અમારું અસ્તિત્વ હજી ઓળખ માગે છે

19:58










એવી કેટલીય મહિલાઓ છે જેમને મહિલા દિને કોઈ ગુલાબ નથી આપવાનું વખતે તેમના વિશે વાત કરીએ 




મને માનસિકતા સામે વાંધો છે મનુષ્ય સામે નહીં વાક્ય સાથે પોતાની વાત પૂરી કરતાં મંજુલા પ્રદીપનું ગળું ભરાઈ આવે છે તે ફોનમાં પણ જણાઈ આવે છે. ગયા મહિને મુંબઈમાં સો મેની ફેમિનિઝમ નામે યોજાઈ ગયેલા સેમિનારમાં મંજુલા પ્રદિપ, મનીશા મશાલ અને દિવ્યા કન્દુકરીને મળવાનું બન્યું. ત્રણે દલિત સમુદાયમાંથી આવે છે અને ત્રણે નારીઓનું વિશ્વ સંઘર્ષની સામે લડવામાં વીતી રહ્યું છે. સારું છે કે ડિજિટલ ક્રાંતિને કારણે તેમની નોંધ લેવાઈ રહી છે. તે છતાં તેમના સંઘર્ષો ઓછા તો નથી થતાં. વરસની મહિલા દિનનો થીમ છે બેટર ફોર બેલેન્સ અર્થાત સમાનતાની સમતુલા જળવાની જોઈએ. કોઈપણ પ્રકારનો ભેદભાવ વચ્ચે આવવો જોઈએ. તે છતાં હજી કેટલાક ખાસ વર્ગની અને જાતિની સ્ત્રીઓને પૂરતો ન્યાય મળતો નથી તે હકિકત છે. 
મહિલા દિનને પણ  આજે માર્કેટિંગનો ટેગ લાગી ગયો છે ત્યારે સમાન અધિકાર માટે કામ કરતી મહિલાઓને તમે પૂછશો તો જણાશે કે હજી સમાનતા અને નારી સ્વાતંત્ર્ય માટે ઘણું કામ કરવાનું બાકી રહે છે. મહિલા દિનની ઉજવણીને વરસો વિત્યા છતાં મોટાભાગની સ્ત્રીઓની સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી. માનસિક, શારીરિક હિંસાનો સામનો કરવા સતત તેમણે તૈયાર રહેવું પડે છે. મુસ્લિમ સ્ત્રીઓ સાથે કામ કરતાં હસીના ખાન કહે છે કે નારીવાદ ચોક્કસ વર્ગ કે જાતિ માટે નથી. દરેક સ્ત્રીએ પોતાના તરફ થઈ રહેલા અન્યાય વિશે બોલવું જોઈએ. સવાલ ઊઠાવવો જોઈએ પોતાની વ્યક્તિઓની સામે પણ. બહાર જઈને તમે નારી સ્વાતંત્ર્યની વાત કરો અને ઘરમાં બોલી શકો તો તેનો કોઈ અર્થ નથી રહેતો. હસીના ખાને કહી રીતે જીવન જીવતાં મંજુલા પ્રદીપ વિશે જાણવા જેવું છે, તેમણે પોતાના પિતા અને કુટુંબને ત્યજીને એકલતાનો રાહ પસંદ કર્યો છે. અન્યાય સામે જ્યારે તમે અવાજ ઉઠાવો છો ત્યારે શરૂઆતમાં તો તમે એકલા હો છો. 

૪૯ વરસીય મંજુલા પ્રદિપ વડોદરામાં જન્મીને ઉછરી પણ હાલ અમદાવાદમાં રહે છે.મંજુલા પ્રદીપ વકિલ છે અને નવસર્જન ટ્રસ્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેકટર છે. નવસર્જન દલિતોના પ્રશ્નો માટે કામ કરતી સંસ્થા છે. હાલ પણ મંજુલા માનુષકિ નામે માર્જિનલ હાંસિયામાં રહી ગયેલા સમાજ માટે કામ કરતી સંસ્થા સાથે સિનિયર કન્સલન્ટટ તરીકે કામ કરે છે તેમ નેશનલ કેમ્પેઈન ઓફ દલિત હ્યુમન રાઈટ્સ સાથે પણ કામ કરે છે તો રાષ્ટ્રિય સંઘ તેમ યુરોપિયન સંઘમાં પણ દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. મંજુલા પ્રદીપનો જન્મ દલિત સમાજમાં પણ ખાધેપીધે સુખી કુટુંબમાં. તેના પિતા સરકારી ઓફિસર હોવાને કારણે તેમની રહેણી કરણી ભદ્ર કુટુંબોની વચ્ચે અને તેમના જેવી . તે છતાં મંજુલાએ ૩૦ વરસની ઉંમરે ઘર છોડી દેવું પડ્યું હતું તેનું કારણ હતું પિતૃસત્તાક માનસિકતા. વિશે વાત કરતાં મંજુલા કહે છે કે  ઓફિસરની દીકરી હોવા છતાં ઘરમાં જે રીતની રૂઢિચુસ્તતા હતી તેની સામે મને સખત વાંધો હતો. જો કે મારા જન્મ સામે પણ તેમને વાંધો હતો. દીકરી જન્મી તે મોટાભાગના પિતાઓ માટે સહર્ષ સ્વીકારવું સહેલું નથી હોતું. પચાસ વરસ પહેલાં તો નહીં . કટ્ટર પિતૃસત્તાક માનસિકતા ધરાવતા મારા પિતાની ઈચ્છા હતી કે મારે સ્ત્રી તરીકે મર્યાદાઓનો સ્વીકાર કરીને જીવવું જોઈએ. શિક્ષણ લેવું જરૂરી છે કારણ કે સારો છોકરો મળે પણ તે સિવાય બહુ મહત્ત્વાકાંક્ષા રાખવાની હોય. તેમાં હું તો અન્યાય સામે અવાજ ઊઠાવવાનું કામ કરતી હતી. મારી વિચારધારા ઘરમાં આવકાર્ય નહોતી. જે સુવિધા મળી છે તેને ટકાવી રાખવા માટે ઉચ્ચ વર્ગની જેમ જીવવાનું હોય. મંજુલાને ૨૦૧૧નો યુનિવર્સિટિ ઓફ સેન ડિગેઓ તરફથી અપાતો વિમેન પીસ મેકરનો એવોર્ડ મળ્યો છે, ૨૦૧૫માં ફેમિના વિમેન તરફથી સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ તેમ ૨૦૧૭માં દિલ્હી યુનિવર્સિટિનો જીજાબાઈ વિમેન અચીવર એવોર્ડ મળ્યો છે. તે છતાં અહીં સુધીની યાત્રા મંજુલા પ્રદીપ માટે એટલી સરળ નહોતી. 
સમાજસેવામાં માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા બાદ મંજુલા નવસર્જન સંસ્થા સાથે જોડાઈ ત્યારે એને દલિત વર્ગ તરફ અને તેમાંય દલિત સ્ત્રીઓ તરફ થતાં ભેદભાવ ચોખ્ખા દેખાયા. દલિત સ્ત્રીઓ પર આચરાતી ક્રૂરતા વિશે તેણે અભ્યાસ કર્યો. વાસ્તવિકતા જોઈને મંજુલાએ નક્કી કર્યું કે માનવ અધિકાર માટે રસ્તા પર લડવા કરતાં કોર્ટમાં જઈને લડવાની જરૂર છે. સહેલું નથી હોતું દલિત સ્ત્રી માટે પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં જઈને ન્યાય માગવો. બોન્ડેડ લેબર તેમ મેલું ઉપાડનાર મજુર સ્ત્રીઓ માટે તેણે કામ કર્યું છે. કામ કરતાં અનેકવાર મારી નાખવાની કે બળાત્કારની ધમકીઓનો પણ સામનો કર્યો છે. બહારની ધમકીઓ ઉપરાંત ઘરમાંથી પણ તેને ધમકી મળતી હતી કે સ્ત્રીની જાત છે વધુ ઉડવાની જરૂર નથી. નવસર્જનમાં તેણે પાયાના અનેક કામ કર્યા, તેમાં સફળતા પણ મળી અને પ્રસિદ્ધિ પણ મળી પણ ઘરમાં તેની કોઈ કિંમત નહોતી. તે જ્યારે ઘરે આવતી ત્યારે માતાપિતા વચ્ચે તેના વિશે ઝઘડા સાંભળવાના હોય. તેનું કામ ક્યારેય પિતાએ વખાણ્યું નહોતું. અખબારમાં કે ટેલિવિઝનમાં આવતા તેના ઈન્ટવ્યુ માટે ક્યારેય પીઠ થાબડી નહોતી ઉલ્ટાનું વારંવાર તેને કહેવામાં આવતું કે તેણે ઘરમાં રહેવું હોય તો માનવ અધિકારનું કામ કરવાનું બંધ કરવું જોઈએ. સ્ત્રીનું સ્થાન ઘરમાં અને રસોડામાં ચુપચાપ કામ કરવાનું છે.  આખરે તેણે નક્કી કર્યું કે ઘર, કુટુંબ છોડી દેવું. મંજુલા કહે છે કે એક સ્ત્રી તરીકે અને તે પણ દલિત, કુંવારી સ્ત્રી માટે સહેલું નથી હોતું એકલા રહેવું તેની મને જાણ હતી, પણ તે સમયે સારઅસાર વિચારવાનો સમય નહોતો. અન્યાય અને ભેદભાવ વિરુદ્ધ સખત ગુસ્સો હતો. સ્ત્રી હોવાને કારણે બાળપણમાં થયેલું મારું જાતીય શોષણ પણ હું ભૂલી નહોતી શકતી. માનસિકતા વિરુદ્ધની મારી લડાઈ મારા ઘરથી શરૂ થતી હતી. તેમને ડર હતો કે મારા કામને લીધે કુટુંબને સહન કરવું પડશે. 
અન્યાય અને ભેદભાવ વિરુદ્ધ સહન કરવાનું મારું કામ મને એકલીને જીવવા મજબૂર કરે છે પણ મેં જોયું છે કે સત્યની સાથે કોઈ ઊભું રહેતું નથી. મારી જેમ માનવીય અધિકાર માટે કામ કરનારા અનેક લોકો એકલા છે. બદલાવ આવી રહ્યો છે સમાજમાં પણ તે છતાં હજી ઘણું કામ બાકી છે. જ્ઞાતિ, જાતિનું જોડાણ હોવાને કારણે ઈમોશનલ, મોરલ અને આર્થિક સપોર્ટ ઓછો મળે છે. સંપૂર્ણ રીતે કે વ્યાપક અર્થમાં હજી નારીવાદી સંસ્થાઓ કામ નથી કરતી. આજે સમાજમાં મહિલાદિનને લઈને કેટલાય કાર્યક્રમો થશે તેમાં અમારા માટે સ્થાન ક્યાં? ભવરી દેવી અને મથુરા કેસમાં હિંસા વધારે હતી તેને માટે નારીવાદીઓ એક થયા તે ખરું પણ હજી કેટલીય દલિત સ્ત્રીઓ પર હિંસા થાય છે ત્યારે કેટલી સંસ્થાઓ અને નારીવાદીઓ તેમની સાથે ઊભા રહે છે તે વિચારવું જોઈએ. નારીવાદ એટલે કોઈપણ રીતે અન્યાય થતો હોય. લિંગભેદ અને જાતિ-જ્ઞાતિભેદના અભિગમ વિના સમાનતાની વાત થવી જોઈએ. સંશોધન હોય કે દસ્તાવેજીકરણ હોય હજીપણ દલિત સ્ત્રીઓને કે મુસ્લિમ સ્ત્રીઓને આવરી લેવાતી નથી. અન્યાયનો મુદ્દો પણ જાતિ-જ્ઞાતિમાં અટવાઈને રહી જતો હોય છે.  મહિલાઓના કાર્યક્રમોમાં હજી દલિત સ્ત્રીઓની ભાગીદારી ઓછી છે કારણ કે વર્ગ અને વર્ણનો ભેદભાવ સ્ત્રીઓ દ્વારા પણ થતો હોય છે. ધર્મ અને જ્ઞાતિને પડકારવાનું કામ કરવાનું હજી બાકી છે. 
મંજુલા પ્રદીપની વાત સાચી છે. મહિલા દિને નારીવાદને મજબૂત કરવો હોય તો સમાનતાની વાતમાં જાતિભેદ,લિંગભેદ કે જ્ઞાતિભેદને બાદ કરીને વાત કરીએ. સ્વતંત્ર અને  સમાન અધિકારની વાત કરતી સમયે પણ જો ભેદભાવ મનમાં હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો. 
હજી અહીં ઘણી વાત કરવાની બાકી રહે છે. બાકીની મહિલાઓ જે અન્યાય સામે નિર્ભય થઈને લડે છે તેના વિશે બીજા લેખમાં વાત કરીશું. 

You Might Also Like

1 comments

  1. Very thoughtful article. Thanks for highlighting the selfless services of Manjulaben. I once met her long ago.

    ReplyDelete