મારે સુંદર, સેક્સી નથી દેખાવું

07:50








સ્ત્રી એટલે સુંદર, સેક્સી અને સમર્પિત વ્યક્તિત્વ ધરાવતી હોવી જોઈએ માન્યતાની  સામે વિરોધ જરૂરી છે 






જાપાનમાં મીટુ જેમ કુટુ મુવમેન્ટ ચાલી રહી છે જેમાં સ્ત્રીઓ કામના સ્થળે ઊંચી એડીના સેન્ડલ પહેરવાનો વિરોધ કરી રહી છે.  અભિનેત્રી યુમી ઈસિકાવાએ મુવમેન્ટ શરૂ કરી છે. તેનું કહેવું છે કે કામના સ્થળે પુરુષો કરતાં સ્ત્રીનો દેખાવ વધુ મહત્ત્વનો હોય છે. હમણાં ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. વર્લ્ડ કપ જોતા હશો તો રમતની વચ્ચે એક સ્ત્રી અને બે પુરુષો ક્રિકેટની રમત વિશે ચર્ચા કરતા દેખાડવામાં આવે છે. સ્ત્રીએ  ટૂંકા કપડાં અને હાઈ હીલના સેન્ડલ પહેરેલા દેખાશે. લોકોના કપડાં સ્પોન્સર્ડ હોય છે. તેમણે શું પહેરવું અને પહેરવું તે નક્કી કરવામાં આવે છે. ચર્ચા કરનારા પુરુષો ફુલ્લ પેન્ટ, શર્ટ અને બુટ પહેરે છે. તેમને હાફ પેન્ટ અને ચપ્પલ નથી પહેરાવાયા. તો સ્ત્રીને કેમ ફુલ પેન્ટ પહેરાવાય અને પગમાં શૂઝ કેમ હોય એવો સવાલ બહેને ઊઠાવવો જોઈતો હતો.  છેલ્લા બે વરસથી પશ્ચિમમાં ઊંચી એડીના સેન્ડલની વિરોધમાં સ્ત્રીઓ એકત્રિત થઈ રહી છે. જાપાનમાં સ્ત્રીઓએ કામના સ્થળે ઊંચી એડીના સેન્ડલ પહેરવા તે વણલખ્યો નિયમ છે. એટલે   ઊંચી એડી પહેરનાર સ્ત્રીએ તિરસ્કારનો સામનો કરવો પડતો હોય છે તો પહેરનાર સ્ત્રીએ શારીરિક અને માનસિક ત્રાસ વેઠવો પડતો હોય છે. 

બે એક વરસ પહેલાં લંડનમાં નોકરી ખાલી છે તે મથાળા હેઠળ જાહેરાત છપાઈ હતી અને તેને કારણે લોકોમાં અને અખબારોમાં વિરોધના સૂર ઊઠ્યા હતા. લંડનમાં નવા ખૂલેલા એક જાઝ બારમાં સ્ટાફની જરૂર છે, બારમાં જોડાનાર સ્ત્રી ખૂબ સુંદર હોવી જોઈએ વળી કાળા રંગના ઊંચી એડીના સેન્ડલ પહેરીને કામ કરવા સક્ષમ હોવી જોઈએ એવી અપેક્ષાવાળી જાહેરાત હતી. 

જાહેરાતનો વિરોધ કરનારા સામે કેટલાકે કહ્યું કે અહીં બારમાં કામ કરવાનું છે નાસામાં નહીં. વળી આમેય તે મોટેભાગે બારમાં સુંદર છોકરીઓને કામ પર રાખવામાં આવે છે. તેમાં લોકોનો વિરોધ શું કામ હોવો જોઈએ? અને બારવાળા પ્રામાણિકપણે કબૂલે તો છે કે તેમને અત્યંત સુંદર દેખાતી સ્ત્રીઓનો સ્ટાફ જોઈએ છે. દુનિયામાં અનેક વ્યવસાય એવા છે કે તેમાં સ્ત્રીઓનો દેખાવ મહત્ત્વનો હોય છે. જેમ કે ફિલ્મો, ધારાવાહિકો, ફેશન મોડેલિંગ, સેલ્સગર્લ્સ, એર હોસ્ટેસ, રિસેપ્શનિસ્ટ વગેરે... પોપ્પી નૂર નામની પત્રકાર તેના લેખમાં લખે છે કે દેખાવડા લોકોની એક નવી જ્ઞાતિ પેદા થઈ રહી છે. દેખાવડાં હોવું એક મોટો લાભ છે જાણે. તમને ભીડમાંથી અલગ તારવીને પ્રથમ તક મળી જાય કામ મેળવવા માટે.

સિવાય કેટકેટલી પરીક્ષાઓમાંથી મારે મારી જાતને પસાર કરવાની. હું બહુ જાડી તો નથીને... કે પછી પાતળી સોટા જેવી નથી...બહુ ફિક્કી નથી લાગતીને? બહુ ઊંચી નથી કે નીચી નથી. આકર્ષક લાગી શકે એટલા સુંદર દેખાવા માટે મેકઅપ કરવો જોઈએ ખરો? મેકઅપ વિના હું સુંદર ગણાઉં ? વધુ પડતો મેકઅપ કરું તો બજારુ લાગું અને ઓછો મેકઅપ કરું તો ગમાર લાગી શકું. અહીં વળી પેલી ડુ ઓર નોટ ટુ ડુ વાળી વાત યાદ આવી જાય છે. સ્ત્રીઓ વધુ ઢીલા કે આખાય અંગને ઢાંકતા કપડાં પહેરે તો મણિબહેન આઉટડેટેડ ગણાય અને જો ટૂંકા કે કોઈપણ અંગ દેખાતા કપડાં પહેરે તો બગડેલી-ખરાબ માનવામાં આવે.

સમાજમાં સ્ત્રીઓ માટેના નિયમો તેના બાહ્ય દેખાવને આધારિત નક્કી કરવામાં આવે છે. સ્ત્રીની પોતાની મરજી કે તે જેવી છે તેવી એનો સ્વીકાર કરવો સહજ નથી હોતો. તેમાં વળી આધુનિક સમયમાં નવા નિયમો ઉમેરાઈ રહ્યા છે. હાઈ હિલ્સ પહેરવાના. ઊંચી એડીના ચપ્પલ પહેરીને કામ પર સાત કે આઠ કલાક વિતાવવા સહેલા નથી હોતા. ઊંચી એડીના ચપ્પલ પહેરીને વધુ સમય ઊભા રહેવાનું હોય તો તે ત્રાસજનક બની રહે છે. થાકી જવાતું હોય છે. ચારેક વરસ પહેલાં લંડનમાં એક કંપનીએ તેની રિસેપ્શનિસ્ટ નામે નિકોલા થોર્પને કામ પર ઊંચી એડીના ચપ્પલ પહેરી આવવા બદલ ઘરે મોકલી દીધી હતી. નિકોલાએ સરકારમાં પિટિશન ફાઈલ કરી હતી કે કંપનીઓ દ્વારા ઊંચી એડીના ચપ્પલ પહેરવાનું ફરજિયાત હોય તે કાયદાકીય રીતે ગુનો ગણાવો જોઈએ. નવાઈ લાગશે કે નિકોલાની અરજી સરકારે મંજૂર કરી.

વિદેશની કેટલીક કંપનીઓમાં સ્ત્રીઓ માટે ડ્રેસકોડ રાખવામાં આવે છે. તેમાં ઊંચી એડીના ચપ્પલ પહેરવાનું પણ ફરજિયાત હોય છે. ઊંચી એડીના ચપ્પલ એટલા માટે કે લાંબા પગ પુરુષોને સેક્સી, આકર્ષક લાગે છે. કામના સ્થળે વ્યક્તિની કામ કરવાની ક્ષમતા મહત્ત્વની હોવી જોઈએ કે દેખાવ? બધા દ્વારા સાબિત થાય છે કે મોટાભાગના વ્યવસાયમાં અને પિતૃસત્તાક માનસિકતામાં સ્ટ્રોન્ગ એટલે કે પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીઓને મોટેભાગે કામ પર રાખવામાં નથી આવતી કે તેની સાથે લગ્ન કરવાનુંય પસંદ કરવામાં નથી આવતું. સુંદર એટલે કે પુરુષને ખુશ રાખવાના પ્રયત્નોમાં રહેતી અને સુશીલ એટલે કે નમ્ર વ્યક્તિત્વ ધરાવતી જે પુરુષની ઈચ્છા પ્રમાણે રહે તેવી સ્ત્રીઓને જલદી પસંદ કરવામાં આવે છે. એટલે ઓફિસમાં ઊંચી એડી પહેરીને પીડા થવા છતાં સતત પોતાનો દેખાવ તંગ રાખતી સ્ત્રી સમર્પિત સ્વભાવ ધરાવતી હોઈ શકે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં અને બ્યુટી કોન્ટેસ્ટ એટલે કે સૌંદર્ય હરીફાઈઓમાં જોશો કે સ્ત્રીઓને માટે ઊંચી એડીના સેન્ડલ પહેરવા જરૂરી હોય છે. ક્યારેય કોઈને પણ તમે ફ્લેટ ચપ્પલ પહેરીને ભાગ લેતી નહીં જુઓ. પાંચ નવની ઊંચાઈ હોવા છતાં ચાર ઈંચની એડી પહેરીને સ્મિત રેલાવતી તે કલાકો સુધી ઊભી રહેશે. યુવતીઓને એકાંતમાં જોવી જોઈએ. જ્યારે તેઓ નિરાંતે બેસે તો સૌ પહેલાં સેન્ડલ કાઢી પગ દબાવશે. ઊંચી એડીનો વિરોધ જુલિયા રોબર્ટે પણ અનોખી રીતે કર્યો છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચપ્પલ પહેર્યા વિના ગઈ હતી. 

બધા નિયમો સામે સ્ત્રીઓએ શું કામ સમર્પિત થવું જોઈએ? તેવા સવાલો પણ થાય છે. સ્ત્રીઓ માટેના આવા નિયમો જોઈને યાદ આવે કે બ્રિટિશરો એક સમયે કેફેમાં લખતાં હતા કે ડોગ્સ એન્ડ બ્લેકસ આર નોટ અલાઉડ, અર્થાત્ કૂતરાઓ અને કાળી વ્યક્તિઓને પ્રવેશ નહીં. એવી રીતે સુંદર, આકર્ષક, ગોરી દેખાતી હોય તેવી સ્ત્રી પછી ભલેને ગમે તેટલી હોશિયાર હોય તેને કામ મળી શકે તેવું બને. આપણે ત્યાં એક જાહેરાત આવતી હતી એક શ્યામ છોકરીને પહેલાં કામ મેળવવામાં સફળતા નથી મળતી પણ પછી તે ગોરા દેખાવાની ક્રીમ લગાવે છે તો તે ટેલિવિઝનમાં ન્યૂઝ રીડર તરીકે પસંદ થાય છે અને લોકોની ચાહના મેળવે છે. બાહ્ય દેખાવ જો સફળતા માટે અગત્યનો હોવાને કારણે તો કેટલીય યુવતીઓ સ્ટ્રેસમાં જીવતી હોય છે. હકીકતમાં માનસિકતા સમાજમાં પ્રવતર્તી હોય છે. પણ રીતે વિરોધ કરવાનો ટ્રેન્ડ છેલ્લા ચારેક વરસથી શરૂ થયો છે તે સારું છે.  
લંડનમાં   વિરોધ થયો અને જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી. આપણે ત્યાં લગ્નવિષયક જાહેરાતોમાં બ્યુટીફુલ, ફેઅર, સુંદર, દેખાવડી અને ગોરી શબ્દો આજે પણ વાપરવામાં આવે છે. અને કોઈને વાંધો પણ નથી હોતો.

You Might Also Like

0 comments