યુદ્ઘ ટાળી શકાય છે

19:24






મારવા કે મરવા તૈયાર થઈ જવું સહેલું નથી હોતું, તેના માટે પૌરુષીય માનસિકતા જરૂરી છે



ગયા અઠવાડિયે ભારતીય વાયુ સેનાએ એલઓસી ક્રોસ કરી પાકિસ્તાનની ધરતી પર પનપી રહેલા આતંકી છાવણી પર બોમ્બ ઝીંકવાનું પરાક્રમ કર્યું ત્યારબાદ આખાય દેશની હવા બદલાઈ ગઈ. એવું તો શું થયું કે લોકોમાં ઉત્સાહ અને જોમ છલકાવા લાગ્યા૨૦૧૬માં પણ ભારતીય સેનાએ એલઓસી ક્રોસ કરી સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેના પરથી ઉરી ફિલ્મ બની. આમ તો એક નાનકડું સર્જિકલ ઓપરેશન હતુંપણ અત્યાર સુધી ટીકા કરતાં વિરોધ પક્ષો પણ એક સૂરમાં બોલવા લાગ્યા હતા. યુદ્ધ નથી પણ યુદ્ધ જેવું વાતાવરણ રચાઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર અને વાસ્તવમાં  લોકોનો જુસ્સો અને ઉત્સાહ એવા હતા જાણે પોતે પાકિસ્તાનને એક લાફો મારીને આવ્યા હોય. વખતે પાકિસ્તાનનો અહમ ઘવાયો અને બોર્ડર પર યુદ્ધની તોપો ફુટી રહી છે ત્યારે યુદ્ધની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ. આમ પણ યુદ્ધ પૌરુષીય માનસિકતા વિના લડી શકાય નહીં.  
પુલવામામાં આપણા ૪૦ સૈનિકોને આતંકીઓએ મારી નાખ્યા ત્યારે નાકા પર આવેલા પાનવાળાની દુકાને કે સોડાવાળાને ત્યાં કે પછી ગામના ચોરે કે સોશિયલ મીડિયાના ચોરે બસ એક વાત ચર્ચાઈ રહી હતી  કે પાકિસ્તાન સાથે યુદ્ધ હવે તો થવું જોઈએ. હવે તો પાકિસ્તાનને બતાવી દેવું જોઈએ કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે. એક ભાઈ તો કહે કે એક ભડાકો કરીએને તો વાયડીના ભોંય ભેગા થઈ જાય. તો વળી બીજું કોઈક બોલ્યું તેમના કલાકારોનાં ગીતો, ફિલ્મો જોવાનું બંધ કરો. તો વળી ત્રીજો બોલ્યો કે હવે તો હુમલો કરી દેવો જોઈએ સા... વગેરે વગેરે
તો સામી બાજુ પર કેટલાક કહી રહ્યા હતા કે જે લોકો કહે છે કે યુદ્ધ થવું જોઈએ તેમણે પોતાના દીકરા-દીકરીઓને સીમા પર મોકલી આપવા તૈયાર રહેવું જોઈએ. યુદ્ધની ભીષણતાનો અંદાજ લગાવ્યા વિના એવું કહેનારા પણ મળશે કે બસ એકવાર થઈ જવું જોઈએ. યુદ્ધ પાકિસ્તાન સાથે એટલે રોજ રોજ આતંકી હુમલાઓની છાલ છૂટે. પાર કે ઉસ પાર..તો વળી જેઓ દરેક વાતમાં રોમાંચ અને રોમાન્સ શોધતા ફરે તેવા કોઈકને કહેતા સાંભળ્યા કે યાર, યુદ્ધ થાય તો કંઈક નવું થાય. વાતાવરણમાં રોમાંચ આવે. બધી વાત સાંભળીને મગજ બહેર મારી જાય. થાય કે શું માણસોને શાંતિ ગમતી નથી? દર બીજા દિવસે તે કોઈને કોઈ રીતે હિંસા ઊભી કરી લેતો હોય છે. આર્મી મેડિકલ સેન્ટર વોશિગ્ટનના સાયકોલોજિસ્ટ કોરી જે હેબ્બેને યુદ્ધ વિશે આપેલા વક્તવ્યમાં બહુ સરસ વાત કરી હતી કે મોટા ભાગની વ્યક્તિઓ જે યુદ્ધ કરવાની વાત કરતી હોય છે તેમને ક્યારેય યુદ્ધના વાતાવરણનો અંદાજ કે અનુભવ હોતો નથી. બહુ ઓછા હશે કે જેમને ખરેખર યુદ્ધભૂમિનો સીધો અનુભવ હશે. તે છતાં આપણી પાસે સદીઓથી યુદ્ધનો ઈતિહાસ અને કથાઓ છે. યુદ્ધો પુરુષો દ્વારા લડવામાં આવ્યાં છે અને દરેક કથાઓમાં ચોક્કસ સમયની મર્યાદામાં મરો કે મારોની પરિસ્થિતિની વાત હોય. બન્ને પક્ષે મરવું કે મારવું શહાદત માનવામાં આવે. દરેક યુદ્ધનાં કારણો જુદાં હોઈ શકે પણ તેની જરૂરિયાત એક હોય છે મારવું કે મરવું. જે કારણે યુદ્ધ થયું હોય તેને પૂરું કરવા પોતાના સૈનિકોને બચાવતા સામા પક્ષના સૈનિકોને મારવા કે માત કરવા.

યુદ્ધમાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. તમારે સતત જાગૃત રહેવું પડે છે બીજા માણસને મારી નાખવા માટે નહીં તો સામો માણસ તમને મારી નાખવા તૈયાર હોય છે. એક ઘડીનો પણ વિચાર કર્યા વિના, વ્યક્તિ સાથે કોઈ અંગત અદાવત વિના બસ તમારે હત્યા કરવા માટે તૈયાર રહેવાનું હોય છે. અહીં લોકો કહી શકે અદાવત કેમ નહીં ? લોકો દુશ્મન હોય છે વગેરે વગેરે પણ બધા વાદવિવાદ કરતાં યોદ્ધાની માનસિકતા સમજવાનો પ્રયત્ન કરીએ શક્ય છે એમાંથી કદાચ બાબતનો જવાબ મળે.

કોરીની વાત ખરેખર સાચી લાગે. સામાન્ય વ્યક્તિઓ જે કોઈ મરઘાં કે ઘેટાં, બકરાંને કાપે તો પણ અરરરર બોલીને આંખ બંધ કરી દેતા હોય છે, તેઓ યુદ્ધની વાત કરે ત્યારે તેની ભીષણતાનો સહેજ પણ વિચાર કરવાને કેમ અસમર્થ હોય છે તે નવાઈ લાગે એવી વાત છે. યુદ્ધમાં પૌરુષત્વના બે પાસાં જોવા મળે છે. એક સૌથી ક્રૂર અને હિંસક બાજુ છે તો બીજી બાજુ બલિદાન અને વફાદારી અને વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવાની ધીરજ જેવા ગુણો પણ જોવા મળે છે. રોન લેવન્ટે તેના પુસ્તકમસ્ક્યુલિનિટી રિક્રન્સ્ટ્રકટેડમાં લખ્યું છે કે પૌરુષત્વના કેટલાક સારા નરસા ગુણો યુદ્ધ વેળાએ બહાર આવે છે જેમ કે આક્રોશ, લાગણીહીન ક્રૂરતા, કોઈની પણ સાથે નિકટતા અનુભવવી, સ્ત્રીના સાથને છોડવો વગેરે તો તેની સામે શાંતચિત્તે નિર્ણય લેવા, વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો, ગમે તેવી અડચણોમાંથી માર્ગ કાઢવો, બીજાનો વિચાર કરવો, બલિદાન માટે તૈયાર રહેવું વગેરે.
સાયકોલોજિસ્ટ ફ્રેન્ક મેકએન્ડ્રુએ પણ પોતાના પુસ્તકઆઉટ ઓફ ઊઝમાં નોંધ્યું છે કે યુદ્ધ પુરુષોએ પેદા કરેલી પરિસ્થિતિ છે અને તે પુરુષો દ્વારા કરવામાં આવતી એક્ટિવિટી છે. ક્યારેય સાંભળ્યું છે કે સ્ત્રીઓનું ગ્રુપ ભેગું થયું અને બીજા સ્ત્રીઓના ગ્રુપ સાથે હિંસાત્મકતાથી બાખડ્યું કે યુદ્ધે ચઢ્યું? ઈતિહાસમાં જેટલા પણ યુદ્ધો થયા છે તે પૌરુષત્વના અહંકારને લીધે થયા છે. જર,જમીન અને, જોરુ કજિયાના છોરું કહેવત અહીં યાદ આવે. ઈવોલ્યુશનરી સાયકોલોજિસ્ટ્સ જેમણે યુદ્ધોનો અભ્યાસ કર્યો છે તેમનું પણ માનવું છે કે યુદ્ધ કરવાની શરૂઆતના મૂળમાં પુરુષોની સત્તા મેળવવાની લાલસા (કોઈપણ પુરુષ પાસે કેટલી જમીન છે તેના પરથી તેનો હોદ્દો નક્કી થતો) અને સ્ત્રીને પામવા માટેની મનસાઓ હતી. કાશ્મીર બાબતે હાલમાં વિવાદો ચાલી રહ્યા છે સૌ જાણે છે.
તેઓ વધુ લખે છે કે જૂથ બનાવીને હિંસાત્મક પ્રવૃત્તિઓ કરવી પુરુષોને ગમતી બાબત રહી છે. જૂથ હિંસાનો અભ્યાસ કરનારા સ્કોલરોને જણાયું છે કે રીતે જૂથ હિંસા કરવાની વૃત્તિ પૌરુષત્વની સમાજમાં સ્થાપિત ભૂમિકા કરતા પણ તેના મૂળિયાં ઊંડાં છે. અને એના મૂળમાં તો મેટિંગ પાર્ટનર મેળવવા માટે અને સત્તા સ્થાપિત કરવા માટે પુરુષો વચ્ચે થતી હરીફાઈ છે. અભ્યાસીઓના મતે આજે પણ યુદ્ધના મૂળમાં તો આડકતરી રીતે કારણો હોય છે ફક્ત બાહ્ય રીતે દેખાતાં કારણો બદલાયાં છે. જર, જમીન અને જોરુ કજિયાના છોરું કહેવતનો મૂળ અર્થ છે કે ત્રણ બાબતો પર માલિકીભાવ મેળવવા માટે યુદ્ધ થતાં હોય છે. જર, જમીન સત્તાના પ્રતીક છે અને સત્તા હોય તો પૈસા અને સુંદર સ્ત્રી મળે એવું ગણિત દુનિયાનું હોવાથી યુદ્ધ થતાં આવ્યા છે. સદીઓ પહેલાં રાજાઓને અનેક રાણીઓ રહેતી તે દર્શાવે છે કે સત્તા અને સંપત્તિ હોય તેથી શક્ય તેટલી સુંદર સ્ત્રી રાખવાની ત્રેવડ હોય છે. પરથી પણ સાબિત થાય છે કે સેક્સુઅલ કોમ્પિટિશન પુરુષોમાં વધુ રહી છે. એટલે આતંકવાદી જૂથો જેમ કે આઈએસઆઈએસ, દાનેશ વગેરે જેહાદી બનવા યુવાનોને લાલચ આપે છે કે તમે જેહાદી બનશો તો સ્વર્ગમાં તમને હૂર સાથે સેક્સ માણવા મળશે. આતંકીઓ કેટલીય યુવતીઓને સેક્સ ગુલામ બનાવીને રાખે છે તે વાત સહુ જાણે છે. લોકો એને ધર્મનું યુદ્ધ ગણાવે છે. યુદ્ધના પણ કેટલાય પ્રકાર છે તે વિશે ફરી કોઈવાર વાત કરીશું.  હાલમાં તો યુદ્ધની માનસિકતા કઈ રીતે માણસોમાં પેદા થાય છે અને શું કામ પેદા થાય છે તે વિશે વાત કરીશું.

એક નવાઈ પણ લાગે કે સમાજમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની કતલ કરે તો તેને સજા થાય છે પણ યુદ્ધમાં સામી વ્યક્તિની કતલ કરનારનું બહુમાન કરવામાં આવે છે. સામી વ્યક્તિને જેને મારવામાં આવે છે તે પણ કોઈનો દીકરો, ભાઈ, પતિ હોય છે. યુદ્ધનું રાજકારણ કરનારા અને લડનારા બે ભાગ અલગ કરીને જોઈએ તો બન્ને પક્ષે લડનારાને મોત અથવા જીવન બે પસંદગી હોય છે એટલે એકે તો મરવું પડે છે. મરનાર કોઈપણ પક્ષનો હોય તે શહીદ છે અને જીતનાર વીર બને છે. સૈનિકને શું મળે છે તે વિચારીએ કે જોઈએ તો મોત અને થોડા રૂપિયા અને સન્માન સિવાય કશું મળતું નથી. જે સુવિધા પૈસા અને સત્તાથી રાજકારણી અને વેપારી મેળવી શકે છે તેના દસમાં ભાગની સત્તા કે ધન સૈનિક પાસે હોતા નથી. જે સૈનિકો જીવિત છે તેમની સ્થિતિનો સર્વે કરવાની જરૂર છે. તેમાંના કેટલાક જો જમીન હશે તો ખેડૂત હશે તે તો સારી વાત છે પણ કેટલાક વોચમેનની નોકરી કરતાં પણ જોવા મળશે. એટલે સમજવું જરૂરી છે કે સૈનિક બનવાનું પેશન હોવું કે સૈન્યમાં જોડાવાની માનસિકતા માટે તમારે માની લીધેલો દુશ્મન તમને મારે તે પહેલાં તેને રહેંસી નાખવા તૈયાર રહેવાનું હોય છે. માનસિકતાથી પાકિસ્તાની, આફ્રિકન, રશિયન કે અમેરિકન કે પછી ભારતીય સૈનિકની તૈયાર કરવામાં આવે છે. ઈવોલ્યુશનરી સાયકોલોજિસ્ટના મતે લડાયક માનસિકતા કહો કે વીર બનવાની માનસિકતા કેટલાક પુરુષોમાં હોય છે. જેમ વ્યાપારી બુદ્ધિ કે કલાકાર બનાવી શકાતા નથી તેઓ જન્મજાત હોય છે તેમ સેલ્ફલેસ એટલે કે સ્વાર્થી રીતે વિચાર્યા વિના બલિદાન આપવાની વૃત્તિ કેટલાકમાં હોય છે. એટલે લશ્કરી તાલીમમાં દરેક પુરુષ પાસ નથી થઈ શકતો. એટલે પણ સૈન્યમાં જનારને આદરની દૃષ્ટિએ જોવામાં આવે છે. હજી વાત એટલેથી અટકતી નથી જે સૈનિકો વીરતા બતાવી જાણે છે તેમને સફળ માનવામાં આવે છે. બાકીનાને કોણ યાદ કરે છે?

યુરોપિયન સાયકોલોજિસ્ટે સંશોધન કર્યા પ્રમાણે આર્મીમેન પુરુષોમાં અને સ્ત્રીઓ બન્ને જાતિમાં આદર અને સન્માન મેળવતો હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૪૬૪ સૈનિકો જેમને વીરતા દાખવવા માટે મેડલ મળ્યા હતા તેમને વધુ બાળકો હતાં જ્યારે જે સૈનિકોને કોઈ મેડલ નહોતા મળ્યા તેમને વીર સૈનિકોની સરખામણીમાં ઘણા ઓછાં બાળકો હતાં. સાયકોલોજિસ્ટ પરથી તારણ કાઢે છે કે હીરોઈઝમ રિપ્રોડક્ટિવ સફળતા પણ અપાવે છે. બીજા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે સ્પોર્ટસ કે વ્યાપારી હીરોઝ કરતાં પણ યુદ્ધના હીરોને સ્ત્રીઓ વધુ આકર્ષક માને છે. જ્યારે ત્રીજા અભ્યાસમાં જણાયું કે સ્ત્રી વીર યોદ્ધાઓ માટે પુરુષોને કોઈ આકર્ષણ હોતું નથી. પહેલાંના જમાનામાં યુવાનો યુદ્ધમાં જઈ આવ્યા હોય તેઓ આખી જિંદગી પોતાના જૂથમાં ચઢિયાતું સ્થાન ધરાવતા હતા.
યુદ્ધ થવાનાં કારણો અને માનસિકતાની વાત હજી અનેક રીતે જુદી છે પણ યુદ્ધ માટે જરૂરી સૈનિકોની માનસિકતા પણ જોવી જાણવી જરૂરી છે. હિટલર એકલો આટલો નરસંહાર કરી શક્યો હોત. તેની માનસિકતા સાથે બીજા પુરુષો પણ સહભાગી હતા. એલેકઝાન્ડર સાથે મોટું સૈન્ય માર્ચ કરતું હતું. આજે રાજાઓ નથી રહ્યા પણ રાજકારણીઓની માનસિકતા રાજા જેવી હોય છે. આશા રાખીએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નહીં પણ વાતચીતથી આતંકનો અંત આવે. 


You Might Also Like

0 comments