નિરંજન ભગત સાથે એક બપોર....(ફેસબુક ડાયરી)
10:50
7 મે 2017ના બળબળતા મે મહિનાની એક બપોરે આશ્રમ રોડ પર
આવેલા બહુમાળી મકાનમાં નિરંજન ભગતને ત્યાં પ્રબોધ પરીખ અને દીપક સાથે નિરંજન ભગતની
અસ્ખલિત વાણી સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેમની સાથે પેરિસ અને લંડનની ગલીઓના
પ્રવાસની સાથે કવિતાના વિશ્વમાં લઈ ગયા. કવિતા વિશે વાત કરતાં ભગતસાહેબ કહે છે તે
નોંધાયેલું છે. તે અહીં જેમનું તેમ....
“તમે ચોવીસે કલાક કવિ છો જ નહિં. તમે બીજા માણસ
જોવા માણસ જ છો. વીથ ઓલ ધ વર્ચ્યુસ એન્ડ વાઈસીસ ઓફ અધર હ્યુમન બિઈંગ. યુ આર નોટ
ગૉડ. વ્હેન યુ રાઈટ પોએટ્રી ઓર ઈફ યુ આર રાઈટ પોએટ્રી. યુ આર
એઝ હ્યુમન એઝ યોર નેબર.સેક્સપિઅર વોઝ એઝ હ્યુમન એઝ હીઝ નેબર. નોટ બેટર નોર વર્સ. આ
એક બક્ષિસ છે એથી વિશેષ કંઈ જ નથી. પછી તેને બહુ લાડ લડાવો અને ચઢાવો તે જુદી વાત
છે. ઈમોશનલ થાઓ તમે સેન્ટિમેન્ટલ થાઓ. મોરબીડ થઈ જાઓ તો જુદી વાત છે. વિશિષ્ટ પ્રકારની
આ ભેટ આપી છે કુદરતે મનુષ્યને કાવ્ય કરવાની. તમે બધું થઈ શકો, એન્જિનયર થઈ શકો,
ડૉકટર થઈ શકો, તમે નવલકથાકાર થઈ શકો પણ કવિ ન થઈ શકો. કવિતા સંકલ્પનો વિષય નથી કે
આજે સોમવારે સવારે છ વાગ્યે હું સોનેટ લખીશ. અને શું છે તેની હજી સુધી કોઈને ખબર
નથી. એરિસ્ટોટલથી લઈને અત્યાર સુધી લોકો મથે છે. કવિતા શું નથી એ લોકો કહે છે પણ
કવિતા શું છે તે કોઈ કહેતું નથી.”
0 comments