કિતાબ કથા બેઠક - ૯

12:44



હમ કિતની હી કોશિશ ક્યોં કરે, ચીજો કે રુપ કે પીછે હમ વાસ્તવિકતા કો નહીં પકડ સકતે. ઈસકા ભયાનક સા કારણ યે હો સકતા હૈ કિ ચીજો કે અનુભવ સે અલગ ઉનકી કોઈ અલગ વાસ્તવિકતા નહીં હૈ- સિર્ફ ઉથલે લોગ યહ કહતે હૈ કિ ચીજો કો ઉનકે બાહરી રુપ સે નહીં જાના જા સકતા. દુનિયા કા અસલી રહસ્ય દૃશ્ય મેં નિહિત હૈ, અદૃશ્ય મેં નહીં. 

                                                 (ઑસ્કર વાઈલ્ડના વાક્યો-  નિર્મલ વર્માના શબ્દોમાં) 



કિતાબ કથાની બેઠક ૧૫ સપ્ટેમ્બરના હતી અને અમે હિન્દી સાહિત્ય વાંચીને મળવાના હતા, ૧૪ સપ્ટેમ્બરના હિન્દી ભાષા દિવસ હતો તે આકસ્મિક યોગ હતો તે જાણીને અમને બધાને વધુ જોશ ચઢ્યું. હિન્દી ભાષા બોલી શકીએ, શાળામાં ભણ્યાં હતા તે છતાં હિન્દી સાહિત્યમાં અનેક નામો અમારાં માટે નવા હતા. હિન્દી ભાષાની ફિલ્મો જોવી અને સાહિત્ય વાંચવું બે માં ખૂબ ફરક છે બાબત અમને સમજાઈ. વખતે બેઠક ચર્ચગેટ પિન્કી દલાલના ઘરે મળી હતી. કિતાબ કથાની શરૂઆતમાં નક્કી હતું કે બેઠક વારાફરતી દરેકના ઘરે મળશે. પણ કેટલાકની વ્યસ્તતા અને  મુંબઈ શહેરમાં સ્થળો વચ્ચેનું અંતર ઘણીવાર તકલીફ આપે. પણ નવ મહિના બાદ કિતાબ કથાની બહેનો વચ્ચે સહજતા વધતાં નક્કી કર્યા મુજબ એક સ્થળે કે ઘરે કરતાં વારાફરતી વ્યક્તિની અનુકૂળતા મુજબ ગોઠવાશે. વખતે બેઠકમાં હેતલ દેસાઈ, ખેવના દેસાઈ, નેહલ વૈદ્ય, જ્હાનવી પાલ,  પ્રીતી જરીવાલા, જાગૃતિ ફડિયા, દિવ્યાશા દોશી. પ્રતિમા પંડ્યા અને હોસ્ટ પિન્કી દલાલ હાજર હતાં. દરેક જણ વાંચીને આવ્યું હતું અને દર વખતની જેમ પુસ્તકોની વાત કરતાં સાંપ્રત સમાજ વિશેની ચર્ચા પણ થતી રહી. પુસ્તક વાંચવા માત્રથી કામ સરી નથી જતું. પુસ્તક કોણ વાંચે છે અને શું કામ પુસ્તક અને લેખકની પસંદગી કરે છે પણ મહત્ત્વનું હોય છે. બાબત ધીમે ધીમે બેઠકની સંખ્યામાં વધારો થતાં સમજાઈ રહ્યું છે. 

 કેટલાંક માટે હિન્દી સાહિત્ય વાંચવાનું અઘરું હતું તો તેમણે અંગ્રેજી ભાષાંતર વાંચ્યા. બેઠકમાં મન્નૂ  ભંડારીની મેરી પ્રિય કહાનીયા, આપકા બંટી, ત્રિશંકુ, કૃષ્ણા સોબતીની મિત્રો મરઝાની, ટૂંકી વાર્તાઓ, હરિશંકર પરસાઈની નિઠ્ઠલે કી ડાયરી, નાસિરા શર્મા કાગઝ કી નાંવ, ગીતાંજલી શ્રીની ટૂંકી વાર્તા બૈલ પત્ર, નિર્મલ વર્માની વે દિન . પુસ્તકો વિશે વાત થઈ. એટલું ખરું કે આ ગ્રુપ શરૂ કર્યાં બાદ દર મહિને પુસ્તકો વાંચવાનો ઉત્સાહ ઘટતો નથી પણ વધી રહ્યો છે. વિષય પણ બધા સાથે મળીને નક્કી કરે છે. બે કલાક સુધી પુસ્તકની લેખકની વાતો સાથે સામાજિક, રાજકિય ચર્ચા કરવાની પણ મજા આવે છે. કેટલાય લેખકોના નામ પહેલીવાર સાંભળ્યા તો કેટલાક લેખકોને પહેલીવાર જ વાંચ્યાં. 
દરેક વ્યક્તિ પોતે વાંચેલા પુસ્તકની સમીક્ષા કરશે એટલે ફક્ત લેખકના નામ અને પુસ્તકના નામ વિશે વાત અહેવાલમાં કરું છું. પુસ્તક વિશે વાંચવા કિતાબ કથા ફેસબુક ગ્રુપમાં જઈ વાંચી શકાશે. 

મેં વખતે બે લેખકો વાંચ્યાં. કૃષ્ણા સોબતી અને નિર્મલ વર્મા. ઘણાં વરસો પછી એવું બન્યું કે નવલકથા હાથમાં લીધીને એકી બેઠકે પૂરી કરી.  હતી  વે દિનનિર્મલ વર્માની નવલકથા. વિશે વિગતે કિતાબ કથા પર લખીશ. 

You Might Also Like

0 comments