પુરુષ, હિંસા અને ઈગોનું એક્સ્ટેન્સન

00:55









 કબીરસિંઘ ફિલ્મ પછી સોશિયલ મીડિયા પર હિંસક પૌરુષત્વ ધરાવતી માનસિકતા વિશે હિંસક ચર્ચાઓ શરૂ થઈ છે.




ટોક્સિક મસ્ક્યુલિનિટિનો ગુજરાતી અનુવાદ કરવાનો હોય તો વિષક્ત (હિંસક) પૌરુષત્વ કંઈક એવો કરવો પડે. સરળ ભાષામાં કહીએ તો ખરાબ પુરુષ કંઈક એવું કહી શકાય. આજકાલ ટોક્સિક પૌરુષત્વની ચર્ચાએ જોર પકડ્યું છે ફિલ્મ કબીરસિંઘને કારણે આવી ચર્ચાઓ આ પહેલાં પણ અવારનવાર થઈ છે, કારણ કે હિંસક પુરુષની માનસિકતા નવી વાત નથી.  કરણ જોહરના શોમાં  હાર્દિક પંડ્યા અને કે રાહુલના નિવેદનો ટોક્સિક માનસિકતા ધરાવતા હતા એવું કહી શકાય.  વડોદરા રહેવાશી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કરણ જોહરના ટોક શોમાં જરા ઉત્સાહમાં આવી જઈને જે નિવેદનો કર્યા તેને લીધે એણે માફી તો માગવી પડી હતી, તો સાથે અનેક સવાલોના જવાબો પણ આપવા પડ્યા ભારતીય પ્રજાને અને ક્રિકેટ બોર્ડને. સારું તો થયું કે જેવું તેણે ટોક શોમાં મેસોજિનિક એટલે કે સ્ત્રીઓ માટે યોગ્ય આદર ધરાવતો અભિપ્રાય આપ્યો કે તરત માત્ર સ્ત્રીઓએ નહીં પણ પુરુષોએ પણ સોશિયલ મીડિયા જેવા કે ટ્વીટર, ફેસબુક પર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે બીજા દિવસે ક્રિકેટ બોર્ડે હાર્દિક અને રાહુલ બન્ને પાસે જવાબ માગ્યા. ક્રિકેટ જેન્ટલમેનની રમત કહેવાય છે. આંતરરાષ્ટ્રિય સ્તરે રમતા ક્રિકેટરો ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય વખતે તેમનું વર્તન અયોગ્ય હોય તો ચલાવી લેવાય. કબીરસિંઘ ફિલ્મ બાદ  અનેક પુરુષોએ વિરોધ કર્યો  છે. પુરુષો પણ હવે નકારાત્મક પૌરુષિય વલણને વખોડી કાઢે છે મોટો બદલાવ આવી રહ્યો છે.

 સ્ત્રીઓ પ્રત્યે હિંસાત્મક કે જાતીય ભેદભાવ ભર્યો અભિગમ પિતૃસત્તાક માનસિકતાને લીધે હોય છે. તેને ટોક્સિક મસ્ક્યુલિનિટિ કહેવાય છે. હાર્દિક પંડ્યાએ જે વિચારો એક પુરુષ તરીકે સ્ત્રી માટે રજૂ કર્યા હતા તેનાથી સમાજમાં ખળભળાટ મચી ગયો અને કબીરસિંઘ જેવા પાત્રો અત્યાર સુધી વિલનને ભાગે આવતા હતા. આ દરેક બાબત આપણા સમાજનું પ્રતિબિંબ છે. મોટાભાગના છોકરાઓને પૂછવામાં આવે કે તેમને શું કામ સફળ થવું છે તો એક વાત ચોક્કસ સાંભળવા મળશે કે છોકરીઓ તેમના પર મરે અને તેઓ ચાહે તે છોકરી સાથેઆગળ વાક્ય લખવાની જરૂર છે?! તમે બરાબર સમજ્યા છો. જો કે  એક વિદેશી શેવિંગ બ્રાન્ડની જાહેરાતમાં એવું કહેવાયું છે કે આજે હવે પિતૃસત્તાક માનસિકતા નહીં ચાલે પુરુષ છો તો પુરુષ બનીને રહો તેમાં ટોક્સિક તત્વ ઉમેરો. સ્ત્રીઓને ફક્ત ઉપભોગનું સાધન સમજો. જાહેરાત કેટલાકે આવકારી તો કેટલાક પુરુષોનો અહંકાર ઘવાયો પણ ખરો. જો સિક્કાની બીજી બાજુ જોઈએ તો હાર્દિક પંડ્યાને વખોડવાથી કે કબીરસિંઘના ડિરેકટરને ગુનેગારના પાંજરામાં મૂકવા માત્રથી સમસ્યા નહીં ઉકલે. સ્ત્રી અને પુરુષની પ્રકૃતિ એકબીજાને પોસિબલ પાર્ટનર તરીકે તપાસવાની રહેવાની . અસફળ, બટકો, અદદોળો, ગંદો,ગરીબ પુરુષ ક્યારેય સ્ત્રીની કલ્પનામાં નહીં હોય. ફેન્ટસીમાં પણ તે સફળ, હેન્ડસમ, ડોમિનેટિંગ પુરુષની કલ્પના કરશે તો વાસ્તવિકતામાં તે અસફળ કે ફેઈલ્યોર પુરુષને સ્વીકારવાના ચાન્સીસ કેટલા? નહીંવત તમે કબૂલ કરશો . જે માનસિકતા છે તે દરેક પુરુષને ખબર છે.  તેમાં પણ પુરુષનો અહમ પાવરફુલ હોય છે. મીટુ કેમ્પેઈનમાં સત્તાશાળી, સફળ પુરુષો પ્રત્યે આંગળી ચીંધાઈ છે. અહંમ તેમના પૌરુષત્વને ટોક્સિક બનાવતું હોય છે.  અહંમના ટોક્સિક તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. 


 આમ તો અહંકારને કોઇ જાતિ નથી પરંતુ, પુરુષ કે સ્ત્રી સાથે શબ્દ જોડાય કે તેના અર્થઘટનો બદલાય છે. પુરુષ અહંમ શબ્દમાં મિસ્ટીરીયસ પાવરફુલ મશીનનો પડઘો સંભળાય. તો  સ્ત્રીને સમજવી અઘરી છે કહીને તેનો વીંટો વાળી દેવામાં આવે છે.
પુરુષ અહંમની આસપાસ ગેરસમજનાય તાણાવાણા વીંટળાયેલા છે. અહંમ ક્યારેક બરડ તો ક્યારેક પથ્થર જેવો બની જતો હોય છે. સ્ત્રીઓને સૌથી વધુ ડર પુરુષો કરતાં પણ પુરુષોના અહંકારનો લાગે છેએટલે સ્ત્રીઓ પુરુષના અહંમ વિશે  કહેતી હોય છે કે હેન્ડલ વીથ કેર ... કારણ કે પુરુષનો અહંમ ઘવાય,તૂટે કે પથ્થર બની જાય કોઇપણ પરિસ્થિતિ આવકાર્ય નથી હોતી. અને જો સ્ત્રીને પુરુષના અહંકારને જાળવતાં આવડી જાય છે તો તે રાજ કરે છે. આવી શિખામણ અનુભવી સ્ત્રીઓ નવી પરણવા જઈ રહેલી દરેક યુવતીને આપતી હોય છે.
પુરુષનો ઇગો સંવેદનશીલ છે કે કોમ્પલેક્સ તે સમજવું અઘરું બની રહે છે. તમે ગુગલમાં સર્ચ કરો તો મેલ ઇગોને જાળવવા માટે શું કરવું તેની અનેક ટીપ્સ વાંચવા મળશે. વળી તેમાં મોટેભાગે એક બાબત જરૂર દેખાશે કે પુરુષ અહંમ ખૂબ કિંમતી છે અને નાજૂક છે તેની સાથે જાળવીને કામ લેવું જોઇએ. જાણેકે પૌરુષત્વ અને અહંમ બન્ને એક હોય તેવો પણ ભાસ ઊભો થાય છે. કારણ કે આપણને દરેક બાબતો ચોકઠામાં બેસાડીને જોવાની આદત પડી ગઈ હોય છે. પુરુષનું વર્તન આવું હોવું જોઇએ તો તે યોગ્ય અને સ્ત્રીએ અમુક રીતે વર્તવાનું. આચારસંહિતાઓ કોણે ઘડી અનલોક યોર કોન્ફિડન્સના લેખક ડૉ. ગેરી વુડસ કહે છે કે પુરુષ અને સ્ત્રીનું વર્તન તેમના જનનાંગોના આકાર ઉપરથી જાણે નક્કી કર્યું છે. પુરુષની પ્રવૃત્તિઓ બાહ્ય હોય અને સ્ત્રીની પ્રવૃત્તિ આંતરિકની હોય. પાનના ગલ્લે ગલોફામાં માવો ભરીને ગાળો બોલે તે પુરુષ.... અને ઘરમાં બેસીને રોટલી વણે કે સાફસફાઈ કરે તે સ્ત્રી. ક્રમ ઊલ્ટો થાય તો શું પુરુષ મટી જશે ? એવું તો નથી હોતું. પણ પુરુષ અંગે ખોટી મીથ ઊભી કરવામાં આવી છે. અમુક રંગો પુરુષના અને અમુક રંગો સ્ત્રીના કોણે નક્કી કર્યું. એક મિત્ર દંપતીએ નવો મોટો ફ્લેટ લીધો અને તેને જાણીતા ઇન્ટિરિયર ડિઝાઈનર પાસે ડિઝાઈન કર્યો. એમના ઘરે જઈએ એટલે ગર્વ સાથે તમને ડિટેઈલમાં ઘર બતાવે દરેક બાબત ચોકસાઈપૂર્વક નક્કી કરેલી. દિકરાનો રૂમ બ્લ્યુ રંગનો અને તેમાં બોક્સિંગ બેગ, ફુટબોલરના ચિત્રો... દરેક બાબત પૌરૂષીય હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેવું જણાવ્યું. દીકરીનો રૂમ પિંક રંગનો ... સિલ્કની ચાદર, દિવાલ કબાટ તકિયા દરેક વસ્તુ પિંકના શેડમાં અને દરેક વસ્તુમાં ગર્લી ટચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે 19મી સદીમાં પિંકગુલાબી રંગ તે પુરુષોનો ગણાતો અને બ્લ્યુ રંગ તે સ્ત્રીત્વની ઓળખ હતો. વ્યાખ્યાઓ કોણે બાંધી હતી અને કોણે બદલી હતી ? તે આપણે વિચારવું રહ્યું ને!
 કેટલીક વખત ડિફાઈન્ડ એટલે કે નક્કી કરેલા વર્તનને કારણે ખોટા અહંકારમાં પુરુષ પોતાનું અને અન્યનું અણધાર્યુ નુકશાન પણ કરી બેસે છે. પોતાની મર્દાનગીની જવાબદારી સમજીને સ્ત્રીની રક્ષા માટે લડાઈ કરી શકતો કરતો પુરુષ સ્ત્રી પર બેરહમીથી બળાત્કાર પણ કરી શકે છે.સાયકોલોજીના જનક ફ્રોઇડની દરેક વાત સાથે આપણે સહમત થઈએ તોય.. ઇગોની વાત આવે તો ફ્રોઇડને યાદ કરવો પડે કારણ કે તેણે સુપર ઇગોની થિયરી આપી છેતેના મતે ઇચ્છાઓનો જન્મ થાય છે તમારા વ્યક્તિત્વમાંથી જે તમારી ઓળખ છે. ઓળખમાં સુપરઇગો પણ જેકિલ એન્ડ હાઈડની જેમ છુપાયેલો છે. કોઇ એક જાણીતા સાયકોલોજીસ્ટે કહ્યું છે કે evil man do what, good man  only dream of.   ઇવિલ એટલે ઇગો અહંમ એવું ફ્રોઇડનું કહેવું છે.
અહંમ હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની ઊણપ વર્તાય છે તો જો વધુ પડતો હોય તો તેમાંથી ઊધ્ધતાઈની વાસ પણ આવે છે. પુરુષ અહંમમાં વારંવાર બન્ને બાબતો જોઇ શકાય છે કારણ કે બાળપણથી પુરુષે આમ વર્તવાનું અને આમ વર્તાય તેના ચોકઠા પાડી દેવામાં આવ્યા હોય છે. ચોકઠાઓ સ્ત્રીઓ માટે પાડવામાં આવ્યા છે પણ તેને માટે ફેમિનીસ્ટ મુવમેન્ટ શરૂ થઈ. જ્યારે પુરુષને માટે ચોકઠામાં ગોઠવાઈને વર્તવા સિવાય છૂટકો નથી. તેને સતત પૌરુષત્વની ધારપર ચલાવવામાં આવે છે. તેને બિચારો બાપડો કહેવા માત્રથી તેની હસ્તીને ખતમ કરી નાખવામાં આવી શકે. કહેવાય છે કે પુરુષને મારવો હોય તો હથિયારની જરૂર નથી હોતી. તેના અહંમને વારંવાર ઠેસ પહોંચાડો કે તોડી પાડો બસ પુરુષ ખતમ. બાબતનો જાણે અજાણે સ્ત્રીઓ પણ ઉપયોગ કરી લેતી હોય છેતે પણ કબૂલવા દો.
બાળપણથી છોકરો તેની માતાને ગર્વ થાય તેવો બાળક બની રહેવા માટે તનતોડ મહેનત કરે છે. અને જ્યારે તે મોટો થાય છે ત્યારે એનો પડઘો  તેને ગમતી સ્ત્રીમાં પણ જોવા ઇચ્છે છે. પુરુષને અમુક  શબ્દો સંભળાય છે જે તેના ઇગોને ફ્લેટર કરે પંપાળે યા તો તેના ઇગોને ઠેસ પહોંચાડે.


  


You Might Also Like

0 comments