પ્રેમમાં સમજદારી જરૂરી છે

19:46








 પ્રેમમાં દુખી હોય તેવી સ્ત્રી ભાગ્યે મળે, પ્રેમ વિશે ગંભીર વિચારણા કરવી પણ જરૂરી છે દુખી થવું હોય તો



પહેલાં ઇંડુ કે મરઘી પ્રશ્નની જેમ કોણ વધુ પ્રેમ કરી શકે સ્ત્રી કે પુરુષ ચર્ચા ઘરમાં પણ શરુ થાય તો અંત તુ તુ મેં મેં પર પહોંચી જાય. પ્રેમ લગ્ન કરનાર યુગલોને  સવાલ પુછ્યો તો પુરુષોએ એક ઝાટકે કહી દીધુ કે ઓફકોર્સ પુરુષો વધુ પ્રેમાળ હોય છે. પણ અલગ વાત છે કે સ્ત્રીઓને ક્યારેય સંતોષ નથી હોતો પ્રેમ હોય છે એટલે તો લગ્ન કરીએ છીએ એટલે લગ્ન રોમેન્સ નથી!?  એમાં વધુ શું કરવાનું કે કહેવાનું હોય ?”કહેતા તેઓ હાસ્ય વેરે છે. તો પરિણીત સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે,” લગ્ન પહેલાં પુરુષો ચોક્કસ પ્રેમાળ હોય છે, પ્રેમને અભિવ્યક્ત કરવાની તેમની કળા પર તો ફિદા થઈ જવાયું હતું, પણ લગ્નના થોડા વરસો બાદ તેમનો રોમાન્સ હવામાં ઓગળી ગયો હોય છે. એનું કારણ કે તેઓ સ્ત્રીઓ જેટલા કલ્પનાશીલ નથી હોતા.” 
મોટોભાગે દરેક પત્નિને ફરિયાદ હોય  છે કે તેમનો પતિ તેમને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. ગૃહિણી કમ ફેશન ડિઝાઈરનું કામ કરતી પ્રિયા કહે છે કેજો સ્ત્રી લગ્ન પહેલાં રડે તો તે આંસુ મોતી બની વહેતા હોય તેમ પુરુષને લાગે છે જ્યારે લગ્ન બાદ તે રડે તો કહેશે તને તો વાતે વાતે રડવાની આદત છે. આવું તો અનેક બાબતે બને છે. લગ્નના દશ વરસ બાદ બન્ને સાથે એકલા બહાર રોમેન્ટિક ડિનર પર ગયા હોય અને કલાકો સુધી હાથમાં હાથ નાખીને ટહેલ્યા હોય તેવું ભાગ્યે બનતું હોય છે, આજના જમાનામાં પત્નીને રોજ પ્રેમના સંદેશાઓ મોકલાતા નથી કે પછી મહિનામાં એકાદવાર પણ કલાકો સુધી વાતો કરવા રાત્રે જગાતું નથી. 
વિષયે અનેક રિસર્ચ પણ થયા છે. હજી ગયા વરસે બફેલો યુનિવર્સિટિના સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોરા પાર્કે  વિદ્યાર્થિઓ પર કરેલા સંશોધન પરથી સાબિત કર્યુ કે છોકરીઓને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભણવા કરતાં ડેટિંગ કરવામાં અને રોમાન્સ વિશે વિચારવામાં વધુ રસ પડે છે. રોમાન્સ વિશે વિચારતી છોકરીઓને આવા વિષયો કરતાં ભાષા જેવા વિષયો વધુ ગમે છે. જયારે છોકરાઓને રોમાન્સ વિષે વિચાર્યા છતાં ગણિત, વિજ્ઞાન કે ટેકનોલોજીના ભણતરમાં રસ જરાય ઓછો નથી થતો. લોરાએ નોંધ્યું છે કે અમેરિકામાં  છોકરાઓના પ્રમાણમાં ઘણી ઓછી છોકરીઓ ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો પસંદ કરીને પોતાની કારર્કિદી ઘડે છે. જો કે લોરાનું સંશોધન આખાય વિશ્વની સ્ત્રીઓ માટે ઓછાવત્તા અંશે લાગુ પડે છે. સ્ત્રીઓને રોમેન્ટીક ફિલ્મો જોવી પણ વધુ ગમે છે. જ્યારે પુરુષો માટે બનતી ફિલ્મો મોટેભાગે હિંસક એટલે કે મારામારી અને ટેકનોલોજી આધારીત હોય છે. નોર્થનેસ્ટર્નના માર્કેટિંગ પ્રોફેસર નેઇલ રોઝિસે કરેલા એક સંશોધન પ્રમાણે મોટાભાગના પુરુષોના જીવનમાં કારર્કિદીના ક્ષેત્રે સફળતા મહ્ત્ત્વની હોય છે જ્યારે મોટાભાગની સ્ત્રીઓના જીવનમાં સારો પતિ મેળવવો મહત્ત્વનું હોય છે. જો તેઓ લગ્ન નથી કરી શકતી કે સારો જીવનસાથી નથી મેળવી શકતીતો તેઓ જીવનમાં નિષ્ફળતા અનુભવે  છે.
બહારથી દેખીતી રીતે લગ્નજીવન સુખી લાગતું  હોવા છતાં જરુરી નથી કે પત્નિઓને પોતાનો પતિ રોમન્ટિક લાગતો હોય. સૌથી સારો જીવનસાથી મળ્યો હોવા છતાં દરેક પત્નિને ક્યારેકતો એવું થાય છે કે કાશ મારો પતિ જરાક વધુ રોમેન્ટિક હોત. પ્રેમ ઓછો કે વધતો હોઈ શકે? કે પછી આપણા મનની ભ્રમણાઓ છે જેને આપણે ઘડીએ છીએ વિશે વિચારીએ તો પ્રેમ એટલે શું તો  પ્રેમને સિમ્બોલ બનાવીને આપણે તેને  શબ્દોમાં પરોવીને પ્રેમાળ કહેવડાવવાની  ભૂમિકા ભજવીએ છીએ. આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તેની સાથે દિવસો, અઠવાડિયા કે વરસોને જોડીને કહીએ  છીએ. પુરુષ છે જેની સાથે હું લગ્ન કરવા માગું  છું કે લગ્ન કર્યા છે , તે મારું  સર્વસ્વ છે -   હું તેના સિવાય જીવી શકું તેમ નથી. સૂરજ ઊગતા જ્યારે ઊઠું ત્યારે મારી બાજુમાં સૂતો હોય ત્યારે કેટલો નિર્દોષ અને  ફક્ત મારો લાગે છે તે કેટલો બધો મને પ્રેમ કરે  છે” “ તેની સાથે હું જેટલી ખુશ રહી શકું છું એટલી તો ક્યારેય નહોતી વગેરે. અધિકારભાવ અને પ્રેમની ભેળસેળ થતી હોય છે.  નોરા મિલર નામની લેખિકાએ પ્રેમની અનુભૂતિ અને અભિવ્યક્તિને સમજાવતાં લખ્યું હતું કે  સતત  મૂલ્યાંકન કરતાં આપણે મગજમાં એક છબી ઘડીએ  છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ એવી વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. દરેક હકારાત્મક વિચારો, દરેક ગમતી યાદો, દરેક ક્ષણ આનંદના પાનાંઓ ભરે, દરેક બાબત મનમાં રહેલી પ્રેમની આકૃતિને આકાર આપે, સ્પષ્ટ કરીને બળવત્તર બનાવે જ્યાં સુધી   આકૃતિ બીજો સ્વભાવ બની જાય. સરળ અને સાદી રીતે કહીએ તો પ્રેમી માટે  પ્રેમ  છે   અધિકારની કે મોહની વસ્તુ બની જાય છે.  જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે સામી વ્યક્તિમાં કોઈ ખામી આપણને દેખાતી નથી. 
પ્રેમ ટકાવવા માટે સામી વ્યક્તિ એટલે કે પ્રેમી  વિશે આપણને  ગેરસમજ થાય ખૂબ મહત્ત્વનું હોય છે.    જ્યાં સુધી પ્રેમ થયો છે વ્યક્તિ કે વસ્તુ ગમતી હોય અને આપણે જે રીતે પ્રેમ કરીએ તે રીતનો પ્રેમ સ્વીકારવા તૈયાર હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. પણ સંજોગવશાત પ્રેમમાં વાંકુ પડે અને ઝઘડા થાય કે પ્રેમીને ખોઈ બેસીએ છીએ.  તેનાથી ઘણો ફરક પડે છે.
આપણા મનમાં પ્રેમીની જે ફેન્ટસી રચી હોય તે પ્રમાણેનો પ્રેમી  મળે એવું તો શક્ય હોતું નથી.  તો પછી હોર્મોનની (કેમિકલ લોચા)  અસર હેઠળ આપણે જેને પરખ્યો હતો  તેના પર કેટલો ભરોસો રાખી શકાય ? મગજ પર સંશોધન કરનારનું કહેવું છે કે લાગણીઓને  ઉત્તેજન મળે તો પણ લાગણીસભર ઘટનાઓની તીવ્ર યાદો લાંબા સમય સુધી રહે છે. તેને લીધે  દુખી થયાની લાગણીઓ   સમસ્યા પેદા કરે છે.
આપણે પ્રેમને એક  જુદી  વ્યક્તિ માનીને વર્તીએ  છીએ. એટલે તેને ગુમાવીએ છીએ ત્યારે  લાચારીનો અનુભવ કરીએ છીએ,  મને પ્રેમમાં દગો મળ્યો કે હવે પહેલાં જેવો પ્રેમ કરતા નથી  કહીને એના શિકાર બન્યાની લાગણીમાં પલટી નાખીએ છીએ. આપણે કદાચ એવું માનીએ છીએ કે સંજોગોને બદલી શકવા સક્ષમ નથી. ફક્ત આપણે નિયંત્રણ વિના તેનો પ્રતિકાર કરીએ છીએ. પ્રેમમાં પડવાનો  આનંદને  જેટલી અતિશયોક્તિમાં વ્યક્ત કર્યો  હતો રીતે પ્રેમભંગની લાગણીને , પીડાને પણ અતિશયોક્તિમાં વ્યક્ત કરીએ છીએ.  
પરંતુ, જો  સભાનપણે નહીં તો આપણી આંતરિક ઈચ્છાથી ગમતી વ્યક્તિ સાથે જોડાવાનાં પગલાં ભર્યાં હતાં એવું માનીએ, આપણી માનસિક પરિસ્થિતિની  જવાબદારી સ્વીકારીએ તો જ્યારે આપણે પ્રેમીને ખોઈ બેસીએ છીએ અથવા તે આપણી મરજી પ્રમાણે નથી વર્તતો ત્યારે થતા દુખને સમજીને તેને સ્વીકારવાની સમજ પણ કેળવી શકીએ. 
સમજ સાથે, લાચાર અસહાય લાગણીઓમાં તણાઈ જવાને બદલે  જો આપણે તે સમયે જરા અટકીને બીજીવાર વિચાર કર્યો હોય તો પ્રેમમાં દુખી થવાનો વારો આવે ત્યારે તટસ્થતાથી આપણી જાતને ચકાસી શકીએ. એક જોક પ્રચલિત છે , હું ને મારા પતિ પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડ્યા. મને લાગે છે કે મારે બીજી નજર નાખવાની જરૂર હતી. આપણે ફેન્ટસીમાં રાચીએ નહીં તો પ્રેમમાં પડી જવાતું નથી પણ પ્રેમ થાય એવું બની શકે.  પ્રેમના હોર્મોનને ખાળવો સહેલો નથી એવું મનાય છે,  પરંતુ કેટલીક જાગૃત  વ્યક્તિઓ  એવું કરી શકતી હોય છે. પ્રેમભંગ થયા બાદ દરેક વ્યક્તિ આપઘાત નથી કરતી અને કરવો જોઈએ. આપણે ત્યાં તો લગ્નજીવન મરણ પર્યંત સુધી નિભાવાય છે પછી તેમાં પ્રેમનું તત્ત્વ રહ્યું હોય કે રહ્યું હોય.  પ્રેમમાં આપણે કહેતા હોય છે  કે હું તેના વિના જીવી નહી શકું અને છતાં તે વ્યક્તિ છોડીને જાય કે મૃત્યુ પામી ત્યારે આપણે મરી જતા નથી.  એવું પણ કહીએ કે  એના સિવાય મારી સમસ્યાઓને બીજું કોઈ સમજી શકે નહી.  પણ જો જરા ઊંડો વિચાર કરીએ તો લાગે છે કે તે સહાનૂભુતિપૂર્વકના વર્તનને આપણે કાળજી સમજ્યા હતા.  મોટાભાગે આપણે પ્રેમી કે પતિના આપણને ગમતા વર્તન માટે કહેતા હોઈએ છીએ કે તો  મૂડમાં નહી હોય કે પછી ઓફિસમાં ખરાબ દિવસ ગયો હશે એટલે આવું વર્તે છે વગેરે વગેરે બહાનાઓ દ્વારા આપણી જાતને છેતરીએ. પ્રામાણિકપણે પ્રેમી કે પતિના વર્તનને જોવાનો પ્રયત્ન કરતા નથી. 
હું તને પ્રેમ કરું છું એવું જ્યારે એણે મને કહ્યું ત્યારે મેં માની લીધું કે હું વાક્યનો જે અર્થ કરું છું તે એના મનમાં પણ છે. હવે કહે છે કે પ્રેમ છે એનો અર્થ નહીં કે લગ્ન કરવા કે બાળકો પેદા કરવા કે સદાયે તે મને આજની જેમ પ્રેમનો પ્રતિસાદ આપશે.  ધારણાઓ બાંધવાને બદલે સ્પષ્ટતા કરી લેવી જોઈએ પણ એવું બનતું નથી.   સારું છે કે  કોઈપણ સંબંધ બાંધતી સમયે (પ્રેમમાં પડીએ ત્યારે)  સજાગ રહીને મનની ગતિવિધિઓને જોતા રહીએ. જ્યારે તીવ્ર લાગણીઓ આપણા મનમાં નવાં મખમલી અનૂભુતીનાં મૂલ્યાંકનો મૂકે ત્યારે જાગૃત રહીને તેને ચકાસીએ. આપણે મૂલ્યાંકનોને ઝીણવટથી તપાસીએ અને તેને સચોટ રીતે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. આપણે વ્યક્તિને મહાન નહીં બનાવીએ પણ માનવી તરીકે જોઈશું તો પ્રેમ ઓછો નહીં થાય. ઉલ્ટાનું પ્રેમીની કોઈપણ બાબત આપણને  પીડાકારક નહીં લાગે  અને  આપણા કે  એના મનમાં કાલ્પનિક શંકાઓ  પેદા નહી  કરે. 
પ્રેમ ફક્ત પથ્થરની જેમ ત્યાં પડ્યો  નહીં રહે, તેને બનાવવો પડશે પાઉંની જેમ, દરેક વખતે નવી રીતે બનાવવો પડશે, તાજો. – ઉર્સુલા કે. લેજિન 

You Might Also Like

0 comments