­
­

સેન્ડવિચ આઈસ્ક્રીમ ખાવા ચર્ચગેટ જવું પડે

ચર્ચગેટ સ્ટેશનથી મરિનડ્રાઈવ તરફ જાઓ તો બ્રેબોર્ન સ્ટેડિયમની નીચે આવેલી એક દુકાનમા ગરદી દેખાય તો આંખ મીંચીને ત્યાં પહોંચી જજો. એ જ હશે કે. રુસ્તમ…૧૯૫૩ની સાલથી અહીં અમેઝિંગ આઈસ્ક્રીમ મળે છે. બાળપણથી મેં પણ અહીં આઈસ્ક્રીમ ખાધો છે. છેલ્લા પચાસ વરસમાં અહીં કશું જ બદલાયું નથી. મારી બાજુમાં ઊભેલા એક પ્રૌઢ કહે છે. એ જ સ્વાદ અને એ જ આઈસ્ક્રીમ વળી મોંઘો પણ...

Continue Reading

ઊંબાડિયું ખાવા તો શિયાળો જોઈએ

શિયાળો આવે એટલે મુંબઈગરાઓ ખાસ ગાડી કરીને સુરત તરફ ફરવા નીકળે. ઊંબાડિયું અને ઊંધિયું તેમજ પોંક, પોંકના ભજીયા ન ખાધા એનો શિયાળો ફોગટ ગયો એમ કહી શકાય. દક્ષિણ ગુજરાતમાં સુરતનું ઊંધિયું એટલું ફેમસ છે કે શિયાળો આવતા ગુજરાત અને મીની ગુજરાત જ્યાં વસે છે તે મુંબઈમાં ઠેર ઠેર સ્વાદિષ્ટ સુરતી ઊંધિયું મળશે એવા બોર્ડ લાગી જાય. કેટલાક મહિલા મંડળો ઊંધિયું બનાવવાની સ્પર્ધા પણ...

Continue Reading

કચ્છની ઓળખ દાબેલી ઉર્ફે દેશી બર્ગર

પાઉં અને બટાટાનું કોમ્બિનેશન સ્વાદ રસિયાઓ માટે  ડેડલી છે. મુંબઈગરા વડાપાઉં ખાય, વિદેશી બર્ગર ખાય અને કચ્છીઓ દાબેલી ખાય.  કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. ગયા અઠવાડિયે કચ્છમાં ગાંધીધામ, માંડવી અને ભુજ જવાનું...

Continue Reading