણું પીરસાયું. જે મારા ટિફિનના પેકેજમાં નહોતું આવતું.’ 

 ફિલ્મમાં એકવીસમાં ટિફિનના ગ્રાહકને  ફક્ત અથાણું  કેમ મળે છે એનો રાજ રામ મોરી સહજતાથી ખોલી દે છે.  



ફિલ્મ જોતાં થોડો સમય પહેલાં ઓટીટી પ્લેટફોર્મ પર જોયેલી  બીજી બે ફિલ્મો પણ યાદ આવી. મલયાલમ ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન કિચનઅને જ્યોર્જિયન ફિલ્મમાય હેપ્પી ફેમિલિ’.  મલયાલમ ફિલ્મમાં પણ કિચનના રૂટિન સાથે જોડીને સ્ત્રીને નેપથ્યમાં રાખી દેવાની વાત છે. જો કે એમાં નવપરિણીત આધુનિક સ્ત્રીની વાત છે. જેણે મુક્ત આકાશ પિયરમાં નિહાળ્યું છે. પુરુષને જોઈએ છે કે સ્ત્રી એકવિધતામાં પાછળ રસોડામાં ગુંથાઈ રહે. ત્યાંથી બહાર આવે તેનું પોતાનું આકાશ શોધે. કોઈ અપેક્ષા રાખે. પરંતુ ગ્રેટ ઈન્ડિયન કિચનની નાયિકા રસોડામાં પોતાનું કૌશલ પુરવાર કર્યા પછી બહાર નીકળી મુક્તિનો શ્વાસ લે છે. પુરુષને બીજી સ્ત્રી મળી જાય છે જે તેના રસોડામાં પુરાઈ રહેવા તૈયાર છે. જાણે સ્ત્રીનું મુખ્ય કામ પુરુષના જઠરાગ્નિ અને સ્વાદને સંતોષવાનું કોઈપણ જાતની કદરની અપેક્ષા રાખ્યા વિના.   પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા કુટુંબમાં સ્ત્રીના ભાવવિશ્વની કોઈ કદર થતી નથી.  સ્ત્રીને જ્યારે એવો અહેસાસ થાય છે ત્યારે સલામતીના માળખાથી મુક્ત થઈને પોતાનું વિશ્વ રચે છે. આવી  વાત જ્યોર્જિયન ફિલ્મમાય હેપ્પી ફેમિલિમાં કરવામાં આવી છે. પચાસેક વરસની નાયિકા પોતે શિક્ષિકા છે. બે બેડરૂમ, હોલ, કિચનના ફ્લેટમાં તે માતા-પિતા, પતિ અને બે મોટા બાળકો સાથે રહે છે.  આમ બધાનો સ્વભાવ સારો છે પણ ઘરનું કામ ફક્ત નાયિકાને માથે આવે છે. કામ પરથી આવીને તે સીધી રસોડામાં જાય છે. સવારે ઊઠીને પણ રસોડામાં . તેને પોતાનો કોઈ સમય નથી મળતો. તેને ફુલ-છોડ-વૃક્ષો ગમે છે. સંગીત સાંભળતાં ચુપચાપ બેસી રહી આકાશ જોવું ગમે છે. પોતાને ભાવતી કેક શાંતિથી બેસીને ખાવાનો આનંદ તેને લેવો છે. એક દિવસ તેને સમજાય છે કે ઘરમાં તેને અવકાશ નહીં મળે, બસ તે એક ફ્લેટ ભાડે લઈ ત્યાં જુદા રહેવા જવાનો વિચાર અમલમાં મૂકે છે. ઘરની દરેક વ્યક્તિને નિર્ણય સમજાતો નથી. એની મા તો ત્યાં સુધી કહે છે કે તું નસીબદાર છે કે તને સારો પતિ મળ્યો છે જે તને મારતો પણ નથી. પછી શું કામ ઘર છોડવાનો વિચાર કરે છે? નાયિકાને ખબર છે કોઈને સમજાવી નહીં શકે. તે ચુપચાપ બધાનું સાંભળીને જવાબ આપ્યા વિના પોતાનું જીવન જીવવા માટેની મુક્તિ મેળવી લે છે. પોતાના ભાડે લીધેલા ફ્લેટની ગેલેરીમાંથી દેખાતા વૃક્ષોને જોતાં ધીમા સંગીત સાથે પોતાની ભાવતી કેક આરામથી આરોગવાની મુક્તિ. બધું છતાં નાયિકા જરૂર પડે જૂના ઘરે જઈ પ્રસંગો સાચવી આપે છે. દીકરી  પ્રેમભંગ થતાં નિરાશામાં સરી પડે છે ત્યારે એને હુંફ અને પ્રેમ આપે છે. પતિને ઘરે જમવા પણ બોલાવે છે. રામ મોરીના ૨૧મું ટિફિનમાં નાયિકા રૂટિનને આધિન થઈ જાય છે ખટકે છે. કારણ કે સ્ત્રીને જ્યારે પોતાના અસ્તિત્વનો અહેસાસ થાય છે ત્યારે કોઈના આવલંબન વિના પણ આનંદથી જીવી શકે  છે.  આ બન્ને ફિલ્મો વિશે  વિગતે અગાઉ બ્લોગ ઉપર લખ્યું છે રસ હોય તેઓ વાંચી શકે છે. 

You Might Also Like

2 comments