રાજકારણથી સત્તાકારણ સુધી

20:25











  રાજકારણમાં કોઈ સેવા કરવા માટે નથી જોડાતું,  પણ સત્તા મેળવવા માટે જોડાય છે પણ કબૂલ કેટલા કરશે




ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકારણી નેતાઓ પોતાના ભાષણમાં સમાજની ચિંતા વ્યક્ત કરતા હોય છે ત્યારે એવું લાગે કે તેઓ ચૂંટણી પ્રજા માટે લડી રહ્યા છે. પ્રજાની સેવા કરવા માટે ચૂંટાઈ આવવું જરૂરી નથી. તમને ગમે કે ગમે પુરુષ સત્તાપ્રિય છે. સત્તા માટે તે કોઈપણ હોદ્દા કે નેતૃત્ત્વ માટે તૈયાર થાય છે. સત્તાસ્થાને બેઠેલા કોઈપણ પુરુષને પૂછો તો તે કબૂલશે નહીં કે તે પાવર એટલે કે સત્તા માટે હોદ્દો મેળવવા ઈચ્છે છે. તે કહેશે કે જવાબદારી ઊઠાવવા તે તૈયાર છે એટલે હોદ્દા પર છે. સત્તાની સાઠમારી આજકાલ દરરોજ  સાંભળવા મળતી હોવા છતાં વિશે પ્રજા વિચારતી નથી. પક્ષ પલ્ટો કેમ થાય છે તે વિચારીએ તો  મંત્રી મંડળમાં હોદ્દો મળતા સત્તા હાથમાંથી જતી રહે છે એટલે કે પછી ટિકિટ મળતા પણ લોકો પક્ષપલ્ટો કરતા હોય છે. પુરુષની વાત કરું છું કારણ કે ભારતમાં ફક્ત ૧૨ ટકા સ્ત્રીઓ રાજકારણમાં ચૂંટાઈને આવે છે. વખતે પણ દરેક પક્ષ દ્વારા કેટલા સ્ત્રી ઉમેદવારો ચૂંટણીમાં ઊભા કરાયા છે તે જોઈ લેજો.
ઘરકામ અને ઘરની જવાબદારી સ્ત્રીઓને માથે હોય છે કારણ કે તેમાં સત્તા નથી. જો તેમાં સત્તા હોય તો પુરુષો ત્યાં પણ સ્ત્રીઓને આવવા દે. હોટલ ચલાવવામાં અને રસોયા તરીકે કામ કરવામાં પુરુષો વધુ પ્રમાણમાં છે કારણ કે તેમાં પૈસા અને સફળતા છે જે પુરુષને સત્તા આપે છે.  ઉદાહરણ નારીવાદી નથી પણ પુરુષમાં રહેલી સત્તા માટેની લાલાયિતતા સમજવા માટે છે. ચિમ્પાન્ઝિ પોલિટિક્સ અને મન્કી ઓન માય સોલ્ડરના લેખક ફ્રાન્સ વાલ અભ્યાસ કર્યા બાદ કહે છે કે પુરુષો બીજા પુરુષોને સત્તાભૂખ્યા કહેશે પણ પોતે સત્તા માટે નહીં પણ સમાજને કશુંક આપવા માટે કામ કરી રહ્યા છે તેવું દેખાડશે. પોતાને કશું નથી જોઈતું એવું કહેશે ખરા પણ સત્તા તો તેમને જોઈતી હોય છે. તેઓ ચિમ્પાન્ઝીનો અભ્યાસ કર્યા બાદ કહે છે કે ચિમ્પાન્ઝિ માણસની ખૂબ નજીકનું પ્રાણી છે. તેમાં પણ આલ્ફામેલ હોય છે જે પોતાને ગ્રુપનો નેતા સાબિત કરે છે. તેઓ પણ ખોટું બોલે છે માણસની જેમ વડો બનવા માટે.  પોતાના ગ્રુપનો ચિમ્પાન્ઝિ બીજા ગ્રુપના ચિમ્પાન્ઝિ સાથે હળે મળે તે પસંદ નથી કરતો. પોતાનું ગ્રુપ પોતાને વફાદાર રહે તે માટે ધ્યાન રાખે છે. કોરપોરેટ કંપનીઓમાં બોસ પણ ધ્યાન રાખે છે કે તેને વફાદાર સ્ટાફ પોતાના વિરોધી સાથે ભળે. સત્તાનું મહત્ત્વ પુરુષોના જનીનમાં વણાયેલું છે તે ચિમ્પાન્ઝિ અને માણસોના અભ્યાસ દ્વારા સાયકોલોજીસ્ટ સાબિત કરી રહ્યા છે. જો કે ફ્રાન્સ વાલનું કહેવું છે કે સમાજશાસ્ત્રમાં પાવર-સત્તા માટે વધુ અભ્યાસ થતો નથી કે તેને વધુ મહત્ત્વ આપવામાં આવતું નથી. મિશેલ ફુકો અને દેરિદાએ પાવર વિશે સંશોધનાત્મક અભ્યાસ લખ્યા છે. તે છતાં સામાન્યપણે આપણે રોજિંદા જીવનમાં તેને અવગણીને ચાલીએ છીએ. જે વ્યક્તિ ડોમિનેટિંગ એટલે કે બીજા પર હાવી થનારી વ્યક્તિઓજ સત્તાશાળી બની શકે છે. સત્તા સ્થાને બીજાને તાબામાં રાખવાના દરેક હથકંડા અપનાવવાના હોય છે. 
ચૂંટણી આવે ત્યારે સત્તાના ખેલ જોઈ શકાય છે તે છતાં સામાન્ય પ્રજા સમજતી નથી કારણ કે તેને પણ પોતાની સત્તા ટકાવી રાખવી હોય છે. મિશેલ ફુકો કહે છે તેમ દરેક વ્યક્તિની પોતાની સત્તા વાપરતાં આવડતી હોય છે. ઉદાહરણ તરીકે મોટી ઓફિસોમાં તેમ સરકારી ઓફિસોમાં પ્યુનની સત્તાને પણ અવગણી શકાતી નથી. બિલ્ડિંગના વોચમેનને પણ દશ રૂપિયા પાર્કિંગના આપવા કે તેને જાળવી લેવો પડતો હોય છે. આજે જોઈએ તો સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને કે નરેન્દ્ર મોદી કે અમિત શાહને શું કામ મેજોરેટી પોતાના પક્ષે જોઈએ છે, સત્તા તેમના હાથમાં આવે તે માટે અને માટે ખેડૂતોના દેવાઓ માફ કરવા કે સ્ત્રી સશક્તિકરણના કામ કરવાના, બેરોજગારી દૂર કરવાની વાતો થાય છે. કોઈ એમ કહેશે નહીં કે અમને સત્તા જોઈએ છે. સામે પક્ષે એવું કહી શકાય કે સત્તા હોય તો કામ થાય તો પછી અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ કેમ રહે છે? 
આજે સેવા કરવાની ઈચ્છાથી તો કોઈ ભણે છે કે તો લગ્ન કરે છે કે તો કોઈ કામ કરે છે. અને જો કોઈ એમ કહેતું હોય કે હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો છું કે કામ કરું છું તો તે પોતાને અને બીજાને છેતરે છે. સમાજસેવા પણ લોકો પોતાને સારું લાગે એટલા માટે કરતા હોય છે. અને જેને સેવા કરવી હોય છે તેઓ ક્યારેય રાજકારણમાં સત્તા મેળવવા આવતાં નથી. એટલે પછી પ્રસિદ્ધિ મેળવવા માટેએવોર્ડ મેળવવા માટે સેવા કરવાનું ચાલુ રાખે છે. ભાગ્યે એવી વ્યક્તિ મળશે કે જેની સેવા વિશે બીજા કોઈને ખબર હોય. આપણે કોઈકને કંઈક આપીએ છીએ કે કોઈનું કામ કરીએ છીએકારણ કે તેનાથી આપણને સારું લાગે છે. આગળ વાત કરી તે સોશિયલ સાયકોલોજિસ્ટ ફ્રેન્ચ અને રેવન કહે છે કે  કેટલીક વ્યક્તિઓ પાસે સત્તા હોય પણ તેનો ઉપયોગ કરતાં તેમને આવડતો હોય જ્યારે કેટલીક વ્યક્તિઓ પાસે સત્તા હોય તો પણ તેનો ઉપયોગ કરતાં આવડતું હોય છે. સામી વ્યક્તિનો ઉપયોગ ક્યારેકઈ રીતે પોતાને ફાયદો થાય તે રીતે કરવો તે પણ રાજકારણ છે. કોઈ નાના પાયે આવી રમત રમે તો કોઈ મોટા પાયે રમતો રમે. દરેક રાજ્યના મુખ્યમંત્રીની પહોંચ પોતાના રાજ્ય પૂરતી. પણ જો તે કેન્દ્ર પ્રધાન બને તો તેની પહોંચ રાજ્ય અને જે તે ક્ષેત્ર પૂરતી પહોંચે. વળી જો વડા પ્રધાન બને તો તેની પહોંચ આખા દેશમાં અને બીજા દેશમાં પણ કંઈક અંશે પહોંચી શકે. અમેરિકા અને ઈંગ્લેન્ડના વડાઓ પોતાની સત્તા વધારવાના પ્રયત્નો કરતા રહે છે. ભારત અને આફ્રિકા પર રાજ કરીને તેમણે ભૂતકાળમાં રાજ કર્યું. હવે તેઓ પોતાના દેશને સમૃદ્ધ અને વિકસિત બનાવવા માટે પ્રયત્નો કરે છે જેથી બીજા દેશોના નાગરિકો તેમના દેશ સાથે વેપાર કરવાકામ કરવા લલચાય. આખરે તો સત્તા મેળવીને પુરુષને સંતોષ થાય છે.
અભ્યાસ કહે છે કે પાવરનો ઉપયોગ અનેક રીતે થતો હોય છે જેમ કે સામી વ્યક્તિની પાસેથી શું મેળવવું છે તે તો ખરું પણ શું આપવું તે પણ એક જાતનું રાજકારણ હોઈ શકે છે. જે વ્યક્તિએ કશું ગુમાવવાનું નથી હોતું કે પામવાનું નથી હોતું તે પણ પોતાની સત્તાનો માલિક હોઈ શકે છે. રાજકારણમાં સામી વ્યક્તિને શું જોઈએ છે તેની માનસિકતા સમજીને તેને પોતાના ફોલોઅર બનાવાતાં હોય છે કે મત મેળવવાના હોય છે. સત્તા મેળવવા માટે સામદામ અને દંડ દરેક પ્રકારનો ઉપયોગ થતો હોય છે.
ફેસબુક પર અને ટ્વિટર પર તેમના કેટલા ફોલોઅર છે અને કેટલી લાઈક તેમને મળે છે તેના પરથી એમની પ્રસિદ્ધિ નક્કી થતી હોય છે. કોને કેટલા ચલાવવા અને કેટલા ચલાવવા તેનું પણ રાજકારણ લોકો રમતા હોય છે. જેની પાસે પૈસા હોય તેઓ ક્લબ કે સમાજના સત્તા સ્થાને હોય અને તેમની સાથેના સંબંધો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે આવી વ્યક્તિઓ સાથેના સંબંધો જાળવવાનું રાજકારણ પણ અનેક લોકો રમતા હોય છે. દરેક માનવી પ્રયત્ન કરે છે સત્તા મેળવવાનો અને તે માટે જે રમત રમવી પડે છે તેને રાજકારણ કહેવાય છે. સત્તા મેળવવા માટે નિર્મમ અને નિસંગ થવું પડે છે.બસ એકમાત્ર સત્તાના પ્રેમમાં પડવું પડે છે. તો અલ્ટીમેટ સત્તા મળી શકે છે. રાજકારણની રમત રમવા માટે બુદ્ધિને તેજ કરવી પડે છે. સંવેદનશીલતા કે લાગણીવેડા અહીં ચાલતા નથી. અહીં તો બસ ગણતરીઓ કામ આવે છે જે તમને વ્યવહારિક રીતે ઠોસ પરિણામ આપી શકે.































  

You Might Also Like

0 comments