મુક્ત મને નાચતી નારી અને ઢોલીનું ઐક્ય

07:49






 -  લેખ હેલ્લારો ફિલ્મથી પ્રેરિત છેપણ તેનો રિવ્યુ નથી કારણ કે  ફિલ્મએ જીવાતું લોકગીત છે જે ગાવું  પડે.



ગરબાના બદલામાં તો આખું રાજપાટ આપી દઉંપણ મારી પાસે છે નહીં… કહીને હસી પડતી સ્ત્રી પિતૃસત્તાકના ઘડાનેકાંકરી મારીને ફોડી નાખે છે પહેલાં પણ અનેક ફિલ્મો એવી આવી છે જે તમારી ઊંઘ ઊડાડી દેતમને વિચારતા કરી મૂકે૧૯૮૦ની સાલમાં એવી  એક ગુજરાતી ફિલ્મ બની હતીધીરુબહેન પટેલ લિખિત અને કેતન મહેતા દિગ્દર્શિત ભવની ભવાઈજેને બેસ્ટ પ્રોડકશન ડિઝાઈનનો રાષ્ટ્રિય એવોર્ડ મેળવ્યો હતોએમાં પણ ગરબા અને ગીતો અદભૂત હતા૨૦૧૯ માટેનું ઉત્તમફિલ્મ તરીકે  રાષ્ટ્રિય એવોર્ડ જીતનાર હેલ્લારોના ગરબા સાંભળતા ભવની ભવાઈનું ચાંદો ના દીઠો મેં તો સૂરજ ના દીઠો અને હુંમાલાનો દીકરો જીવો… યાદ આવી ગયાત્યારબાદ   કેતન મહેતાએ ૧૯૮૭ની સાલમાં ગુજરાતના બેકડ્રોપમાં હિન્દી ફિલ્મમિર્ચ મસાલા બનાવી જેને ઉત્તમ ફિલ્મ તરીકે રાષ્ટ્રિય એવોર્ડ મેળવ્યો હતોઅભિષેક શાહ દિગ્દર્શિત હેલ્લારો જોતી સમયે બધી  ફિલ્મો બેકગ્રાઉન્ડમાં ફરીથી જીવંત થઈ રહી હતી૨૦૧૬માં આવેલી પાર્ચ્ડ ફિલ્મ પણ યાદ આવી
 બધી  ફિલ્મોમાં સ્ત્રીમાં રહેલી શક્તિને જગાડવાની વાત છેપિતૃસત્તાક માનસિકતાની લક્ષ્મણ રેખાને પાર કરવાની વાતછેલક્ષ્મણ રેખા પાર કરવાથી રાવણ ઉપાડી જાય  ભયને સ્ત્રીઓમાં ગળથૂથીની જેમ ઉતારી દેવામાં આવ્યો છેતેઓક્યારેય વિચારી  નથી શકતી કે લક્ષ્મણ રેખ પણ  પિતૃસત્તાક માનસિકતાનું પ્રતિક છે તો રાવણ પણ પિતૃસત્તાકમાનસિકતાનું પ્રતિક છેએને પાર કરવાની સતત ના પાડવામાં આવે છે તે છતાં કેટલીક સ્ત્રીઓ પોતાની જાતિ ભૂલીને વ્યક્તિતરીકે વિચારવા લાગે છે ત્યારે  કોઈ  ડર વિના કુંડાળાની બહાર નીકળી જાય છે સમયે તેન પાંખો ફૂટે છે કે પછીશિંગડા ઊગે છેએવું   બને કે બન્ને બાબત બનેશિંગડા ઊગે તો તેને  વ્યક્તિ બનતા અટકાવતી લાગણીઓની  દિવાલોનેતોડી શકે અને પાંખોથી તે ઊંચે ઊડતા નાની બનતી દુનિયાને જોઈ શકેજે દુનિયા તેને મોટા પિંજર જેવી લાગતી હતીજ્યાંથી તેમુક્ત થઈ શકે તેની કલ્પના પણ કરવી અઘરી હતીહેલ્લારો એક એવી કૃતિ છે જેમાં હિંસા અને વિષાદના કાળા રંગોની સાથેમળીને લાલ રંગની ઓઢણીઓ સુંદર લેન્ડસ્કેપ રચે છે ફિલ્મમાં સૌથી ઉત્તમ કલાકાર ઢોલ છેએવો ઢોલ જે દરેક ને તાલમાંજીવતા શીખવે છેબેતાલને પણ તાલના લયમાં આવી જવા મજબૂર કરેઢો  હોત તો ફિલ્મનો પ્રાણ   હોતઢોલી અનેઢોલ એકરૂપ બને ત્યારે  તેમાંથી એવો લય ઊભો થાય કે ભલભલાને ભાનસાન ભૂલીને નાચવાનું મન થઈ જાયઢોલ અનેઢોલીનું મહત્ત્વ અભિષેક શાહને સમજાયું છે એટલે  આખાય ફિલ્મમાં તેઓ પ્રાણ પૂરી શક્યા છેચાર દાયકા બાદ એવી એકગુજરાતી ફિલ્મ આવે છે કે જે તમને એના વાર્તાપ્રવાહમાં તાણીને લઈ જાય છેતે એવોર્ડ મેળવવા માટે નહોતી બનાવાઈ પણ તેનેબનાવવા માટે અભિષેક શાહે તપસ્યા કરી હતીએક મુલાકાતમાં એમણે કહ્યું છે કે પૈસા કમાવવા માટે તેઓ નાટક કે ફિલ્મનહોતા કરતાં પણ કલા માટે તેઓ રંગભૂમિને પ્રેમ કરતા હતગુજરાતી અભિષેક વેપારીની જેમ નહોતો વિચારતોલોકોનીલાગણીઓને ગલગલિયા કરાવતા નાટક કે ફિલ્મો પૈસા કમાવી આપી શકે પણ તેમાં આત્મા નથી હોતો કે કોઈ કલાત્મકતા કેરચનાત્મકતા સંભવ નથી હોતી
ઢોલ અને ઢોલી બન્ને પુરુષજાતિ હોવા છતાં એના તાલે તાલ મિલાવીને પોતાની સંવેદનાઓની રંગોળી પૂરતી સ્ત્રીઓના શરીરનાવળાંકોમાં ઉત્સાહ અને ઉમંગનો ઓચ્છવ જોઈ શકાય છેપિતૃસત્તાક માનસિકતાને રજૂ કરતા સંવાદો છે પણ તેમાં થોડો સંયમપાળી શકાયો હોત. પુરુષોને મુક્તિનો અહેસાસ નથી હોતો. બીજાને બંધનમાં રાખનાર પુરુષ ક્યારેય પોતે મુક્ત નથી રહી શકતોતે સત પોતાની માનસિકતાનો ગુલામ હોય છેફિલ્મમાં  એક ડાયલોગ છે કે કેટલાક પુરુષોના હૃદય સ્ત્રી જેવા હોય છે એટલે દુનિયા ટકી છેજો કે ફિલ્મમા ફક્ત બે  પુરુષો સંવેદનશીલ દર્શાવાયા છેબાકી બધા પુરુષો ક્રૂર તે વધુ પડતું લાગેજો કેસૌમ્ય જોશી અને અભિષેકના હૃદય પણ સ્ત્રી જેવા હશે એટલે  તેમણે સ્ત્રીના આંતરિક વિશ્વની મુક્તિને કચકડે મઢી શક્યાતેમણે પુરુષોને પણ‌ ન્યાય કરવાની જરૂર હતીગરબાના કેટલાક શબ્દો લોકબોલીના નથી પણ આધુનિક કવિતાના છેસૌમ્યજોષી  આધુનિક કવિ છે એટલે ગરબો પણ આધુનિક શબ્દો લઈને આવે છેક્યારેક લાગે કે  શબ્દોને બદલે પરંપરિત શબ્દોહોત તો જેમકે સજ્જડ બંધ પાંજરુ પહોળું થયું …. પણ  શબ્દો ફિલ્મને  ૧૯૭૫ની સાલમાંથી  આજના સંદર્ભે મૂકી આપે છેઆજે પણ સ્ત્રીઓ મોટ પાંજરામાં કેદ હોય છેતેમને છૂટ તો બધી  હોય છે પણ તેને મર્યાદાની વાડ તો હોય  છેજેમઆપણાં અભયારણ્યોને પણ સીમા હોય છે સીમાની બહાર કોઈ જાનવર આવી શકે નહીંઆવે તો તેને પકડીને પાછો સીમામાં મૂકી દેવાનો.   ફિલ્મમાં દરેક બાબત કેટલાય લયસ્તરો પર નૃત્ય રે છેતેના સૂર અને તાલ અનેક શક્યતાઓ અનેઅશક્યતાઓના સમીકરણોને બસ સહજતાથી સંગીત અને નૃત્યમાં વણી લે છેફિલ્મમાં કોઈ  એવી વાત નથી કે જે પહેલાં  કહેવાઈ હોયતે છતાં દૃશ્યસંગીત અને નૃત્ય દ્વારા એક પરફેક્ટ ગીત બની શકે છેતેની શરૂઆત અને અંત નૃત્યથી થાય છેનટરાજનું લાસ્ય અને શંકરનું તાંડવ યાદ આવે
અભિષેકની પહેલી ફિલ્મ અને લોકોને તે સ્પર્શી શકી તેનું કારણ છે કે તે પૈસા કમાવવા માટે ફિલ્મ નથી બનાવતો પણ ફિલ્મબનાવવાની પેશન-ઘેલછા હોવાને કારણે તે પરફેક્ટ ફિલ્મ બનાવી શકે છેએવું નથી કે  ફિલ્મમાં ક્યાંય કો  ખામી નથીપણ તેનો લય ક્યાંય તૂટતો  હોવાને કારણે કોઈ ખામી રહી હોય તો તે ખટકતી નથીદરેક વ્યક્તિ  પરફેક્ટ શરીર સૌંદર્ય નથીધરાવતી એટલે  વિભિન્નતામાં એકસૂત્રતાનો અહેસાસ થાય છેફિલ્મમાં સૂરજની પણ એન્ટ્રી છેસાંજના દૃશ્યમાં કચ્છનારણમાં  દેખાય એવો સૂરજ આખીય સાંજને રમણીયતો બનાવે  છે પણ તેની ગરિમાને જાળવતી તેની સાઈઝને કચકડેમઢવાની આંખ કેમેરામેન અને દિગ્દર્શક પાસે છેફિલ્મ જોઈએ ત્યારે ફક્ત વાર્તા કે ગીત-સંગીત-નૃત્ય નથી જોવાતારશિયનફિલ્મ દિગ્દર્શક  તાર્કોસ્કિવની ફિલ્મોમાંની દરેક ફ્રેમ એક દૃશ્ય સર્જતું હોય  દૃશ્ય પણ ફિલ્મ ના પાત્ર હોયઆપણા બીજાએક ગુજરાતી ફિલ્મમેકર આનંદ ગાંધીની શીપ ઓફ થિસસમાં તાર્કોસ્કિની અસર જોઈ શકાતી હતીઅભિષેક શાહને ધન્યવાદઆપવો ઘટે કે કેટલીક ફ્રેમ અદભૂત રીતે ફિલ્માવાઈ છેતો કેટલીય વખત તેમણે ખૂબ સંયમિત રહેવાનું પસંદ કર્યું છેજેમ કેગરબાના દૃ્શ્યો ફિલ્માવતી વખતે કેટલીક વખત ફ્રેમમાં કશું   હોય ફક્ત રણ અને બેડાંછેલ્લા દૃશ્યમાં અરજણનાહાથની તલવાર પરથી પસાર થતો કેમેરો અને કટ્ ટુ ગરબોસ્ત્રીઓ દેખાય છે અને છતાં કળાતી નથીપુરુષોની અસહાયતાઅને હિંસા તેમ  સ્ત્રીઓની નિસહાયતા અને વિદ્રોહને દૃશ્યમાં એક સાથે  રીતે વણી લેવાયા છે કે દૃશ્ય તમને સ્પર્શી જાયપણ સમજાય તે પહેલાં ફિલ્મ પૂરી થાય અને છતાં એવું લાગે નહીં કે કશુંક અધૂરું રહી ગયું સિવાય બીજો કોઈ અંતનીઈચ્છા   રહેદિગ્દર્શક ફિલ્મનો જ્યાં ધી એન્ડ લાવે છે તે  અંત પ્રેક્ષકના મનમાં પણ સ્વીકારાઈ જાય છે. વિઝયુઅલદૃશ્યાત્મક તૃપ્તીના અહેસાસ સાથે ફિલ્મ પૂરી થાય એવું ભાગ્યે  બનતું હોય છેફિલ્મ દૃશ્યશ્રાવ્ય માધ્યમ છે અને તેનોઉપયોગ કરવા માટે દિગ્દર્શકે ભૂસાઈ જવું પડતું હોય છેતો  દરેક દૃશ્યમાં દિગ્દર્શક દેખાયહેલ્લારોનું મોજું અદભૂત આનંદનીછોળ ઊડાડી શકે છેએટલે  બળબળતા તાપમાં અભિનેત્રીઓ વગર ચપ્પલે ઉલ્લાસભેર નૃત્ય કરી શકે છેઅને સાગમટેએવોર્ડ પણ મેળવી શકે છે

  

You Might Also Like

0 comments