સેન્સરશીપ હોવી જોઈએ કે નહીં ?

21:48



ઓપન માઈન્ડ સેન્સર




 દરેકને પોતાની સ્વતંત્રતા ગમતી હોય છે પણ બીજાની સ્વતંત્રતા નડતી હોય છે એટલે સેન્સરશીપનો  જન્મ થાય છે



આજે દરેક જણા ચૂંટણીની લડાઈમાં વ્યસ્ત હોય એવું દેખાય છે પણ તેની સાથે એક અલગ પ્રકારની લડત સમાજમાં અંદરખાને ચાલી રહી છે. કેબલ અને ઈન્ટરનેટનું યુદ્ધ. પચાસની આસપાસના વાચકોને કદાચ યાદ હશે પાંત્રીસ વરસ પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનમાં ફક્ત દૂરદર્શનની એક ચેનલ આવતી હતી. તેમાં પણ સાંજના વાગ્યા પછી રાતના દસેક વાગ્યા સુધી કાર્યક્રમો આવતા હતા. ત્યારપછી ધીમે ધીમે બપોરના, સવારના કાર્યક્રમો પણ શરૂ થયા. ધીમે ધીમે ટીવી રંગીન થતું ગયું અને સાથે ચેનલનો ઉમેરો થતો ગયો. છેલ્લે ચારસોથી વધુ ચેનલો કાર્યરત હતી તેમાં કેબલ દ્વારા તમને પેકેજ આપવામાં આવતું તે લેવું પડતું. હવે કાયદો આવ્યો કે દર્શકોને ચોઈસ આપવામાં આવે કે તેમને કેટલી ચેનોલો જોવી છે અને નથી જોવી. જેટલી ચેનલ જોવી હોય તેટલી ચેનલના પૈસા દર્શકોએ આપવાના રહે. આમ સૌ પ્રથમવાર દર્શકોને શું જોવું અને જોવું તે પસંદ કરવાની સ્વતંત્રતા છે એવું જતાવવામાં આવ્યું. પણ ખરેખર સ્વતંત્રતા હતી કે નહીં તે સવાલ ઊભો છે. જો બધું સેન્સર કરીને દર્શાવવામાં આવે તો ચોઈસનો સવાલ નકામો બની રહે છે. બધું ચાલી રહ્યું હતું તેની સાથે એક બીજું પ્લેટફોર્મ ઊભું થઈ રહ્યું હતું. વેબપોર્ટલનું. નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિયો, એમસીએક્સ, ઝી અને બાલાજીનું પણ પોતાનું વેબપોર્ટલ છે. જીઓ તેમજ અન્ય લોકો પણ મેદાનમાં  છે . 
બદલાવ વિશે હજી આમઆદમી સમજતો થાય તે પહેલાં વેબસિરિઝની પ્રસિદ્ધિ ટેલિવિઝન ચેનલોને પાછળ છોડવા માંડી છે. ભવિષ્યમાં ચેનલો આજે છે તે સ્વરૂપે હશે કે નહીં તે પ્રશ્ન છે.  આપણને પસંદગીની સ્વતંત્રતા જોઈએ છે પણ તેની જવાબદારી નથી જોઈતી એટલે સેન્સરબોર્ડની જરૂર લાગે છે. 
બીજું કે ફિલ્મ અને ધારાવાહિકો પર સેન્સરશીપ લાગુ પડતી હોવાને કારણે તેના નિર્માતાઓને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છીનવાઈ જતું હોય એવું લાગતું હતું. સેન્સરશીપને સમજીએ તો જેમના હાથમાં સત્તા હોય તેઓ બીજી વ્યક્તિઓ પર શું કરવું કરવું એવા નિયમો લાદે. માતાપિતા બાળકોને ના સમજ સમજીને તેમને કેટલીક સ્વતંત્રતા આપે અને કેટલીક સ્વતંત્રતા આપે. વળી છોકરીઓને માટે રાતના બહાર જવાનું, શું પહેરવું- પહેરવું, કેટલું હસવું, કેટલું બોલવું આમ અનેક પાબંદીઓ એટલે કે સેન્સરશીપ લાગુ કરવામાં આવે છે. તેનાથી આગળ વધીને સમાજ, સમાજે ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા શું બોલવું, બોલવું, કોની સાથે પરણવું પરણવું, કેટલું ભણવું, નોકરી કરવી કે ધંધો અને શું લખવું, વાંચવું, જોવું, જોવું દરેક બાબતમાં સેન્સરશીપની આપણને આદત પડી ગઈ છે. સ્વતંત્ર વિચારધારા વિકસાવી હોય તો સેન્સરશીપની સામે વાંધો આવી શકે. રાજકારણ, ચૂંટણી અને પ્રચારમાં સેન્સરશીપ મુદ્દે ઘણી લડાઈઓ ચાલી રહી છે તેના વિશે ફરી ક્યારેક વાત કરીશું, આજે જે દરેક ઘરનો સળગતો મુદ્દો છે કે શું જોવું અને જોવા દેવું જોઈએ. સાસ-બહુ અને નાગીનની ધારાવાહિકો સામે ફરિયાદો કરનારા ઓછા છે જ્યારે તેને જોનારા વધુ  છે, એટલે તેની ટીઆરપી વધતા એવી ધારાવાહિકો કે જેમાં કૌટુંબિક ઝઘડાઓની વાતો દર્શાવાય કે પછી માની શકાય એવી ભૂત-પ્રેત અને ઈતિહાસને ગ્લેમર્સના વાઘા પહેરાવીને (હકિકતને તોડી મરોડી)  રજૂ કરતી ધારાવાહિકો દર્શાવવાનો ટ્રેન્ડ ચાલ્યો. માનસિક હિંસાઓ દર્શાવતી ધારાવાહિકો દર્શાવવા સામે સમાજના સોકોલ્ડ પહેરેદારોને વાંધો નહોતો આવતો પણ વેબસિરિઝમાં વાસ્તવિકતા દર્શાવવામાં આવે છે કોઈ આવરણ સિવાય તો તેની સામે હવે લોકો સેન્સરશીપની માગ કરી રહ્યા છે. જો આપણને સ્વતંત્ર વિચારધારા આપવામાં આવે અને વિચારી શકીએ તો સારું કે નરસું સમજવાની શક્તિ આપણામાં હોય છે. પણ જ્યારે આપણે દંભી વિચારધારાના ભોગ બન્યા હોઈએ તો સ્વતંત્રતાનો ઉપયોગ કરતાં આપણને આવડતો હોતો નથી. 
સેક્સ, હિંસા અને ધર્મ વિશે આપણે દંભી વિચારધારા અપનાવીએ છીએ. વેબ સિરિઝમાં સજાતીય, વિજાતીય અને સ્ત્રીઓની સેક્સુઆલિટિ વિશે વાત કરવામાં આવે છે જે પહેલાં ક્યારેય નહોતી થઈ શકતી. સેન્સરશીપ ચીનમાં પણ છે અને બીજા અનેક દેશોમાં છે, સેન્સરશીપ હોવા છતાં લોકો તેના રસ્તા શોધી લેતા હોય છે. આપણે ત્યાં ફિલ્મોમાં કે મેગેઝિનમાં સેક્સ નહોતો દર્શાવાતો ત્યારે વિદેશી ફિલ્મો અને વિદેશી મેગેઝિનને ચોરી ચોરી જોનારા લોકો આજે ઈન્ટરનેટ વેબસિરિઝ સામે વાંધો ઉઠાવી રહ્યા છે. 
બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી માતાપિતાની હોય છે, પણ તે એમણે લેવી નથી. માતાપિતા જ્યારે ચોવીસ કલાક મોબાઈલ પર પરોવાયેલા હોય તો બાળકને મોબાઈલ નહીં વાપરવાની સલાહ કઈ રીતે આપી શકે! આપણો આપણા પર કન્ટ્રોલ હોવાને લીધે સેન્સરશીપની માગણી આપણે એટલે કે લોકો કરતા હોય છે. એવું કહેવાય છે કે જે કરવાની ના પાડવામાં આવે તે કરવાનું મન વધુ થતું હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વધુ દારૂ પીને બીજાને તેમ જાતને નુકસાન કરતાં લોકો ગુજરાતમાં છે. કોઈપણ બાબતની પાબંદી કે સેન્સરશીપ જે તે બાબતને અટકાવી શકતી નથી. જો એવું માનતા હો કે સેક્સ અને હિંસા દર્શાવાવાથી બળાત્કાર અને હિંસા અટકી જશે કે બાળકો બગડશે નહીં તો તમે જાતને છેતરી રહ્યા છો. એવો જમાનો હતો કે સેક્સ દર્શાવવા માટે બે ભમરાઓ કે બે ફુલોને ટકરાતા દર્શાવવામાં આવતા. દરિયાના મોજાંઓને ઊછળતા દર્શાવીને સેક્સની ચરમસીમાને દર્શાવવામાં આવતી. રૂપકોના ઉપયોગ સાથે દર્શકોને સમજાઈ જતું કે શું બન્યું હોવું જોઈએ. તે સમયે પણ લોકો ઉત્તેજિત થતા હતા. આપણી વસતી વધતી હતી. જો સેક્સની અસર હોત તો વસ્તી આટલી વધી હોત. સો વરસ પહેલાં મોહનદાસ કરમચંદ ગાંધી પણ સેક્સના આવેગને ખાળી નહોતા શક્યા તેની કબૂલાત આત્મકથામાં કરે છે. તે સમયે ઈન્ટરનેટ કે ટેલિવિઝન નહોતા.  આજે સેક્સને કોઈ રૂપક કે દંભ સિવાય દર્શાવવામાં આવે છે ત્યારે વિરોધનો સૂર ઊઠી રહ્યા છે. રૂપક દ્વારા દંભી રીતે જે દર્શાવાય છે તેની અસર વધુ થતી હોય છે. ક્રિકેટની રમતમાં  ચીયર લીડર છોકરીઓના અર્ધનગ્ન શરીરના પ્રદર્શનની શું જરૂર હોય? તેની સામે કોઈ વાંધો કે વિરોધ નથી થતો. કાર કે શેવિંગ ક્રિમની જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નહોતી પણ સેક્સી સ્ત્રી દર્શાવાય છે. જ્યારે  સ્ટોરીમાં સહજતાથી દર્શાવાતા સજાતીય અને વિજાતીય સંબંધોની સામે તેમને વાંધો હોય છે.  કૌટુંબિક કહાનીઓમાં હિંસા દર્શાવવા સામે કોઈને વાંધો નથી હોતો તેની ટીઆરપી વધે છે. બીજા સ્વતંત્રતા સામે આપણને વાંધો હોય છે એટલે સેન્સરશીપ દ્વારા પાબંદી લગાવવાની વાત કરવામાં આવે છે. વેબપોર્ટલનું મુખ્ય મથક અહીં હોવાને કારણે તેના પર સેન્સરશીપ લાગુ નથી પડી રહી, પણ વહેલીમોડી તેના ઉપર પણ સેન્સરશીપ લાદવામાં આવે તેવું વાતાવરણ રચવામાં આવશે. હું પણ માનું છું કે વેબપોર્ટલમાં પણ સેક્સનો ઉપયોગ દર્શકોને આકર્ષવા માટે કરવામાં આવે છે.

 વિરોધ હોવો જોઈએ પણ સમાજની વિચાર શક્તિ બંધ કરી દે તેવો વિરોધ યોગ્ય નથી. બાળકને ચોરી કરવી શીખવાડનાર પિતા વ્યવસાયમાં કરચોરી કરવાના દરેક રસ્તા અપનાવશે. ભ્રષ્ટાચાર દ્વારા પોતાની સગવડ મેળવે તેને આપણે શું કહીશું? વેબસિરિઝમાં કે ફિલ્મોમાં દર્શાવાતા સેક્સ યોગ્ય છે એવું કહેવા નથી માગતી પણ સેક્સને દંભના પડદા નીચે સેન્સર કરવાથી સજાતીય સંબંધો કે વિજાતીય સંબંધો બંધ નથી થઈ જવાના કે તો તેની સંખ્યા વધવાની છે. તમને ગમે તો રિમોટ તમારા હાથમાં હોય છે તેને બંધ કરો. ગીતા કે વેદો પર કોઈ પ્રતિબંધ નથી તો કેટલા લોકો તેને વાંચે છે? સેક્સને આજે દર્શાવાય છે રીતે પહેલાં દર્શાવાતો નહોતો તે છતાં બળાત્કાર થતા હતા. પોર્નોગ્રાફીનો વ્યવસાય ચોરીછુપે પણ ચાલતો હતો. લોકો સેક્સુઅલ સંબંધો બાંધતા હતા. 

You Might Also Like

0 comments