ના કાંતિ ભટ્ટ ઓફ્ફ ધ રેકોર્ડ વાત નહીં જ લખું

22:40







કાંતિ ભટ્ટની પ્રેકટિકલ પત્રકારિતાની પાઠશાળામાંથી હું પણ ઘણું શીખી, આજ સુધી તેમની સાથે તો ફોટો પડાવ્યો છે કે તો જાહેરમાં ક્યારેય કશું લખ્યું છે. આજે તેમને શ્રદ્ધાંજલિ લેખ દ્વારા ….


એપ્રિલ ૧૯૯૨થી અભિયાનમાં જોડાઈ અને બસ સીધી મને રિપોર્ટિંગ કરવા મોકલી દીધી. અકોલા વણઝારાનો મેળો અને વલસાડના માછીમારોના પરિવારને મળવા, જેમને પાકિસ્તાને દરિયામાંથી પકડીને જેલમાં પૂર્યા હતા. પત્રકાર તરીકે મારી પહેલી સ્ટોરી હતી નંદિગ્રામની આધ્યાત્મિક બેલડી  જે  એપ્રિલ ૧૯૯૨માં અભિયાનની કવર સ્ટોરી બની. બાયલાઈનમાં નામ હતું દિવ્યાશા ભટ્ટ (દોશી).  મારો સ્વભાવ બળવાખોર ખરો એટલે   મારે લગ્ન બાદ નામ નહોતું બદલવું પણ અભિયાનમાં કામ કરતી હતી અને જેમની પણ સ્ટોરી કરવા જાઉં ત્યાં લોકો પૂછતાં કે કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટ તમારા શું સગા થાય અને મારે ના પાડવી પડતી. પછી થયું કે મારે મારી ઓળખ ઊભી કરવી હોય તો ભટ્ટ અટક છોડી દેવી જોઈએ, બાબતે કાંતિ ભટ્ટ સાથે વાત કરી હતી અને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો. કાંતિ ભટ્ટ સાથે ફક્ત ત્રણ મહિના કામ કરવાનો મોકો મળ્યો કારણ કે અભિયાનમાં હું જોડાઈ અને ત્રણ મહિના બાદ તેમણે અભિયાનના તંત્રી પદમાંથી રાજીનામું આપી દીધું હતું. ખૂબ દુખ થયું હતું મને કારણ કે પત્રકારત્વના દરિયામાં તેમણે મને રિતસરનો ધક્કો મારીને તરતાં શીખવાડ્યું હતું.

કાંતિ ભટ્ટને પહેલીવાર મળ્યાનું બરાબર યાદ છે. મિત્ર દીપક (દોશી)ની સાથે હું ફેબ્રુઆરી ૧૯૯૨ની સાંજે કાંદિવલીમાં તેમના ઘરે મળવા ગઈ હતી. નવનીત સમર્પણમાં ઘનશ્યામભાઈ સાથે કામ કરતો દીપક તે સમયે કાંતિ ભટ્ટને પુસ્તક કરવામાં મદદ કરી રહ્યો હતો. હું તે સમયે આનંદ મહેતા ચાર્ટડ અકાઉન્ટન્ટ સાથે બીકોમ થયા બાદઓફિસમાં કામ કરતી હતી. ત્યારે હું કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી રહી હતી, પણ આંકડાઓ અને ટેબલ વર્કમાં જીવન વીતાવી નહીં શકાય એવું મને લાગતું.  જીવનમાં  શું કરવું એ કશ્મકશ મનમાં ચાલી રહી હતી. તે સમયે કોઈ બીજો રસ્તો સૂઝતો નહતો. મનની મૂંઝવણ દીપકની સાથે વાત કરતા કહી તો તેણે સૂચવ્યું કે પત્રકાર બનવાનું કેમ નથી વિચારતી?  ગુજરાતી પુસ્તકોના વાંચનને કારણે દીપકની સાથે કોલેજની લાયબ્રેરીમાં દોસ્તી થઈ હતી. પત્રકાર બનવા શું કરવાનું એવું પૂછ્યું તો દીપક કહે, કાંતિ ભટ્ટને મળવાનું
તેણે મુલાકાત ગોઠવી. તેમના અમી વર્ષાના ઘરે રાત્રે આઠેક વાગ્યે પહોંચી ત્યારે સફેદ લેંઘો અને પહેરણ પહેરેલા કાંતિ ભટ્ટ જમીન પર ઊભડક બેસીને મેગેઝિનમાંથી કટિંગ કાપી રહ્યા હતા. અમે પણ સામે જમીન પર બેઠા. મારી સામે જોઈને સવાલોનો મારો ચલાવ્યો. ક્યાં અને કેટલું ભણી, શું કરું છું હમણાં, ઘરમાં કોણ છે, શું વાચું છું,  વગેરે પછી તરત કહે તારા પપ્પા શિક્ષક છે તો શિક્ષક અને શિક્ષણ પર એક નિબંધ લખીને મોકલ બે દિવસમાં. તે સમયે તેમની સાથે અમીષા નામની છોકરી તેમને કામમાં મદદ કરતી હતી. મારે તેને કાલબાદેવીમાં મળીને નિબંધ આપી દેવાનો હતો. તે લખી મોકલ્યા બાદ ફોન કર્યો તો કહે ચાર્ટડ તેઅકાઉન્ટન્ટને ત્યાં કામ કરે છે તો બે ત્રણ જાણીતા ચાર્ટડ અકાઉન્ટન્ટની મુલાકાત લઈ, લખી લાવ અઠવાિડયામાં. કોઈ માર્ગદર્શન નહીં કે શું કરવાનું ? કેવી રીતે કરવાનું અને બસ મુલાકાત લઈ આવ કહી દીધું. ખૂબ મૂંઝારો પણ થયો પછી હિંમત કરી તેમને પૂછ્યું કે  મને કોઈ અનુભવ નથી પ્લીઝ ગાઈડ કરો તો સારું. તેમણે ટૂંકમાં મને સમજાવી બે એક નામ પણ દીધા બસ. પ્રસિદ્ધ અકાઉન્ટન્ટના નંબર અને એડ્રેસ શોધવાના. તે સમયે કોમ્પ્યુટર કે ગૂગલ નહોતા. 
નોકરી કરતી હતી એટલે તેમણે કદાચ અઠવાડિયાનો સમય આપ્યો હતો. કામ કર્યું અને મુલાકાત લખીને તેમની પાસે પહોંચી કે તેના પર નજર નાખીને કહે કે તું પત્રકાર બની શકીશ. જા અભિયાન માટે મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાની મુલાકાત લઈ આવ. કુન્દનિકા કાપડિયા અને મકરંદભાઈનું સાહિત્ય વાંચ્યું હતું. કુન્દનિકા કાપડિયા મારા ગમતાં સાહિત્યકાર હતા સાત પગલાં આકાશમાં તે સમયે ખૂબ ચર્ચામાં હતી. જે  ચાર્ટડ અકાઉન્ટન્ટ આનંદ મહેતાની ઓફિસમાં કામ કરતી હતી,  તેઓ બોસ તરીકે શિસ્તના ખૂબ આગ્રહી હતા પણ તેમને વ્યક્તિના સતત વિકાસમાં રસ હતો. તેમને સાચી વાત કહી રજા લઈ વલસાડની ટ્રેન પકડી હતી માર્ચે.  જતાં પહેલાં દીપક દોશીએ મને કેવી રીતે સવાલ પૂછવા અને શું પૂછવું તેની વાત કરી હતી એટલે થોડી હિંમત આવી હતી. વલસાડ ઉતરી બસ પકડી નંદિગ્રામ પહોંચી અને બે દિવસ ત્યાં રહી, તેમની લાંબી મુલાકાત ટેપ કરીને લઈ આવી. દીપક મને મુલાકાત કેવી રીતે લખવી તે સમજાવતો હતો. આઠ વરસની મારી અને દીપકની મૈત્રી હતી અને લાગણી તેમાં ભળતા ગયા.  અમને લાગ્યું કે હવે સાથે લગ્ન કરવા વિશે વિચારવું જોઈએ. અમે લગ્ન કરવાનું વિચારતા હતા દરમિયાન   નંદિગ્રામનો લેખ લખાયો અને કાંતિ ભટ્ટને આપવા ગઈ તો કહે અભિયાનમાં રિપોર્ટર તરીકે  જોડાઈ જા. મારા આનંદનો પાર નહોતો, તેમને કહ્યું કે દીપક સાથે લગ્ન કરવાનું વિચારું છું. તો થોડા ગુસ્સે થયા અને કહે તો કામ કેવી રીતે કરીશ? અભિયાનમાં જોડાયા બાદ લગ્ન માટે  હું કોઈ રજા નહીં આપું. જા પહેલાં લગ્ન કરીને ફરી આવ પછી જોડાઈ જજે. પહેલી એપ્રિલથી. ના એપ્રિલ ફુલ નહોતા બનાવતા મને અને એવી કોઈ શંકા નહોતી. કારણ કે મને ત્યારે અભિયાનની ઓફિસમાં કાંદિવલી ઈસ્ટમાં કેતન સંઘવી પાસે મોકલી. એપોઈન્ટમેન્ટ લેટર લેવા માટે. તરત દીપકને વાત કરી તે વખતે માર્ચ હતી લગભગ. વીસમી માર્ચે અમે લગ્ન કર્યા અને ચારેક દિવસ સાપુતારા જવા નીકળ્યા, વચ્ચે મકરંદભાઈ અને કુન્દનિકાબહેનના આર્શિવાદ લીધા અને ધરમપુર સાથે અમારો નાતો આમ કાંતિ ભટ્ટ દ્વારા જોડાયો જે આજે પણ યથાવત છે. 

કાંતિ ભટ્ટ ઘરેથી કામ કરતાં અને મારે ઓફિસમાં જવાનું રહેતું. વચ્ચે વચ્ચે તેમને મળવા જવાનું બનતું. શીલાબેનનો પરિચય ત્યાં થયો. કાંતિ ભટ્ટ કહેતા શીલા રિપોર્ટિંગમાં સખત મહેનત કરે છે એટલે જો તારે સારા પત્રકાર બનવું હોય તો ફિલ્ડ રિપોર્ટિંગ કરવું જોઈએ. લોકોની સાથે વાત કેવી રીતે કરવી અને વાત કઈ રીતે કઢાવવી તેની પ્રેકટિલ સલાહ આપતા. એપ્રિલમાં અભિયાનમાં જોડાતા પહેલાં મારી ટ્રેનિંગની શરૂઆત થઈ ગઈ હતી. નાની પાલખીવાલાનું  બજેટ બાદનું  વક્તવ્ય કવર કરવા કાંતિ ભટ્ટ જવાના હતા, તેમની સાથે મને લઈ ગયા અને પ્રેકટિકલ જ્ઞાન આપ્યું કે કઈ રીતે રિપોર્ટિંગ કરવું. તેમના માટે દરેક સ્ટોરીમાં વ્યક્તિઓ મહત્ત્વની રહેતી. કોઈપણ વ્યક્તિઓ વિશે લખતી વખતે તેમને વિશે ડિટેઈલ માહિતી હોવી જોઈએ. બીજું કે ઓફ્ફ રેકોર્ડ કહેલી વાત પણ લખવાની
ખેર, ત્રણેક મહિના બાદ તેમની પાઠશાળામાંથી હું બહાર નીકળી ગઈ, પણ આજે ફિલ્ડ રિપોર્ટિંગનું મહત્ત્વ મને સમજાય છે. કારણ કે ગ્રાઉન્ડ પર તમે હાજર હો તો આસપાસનું વાતાવરણ તમને અનેક સ્ટોરી આપે છે. બોલાયેલી વાતો તમે વાંચી શકો છો. પણ એકવાત મેં તેમની ક્યારેય નથી માની, ઓફ્ફ રેકોર્ડ વાત લખવાની. કોઈ વ્યક્તિએ મારા પર મૂકેલો વિશ્વાસ તોડી શકતી નથી. એવું કરવામાં મને વિશ્વાસઘાત કર્યાની લાગણી થાય એટલે ક્યારેય  કોઈપણ વ્યક્તિએ ના પાડી હોય તો વાત મારા આર્ટિકલમાં લખી નથી. ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું હોય તો તમારામાં ચોક્કસ શિસ્ત અને સમજ વિકસતા હોય છે તે સમજાયું.  કાંતિ ભટ્ટ પાસે જે પત્રકારત્વની તાલીમ મળી હતી  તે કોઈ જર્નાલિઝમ કોર્સમાંથી શીખી શકાય
૨૬ વરસના મારા પત્રકારના અનુભવ બાદ આજે કહી શકું છું કે કાંતિ ભટ્ટનો સૌથી સારો ગુણ હતો કે તેઓ પત્રકારત્વના પાઠ ભણાવવામાં કોઈ વેરો આંતરો રાખતા નહીં. તો તેમને કોઈ અસલામતી અનુભવાતી કે તો તેમને કોઈ ભય લાગતો કે કોઈ તેમનાથી આગળ વધશે, કારણ કે તેઓ પોતે સખત મહેનત કરતા. સતત વાંચતા.  જો તેમને કામ યોગ્ય લાગે તો વઢી નાખે ખરા કે લેખ ફરી લખી લાવવાનું ય કહે, સખત મહેનતનો આગ્રહ રાખે, કોઈ હા કે ના સાંભળે નહીં, પણ ક્યારેય કોઈને તક આપતા અચકાય નહીં કે  તક આપવાની વાત કરી હોય તો કોઈ બાબતે પાછી પાની કરે નહીં. આજે સમજાય છે કે  તેમની સાથે મને વધારે કામ કરવાની તક મળી હોત તો ચોક્કસ હું જુદી હોત. જો કે આજે ય જે કંઈ છું તે  કાંતિ ભટ્ટને લીધે છું તે માટે એમનો છેલ્લો આભાર માની તેમને અલવિદા કહી. 
જ્યારે પણ તેમને મળી ત્યારે સતત તેમની પાસેથી શીખવાનું રાખ્યું. એટલે કોઈ ફોટોગ્રાફ તેમની સાથે મારો નથી. છેલ્લે પણ તેમને મળી તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ત્યારે પણ જીવંતતાનો પાઠ શીખી. તેમની સાથે ફોન પર છેલ્લા કેટલાય સમયથી વાત નથી કરી કારણ કે તેમને ફોન પર લાંબી વાત કરવી પસંદ નહોતું. કામની વાત પતે કે ફટાક દઈને ફોન મૂકાઈ જાય. તે છતાં તેમનો લેન્ડલાઈન નંબર મને આજે ય મોઢે છે. કેટલાય વરસો પહેલાં મને કહ્યું હતું કે તું સરસ કામ કરી રહી છો બસ લખતી રહેજે શબ્દો મારા માટે પારિતોષિક સમાન છે. શીલાબહેન સાથે ઓછું કામ કર્યું પણ રિડિફ ડોટ કોમમાં સત્તરેક વરસ પહેલાં કામ કર્યું હતું. ત્યારથી મને તેમના માટે આદર વધ્યો હતો. શીલાબહેન સાથે કામ કરવું વધુ સરળ હતું પ્રમાણમાં એવો મારો અનુભવ રહ્યો છે. ખેર, કાંતિ ભટ્ટ વિનાના તેમના ઘરમાં પુસ્તકોના કબાટો અને તેમનું ટેબલ અને દીવાલોનું લખાણ મારી સાથે મૂક શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા તેનો ફોટો છે મારી પાસે તે અહીં મૂકયો છે. ઓફ્ફ રેકોર્ડ વાતો લખવાની મારી ટેક અહીં તેમના વિશે વધુ ન લખીને પાળી રહી છું. 






You Might Also Like

1 comments

  1. Very insightful article. Those who have never met Kanti Bhatt, but only know through his writing will be inspired and value hard work in whichever field they are.

    ReplyDelete