જાતને જોવાની મનસા એ માનસિક રોગ હોઈ શકે

02:21










હજી સાત વરસ થયા સેલ્ફી શબ્દને પણ આજે તેનું ગાંડપણ દુનિયામાં પ્રચલિત છે





સેલ્ફી લીધી હોય તેવી વ્યક્તિ આજે ભાગ્યે મળે. લખનાર પણ ક્યારેક સેલ્ફી લેવાની લાલચ રોકી નથી શક્યા. સેલ્ફી એટલે કે પોતાની જાતનો ફોટો. પહેલાં લોકો આયનામાં પોતાની જાતને વારંવાર જોતા તો ઘરમાંથી ટોકતા. સેલ્ફી શબ્દ ભલે હમણાં કોઈન થયો હોય પણ વરસો પહેલાં પણ આપણે જાતને જોવા માટે વારંવાર આયનાની સામે ઊભા રહી જતા. જે વ્યક્તિઓ પોતાના પ્રેમમાં હોય એટલે કે નાર્સિસિસ્ટ હોય તેમને સેલ્ફી લેવાનો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ઈચ્છા થાય એવું દેશવિદેશમાં થયેલા અનેક અભ્યાસ દ્વારા જાણવા મળે છે. આમ તો પુરુષોમાં પણ સેલ્ફી લેવાનું પ્રમાણ ઓછું નથી તે છતાં  સ્ત્રીઓ સૌથી વધુ સેલ્ફી લેતી હોય છે એવું પણ તારણ નીકળ્યું છે. 
જાતને પ્રેમ કરવો જરૂરી છે પણ જ્યારે તે હદ ઓળંગી દે ત્યારે સમસ્યા સર્જાય છે. કોઈપણ અતિરેક તમને મુશ્કેલીમાં મૂકી દઈ શકે છે. સોશિયલ મીડિયાનો જન્મ લોકો સુધી પહોંચવા માટે થયો છે. એમાં તમારે તમારા વિશેની માહિતી તેમ ફોટા શેઅર કરવાના હોય છે. ફેસબુકમાં દરેક વયની વ્યક્તિઓ રીતે પોતાના વિશે ઓનલાઈન માહિતી મૂકે છે કારણ કે તેમને બીજાનું ધ્યાન ખેંચવું હોય છે પોતાના તરફ. બાકી એવી અનેક વ્યક્તિઓ છે જે હજી ફેસબુક પર નથી . યુવાનોને હવે ફેસબુકમાં ઓછો રસ પડે છે કારણ કે ત્યાં તેમના માતાપિતા અને સગાવ્હાંલા પણ હોય છે. યુવાનો હવે મોટેભાગે વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિન્ડર અને તેના જેવા અનેક માધ્યમોનો ઉપયોગ કરે  છે. માધ્યમો દ્વારા એવું પ્લેટફોર્મ ઊભું કરાય છે કે જ્યાં તમે બીજા સાથે કનેક્ટ થઈ શકો છો. આપણે વિશે, આપણા કામ વિશે અને આપણા દેખાવ વિશે બીજાને જણાવવાની ઈચ્છા સામાન્યપણે દરેકમાં હોય છે. માધ્યમો આવવાને કારણે વ્યક્તિઓને  ડિજિટલ  પ્લેટફોર્મ મળ્યું જ્યાં તેઓ પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. ફેસબુકની શરૂઆત કરવાનો વિચાર પણ ઝકરબર્ગને એટલે તો આવ્યો હતો. પીઈડબલ્યુ રિસર્ચ સેન્ટર અમેરિકામાં ૧૮ થી ૨૯ વરસસના યુવાનોનો અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે ગ્રુપની દરેક વ્યક્તિઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને સોશિયલ નેટવર્ક પર સક્રિય હોય છે. ૯૫ ટકા કોલેજિયન પોતાનો નેટવર્કિંગ પ્રોફાઈલ મેઈન્ટેઈન કરતા હોય છે. તેમાં પણ વધુ પ્રમાણમાં સ્ત્રીઓ પોતાના ફોટા અપલોડ કરતી હોય છે. પોતાના પ્રોફાઈલને વારંવાર બદલવામાં અને અપડેટ રાખવામાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સમય વિતાવતી હોવાનું જાણવા મળે છે. 
સોશિયલ મીડિયા વ્યક્તિ પર અસર કરતી હોવાનું અનેક અભ્યાસ દ્વારા જાણવા મળે છે. સિક્કાની જેમ તેને પણ બે બાજુઓ છે. એક સારી અને બીજી નરસી. સોશિયલ મીડિયા દ્વારા સામાજીક સંપર્ક શક્ય બને છે અને તેને કારણે સારી બાબતોને વિકસવવાનો મોકો પણ મળે છે. તો બીજી નરસી બાજુ પણ છે જે વ્યક્તિગત રીતે દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફોટામાં સારા દેખાવાની ઈચ્છા, લાઈક અને કોમેન્ટ દ્વારા સેલ્ફ એસ્ટિમ અને કોન્ફિડન્સ પર અસર થતી હોય છે. ફોટામાં તમે એટલા સારા દેખાવા માગતા હોવ છો કે તે માટે ફોટોશોપ કરી લોકોને અને જાતને છેતરવાનો વાંધો નથી આવતો. અભ્યાસ કરનારાએ બે વિભાગ પાડ્યા છે. એક તો ફોટોને જેવો છે તેવો અપલોડ કરનારી સ્ત્રીઓ અને બીજું ફોટાને ફોટોશોપ દ્વારા સુધારીને પોતાને વધુ ખૂબસુરત બનાવવાના પ્રયત્ન કરતી સ્ત્રીઓ. સ્ત્રીઓ સતત બીજાઓની સાથે પોતાની જાતની સરખામણી કરતી રહેતી હોય છે. બીજી સ્ત્રીઓએ કેવા અને ક્યાંના ફોટા મૂક્યા છે અને પોતે રહી તો નથી ગઈને પાછળ એવી સતત અસલામતી તેમના મનમાં ઘુમરાતી રહેતી હોય છે. (૨૦૧૬માં બ્રાઉન એન્ડ ટિગેરમન, કિમ એન્ડ ચોક(૨૦૧૫) , ૨૦૧૦માં ટિગરમેન અને મિલર દ્વારા રજૂ થયેલા સંશોધાનાત્મક પેપર)  સ્ત્રીઓને સતત પોતાના દેખાવની સરખામણી બીજી સ્ત્રીઓ સાથે કરવાની આદત હોય છે. સોશિયલ મીડિયામાં પણ સ્ત્રીઓ પોતાને બીજી સ્ત્રીઓની પ્રતિસ્પર્ધી માને છે. દેખાવ, વજન અને એક્ટિવિટી અંગે તેઓ પોતાની જાતને બીજા સાથે સરખાવ્યા કરતી હોય છે. તેઓ જે શક્ય નથી તેવા પરિમાણોમાં રાચતી હોય છે. જેમ કે એકદમ સ્વચ્છ ,ગોરી ત્વચા, ઘાટા વાળ, પાતળું શરીર અને સેલિબ્રિટિ સાથેના ફોટા.  બધાને કારણે ડિપ્રેશન અને આત્મવિશ્વાસની કમી મહેસૂસ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે.  સેલ્ફી લેવી અને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવી તે આદત બની જાય તેવું શક્ય છે. 
હાલમાં ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ એડિકશનમાં સેલ્ફી વિષયે અભ્યાસ પ્રગટ થયો છે તેમાં લખ્યું છે કે જો તમે દિવસની ત્રણ સેલ્ફી લેતાં હો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હો તો તમે એક્યુટ સેલ્ફીટાઈસ થી પીડાવ છો. મદુરાઈની થીગરાજર સ્કૂલ ઓફ  મેનેજમેન્ટ અને સાયકોલોજીક ડિપાર્ટમેન્ટ ઓફ નોટિંન્ગહામ ઈંગ્લેડએ અંગે સહિયારો અભ્યાસ કર્યો છે. જનાર્દન બાલક્રિષ્ણન અને માર્ક ડી ગ્રીફિથે દુનિયાની ૨૫૫ (બસો પંચાવન) યુનિવર્સિટિના વિદ્યાર્થીઓને કેટલાક સવાલો પૂછ્યા જેમ કે તમારે સેલ્ફી લેવી પડે એવું લાગે ખરું કે કોઈ બીજું સેલ્ફી લેવાનું એડિક્ટ છે એવું લાગ્યું છે ખરું?
તેમણે સેલ્ફીટીસ બિહેવીયર સ્કેલ (SBS)બનાવ્યો. તેમાં વ્યક્તિ દિવસમાં ત્રણવાર સેલ્ફી લે છે પણ મીડિયા પર પોસ્ટ નથી કરતી. તેને બોર્ડર લાઈન સેલ્ફીટીસ ગણાય. ક્રોનિક સેલ્ફીટીસ વ્યક્તિઓ પણ હોય છે જે સતત પોતાના ફોટા પાડ્યા કરે, તેમને પોતાના પર કન્ટ્રોલ નથી હોતો. એટલું નહીં તેઓ છથી વધારે વખત સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પોસ્ટ કરતી હોય છે. અભ્યાસમાં પણ જાણવા મળ્યું કે સૌથી વધારે સંખ્યા સ્ત્રીઓની હોય છે જે પોતાના ફોટા પાડતી હોય છે અને તેને ફોટોશોપ કરતી હોય છે અને સોશિયલ મીિડયા પર પોસ્ટ કરતી હોય છે. સેલ્ફીસિટી પ્રમાણે સ્ત્રીઓ સૌથી વધારે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પોસ્ટ કરતી હોય છે. 
સેલ્ફીટીસનો અભ્યાસ જણાવે છે કે જે વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે, બીજાનું ધ્યાન આકર્ષિક કરવાની વૃત્તિ હોય છે, પોતાનો મૂડ સારો કરવો હોય છે કે પછી તેઓ સમાજમાં બીજાઓને પ્રિય છે, જાણીતી છે એવું દર્શાવવા માટે પણ સેલ્ફી મૂકાતી હોય છે. 
સ્ત્રીઓના દેખાવની આસપાસ આખી  ઈન્ડસ્ટ્રિ કામ કરતી હોવાને કારણે અને સ્ત્રીઓને દેખાવથી મૂલવવાની આપણી સામાજિક માનસિકતાને કારણે સેલ્ફીટીસની સ્થિતિ પેદા થઈ છે. આપણે જાહેરાતો જોઈએ તો કારથી લઈને ફર્નિચર કે પછી પુરુષોની હજામતનો સામાન વેચવા માટે પણ દેખાવડી, યુવાન અને પાતળી સ્ત્રીના દેહનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.  એને કારણે પણ સેલ્ફી લેવાની અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની માનસિકતા સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં હોઈ શકે તેવી શક્યતાને નકારી શકાય. તે છતાં આજે જીમમાં જઈને વર્કઆઉટ કરતા ફોટો પાડવાનું ચલણ વધી રહ્યું છે. યુનિવર્સિટી ઓફ બ્રુનેલ ઓફ લંડને કરેલા અભ્યાસ પ્રમાણે જીમમાં વર્કઆઉટ કરતા  ફોટાને વધુ પ્રમાણમાં લાઈક મળતી હોય છે. અને જેઓ નાર્સિસિસ્ટ હોય છે તેઓ પોતે જીમમાં વર્કઆઉટ કરતા ફોટાઓ પોસ્ટ કરતા હોય છે. તેમની માનસિકતા હોય છે કે જુઓ હું મારા દેખાવ માટે કેટલો સમય ઈનવેસ્ટ કરું છું. જો કે ફોટાને વધુ લાઈક મળે તેનો અર્થ એવો નથી હોતો કે લોકોને તે ગમ્યું છે એટલે લાઈક આપી છે. નાર્સિસિસ્ટ વ્યક્તિઓના ફોટાને સૌથી વધુ લાઈક મળતી હોય છે પણ તેના મિત્રો અંદરખાનેથી પસંદ નથી કરતા હોતા. એને ડિજિટલ નાર્સિસિઝમ પણ કહેવાય છે. આવા લોકોમાં બીજા પ્રત્યે સહાનુભૂતિ કે કરી છૂટવાની લાગણીઓનો પણ અભાવ હોય છે. ૨૦૧૩માં સેલ્ફી શબ્દનો જન્મ થયો કારણ કે આપણા દરેકમાં જાતને બીજા સામે સારી દેખાડવાની ઈચ્છા ધરબાયેલી હોય છે જે સોશિયલ મીડિયામાં બહાર આવી રહી છે. વળી કેટલાક એવા પણ હોય છે કે બીજા પાસે સતત પોતાના ફોટા પડાવ્યા કરશે. ફોટા પણ જો તમે સોશિયલ મીડિયા પર રોજ પોસ્ટ કરો છો તો સેલ્ફીટીસનો શિકાર બનવાની શક્યતા છે. 
જાતને ચાહો પણ એટલી બધી નહીં કે માનસિક સમસ્યાઓ પેદા થાય જે રોગ બની જાય. સાયકોલોજિસ્ટ નહીં અન્ય વ્યક્તિઓ પણ સોશિયલ મીડિયા પર તમારા ફોટા જોઈને તમને મૂલવતા હોય છે.   














You Might Also Like

0 comments