બાત તો કરો ....

00:35









પુરુષોને સેક્સી જોક કે કોમેન્ટ કરવામાં કોઈ પહોંચે નહીં પણ તેમની અંગત સમસ્યાની વાત કરવામાં તકલીફ પડે.

સોનાક્ષી સિન્હાની નવી આવનારી ફિલ્મ ખાનદાની શફાખાના વિશે વાતો શરૂ થઈ છે. એમાં તે વારસામાં મળેલું  સેક્સ ક્લિનિક ચલાવતી બેબી બેદીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ વિશે વાંચતા લાગ્યું કે વાત ખરી છે કે સેક્સી જોક ફોરર્વડ કરવામાં આપણને કોઈ વાંધો નથી આવતો પણ સેક્સુઅલ એજ્યુકેશનની વાત કરવા સામે આપણને સખત વાંધો છે. આપણે રોજ એવા કેટલાય વિષયો પર ચર્ચાઓ કરીશું જેનાથી આપણા કે બીજા કોઈના જીવનમાં કોઈ ફરક નથી પડવાનો હોતો પણ સેક્સુઅલ સમસ્યાઓથી અનેક જીવન બગડતા હોય છે. તેમાં પણ પુરુષોની સમસ્યાઓ સૌથી વધારે હોય છે. તમે કોઈપણ અખબારમાં આવતી સેક્સ સમસ્યાઓના જવાબો આપતી કોલમ વાંચશો તો તેમાં ૯૦ ટકા પ્રશ્નો પુરુષોના હશે. તેમાં પણ એક ભાઈ કરીને   સવાલો પૂછાતા હોય. 
વરસો પહેલાં મેં એક જાણીતા અખબાર માટે સેક્સોલોજીસ્ટ ડો. પ્રકાશ કોઠારી સાથે સેક્સ કોલમ સંભાળી હતી. વાચકોના પત્રો વાંચીને સવાલ તૈયાર કરવાના મારે ભાગે આવતા અને સેક્સોલોજીસ્ટ પાસેથી તેના જવાબ મેળવીને છાપવા માટે કોલમ તૈયાર કરવાની. પાંચેક વરસ કામ કર્યું. પત્રો 99(નવ્વાણું ) ટકા પુરુષોએ મોકલ્યા હોય. અને મોટેભાગે તેમાં એક યા બીજી રીતે ત્રણથી ચાર પ્રશ્નો વારંવાર પુછાતા  હોય જે આજે પણ પુરુષોને સતાવતાં હોય છે. કારણ કે આજે પણ સેક્સની કોલમો જેમાં પ્રશ્નો અને જવાબ હોય છે તેને વાંચશો તો કેટલાક સવાલો સતત રિપિટી થતાં હોય છે.
પુરુષોને જે સૌથી મોટો ભય સતાવતો હોય છે તે બેડરૂમ ફેઇલ્યોરિટીનો હોય છે. મસ્ક્યુલિનીટી એટલે કે પૌરુષત્વ ફક્ત એક વસ્તુ પર આધારિત હોય તેમ વાત ત્યાં આવીને અટકી જાય છે. તેમને હંમેશા પર્ફોમન્સનો ભય હોય છે. કોઇપણ પુરુષને વગર હથિયારે મારવો હોય તો તે સ્ત્રી કરી શકે છે. જો સ્ત્રી એમ કહી દે કે તે પરફોર્મ નથી કરી શકતો બસ ખતમ. પુરુષ જીવતે જીવ મરી જાય છે.  જન્મતાં જાતિ નક્કી કરવા માટે એક બાબત હોય છે ઇન્દ્રિય. પુરુષની જાતિ નક્કી કરતી ઇન્દ્રિય તેના આખાય અસ્તિત્વને એક ઓળખ આપે છે. 
મોટાભાગના પુરુષોને સમસ્યા પોતાની ઇન્દ્રિયના સાઈઝની સતાવતી હોય છે. શાળાના યુરિનરીમાં પેશાબ કરતાં પણ બાજુમાં ઊભેલા છોકરાને ત્રાંસી આંખે જોઇ લેવાનો કદાચ કોઇ ચુકતું નહીં હોય. મોટાભાગની જાહેરાતો લિંગવર્ધક યંત્રની કે શીઘ્રસ્ખલનની સમસ્યા બાબતે આવતી હોય છે. પણ બાબતે પુરુષો ભાગ્યે  ડોકટર પાસે જઈને પોતાની શંકાનું સમાધાન કરે. એટલે   તો તેમની શંકાઓ દૂર થાય છે કોલમો વાંચીને કે તો તેમને સમજાય છે તેમને શું કરવું કારણ કે સ્ત્રીઓ ફેક ઓર્ગેઝમ દર્શાવવામાં માહેર હોય છે. વળી બેડરૂમ ટોક જેવું ક્યારેય કશું હોતું નહીં હોય નહીં તો પ્રશ્નો ઓછા થઈ ગયા હોત.  સતત આજે તેઓ સંબંધે પ્રશ્નો પૂછતાં રહેતા હોય છે.
બીજી સ્ત્રીઓની સુંદરતા અને સેક્સ અપીલ વિશે વાત કરવી જેટલી સહેલી લાગે છે પુરુષોને એટલી સહજતાથી પોતાના સેક્સુઅલ પ્રોબલેમ વિશે વાત કરી શકાતી નથી. મિત્રો સાથે તો નહીં પણ ડોકટર પાસે પણ જવાનું મોટાભાગે ટાળવામાં આવે છે. સેક્સુઅલ સમસ્યાઓને અનામી પત્રવ્યવહાર કરીને અખબારોની કોલમમાં પૂછી લેવાની. તેમાં પણ સૌથી વધુ પ્રશ્નો શીઘ્ર સ્ખલન સંદર્ભે આવતા હોય છે. પુરુષો માટે લીબીડો ખૂબ મહત્ત્વની બાબત હોય છે. લીબીડો પુરુષનું પુરુષાતન કે ઈગો છે એમ કહો ને.
તે છતાં તેના વિશે ક્યારેય ચર્ચા કે સલાહ લેવાના પ્રયત્નો મોટાભાગના પુરુષો નથી કરતા. મુંબઈના પરાંમાં પ્રેકટિસ કરતા એક જાણીતા સેક્સોલોજીસ્ટે  ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સેક્સુઅલ સમસ્યા સંદર્ભે પુરુષો ખૂબ ઓછા આવે, અને તેમાં પણ મોટાભાગના લોકો પોતાનું સાચું નામ પણ છુપાવે અને કેટલીય જરૂરી હકિકત પણ છુપાવતા હોય છે. તેમની માનસિક સારવાર કરવાની જરૂર લાગતી હોય છે પણ પુરુષો ખુલીને વાત કરી શકતા નથી. તે સમયે એવા પુરુષની સારવાર કરવી ખૂબ અઘરું હોય છે. લીબીડો એટલે કે જાતિયવૃત્તિ સાથે તેમનું પુરુષપણું જોડાયેલું હોય છે. તેને કારણે તેઓ ખૂબ ક્રોધી, ઝઘડાળું, શંકાશીલ અને મારપીટ પણ કરતા હોય છે. ક્યારેક જાતીય સતામણી પણ આવા પુરુષો કરતા હોય છે. વાત એટલે કરવી પડી કે છેલ્લા વરસથી નામાંકિત અને શિક્ષિત પુરુષોના નામ મીટુ કેમ્પઈન એટલે કે જાતીય સતામણીના સંદર્ભે બહાર આવ્યા છે. લોકોને આઘાત એટલે લાગ્યો કે અત્યાર સુધી બધા જાણતા હોવા છતાં એવો દંભ આચરાઈ રહ્યો હતો કે ગલીના ગુંડાઓ અને વિકૃત મનોવૃત્તિ ધરાવનાર કે વિલન જેવો વ્યક્તિ જાતીય સતામણી કરી શકે. આપણી ફિલ્મોમાં પણ હીરોને ક્યારેય બળાત્કાર કે જાતીય સતામણીના કિસ્સામાં નથી બતાવતા. કે તેના વિશે એવું વિચારવું પણ યોગ્ય નથી લાગતું. હીરો, હીરોઈનની છેડતી કરે તે માન્ય હોય છે આપણને. પણ વિલન કરે તે માન્ય નથી હોતું. અહીં વિલનને સારો ચિતરવાનો પ્રયત્ન નથી પણ માનસિકતા સમજવાની વાત છે.  આપણા માટે કેટલીક બાબાત  સ્વીકાર્ય હોય છે અને કેટલીક નથી હોતી એટલે જ્યારે એવું બને છે તેના પ્રત્યે આંખઆડા કાન કરીએ છીએ.
પુરુષ આમ પણ બીજા પુરુષ સાથે કે બીજી વ્યક્તિ સાથે ક્યારેય અંતરંગ વાત કરી શકતો નથી. તેને પોતાની કોઈપણ લાગણી વિશે કે અંગત વાત કરવાથી પૌરુષિય આઘાત અનુભવાય છે. એટલે પોતાના સુખદુખને બીજાની સાથે શેઅર કરી શકતા પુરુષજાતિમાં ડિપ્રેશન તેમજ આત્મહત્યાનું પ્રમાણ પણ વધુ હોય છે તે સાબિત થયું છે.  બીજી કોઈ અંગત વાત કરી શકતો પુરુષ પોતાના સેક્સુઅલ અનુભવ વિશે કે સમસ્યા વિશે પણ વાત કરી શકતો નથી. પોતાની જાતિયવૃત્તિ  વિશે તમે ક્યારેય કોઈ ડોકટર કે મિત્ર સાથે વાત કરી છે ખરી? શક્યતા છે નહીં. પત્ની સાથે પણ ખુલ્લા દિલે વાત કરી શકતા પુરુષો હોય છે. સેક્સ સમયે પણ કપડાં પહેરી રાખતાં પુરુષો હોય છે. જો કે આવા પુરુષો મોટેભાગે બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યા હોઈ શકે.વળી  જાતીય સતામણી પણ મોટેભાગે પુરુષો દ્વારા થઈ હોય છે. બધા ઘાવ વિશે તેઓ ક્યારેય વાત કરતા નથી. તે વિકૃતિરૂપે કે બીમારીરૂપે  બહાર આવે છે ત્યારે પુરુષને પોતાને સમજાતું નથી કે શું કરે. પ્રતિષ્ઠિત પ્રોફેસરો, સ્પોર્ટસ કોચડાયરેકટરો, પ્રોડ્યુસરો, એકટરો, ડોકટરો બધા પુરુષો માટે પણ પરિસ્થિતિ હોય છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જ્યારે સફળ થાય છે ત્યારે પાવરપ્લે ગેમ શરૂ થાય છે. જો કે સેક્સ પણ પાવરપ્લે ગેમ છે. 
સ્ટિફન માર્સે નામના લેખકે હાલમાં એક પુસ્તક લખ્યું છે અનમેડ બેડ મેસી ટ્રુથ અબાઉટ મેન એન્ડ વિમેન ઈન 21 સેન્ચુરીતેણે એક જગ્યાએ લખ્યું છે કે પુરુષોએ પોતાની મસ્ક્યુલિનિટિ (પુરુષાતન) બાબતે વિચારવું પડશે. મુક્ત અને ખરાબ વર્તન કરવા માત્રથી પૌરુષિય તાકાત સાબિત નથી થતી. તેનું કહેવું છે કે અમે પુરુષો ક્યારેય સેક્સ વિશે યોગ્ય માહિતી કે જ્ઞાન મેળવતા નથી. પોતાની વૃત્તિને સમજવાનો પ્રયત્ન કરતા નથી. એવું માની લેવામાં આવે છે કે અમે બધુ જાણીએ છીએ. ત્યાં તકલીફ ઊભી થાય છે. જાતીયસતામણીના કિસ્સાઓ સમાજમાં બહાર આવી રહ્યા છે ત્યારે આઘાત લાગે છે. એવું નથી કે સિલસિલો અટકે છે. કિસ્સાઓ હમણાં નથી બન્યા, બનતા આવ્યા છે અને બની રહ્યા છે પણ સ્ત્રીઓ વિશે મૌન સેવતી હતી કે તેમનો અવાજ નીકળે નહીં તેની તકેદારી રાખવામાં આવતી હતી. મીટુ કેમ્પેઈનમાં કેટલાક પુરુષોને વાંધો હતો કે રીતે નામ જાહેર કરવાની ચળવળ ખોટી છે, તેમાં નિર્દોષ પુરુષ કુટાઈ જાય છે. પણ વિચારાતું નથી કે આટલી બધી સ્ત્રીઓ વરસો પહેલાંની વાત બોલવાની હિંમત કરી રહી છે તો આટલા બધા પુરુષો તે પણ શિક્ષિત, સારા ઘરના, પરિણીત પુરુષો કેમ આવું કરતા હતા તે વિશે વિચારવાની વાત નહોતા કરતા. પુરુષ કેમ આવું વર્તી શકે છે વિશે ગંભીરતાથી નહીં વિચાર થાય તો પુરુષોને પણ તકલીફો વેઠવી પડશે બે રીતે. એક તો તેમને સતત પોતાની પત્ની,દીકરી, બહેનની ચિંતા રહેશે અને બીજું ક્યાંક તેમનું નામ પણ જાતીયસતામણીમાં બહાર આવે.



You Might Also Like

0 comments