લાલ રંગ શુભ ગણાય પણ …

02:20








ઓસ્કારમાં પિરિયડ ડોક્યુ ફિલ્મ વિજેતા બનવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જવાની


મિત્રો સાથે બહાર ગયા ત્યાં રસ્તામાં મંદિર આવ્યું બધાએ નક્કી કર્યું ચલો આજે મંદિરમાં જઈએ. નીતા બહાર ઊભી રહી ... કહે હું નહી આવી શકું ..પિરિયડસ છે. અને પછી તો વાતો ચાલી પિરિયડ્સ પર. તેના વિશેની માન્યતાઓ અને શરમ. મને યાદ છે નાની હતી ત્યારે પિરિયડ્સ આવે ત્યારે માથે નાવાનું નહી. ભગવાનને દિવો કરવાનો નહી. પૂજા કરવાની નહી, મંદિરમાં જવાનું નહી. કોઈના ઘરે પૂજા હોય તો પણ દૂર રહેવાનું. તુલસીને પાણી રેડવાનું નહી, અથાણાને અડવાનું નહી... વગેરે વગેરે પિરિયડ એટલે કે માસિક વિષયે વાત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મને ઓસ્કાર મળ્યો એટલે ફરીવાર માસિકની માન્યતાઓ વિશે વાત થશે અને કરવી જોઈએ. 
૨૦૧૫ની સાલમાં ટેબુ ગણાતા વિષય પિરિયડ્સ પર સરસ નાની ફિલ્મ ટચ પિકલ નામની જાહેરાતને આંતરરાષ્ટ્રિય એવોર્ડ મળ્યો  હતો. પિરિયડ્સ અને પિકલ જેવી ફિલ્મો દ્વારા જે વાત આજે થઈ શકે છે અને દર્શાવી શકાય છે તે દર્શાવે છે કે બદલાવની શક્યતાઓ વધી રહી છે. પિરિયડ્સ સાયલન્સ ફિલ્મ જેમણે જોઈ હોય તેમને જણાવું કે કોઈમ્બતુરના એક પુરુષ અરુણાચલમે બનાવેલા સસ્તા સેનેટરી પેડના મશીનનો ઉપયોગ દિલ્હી નજીકના ગામડાંની મહિલાઓ કેવી રીતે કરે છે તેના પર બની છે. વિસ્તારની મહિલાઓને સેનેટરી પેડ વાપરવું પરવડતું નથી. હજી ભારતભરમાં ૭૦ ટકા મહિલાઓ એવી હશે કે સેનેટરી પેડ વાપરતી નથી કારણ કે તેમને પોષાય તેમ નથી. ખેર, આર્થિક પાસાંની વાત કરવા માટે બીજો લેખ લખવો પડે. દરમહિને આવતું માસિક સ્ત્રીને સ્ત્રી બનાવે છે. કોઈ પાપ કે ગંદકી નથી કરતી. ફિલ્મને ઓસ્કાર મળ્યો એટલે ફરીવાર માસિકની માનસિકતાની ગુલામી વિશે વાત કરવાનો મોકો ઝડપી લઉં છું. 
 મારી આસપાસ અનેક સ્ત્રીઓ વરસમાં બે ત્રણવાર પિરિયડ્સ જલ્દી આવે કે લંબાવવાની ગોળીઓ લેતી હતી અને હજી પણ અનેક સ્ત્રીઓ લેતી હશે.  કારણ કે તેમને કોઈ પૂજામાં જવાનું હોય કે પછી લગ્ન કે પ્રસંગમાં જ્યાં ભગવાનનું સ્થાપન થવાનું હોય. સ્વતંત્રત દેશમાં હજી સ્ત્રીઓ માનસિક રીતે સ્વતંત્રતા નહી અનુભવે તો બધું નકામું છે. આજની  આધૂનિક નારી પણ માનસિકતાની ગુલામીમાં સબડતી હોય તો પછી સ્વતંત્રતા બહાર હોય તેનો કોઈ અર્થ નથી હોતો. સામાપાંચમ કે ઋષિ પાંચમનો ઉપવાસ નાના હતા ત્યારે કરતા. બાર વરસની ઉંમરે જેવું માસિક આવવાનું શરૂ થયું કે  અમારી પડોશી બહેનોએ અનેક સલાહ સૂચનો આપી દીધા. જેમાં ક્યાં અડાય, શું કરાય તેના લિસ્ટ સાથે દર વરસે ઋષિપાંચમનો સામો ખાઈને ઉપવાસ કરવાનો . જેથી માસિક દરમિયાન આપણે જે પાપ કર્યા હોય તે ધોવાઈ જાયમાસિકમાં આવતી મોટાભાગની  બહેનો આજે પણ ઉપવાસ કરે છે. 
બારમાં ધોરણમાં ડોકટર પાસે માસિકનું વૈજ્ઞાનિક કારણ જાણ્યા બાદ મેં ઉપવાસ કરવાનું બંધ કર્યુ. સૌથી પહેલો પ્રશ્ન દરેક સ્ત્રીને થવો જોઈએ કે શું પાપ જાણી જોઈને કરો છો ? જો માસિક  જોઈએ એવી ચોઈસ હોતતો જરૂર દરેક સ્ત્રી માસિક પસંદ કરે. પણ એક કુદરતી પ્રક્રિયા છે. તેમાં પાપ પુણ્ય કશું નથી. પરંતુ, સ્ત્રીનો જન્મ મળ્યો તે દુખદ બાત છે તેવી માન્યતા જન્મતાવેંત સમાજ તમને સમજાવે છે. એટલે કન્યાના જન્મને ખુશીથી વધાવાતો નથી.   સ્ત્રી  ઉતરતી કક્ષાની માનવી છે જે  ધ્યાન રાખે પોતાના વર્તનમાં તો પાપ કરવા સક્ષમ  છે  તે વાતને  સાચી  સાબિત કરવા માટે અનેક માન્યતાઓને તેની સાથે જોડી દેવામાં આવી. કોઈ સવાલ જવાબ કર્યા વિના મોટાભાગની સ્ત્રીઓ બાબત સ્વીકારી લેતી હોય છે. થોડી ઘણી સ્ત્રીઓ જેનામાં હિંમત હોય છે સામા પ્રવાહે તરવાનીતે સવાલો પૂછે છે અને યોગ્ય કારણ વિના તેને સ્વીકારવાનો કે માનવાનો ઈન્કાર કરે છે.
ચાલો આવી કેટલીક માન્યતાઓમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. દર મહિને આવતું માસિક ગંદુ લોહી નથી કે   તો સ્ત્રી હોવાના અભિશાપથી તે  યોનિમાંથી આવતું.  તે આપણને જીવંતતાનો અહેસાસ કરાવે છે. આપણા શરીરમાં  નવું જીવન પેદા કરવાની ક્ષમતા છે તે સાબિત કરે છે.  જો બાળક નથી રહેતું તો એને માટે ગર્ભાશયે કરેલી તૈયારીઓ તૂટી પડે છે અને તે નકામું અંડ બીજ પાતળી દિવાલ સાથે બહાર નીકળી જાય છે. સ્ત્રીને સ્ત્રી બનાવતાં હોર્મોનની સહજ પ્રક્રિયા છે. એવા સમયે એટલે કે માસિકના દિવસોમાં અથાણા બનાવ્યા છે અને અડ્યા પણ છે. અને તે બગડતા નથી જો  આપણી પોતાની અને અથાણાની સ્વચ્છતામાં ધ્યાન રાખવામાં આવે તો. તમે એવું પણ સાંભળ્યુ હશે કે તુલસી પર માસિકમાં હોય તેવી સ્ત્રીનો પડછાયો પડે કે તે અડે તો મરી જાય છે. એવું કશું નથી હોતું. દરેક જીવંત વનસ્પતિ કે પ્રાણી કે મનુષ્યનો જન્મ અને મૃત્યુ નિશ્ચિત હોય છે. કોઈ વહેલું મરે કે કોઈ મોડું મરે. આપણે રસ્તો પહોળો કરવા માટે કે મકાન બાંધવા કે ગાડી પાર્ક કરવા માટે ઝાડ કાપી નાખીએ ત્યારે તેને પાપ નથી ગણતા. પણ નાનકડા તુલસીના છોડના સુકાઈ જવા પાછળ સ્ત્રીને શું કામ જવાબદાર ઠેરવીએ ? અને તે પણ આપણે સ્ત્રીઓ આવી માન્યતાઓને પોષીએ છીએ. તુલસીના ઔષધિય ગુણો માટે તેને પૂજવામાં આવે છે.
પહેલાં આપણે ગારમાટીના ઘરમાં રહેતા પણ હવે નથી રહેતા. પહેલાં જાત મહેનત કરીને પાણી ભરી લાવતા, દળણા દળતા. જો આવી અનેક બાબતોનો બદલાવ સ્વીકારીએ છીએ તો પછી માસિકની  માનસિક માન્યતાઓને કેમ બદલીએ ?
પહેલાંના જમાનામાં નહાવા માટે નદી, તળાવ કે કૂવે જતા. એટલે  માસિકમાં લોહીનો સ્રાવ થતો હોય ત્યારે નહાવું યોગ્ય હોય. તે માની શકાય પણ આજે તો દરેક બાથરૂમમાં નહાય છે ત્યારે માન્યતાને પોષવી યોગ્ય નથી. ઉલ્ટાનું સ્વચ્છતા માટે અને કળતર થતું હોય તો ગરમ પાણીથી નહાવું જરૂરી છે. પહેલાં તો રજસ્વલા સ્ત્રીને આરામ માટે ત્રણ દિવસ માટે આરામ કરવાનું કહેવાતું અને એટલે તેને દરેક જગ્યાએ અડવાની મનાઈ હતી. પણ તેમાં છીંડા શોધીને સ્ત્રીઓ પાસે સૌથી વધુ કામ કરાવાતું. સ્ત્રીઓને માસિક આવે એટલે તે અપવિત્ર છે અને તેનાથી કશે અડાય નહીં તેવી માન્યતાઓ બની છે, બાકી જો માત્ર માસિક આવવાને કારણે જો સ્ત્રી અપવિત્ર થતી હોય તો કોઈપણ સ્ત્રીને માસિક આવે તે મંજૂર નથી .
આજની શિક્ષિત પ્રજાને બધું સમજાવવું પડે છે તે આશ્ર્ચર્યની વાત છે. આપણે જે વિજ્ઞાન ભણીએ છીએ, ભણાવીએ છીએ તે ખોટું છે? એવો પ્રશ્ર્ન જરૂર થાય.

ભગવાનમાં શ્રદ્ધા હોવી અલગ વાત છે. આધ્યાત્મિક બાબત છે. મંદિરો અને પૂજા માણસોએ બનાવ્યા છે અને તેના નિયમો પણ માણસોએ બનાવ્યા છે.

આપણા ઉપનિષદોમાં તો આત્માની વાત કરવામાં આવી છે જેને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી. આત્માને કોઈ આકાર છે કે કોઈ જાતિ કે ધર્મ છે. ખરેખર આત્માને કોઈ જાતિ કે ધર્મ હોય તેવું કોઈ શાસ્ત્ર કહે નહીં. હા શાસ્ત્રોને તોડી મરોડીને સમજાવનારો મનુષ્ય ચોક્કસ કહે, કારણ કે આપણે હવે વેદ-ઉપનિષદ કે ગીતા પણ વાંચતા નથી. એમાં ક્યાંય સ્ત્રી કે પુરુષની વાત નથી. સર્વ એટલે કે બધાની વાત છે. જીવસૃષ્ટિ માત્રની વાત છે. આગળ ઉપનિષદોમાં કે વેદોમાં કે અધ્યાત્મમાં ક્યાંય સ્ત્રીને નિમ્ન ગણવામાં આવી નથી. ઊલટાનું મીરાં તો કહે છે કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ હોય. બધા ભક્ત ગોપી હોય.
ભગવાન પાસે જઈને સ્ત્રી-પુરુષના ભેદભાવ મટી જતા હોય છે. ત્યાં તો ફક્ત આત્મા હોય કે જે પરમાત્માને પામવા ઉત્સુક હોય. કોઈ ભૌતિક આસક્તિથી પૂજા કરો એવું ધર્મગુરુઓ કહે તો માન્ય છે પણ ગમે તેવાં નિવેદનો કરી સમાજનું અહિત કરતાં ધર્મગુરુઓ તાલિબાની માનસિકતા ધરાવતાં હોઈ શકે.

બદલાવની શરૂઆત સ્ત્રીઓએ પોતાને પાપી કે અપવિત્ર માનીને કરવી પડશે, કારણ કે સમાજને અને ધર્મગુરુઓને જન્મ આપનારી માતા પણ સ્ત્રી છે. સમાજની સોચ બદલવા માટે સ્ત્રીઓએ પોતાની વિચારધારાને વિસ્તૃત કરવી પડશે. નવા સમતોલ સમાજની રચના કરવા શક્તિરૂપે પોતાને જોવી પડશે. નવરાત્રીમાં જે માતાજીની પૂજા થાય છે તે સ્ત્રી સ્વરૂપા છે, શક્તિ સ્વરૂપા છે તે પોતાની દીકરીઓ સાથે અન્યાય કરે.


આજે અડવાની માન્યતાઓ નાબૂદ થઈ રહી છે તો અન્ય માન્યતાઓ પણ ધીમે ધીમે નાબૂદ થશે. બદ્ધ માનસિકતા સાથે દરેક માન્યતાનો સ્વીકાર કરવો પણ તેનું સાચું કારણ યોગ્ય વ્યક્તિ પાસે જાણીને સ્વીકારવુ. કુદરતી પ્રક્રિયાને રોકવી કે વહેલી મોડી કરવાની ગોળીઓ ખાવાથી જેટલું નુકશાન થાય છે તેની સામે ખોટી માન્યતાઓ પાળવાથી કોઈ નુકશાન નથી પણ ફાયદો છેપોતાને દોષી માની જીવવાની એક પ્રક્રિયામાંથી મુક્ત થઈને  સ્વતંત્રતાનો શ્વાસ લઈએ.

You Might Also Like

1 comments

  1. જેમ દરરોજ કુદરતી હાજત જેવી ક્રિયા અપવિત્ર નથી,તેમ માસિક ધર્મથી અપવિત્રતા કેવી રીતે આવે????
    શરીરમાં ફરતા અવિરત લોહી જેવું જ આ સ્વાભાવિક છે...હું તો પૂજા પણ કરું છું...ઈશ્વરને ક્યારેય આભડછેટ નથી લાગી.
    ..હું અને ઈશ્વર ખુશ છીએ..
    ક્રિષ્ચન ધર્મ મા પણ બધા ચર્ચ મા પ્રેયર કરે છે....શુ બધા પાપી થઈ ગયા????
    એકદમ સ્પષ્ટ અને સટીક લેખ...
    Hats off you mem

    ReplyDelete