આદર્શ વહુ અને સમાન અધિકાર

03:50




સ્વતંત્રતા માટે કિંમત ચૂકવવી પડતી હોય છે, સ્વતંત્રતા લઈ શકાય, કોઈ આપતું નથી.



સપ્ટેમ્બર ૨૦૧૮નો સમય ભારતીય ઈતિહાસમાં હંમેશ માટે અંકાઈ ગયો છે. આઝાદીના સિત્તેર વર્ષ બાદ અંગ્રેજોના જમાનાના કાયદાઓ બદલાઈ રહ્યા છે તેમ જ આપણા બંધારણીય અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવી રહ્યા છે. દરેક નારીએ પોતાના અધિકાર અને સ્વતંત્રતા વિશે સભાન રહેવાની જરૂર છે જ. આપણને શું ફરક પડે છે અથવા આપણને સમજ ન પડે તેવું કહીને છૂટી શકાય નહીં. સમાજને ઘડવામાં આપણા બધાની ભૂમિકા હોય છે. જો કે આદર્શ વહુએ આ બધા ચુકાદાઓ કે અધિકાર વિશે જાણવાની જરૂર નથી એવી માન્યતાઓ પોષવામાં આવતી હોય છે. આદર્શ વહુ બનવું કે હોમ સાયન્સ શીખવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની જ હોય છે. 
સુપ્રીમ કોર્ટના દરેક ચુકાદા આપણી અંગત સ્વતંત્રત અધિકારોને બહાલી આપે છે. પહેલો ચુકાદો આવ્યો હતો આધાર કાર્ડનો, રાજ્ય વ્યક્તિની અંગત સ્વતંત્રતાને છીનવી ન શકે. પ્રાઈવેટ અને પબ્લીક, ખાનગી અને જાહેર એ બે તદ્દન જુદા વિભાગો છે. આધાર કાર્ડમાં તમારી દરેક વિગતો છે તેનો ઉપયોગ ખાનગી કંપનીઓ પોતાના માર્કેટિંગ માટે કરી રહી હતી. તમારી વિગતો આપવી  ફરજિયાત કહીને તમારી વિગતો મેળવીને ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક નિયમો આપણે ઘરમાં પણ માનીએ છીએ અને કેટલાક નિયમોનો વિરોધ પણ કરીએ છીએ. એ જ રીતે રાજ્યને એટલે કે જે આપણા દેશનું સંચાલન કરે છે તે સત્તાને આપણે કેટલાક અધિકારો આપવા પડે છે. એટલે આધાર કાર્ડ પાન કાર્ડ અને ઈન્કમટેક્ષ રિટર્ન માટે જરૂરી રહેશે.
બીજો ચુકાદો હતો એડલ્ટરી લોને નાબૂદ કરવાનો. સેકશન ૪૯૭ એ કલમ નાબૂદ કરવી જરૂરી જ હતી. કારણ કે તે આપણા બંધારણની વિરુદ્ધ હતી. આપણા બંધારણમાં કોઈ ભેદભાવ નથી પણ આ કાયદો અંગ્રેજોના જમાનાના હતો. ૩૭૭ની કલમ પણ અંગ્રેજોના જમાનાની હતી. અંગ્રેજો ખૂબ જ સંકુચિત માનસિકતા ધરાવતા હતા. તેમણે રંગભેદની નીતિ પણ અપનાવી હતી. તેમની સંકુચિતતા આપણે અપનાવી કારણ કે આપણે માનસિક રીતે તેમના ગુલામ હજી પણ હતા અથવા છીએ. આપણી સંસ્કૃતિ અંગ્રજો કરતાં ઘણી આગળ હતી અને છે. આપણમાં ય કેટલીક સંકુચિતતા હતી પણ તે માનસિકતાના પ્રશ્નો હતા તેને કાયદો બનાવવામાં નહોતો આવ્યો. એડલ્ટરી એટલે કે લગ્નબાહ્ય સંબંધો બે વ્યક્તિની સંમતિથી જ બંધાઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ. તે છતાં તેમાં સ્ત્રીને શોષિત વ્યક્તિ તરીકે જ જોવામાં આવતી હતી. પુરુષને ગુનેગાર અને શોષણ કરનાર માનીને જ આ કાયદો રચ્યો હતો. અંગ્રેજો સ્ત્રીને પુરુષની મિલકત માનતા હતા. આપણે ત્યાં સ્ત્રી પુરુષની મિલકત નહોતી મનાતી એટલે જ આપણે જ્યારે સ્વતંત્ર થયા ત્યારે વોટિંગ રાઈટ્સ કે સમાન અધિકાર માટે સ્ત્રીઓએ લડવું નહોતું પડ્યું. આપણા બંધારણમાં સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ ભેદ નથી. તો પછી આ કાયદાઓમાં ભેદ ક્યાંથી આવ્યો તે સવાલ થાય. આપણા કાયદાઓ અંગ્રેજોના જમાનાથી ચાલી આવે છે. તેમાં ધીમી ગતિએ સુધારા આવી રહ્યા છે. આ કાયદો નાબૂદ થયો તેને પણ લોકોએ સાચી સમજથી સ્વીકાર્યો નથી. ચેન્નાઈમાં ૨૪ વરસની પુષ્પલથા નામની સ્ત્રીએ આપઘાત કર્યો અને તેણે મૃત્યુ પામતા પહેલા ચિઠ્ઠીમાં કારણ આપતા  લખ્યું કે તેના પતિએ તેને કહ્યું  કે હવે લગ્નબાહ્ય સંબંધ અપરાધ નથી એટલે તે ફરિયાદ ન કરી શકે. પુષ્પલથાના લગ્ન બે વરસ પહેલાં થયા હતા. તેને ટીબી થતાં તેનો પતિ ધીમે ધીમે તેનાથી દૂર થતો ગયો અને તેણે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હતો. પુષ્પલથાએ જ્યારે તેના પતિને કહ્યું કે એણે બીજી સ્ત્રીની સાથે સંબંધ ન રાખવો જોઈએ તો તેના પતિએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની બહાલી આપતા ઉપરોક્ત વાત કહી હતી. ખેર, લોકો પણ સોશિયલ મીડિયા પર વગર સમજ્યે કહેવા માંડ્યા કે હવે લગ્નબાહ્ય સંબંધો વધશે કે પછી કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ જશે, કે પછી હવે સ્ત્રીઓ વધુ સંબંધો બાંધશે કે હવે બાળકોનું શું થશે…વગેરે વગેરે  હકીકતમાં આ કાયદા પ્રમાણે એવું હતું કે સ્ત્રી અને પુરુષના લગ્નબાહ્ય સંબંધમાં પત્ની કોઈ ફરિયાદ ન કરી શકે પણ પતિ બીજા પુરુષ સામે ફરિયાદ કરીને તેને ગુનેગાર બનાવી શકે. કારણ કે સ્ત્રી ભોળી છે અને તેને બીજા પુરુષે ભોળવી હોય છે. પુરુષ લંપટ હોય છે જ્યારે સ્ત્રી વ્યભિચાર કરી શકતી નથી.  વળી આ કાયદો હોત તો પણ પુષ્પલથા કોઈ ફરિયાદ કરી શકે એમ જ નહોતી તે સમજવાની જરૂર છે. એટલે આ કાયદો નાબૂદ થયો તે સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા દૂર કરવા માટે જરૂરી હતું. 
ત્રીજો ચુકાદો આવ્યો છે કે સબરીમાલા મંદિરમાં સ્ત્રીને જતાં રોકી શકાય નહીં. આપણા બંધારણમાં  આર્ટિકલ ૨૫ થી ૨૭માં લખ્યું છે કે દરેક વ્યક્તિને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને રા
સ્ત્રીનો સમાજમાં ફાળો પચાસ ટકા હોય છે પણ મોટાભાગની સ્ત્રીઓને પોતાના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર હોતો જ નથી. કેટલી છોકરીઓ કારર્કિદીને લગ્ન સાથે નથી જોડતી? દીકરીના માતપિતા અને સ્ત્રી પોતે પણ લગ્ન બાદ પોતાની કારર્કિદી ઘડી શકશે કે નહીં તે પતિ(પુરુષ)ની મરજી પર આધારિત હોય છે. હાલમાં જ આદર્શ બહુ એટલે કે આદર્શ વહુ બનવાનો કોર્સ આઈઆઈટી (બનારસ હિન્દુ યુનિવર્સિટી) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે એવું જાણવા મળે છે. એ દર્શાવે છે કે કોઈપણ મંદિરોમાં જઈને પૂજા કરો તમારે આદર્શ વહુ બનવું પડશે. આદર્શ એટલે કે મફતમાં ઘરકામ કરો. તમારા અધિકાર માટે બોલો નહીં. ખરેખર જરૂર છે તો મંદિર પ્રવેશની નહીં પરંતુ સમાન અધિકારની. દરેક આર્થિક ક્ષેત્રોમાં હજી મહિલાઓને સરળતાથી પ્રવેશ નથી. સ્ત્રીઓને વેતન આપવામાં પણ ભેદભાવ થાય છે.  જીડીપીની ગણતરીમાં પણ મહિલાઓના કામની ગણતરી કરવામાં આવતી નથી. કારણ કે તે ઉત્પાદકિય કામ નથી. ઘર સંભાળવાનું કામ જો ઉત્પાદકિય ન હોય તો આદર્શ વહુ કેવી રીતે સ્વસ્થ કુટુંબ કે સ્વસ્વથ સમાજ રચી શકે? પિતૃસત્તાક માનસિકતા આ સવાલને જ ઉડાડી દેશે. રહી વાત માસિક સંબંધી ભેદભાવની તેમાંથી અનેક સ્ત્રીઓ બહાર આવી ગઈ છે. તેને એટલું મહત્ત્વ આપવાની જરૂર નથી, જરૂર છે સ્ત્રીને સમાન અધિકાર મેળવવાની.  




You Might Also Like

0 comments