નકુશા નામનો અર્થ ખબર છે ?3/1/12
06:50
મહારાષ્ટ્રના એક ગામડામાં નારાયણ વાગલે પોતાની
નાની સાત વરસની દીકરીને નકુ કહીને બૂમ મારતા
વંકાયેલા હોઠે હસે છે. કારણ કે તેને યાદ આવે છે કે તેની દીકરીનું નવું નામ
ઐશ્વર્યા પાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના
સતારા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં એક સર્વે થયો હતો તેમાં જાણવા મળ્યું કે આખા જીલ્લામાં 222
છોકરીઓના નામ નકુશા રાખવામાં આવ્યા હતા. નકુશા નામનો અર્થ થાય અનવોન્ટેડ અર્થાત
જેની જરુર નથી. આ છોકરીઓની જરુર નહોતી પણ તે જન્મી એટલે તે નકુશા... આવી નકુશાઓ નામ વગર પણ ભારતભરમાં જન્મે છે. કેટલીકને જન્મતાં પહેલાં જ મારી નાખવામાં આવે
છે તો કેટલીકને જન્મતા જ દૂધ પીતી કરતા ય પિતાને ખચકાટ નથી થતો. આ મહારાષ્ટ્રના
ગામડાઓમાં સર્વે થયા બાદ ત્યાંના
અધિકારીઓએ આવી દીકરીઓના નકુશા નામ બદલીને તેમને ગમતા નામ આપવાનો જાહેર કાર્યક્રમ
કર્યો અને દીકરીઓ નકામની નહીં પણ આવકાર્ય છે એવી જાગૃતિ લાવવાના પ્રયત્નો થયા. જેથી
આ છોકરીઓએ આખીય જીંદગી અનવોન્ટેડ હોવાની લાગણી
ન અનુભવવી પડે. આની સામે નવાઈની વાત એ છે કે આપણે ત્યાં સત્તાસ્થાનોએ મહિલાઓની શક્તિ વધી રહી છે. ભારતમાં સૌથી પાવરફુલ વ્યક્તિ સોનિયા ગાંધી છે. ભારતના
સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી માયાવતી છે.લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા
સ્વરાજ છે. અને બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી છે તો દક્ષિણમાં જયલલિતા છે.
આજે જ્યારે 2012ની સાલમાં પ્રવેશ કરી રહ્યા છીએ
ત્યારે પણ ગામડાઓમાં જ નહીં શહેરોમાં પણ ગર્ભ પરિક્ષણ કરીને છોકરી હોય તો તેને
જન્મતી જ અટકાવવા માટેના પ્રયત્નો થાય છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં આ રીતે ગર્ભ
પરિક્ષણ કરતાં સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા તેમાંથી પાંચ ડોકટરોનું લાયસન્સ
સસ્પેન્ડ કરવામાં આવ્યું. ગર્ભ પરિક્ષણ કરતા રેડિયોલોજી સેન્ટરો પર સખત પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આપણે ત્યાં ગર્ભ પરિક્ષણ કરવા સામે કાનુની પગલાં લેવાનો કાયદો તો છે પરંતુ, તેનું
સખત રીતે પાલન નથી થતું. હાલમાં જે રીતે સેક્સ રેશિયો નીચે આવી રહ્યો છે તે જોતાં
સંશોઘન કરનારાઓ એવા તારણ પર આવ્યા છે કે
2030ની સાલમાં આપણે ત્યાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 20 ટકા વધુ હશે. હાલમાં પણ ગુજરાત, પંજાબ,દિલ્હી,
ઉત્તર ભારતમાં દર સો છોકરીઓની સામે 125 છોકરાઓનો રેશિયો છે. અને તે ગર્ભ પરિક્ષણને
કારણે વધી રહ્યો છે. પરંતુ, દક્ષિણ ભારતમાં સેક્સ રેશિયો આટલો ઓછો નથી તે સારી વાત
છે. જો કે આવી જ સ્થિતિ ભારત ઉપરાંત કોરિયા અને ચીનમાં પણ પ્રવર્તી રહી છે. ગયા
વરસે થયેલા એક સર્વેમાં દુનિયામાં મહિલાઓ માટે ખતરનાક દેશની યાદીમાં ભારતને પ્રથમ
પાંચમાં ક્રમમાં મુકવામાં આવ્યો છે. તેમાં એક કારણ છે જાતિ નક્કી કરવા માટે થતું
ગર્ભ પરિક્ષણ.
દર સો છોકરાની સામે છોકરીઓની સંખ્યા
યુરોપ અને નોર્થ અમેરિકા 105
લેટિન અમેરિકા 100
કેરિબિયન દેશો 103
સબ સહારા આફ્રિકા 102
સાઉથ ઈસ્ટ એશિયા 100
મધ્ય એશિયા 104
દક્ષિણ એશિયા 95
ચીન 94
ભારત 93
0 comments